પ્રેમ સમાધિ - પ્રકરણ -64 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ -64

પ્રેમ સમાધિ
પ્રકરણ -64


વિજયનાં ગયાં પછી નારણે ફોન લગાવ્યો અને થોડીવારમાં જલારામ ગાંઠીયાવાળા પાસે હાઇવે હોટલ પર એક ગાડી આવીને ઉભી રહી... નારણનાં મોઢાં પર હાસ્ય આવી ગયું પણ જયારે ડ્રાઇવર કોણ છે એ જોતાં એને આશ્ચર્ય થયું એ ઝડપથી ગાડી તરફ ગયો અને દરવાજો ખોલી અંદર બેસી ગયો અને પેલાને જોઈને પૂછ્યું “તું? અહીં ક્યાંથી?”
*******
વિજય અને નારણનાં નીકળી ગયાં પછી આવકાર હોટલ ડુમસમાં બાબુ ગોવિંદ એની કેબિનમાં બેઠાં બેઠાં બૂમ પાડી અને વેઈટરને બોલાવ્યો. પેલો ઝડપથી દોડતો આવ્યો...પેલાએ પૂછ્યું “બોલો સર... શું લાવું ?...”
બાબુએ કહ્યું “તારે હમણાં ને હમણાં નારણની સામે શંકરનાથનું બધું બકવાની શું જરૂર હતી ? તારે વિજય સર એકલા ત્યારે નથી કહેવાતું ? અને એ બધાં ઉપર તારે પહેલાં મારી સાથે ચર્ચા કરવી જોઈએ તને બધી "અંદરની" ખબરના હોય અને બસ ભસી ગયો.”
પેલો વેઈટર ખાસીયાણો પડી ગયો એણે બાબુને હાથ જોડીને માફી માંગતા કહ્યું “સોરી મને ખબર નહોતી બોસ મને એમ કે..”.
બાબુ હવે બરાડ્યો... “તને મનમાં જે હોય એ પણ ટણપા એટલી સમજ નથી પડતી કે અહીં મારો બોસ બાબુ છે એને પહેલાં બધું જણાવું ?ભલે હું હોસ્પીટલમાં હતો પગ ભાંગ્યો કે માથું પણ હજી હું બધાં વહીવટ સાંભાળી શકું છું આપણી કંપનીનાં માલિક વિજય સર છે એમનેજ બધો રીપોર્ટ કરવાનો એમની આજુબાજુ આગળ પાછળ ઘણાં ફરે એ બધાં બદલાયાં કરે હવે કોઈ ભૂલ ના થાય સમજ્યો ? ઇનામ તો મળી ગયું તને હવે જલસા કર...”
પેલો વેઈટર બોલ્યો “બોસ તમારી વાત હવે મને સાચી લાગે છે વિજય સરે મારી બાતમી સાંભળ્યાં પછી નારણભાઈને મને હજાર રૂપિયા આપવા કીધાં ત્યારે એમનું મોઢું કટાણું થઇ ગયેલું મને માંડ જાણે પૈસા આપેલાં અને મારી સામે આંખો કાઢી મોં બગાડેલું..”.
બાબુએ કહ્યું “આટલી બધી અગત્યની વાત તું મને હજી હવે કહે છે ? એ પણ તને હું આટલું પૂછું સમજવું છું પછી ? કંઈ નહીં હવેથી ધ્યાન રાખજે... ઇનામ વાપરજે પણ પહેલાં મનેજ રીપોર્ટ કરવાનો અને આવું ધ્યાન રાખતો રહેજે. “
પેલો વેઈટર પહેલાં ગભરાયેલો પછી ખુશ થતો ત્યાંથી ગયો. બાબુ વિચારમાં પડી ગયો કે શંકરનાથનાં સમાચાર જાણી નારણને શું તકલીફ પડી ?...

