ડર હરપળ - 7 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડર હરપળ - 7


"ઓય એક પ્રશ્નનો જવાબ આપ તો.. ક્યારે તને મારી જોડે આટલો બધો પ્યાર થઈ ગયો તો.."

"મને તો તું શુરૂથી જ બહુ જ ગમતો હતો યાર, પણ! કહેવામાં મને થોડો ડર લાગતો હતો ને એ પછી તો મેં મેસેજનો સહારો લઇ ને તને કહી જ દીધું કે હું તને બહુ જ પ્યાર કરું છું!"

"હા, મને લાગતું જ હતું કે એ મેસેજ કરનાર એ તું જ હોઈશ કારણ કે મારી પાછળ એક તું જ આમ પાગલ છું યાર, બીજું કોઈ તો પાગલ નહિ!" પરાગ બોલ્યો.

"જો જેવી જ હું અહીં આવી તો ખબર પડી કે આમ તમારા બધાં જ દોસ્તો મરી ગયા છે અને એ સૌના ઇન્ટરનલ ઓર્ગન ડેમેજ થવાનું કોમન છે, મને તારા માટે બહુ જ ડર લાગ્યો અને એટલે જ હું આ તાંત્રિક પાસે જ્ઞાન લેવા ગઈ.."

"હા, બરાબર છે પણ યાર, તું બધું બરાબર શીખી તો છે ને?! તારી આદત ખબર છે મને કારણ કે તારા દિમાગમાં વાત જલ્દી ઉતરતી નહિ!" પરાગ એની મજાક ઉડાવે છે.

"યુ શટ આપ! એવું કંઈ નહિ, પણ મેં પણ શું કરું યાર, અમુક વાતો મને યાદ નહિ રહેતી અને એટલે જ તો યાર, પણ મારા પ્યાર માટે તો કરીશ, બધું જ યાદ કરીશ અને બધું જ મસ્ત કરીશ, હું તને ખુદ થી દુર કરવા નહિ માંગતી!" નિધિ થોડી ઈમોશનલ થઈ ગઈ.

"એક મિનિટ.." નિધીનું ધ્યાન એકદમ જ પરાગની નવી રીંગ પર પડ્યું.

"આ રીંગ કોને આપી તને?!" નિધિ એ પૂછ્યું.

"નરેશે જ આપી છે, કેમ શું થયું?!"

"કાઢી નાંખ!" નિધિ જોરથી બોલી.

"મને આ રીંગ પરથી નેગેટિવ એનર્જી નો અહેસાસ થાય છે!" નિધિ એ ઉમેર્યું.

"ઓહ કમ ઓન, નરેશ તો આપની બાજુ છે ને યાર!" પરાગ એ વાત ફગાવી દીધી.

"અરે, મારું યકીન માન.. જો કહું તને મને શું દેખાય છે, હવે થોડા સમય પછી જો તેં રીંગ નહિ કાઢી તો તને વિકનેસ લાગશે!" નિધિ એ આંખો બંધ કરી દીધી હતી અને એ કઈક મંત્રોચાર કરીને ખુદની શક્તિ લગાવીને બોલી.

"હા, વીકનેસ!" પરાગ હસવા લાગ્યો.

પણ વાત સાચી હતી, થોડી વાર થઈ તો પરાગને આખાય શરીરમાં બહુ જ ભયંકર વિકનેસ લાગવા લાગી.

"ઓ મારી માં, મસ્તી ના કર, જલન થાય છે તને મેં નરેશની રીંગ પહેરી છે તો?!"

"ના, હવે! પણ ખરેખર મને નેગેટિવ એનર્જી ફીલ થાય છે!" નિધિ બોલી.

"વાત સાચી તો છે તારી કે મને વિકનેસ તો લાગે જ છે.." પરાગ એ રીંગ કાઢી અને નિધિ એ કોઈ અલગ જ પોટલી માં એ રીંગ મૂકી દીધી.

આ બાજુ ધીરે ધીરે પરાગની હાલત પણ સારી થવા લાગી.

"તું ખરેખર આ બધું શીખીને આવી છે કે ખાલી મસ્તી કરે છે?!"

"કેવો છે તું યાર, તેં આ જોયું શું તો?!" નિધિ બોલી.

"રીંગ થી શું થાય, રિંગથી બધું જ થાય, કહીશ ક્યારેક.."

"જો નરેશની જાન પણ મુસીબતમાં છે, આપને એના કહેલાં કોઈ તાંત્રિકને મળવા જોઈએ છીએ, એ તાંત્રિકે કઈક અગત્યની વાત આપણને કહેવી છે એટલે એમને આપણને બોલાવ્યા છે.." પરાગ નિધિ ને સમજાવી રહ્યો હતો.

"હા, ઓકે, પણ હવે તું સાંભળી લે, મેં જેટલો પણ અનુભવ કર્યો છે આ ભૂતોની દુનિયાનો મને ખબર છે કે ત્યાં અલગ અલગ માયા હશે, કોઈ બુરી શક્તિ મારું સ્વરૂપ લઈ ને પણ તારી સાથે છળ કરશે, સાવધાન રહેજે.."

"વેટ પણ તો મારે સમજવાનું કેવી રીતે કે એ કોણ છે શું છે?!"

વધુ આવતા અંકે..

એપિસોડ 8માં જોશો: "ના, ઓ! વાત તારા પર આવશે ને તો હું ખુદ જ મરી જઈશ!" નિધિ બહુ જ ઈમોશનલ થઈ ગઈ.

"એનો મતલબ એમ કે તું મને મર્યા પછી પણ ખુશ નહિ થવા દે!"

"ઓ, તારા વગરનું જીવન કરતાં તો મોત આસાન લાગશે ને!" નિધિ બોલી.