"જો મારો મતલબ એવો નહિ..." સુજાતા એ બચાવ કરતાં કહ્યું. બસ એવી જ રીતે જેમ કોઈ ભૂલ પકડાઈ જતાં કોઈ કર્મચારી બચાવ પ્રયત્ન ના કરતો હોય!
"હા... હવે! બસ એ તો હું સમજી ગયો! થેંક યુ!" ધવલે એવી રીતે કહ્યું જાણે કે બસ રડી જ પડશે! એના અવાજમાં રડવાની અદા સાફ જાહેર હતી. એ ઈમોશનલ થઈ ગયો હતો. એણે આ બધું જ કોઈ મજાક જેવું લાગી રહ્યું હતું. જેને લાઇફમાં બહુ જ માન આપીએ, જ્યારે એ જ વ્યક્તિ આપણને દુઃખ આપવા લાગે તો એવી ફિલિંગ આવતી હોય છે કે જેને સુખની દોરી સમજતો હતો, એ તો જાણે કે ખુદ જ એક દુઃખનો સાપ હતો!
"અરે યાર... તું જેવું સમજે છે એવું કઈ પણ નહિ! કઈ જ નહિ!" સુજાતા કંઇક સાબિત કરી રહી હતી. ખુદ પણ નહોતી જાણતી કે કેમ પણ બસ એણે સાબિત કરવું હતું! એ ધવલની હાલતથી બહુ જ વિચલિત થઈ ગઈ હતી. આટલા દિવસો પછી મળ્યાં હતાં અને ખુદ આ શું લઈ માંડ્યું હતું ખુદે! એણે ખરેખર એવું દિલ થઈ ગયું કે ખુદ બહુ જ મોટી ભૂલ કરી દીધી છે!
"જો યાર... પત્થર નહિ હું! હું પણ એક માણસ જ છું..." ધવલે કહ્યું અને જેમ બને એટલી જલ્દી રૂમ છોડી જ દિધો. એનો દમ ઘૂંટાતો હતો હવે એ રૂમમાં.
રૂમમાં બધાં હતાં, પણ કોઇનું પણ ધ્યાન આ લોકોમાં ગયું જ નહીં. બંને પરિવાર ઘણા દિવસો પછી આજે મળ્યા હતા તો... બધા પોતાની વાતોમાં જ ખોવાયેલ હતા. લાંબા સમય બાદ જ્યારે સૌ મળે તો બંને તરફથી એકબીજાની વાતો જાણવામાં રુચિ હોય છે. સાંભળી લેવા માગતાં હોઈએ છીએ કે ખુદ ત્યાં ક્યાં રહે છે, દોસ્ત કોણ છે, સગું કોણ છે?! શું ખાય છે, દિવસ કેવી રીતે પસાર કરે છે?! ગમે તો છે ને ત્યાં, અને જો ગમે છે તો શું ગમે છે? આ શહેરની યાદ આવતી પણ હશે કે નહિ, જો હા, તો કેટલી?!
ઘરનાં દરેક સભ્ય એકબીજા ને બસ આ જ પૂછી રહ્યાં હતાં અને જવાબો મેળવી રહ્યાં હતાં. અમુક વાતોમાં બીજી કઈક વાત કહેતાં તો બાકીનાં લોકો ખુદની વાત ભૂલી જઈને, આ લોકોની વાત પર ધ્યાન આપવા લાગતાં! મન પણ તો કઈક એવું જ તો હોય છે ને, જ્યાં એને ગમી જાય છે, એ બસ ત્યાં જ રહી જવા માગે છે, પણ શું એનાથી કરેલો પ્યાર થોડી ભુલાઈ જાય?! જોયેલા સપનાં થોડી ભુલાવી દેવાય?!
"ધવલ, ..." એક બૂમ સાથે સુજાતા એની પાછળ પાછળ ચાલી ગઈ. ગમતી વ્યક્તિને આમ છોડી થોડી દેવાય, નારાજ ભલે આપને ખુદ જ કેમ ના હોઈએ, તો પણ આપણને ખુદ જ ડર પણ લાગતો હોય છે. ગમતી વ્યક્તિને દુઃખી કરીને ખુદ આપને પણ જાણે કે દુઃખી જ થઈ જતાં હોઈએ છીએ!
એ ધવલના ઘરે આવી ગઈ. ધવલ પથારીમાં પડી ગયો હતો.
"જો યાર... મારો એવો મતલબ નહોતો!" સુજાતા એ પણ રડમસ રીતે જ કહ્યું.
"એવો મતલબ નહિ તો કેવો મતલબ?!" ધવલે પથારી પર જ બેઠા થતા પૂછ્યું.
"મારા કહેવાનો મતલબ બસ એટલો જ હતો કે તને પણ તો ત્યાં બીજી છોકરીઓ મળી ગઈ હશે ને એમ!" સુજાતા એ એવી રીતે કહ્યું જાણે કે એની વાત એને યાદ અપાવતા પોતાની એ ભૂલી જશે, પણ આ ધવલ હતો એ તો ઉલ્ટાનો ગુસ્સે થયો.
"કહેવા શું માંગે છે?! તું મારી ઉપર આરોપ મૂકે છે કે હું ત્યાં તને ભૂલીને બીજી છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો હતો?!" ધવલે ગુસ્સે થતા કહ્યું. ખબર નહીં પણ કેમ, ખુદ સુજાતાને પણ એના ગુસ્સા થવાથી સારું લાગતું હતું.
વધુ આવતા અંકે..