સપ્ત-કોણ...? - 26 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

સપ્ત-કોણ...? - 26

ભાગ - ૨૬

આ યુદ્ધ પછી ઉજમ અને સુખલીના જીવનમાં અણધાર્યો વળાંક આવવાનો હતો જે આવનારા સમય સિવાય કોઈ નહોતું જાણતું....

સુમેરગઢ પર અણધારી આફતના વાદળા ઘેરાયા હતા. અચાનક થયેલા શત્રુના હુમલાથી માનસિંહ ચિંતામાં પડી ગયા હતા. સુમેરગઢ ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યું હતું. વળતો જવાબ આપવા માટે ફક્ત બળ જ જરૂરી નહોતું, કળથી કામ લેવું પડે એમ હતું. માનસિંહે તુરત જ દરબારીઓને હાજર થવા ફરમાન છોડ્યું હતું એટલે ખુબ જ ગણતરીના સમયમાં બધા હાજર થઈ ગયા હતા અને જરૂરી ચર્ચાઓ સાથે યુદ્ધવ્યુહ રચવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.

"કરણસિંહ... તૈયાર થઈ જાઓ, આપણે જીવસટોસટની બાજી લગાવીને પણ સુમેરગઢને કોઈપણ ભોગે બચાવવાનું છે. આ વખતે શત્રુ ભલે ગમે એટલો મોટો હોય ને એની સેના પણ ભલે વિશાળ હોય, આપણે માંભોમ રક્ષા યજ્ઞ કાજે સ્વાહા ભલે થઈ જવું પડે પણ પાછીપાનીનો વિચાર સુદ્ધા મનમાં ન આવવો જોઈએ." માનસિંહે તલવારની ધાર પર હાથ ફેરવ્યો.

"બાબા'સા... અમે બેય ભાઈઓ તો હરહમેંશ વતન માટે મરી ફિટવા તૈયાર જ છીએ, આપ બસ હુકમ કરો બાબા'સા... હમણાં જ શત્રુઓ પર ચડાઈ કરી એમના દાંત ખટ્ટા કરી ને વિજયધ્વજ લહેરાવતા આવીએ," કરણસિંહના જુવાન, ગરમ લોહીમાં લડવાનો જુસ્સો વહી રહ્યો હતો.

"અમે સૌ પણ લડવા તૈયાર જ છીએ રાણા'સા... આપ આદેશ આપો એટલી જ વાર," બધા દરબારીઓએ એકીસાથે પોતાની મ્યાનમાંથી તલવારો કાઢી.

"આપણે ફરીવાર યુદ્ધની વ્યુહ રચના સમજી લઈએ," માનસિંહે દરેકને પોતાના સ્થાને બેસવા માટે ઈશારો કર્યો એ સાથે સૌ પોતપોતાના સ્થાને ગોઠવાયા.

"બાબા'સા...," ઉજમે અંદર પ્રવેશ કરતાં જ મ્યાનમાંથી તલવાર કાઢી અને હવામાં વીંઝી.

"આવ ઉજમસિંહ... સારું થયું તું પણ આવી ગયો, બધાની હાજરીમાં જ ચર્ચા થઈ જાય," માનસિંહે એને કરણસિંહની બાજુમાં બેસવાનો ઈશારો કર્યો.

આપસમાં થયેલી મંત્રણા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે પહેલાં માનસિંહ અને કરણસિંહની આગેવાનીમાં યુદ્ધ થશે અને ત્યાં સુધી ઉજમસિંહ રાજકારભાર સંભાળશે પછી સમય અને સંજોગોને આધીન આગળના નિર્ણય લેવામાં આવશે, જેને હાજર રહેલ દરેક દરબારીએ સહર્ષ વધાવી લીધો.

@@@@

રાણાસાહેબની પરવાનગી લઈ વ્યોમ અને અમોલને લઈને અસલમ એ બંધ કમરામાં આવ્યો જ્યાંથી ઈશ્વા ગાયબ થઈ હતી અને કલ્યાણીદેવી કેટલીક ચર્ચા કરવા ડો. ઉર્વીશ અને રાણાસાહેબને મળવા નીચે ઉતર્યા.

"સાહેબ તમારે જે જોવું હોય એ જોઈ લ્યો, હું દરવાજે ઉભો છું." રૂમની સ્વીચ ઓન કરી, લાઈટ ચાલુ કરી, બહાર આવીને અસલમે મોકો જોઈ ખિસ્સામાંથી તમાકુની પડીકી કાઢી, હથેળીમાં મસળી મોઢામાં ડૂચો ભર્યો.


