Featured Books
શ્રેણી
શેયર કરો

ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ)

ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ)

"મતલબ કે હવે તને મારી કરતા પણ બીજા લોકો પર વધારે ટ્રસ્ટ છે એમ ને!" ધવલે એના બંને હાથને આંખો પર મૂકી દીધા.

"એવું નહિ યાર..." સુજાતા આગળ એને કંઈ સમજાવે એ પહેલાં જ ધવલે કહ્યું - "તારા થી તો ગીતા જ સારી!"

"ઓહ હવે ખબર પડી મને કેમ આટલી સીધી વાત પણ તું સમજતો નહીં!" સુજાતા હવે ગુસ્સે હતી! ગીતા નાં નામ આવવાથી એને વધારે ગુસ્સો આવતો હતો.

"શું મતલબ?!" ધવલે સ્વાભાવિક જ પૂછ્યું.

"તને તો તારી ગીતા યાદ આવે છે... હે ને?!" એને એવી રીતે કહ્યું જાણે કે એના પોતાના પતિ સાથે કોઈ બીજી છોકરી ને ના જોઈ ગઈ હોય! આટલો બધો હક, એ પણ લગ્ન પહેલાં જ. તો આ છોકરી લગ્ન પછી કેટલો હક કરશે?!

"જો અમારી બંને ની વચ્ચે કઈ જ નહિ! ઓકેકે!" ધવલે એને સમજાવવા ચાહ્યું.

"હા... એ તો ખબર છે મને! એને કેવું તને બધા વચ્ચે કહેલું આઇ લવ યુ!" સુજાતા ના ગુસ્સામાં હવે લાગણી ની ભીનાશ પણ આવી ગઈ હતી.

"જો એને મને આઇ લવ યુ કહેલું! મેં થોડી એને આઇ લવ યુ કહેલું!?!" ધવલે એને યાદ અપાવ્યું.

"એ બધું છોડ... પણ હમણાં કેમ તે કીધું કે મારા કરતાં તો ગીતા સારી એમ!" માંડ રોકી રાખેલા આંસુ ઓ એ હવે સુજાતાના ગાલને પલાડી દીધા હતા.

"જો યાર... એ તો બસ તને જેલસ ફીલ કરાવવા માટે જ એનું નામ લીધેલું!" ધવલે કબૂલ્યું. એણે બચવા માટે એનાથી બેસ્ટ જોઈ ઉપાય નહોતો લાગી રહ્યો.

"ના... ખરેખર વાત તો એમ જ છે કે તું પણ ગીતા ને જ લવ કરે છે!" એને ભારોભાર કહ્યું અને રડવા લાગી.

"જો યાર નહિ એવું! સમજ ને! પ્લીઝ!" ધવલ એને મનાવી રહ્યો હતો.

"નહિ એવું?! નહિ ને?! તો કેવું છે?!" ધવલની આંખોમાં આંખો પરોવીને એને સીધું જ પૂછી લીધું. એની એ આંખોમાં એક અલગ જ ચમક હતી. ચહેરો સાફ જાહેર કરતો હતો એના પ્યારને.

"એટલે એવું છે ને કે... આઇ લવ યુ!" ધવલે પણ શરમ છોડીને કહી જ દીધું!

"આઇ નો! બટ ગેસ વોટ, આઇ લવ યુ, ટુ!" એને પણ કહ્યું.

"તો તે આટલું બધું નાટક કેમ કર્યું?!" ધવલે પૂછ્યું.

"હા તો જેમ તે નાટક કર્યું મારી ઉપર શક કરી ને! મને ખબર હતી... પણ જ્યારે તું ગીતા બોલ્યો તો તારું નાટક પૂરું થયું અને મારું નાટક શુરૂ થયું!" એને હસતા હસતાં સમજાવ્યું.

"બટ યાર... ત્યાં પણ ઘણી છોકરીઓએ પ્રપોઝ કરેલું, પણ તારી જેવી વાત એ કોઈનામાં નહોતી! આઇ લવ યુ!" ધવલે એને ગળે લગાવી અને એના માથે એક હળવી કિસ કરી!

"હા, તને યાદ નહિ હોય, પણ મને તો એ સૌનાં નામ પણ યાદ છે, રીના, એ સૌમાં તને રીના બહુ જ પ્યાર કરતી હોય એવું મને તો લાગતું હતું!" સુજાતા બોલી.

"હા, માન્યુ, તો કેમ તું ગીતાનાં નામ પર ચિડાઈ?!" ધવલે પણ પૂછ્યું.

"હા, તો મને બિલકુલ નહિ પસંદ કે કોઈ પણ છોકરી તારી નજીક પણ આવે, હું એને છોડું જ નહિ, તું બસ મારો જ છે, અને મારો જ હક છે તારી પર!" સુજાતા બોલી અને બંને ખોવાઈ ગયાં વાતો કરવામાં.

"મમ્મીને તો હું પસંદ જ છું તો એમનું તો મને થોડું પણ ટેન્શન છે જ નહિ!" ધવલે કહ્યું.

(સમાપ્ત)