ડર હરપળ - 9 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડર હરપળ - 9


મેં એની ઉપર પવિત્ર જળ છાંટ્યું તો પણ કોઈ જ અસર નહોતી થઈ થઈ.

વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો -

"કેમ, મને મારી નાંખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછ દીલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં.

હું આત્માની શક્તિ જોઈને સમજી જ ગયો હતો કે આત્મા સાથે કઈક બહુ જ ખોટું થયું હતું.

નરેશની અંદર રહેલી આત્મા જે કહે છે એ જાણી ને બધાં જ અવાક થઈ ગયાં હતાં.

"મારે મારું કરિયર બનાવવું હતું, મમ્મી પપ્પા સાથે એક સામાન્ય લાઇફ જ તો જીવવી હતી ને?! કેમ મને મારી નાંખી!

હું નહોતી પ્યાર કરતી નરેશ ને, તો પણ એની સાથે કેવી રીતે રહું! એનાથી એ એ સહન ના થયું તો એ મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો, મેં એને જોરથી એક ઝાપટ મારી લીધી, એને એનો બદલો એ રીતે લીધો કે એને ઘરે જઈ ને મારા મમ્મી પપ્પા બંને ને મારી નાંખ્યા! ગુંડાઓ મોકલી ને એને મારા મમ્મી પપ્પા નું મર્ડર કરાવ્યું અને એ એટલે જ રોકાયો જ નહિ, મને મેન્ટલી રોજ ત્રાસ આપવા લાગ્યો હતો આખરે મારાથી જીવવુ બહુ જ મુશ્કેલ થઈ ગયું અને એને મને પણ મારી દીધી, એમ પણ હું મમ્મી પપ્પા વગર જીવતી લાશ જ હતી, પણ હવે ત્યાં મોજૂદ રહેલાં બધાને હું જીવતા નહિ છોડું, ત્યાં અમે સૌ ગ્રુપ ટ્રીપ માં હતાં, નેહા, જીત, પ્રભાસ અને પરાગ પણ ત્યાં હતાં, કોઈ એ મારી મદદ ના કરી! પણ હવે હું એ કોઈને જીવતા નહિ રહવા દઉં, જેમ એને મને પેટમાં મુક્કો મારીને મારી નાંખી હતી, હું એ દુઃખ સૌને આપીશ. કોઈની લાઇફ તમારા માટે મજાક છે તો હવે હું તમારા સૌની લાઈફને મોત બનાવી દઈશ. કોઈ વ્યક્તિ જેને જીવવાની બહુ જ ઇરછા હોય એની સાથે બહુ મોટું પાપ કર્યું છે તો હવે તૈયાર થઈ જાવ મોત નું તાંડવ જોવા!

મેં એ આત્માને સમજાવવા કોશિશ કરી હતી. એ સમયે નેહા, જીત અને પ્રભાસ મરી ગયાં હતાં અને પરાગ અને નરેશ જ બાકી હતાં.

"જે થયું એ બહુ જ ખરાબ થયુ, પણ તું પ્લીઝ હવે આ બે ને તો જીવવા દે!" મેં કહેલું.

"ના, નરેશને તો એના બધાં જ મિત્રો ના મર્યા પછી એ દુઃખનો સામનો કરવા નો છે.." આત્મા બહુ જ જોરથી હસી રહી હતી ને એની સાથે જ રૂમમાં રહેલાં બધાં જ બહુ જ ગભરાઈ ગયાં હતાં. સૌ ડરી ગયાં હતાં.

"જે થયું થયું, હવે નરેશ ને માફ કરી દે.. ભગવાન તને મુક્તિ આપે.."

"ના, મારે મુક્તિ નહિ જોઈતી, મારે બદલો જોઈએ છે, હું કેટલું તડપી છું, કેટલું રડી છું, મોત એમ પણ આસાન છે, પણ જ્યારે કોઈ જ ના હોય અને આપણાં પોતાના જ આપણને છોડીને આપણને લીધે જ ચાલ્યાં જાય ત્યારે બહુ જ અફસોસ થાય છે, લાઇફ આખી નરક બની જાય છે! હું કોઈ રીતે એ જિંદગી જીવી પણ લેત, પણ નરેશ જેવા રાક્ષસ ને તો એ પણ ગમતું નહોતું."

વધુ આવતા અંકે..

એપિસોડ 10માં જોશો: ઉપાય માટે એ સૌ તૈયાર જ હતાં, કારણ કે એમની પાસે પૈસા બહુ જ હતાં, પણ નરેશે બહુ જ મોટી ભૂલ કરી દીધી હતી.

મેં એમને જણાવ્યું કે આ આત્મા નો સામનો કરવો ખુદ મારા માટે પણ બહુ જ મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી આ આત્મા એનો બદલો નહિ લઈ લે, એને રોકવી બહુ જ મુશ્કેલ છે. આત્મા સાથે જે કંઈ અન્યાય થયો છે એના લીધે જ એ બહુ જ ખતરનાક પણ થઈ ગઈ છે અને એટલે જ એના માટે ઉપાય પણ એવો જ થોડા અઘરો રહેશે, પણ એ ઉપાય કરવો જ પડે એમ છે.