ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

કિશોરધર ને પણ લાગ્યું કે એને એના મિત્રનાં છોકરા માટે કઈક કરવું જોઈએ અને એટલે જ એમને ખુદ જ એ રીંગ પહેરી લીધી. અને હવે એ આ દુનિયા માં નહિ.

"ના આ આત્મા મને કઈ જ નહિ કરી શકે.. મારી પાસે પણ મારા મિત્ર સુશાંત ની જેટલા જ પુણ્ય ની શક્તિ છે!" કિશોરધર હોશ માં આવી ગયાં હતાં અને એ બોલ્યાં.

"હા, એ તો મને પણ ખબર છે, પણ હવે જે કંઈ કરો તમે બધાં, પણ હું આ નરેશ ને જીવતો નહીં છોડું!" દીપ્તિ ની આત્મા કિશોરધર માં હતી.

"જો દીપ્તિ, તું નરેશ ને કંઈ પણ કરીશ તો હું પણ મરી જઈશ, અને જો પરાગ ને કઈ થશે તો હું પણ મરી જઈશ!" નિધિ બોલી.

"મરી જશે બોલો.. અરે આપને છુપાવવા નું હતું કે હું જ તારો ગુરુ છું, પણ તને તો મેં વિદ્યા શીખવી છે તું એ કેમ ભૂલી ગઈ, સાવ અક્કલ જ નહિ તારા માં તો!" કિશોરધરે કહ્યું તો જાણે કે નિધિ હોશ માં આવી.

"એ હા, નહિ, હું તો ભૂલી જ ગઈ હતી, થેન્ક્યુ ગુરુદેવ!" નિધિ બોલી અને એક નાનકડી પુસ્તક એને બેગ માંથી કાઢી.

"મારો હાથ પકડી રાખજે ને!" નિધિ એ બહુ જ પ્યાર થી પરાગને કહ્યું પરાગ પણ એની સામે જ જોતો રહી ગયો. એનો મસ્ત મૌલા ચહેરો જોઈને જાણે કે એ તો સાવ મધાહોષ જ થઈ ગયો. એના ચહેરા માં જ જાણે કે જાદુ હતું.

નિધિ એ મંત્રોચાર શુરૂ કરી દીધાં અને જેમ જેમ એ મંત્રો બોલતી જતી હતી એમ એમ એક પછી એક બધી જ આત્માઓ આવતી ગઈ -

નરેશ નાં પપ્પા સુશાંત ભાઈની આત્મા આવી -

"જે થયું એ ભૂલી જા અને મારા છોકરાને હવે માફ કરી દે.." નરેશ ઢીલો થઈને ઢળી પડ્યો, એને નહોતી ખબર કે એના પપ્પા આ દુનિયામાં નહિ. મમ્મી ના મર્યા પછી એના પપ્પા જ એની દુનિયા હતાં, એને મમ્મીની કમી ના લાગે એટલે જ તો એને એટલો બધો પ્યાર સુશાંત ભાઈએ આપ્યો હતો.

થોડીવારમાં દીપ્તિ નાં મમ્મી અને પપ્પા બંનેની આત્મા આવી -

"બેટા નિધિ, તારો બદલો તો લેવાઈ ગયો છે, જે રીતે નરેશે અમને માર્યા, જાણ્યા અજાણ્યામાં એમના આટલા પુણ્ય શાળી પપ્પા પણ તો મરી ગયાં છે ને!"

"હા, બેટા, અને તેં જ તો નેહા, પ્રભાસ
અને જીતને પણ તો મારી દીધાં છે, બસ કર હવે એમને માફ કરી દે!" દીપ્તિ નાં પપ્પાની એ આત્મા હતી.

નિધિ ની આત્મા એકદમ જ બધાની સામે આવી, નરેશ, ભૂલ મારી પણ છે, મેં દરેક ને દોષી ગણી લીધા અને હું તને પ્યાર થી સમજાવી ના શકી કે હું તને પ્યાર નહિ કરતી. જાવ હું તમને સૌને માફ કરું છું. જેવી જ દીપ્તિ ની આત્મા ગઈ કે સૌની પર ફૂલોનો વરસાદ થયો અને બધાં જ ખુશ થઈ ગયાં.

"તારામાં થોડી પણ અક્કલ જ નહિ, કેટલું શીખવ્યું છે તો પણ તને બુદ્ધિ જ નહિ!" તાંત્રિક કિશોરધરે નિધિ ને કહ્યું.

"હા, તો ગમે એ થાય, તો મને થોડું યાદ નહીં રહેતું અને લાસ્ટ માં તો મેં જ તો બાકી બધી આત્માઓને બોલાવી હતી ને!" દીપ્તિ બોલી.

"હાશ, ચાલો આ કામ તો થયું તારાથી.." પરાગ એ નિધિ સામે જોયું અને એને હગ કરી લીધું.

(સમાપ્ત)