ઝુમ્મરના ઝળહળતા પ્રકાશમાં ઓરડાની સુંદરતા વ્યોમ અને અમોલ આભા બની જોઈ રહ્યા. મોટો લંબચોરસ ઓરડો, છતની વચ્ચોવચ્ચ લટકતું લાઈટ બ્લુ કાચનું મોટું ઝુમ્મર જેનો ઝગમગ આકાશી પ્રકાશ સામેની દિવાલ પરના અરીસામાંથી પરાવર્તિત થઈ આખાય ઓરડાને પ્રકાશિત કરી રહ્યો હતો. દિવાલ અને બારીને અઢેલીને ગોઠવેલો કિંગ સાઈઝનો, સીસમના લાકડામાંથી બનાવેલો મોટો, નકશીદાર પલંગ જેના પર પાથરેલી મંડાલા ડિઝાઇનની જયપુરી કોટનની આસમાની બેડશીટ અને એવી જ ડિઝાઇનના કવર ચડાવેલા ચાર મોટા અને ચાર નાના ચોરસ ઓશિકા, પલંગની સામે જ ખુલતી ઝરૂખા જેવી, જાળીદાર કોતરણીવાળી બાલ્કની જેમાં કથ્થઈ રંગનું લાકડાનું સેન્ટર ટેબલ અને એવી જ બે ઇઝી ચેર ગોઠવેલી હતી. દરવાજાની બાજુની દીવાલને અડીને ટુ સીટર સોફો અને એની સામે ટિપોય, સોફાની બાજુમાં સ્ટેઈન ગ્લાસની ડિઝાઇનવાળા દરવાજા ધરાવતું વોર્ડરોબ અને એની બાજુમાં આદમકદ નકશીદાર અરીસો અને એની નીચે ડ્રેસિંગ ટેબલ... વ્યોમ તો એ અરીસાને જોતો જ રહી ગયો, એની નજીક જઈને એના ચળકતા કાંચ પર હળવેથી હાથ ફેરવવા લાગ્યો જાણે સામે ઈશ્વા હોય, આમેય એ અરીસો ઈશ્વાને અતિપ્રિય હતો, ઈશ્વાના ગાલ પર હાથ ફેરવતો હોય એવો આભાસ થતાં જ વ્યોમની આંખમાંથી આંસુનું ટીપું હળવેથી સરકીને ગાલ પરથી નીચે પડ્યું.

"વ્યોમ... મારા ભાઈ, હું તારી સ્થિતીથી સારી રીતે વાકેફ છું. પ્લીઝ... સ્વસ્થ થઈ જા, જો ઈશ્વા તને આમ જુએ તો એને કેટલું દુઃખ થાય, દોસ્ત... પ્લીઝ" અમોલનો સ્વર પણ ગળગળો થઈ ગયો અને એ વ્યોમની પીઠ પસવારવા લાગ્યો.

"અમોલ, આટલાં વરસોનો સાથ આમ પળભરમાં છૂટી જશે એવું અમે ધાર્યુંય નહોતું. ક્યારેક ઈશ્વા મારાથી નારાજ થઈ જતી ને તો હું એને મનાવી લેતો, પણ.... હવે એ રૂઠીને ક્યાં જતી રહી છે, હું ક્યાં શોધું એને, કેવી રીતે મનાવું એને?"

ફરીથી વ્યોમની માનસિક હાલત બગડે નહીં એ વિચારે અમોલ વ્યોમનો હાથ ઝાલી રૂમની બહાર લઈ આવ્યો અને અસલમને તાળું મારવાનું કહી બંને નીચે ઉતરી હોટેલ સિલ્વર પેલેસના બગીચામાં આવીને બેઠા. આજે ત્રીજો દિવસ વીતવા આવ્યો હતો પરંતુ... ન તો ઈશ્વાના કોઈ સગડ મળ્યા હતા કે ન કોઈ વાવડ...