******
નારણ ગાડીમાં બેઠો અને દ્રાઈવીંગ સીટ પર બેઠેલાં ને જોઈને આશ્ચર્યથી ચમક્યો અને પૂછ્યું “તું ? અહીં ક્યાંથી ?” નારણનાં આશ્ચર્યથીપૂછેલાં પ્રશ્ન સામે પેલો યુવાન ખડખડાટ હસીને બોલ્યો "પાપા એમાં આટલાં આશ્ચર્ય કેમ પામો છો ? તમારો છોકરોજ છું સતિષ.. ભૂત નથી”.
નારણે કહ્યું “અરે તું છે એટલે તો આશ્ચર્ય છે તું આટલી રાત્રે પરોઢ થવા આવી તું કેવી રીતે આવ્યો ? અને આ ગાડી તો દૌલત અંકલની છે એ અહીં આવ્યો છે ?” સતીષે કહ્યું “પાપા દૌલત અંકલ ગઈકાલનાં આપણાં સુરત વાળા ઘરે છે થાકીને ડ્રીંક લઈને ઘસઘસાટ ઊંઘે છે તમારી રીંગ આવી ત્યારે ઊંઘમાંજ એમણે વાત કરેલી પછી મને કહ્યું તું તારાં પાપાને લઇ આવ.”
નારણે કહ્યું “ઓહ દૌલત અહીં આવ્યો છે ? મને જાણ પણ ના કરી ? એ શું બાતમી લાવ્યો છે ? મેં કહેલું હમણાં ઉતાવળ કરી અહીં ના આવીશ તોય આવ્યો. કોઈવાર મને મુશ્કેલીમાં મૂકી દેશે.”
સતિષે કહ્યું “પાપા કેમ ચિંતા કરો છો ?હવે હું છું ને બધું સાંભળી લઈશ. દૌલત અંકલે મને પ્રોમીસ કર્યું છે તેઓ મને બધી રીતે તૈયાર કરી દેશે. પછી બધું મારેજ સાંભળવાનું છે ને ? વિજય અંકલનો ધંધો એમની દીકરી...” અને ગંદી રીતે હસવા લાગ્યો.
નારણને ગુસ્સો આવી ગયો એણે કહ્યું “એય હજી પાંખ આવી નથીને ગગન ઉડવું છે ? શાંતિ રાખજે જોજે કોઈ ડહાપણ કરતો બધી જીતેલી બાજી હું હારી જઈશ. આટલાં વર્ષોની મહેનત પાણીમાં જશે”.
સતિષે કહ્યું "પાપા હું તમને કહી રહ્યો છું બીજા અજાણ્યાને નહીં હું કોઈ સાથે કોઈ વાત કે ચર્ચા નથી કરતો.”
નારણે કહ્યું “એટલે પેલાં દૌલત સાથે બધી વાતો કરી ?” સતિષે કહ્યું “પાપા મેં નહીં એમણે વાતો કાઢી મેં ફક્ત એમને રીસ્પોન્સ આપ્યો છે”.
નારણે કહ્યું “હવે ગાડી સ્ટાર્ટ કર ઝડપથી ઘરે લે ધરે જઈને બીજી ચર્ચા કરીશું વિજયને હજી ઘરે પહોંચતાં મીનીમમ દોઢ કલાક થયો એ પહેલાં મારે...” પછી ચૂપ થઇ ગયો.

*******
વિજયનાં કારનું હૉર્ન સાંભળી ચોકીદાર હાંફતો હાંફતો દોડી ગેટ ખોલી નાંખ્યો. વિજયનો એટલો બધો કડપ હતો કે બધાં એનાં હુકમથી ધ્રુજી જતાં એનાં આદેશ પ્રમાણેજ બધાએ વર્તવાનું એ છુટા હાથે પૈસા ચુક્વતો ખુશ રાખતો પણ શિસ્તનો ખુબ આગ્રહી અને વફાદારીની અપેક્ષા રાખતો.
દરવાજો ખોલી ચોકીદારે સલામ મારી અને બોલ્યો "સર જય માતાજી " પધારો કાવ્યાબેન આવી ગયાં છે અને પેલાં સુમનભાઈ પણ.. “ આટલું બોલી ચૂપ થઇ ગયો વિજયની ગાડી અંદર આવી ગઈ એટલે ગેટ બંધ કરી દીધો.
વિજયનાં પાળેલાં લેબ્રાડોર, આલ્સેશીયન ગાડી આવતાંજજોર જોરથી ભસી રહેલાં. વિજયે કાર પાર્ક કરી બૂમ પાડી બંન્નેને શાંત થવા રાડ પાડી.
વોચમેન હજી ડોર પાસે આવે ત્યાં અંદરથી ચાકર આવી ગાડીમાં રહેલી બેગ લઈને અંદર ગયો.
વિજયે બંગલામાં એક નજર ચારેબાજુ કરીને બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે સામે રેખા દોડીને આવી એ અડધી ઊંઘરેટી હતી... અર્ધનશામાં હતી વિજય એને જોઈનેજ સમજી ગયો બોલ્યો “ઓકે ઓકે જા સુઈજાં તારી આંખો સુજી ગઈ છે જા અહીંથી... “
રેખા મોઢું નીચું કરી અંદર જતી રહી... વિજય ઝડપથી દાદર ચઢી ઉપર તરફ ગયો...

વધુ આવતા અંકે -પ્રકરણ -65