@@@@


રાતના લગભગ બાર વાગવા આવ્યા હતા, પાર્થિવ અને કૃતિની આંખો ઘેરાઈ જતાં બેય બાંકડે બેઠા ઝોકાં ખાતા હતા એટલે ઊર્મિ બંનેને હવેલીમાં લઈ જઈ, એમના રૂમમાં સુવડાવીને પાછી આવી ને કૌશલની બાજુમાં બેઠી. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. ચારેયની આંખોમાંથી નીંદર જાણે ગાયબ થઈ ગઈ હતી. રઘુકાકાની પુરી વાત સાંભળ્યા વગર કોઈ ઉઠવાનું નથી એ જાણે બધાએ નક્કી કરી લીધું હોય એમ મીટ માંડીને ચાતક નજરે સૌ રઘુકાકા સામે જોતા બેઠા હતા અને રઘુકાકા આકાશ તરફ નજર માંડીને બેઠા હતા. એમના શૂન્યમનસ્ક ચહેરા પર વિષાદના વાદળો ઘેરાયેલા હતા, એમની કોરી આંખોમાં કોઈની રાહ જોતી ભીની લાગણી છલકી રહી હતી. રાત્રે ઠંડક હોવા છતાંય એમના કપાળ પરથી પરસેવો રેલાઈને ગળા સુધી આવી ગયો હતો. ખભે નાખેલ ગમછાથી એમણે પરસેવો સાફ કર્યો અને ફરી અધૂરી વાત આગળ વધારતા પહેલાં બાજુમાં મુકેલ ગ્લાસમાંથી ઘૂંટડો પાણી પી, ગળું ભીનું કર્યું અને પલાંઠી મારી બેઠા.

"તો સાંભળો..... " રઘુકાકાએ ઝભ્ભાની બાંય વડે ફરીથી મોઢું લૂછ્યું અને વાત આગળ વધારી....

@@@@

સુમેરગઢ પર થયેલા અણધાર્યા હુમલાનો વળતો જવાબ આપતાં રાજા માનસિંહે અને કુંવાર કરણસિંહે શહીદી વહોરી લીધી પણ સુમેરગઢને બચાવી લીધું. એમની શૂરવીરતા સાચી પુરવાર થઈ અને શત્રુએ પીછહેઠ કરી. પ્રજાની રક્ષા કાજે રાજાએ પોતાનું અને પોતાના વીર સપૂતનું બલિદાન આપ્યું, શત્રુની શરણાગતી સ્વીકારવા કરતાં પાળિયા થઈને પૂજાવું એ બંનેએ પસંદ કર્યું હતું. રાજા માનસિંહના મૃત્યુ બાદ સતી તરીકે બળી મરવાનો વિરોધ કરી રાણી ઇન્દુમતી સુમેરગઢના મહારાણી બની, કુંવર ઉજમસિંહને રાજા ઘોષિત કરી એમને રાજવહીવટમાં મદદ અને સહકાર કરવાનું સાહસ કર્યું અને મહદઅંશે એમાં સફળ પણ થયા. રાજવહીવટમાં અટવાયેલા ઉજમસિંહ ધીમેધીમે સુખલીને ભૂલી ગયા પણ સુખલીએ એમને પોતાના હૃદય, આંખો અને યાદોમાં જીવંત રાખ્યા હતા.

ઉજમસિંહના રાજા બન્યાના સમાચાર વાયુવેગે ચારેતરફ ફેલાઈ ચુક્યા હતા, ઘણી સુકન્યાઓ એને પોતાના મનનો માણીગર બનાવવા તલપાપડ થઈ રહી હતી. છેવટે રાણી ઇન્દુમતીએ પોતાના પિયર રાજ્યમાંથી દેવકી નામની કન્યા પસંદ કરી અને ઉજમસિંહના એની સાથે ઘડિયા લગ્ન લેવાયા. ઢોલ, તાસા અને શરણાઈઓની સુરાવલી સાથે રૂમઝૂમ ઝાંઝરી ઝણકાવતી અને કંગન રણકાવતી દેવકીએ ઉજમની પત્ની અને સુમેરગઢની પટરાણી બની મહેલમાં કુમકુમ પગલાં પાડ્યાં અને ઉજમના હૈયામાં રહેલી સુખલીની ધૂંધળી યાદો એ પગલાં હેઠળ કાયમ માટે કચડાઈ ગઈ.

અને એક દિવસ.... સુખલીએ સુમેરગઢના રાજમહેલમાં પ્રવેશ કર્યો અને જઈને રાજા ઉજમસિંહ સામે પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વની યાદ તાજી કરાવતી ઉભી રહી.....

ક્રમશ: