માતૃત્વ Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

માતૃત્વ

"અર્પિતા.. બેટા આવા શોર્ટ કપડાં...! ત્યાં કેટલા બધા લોકો હશે..!" ચારુએ થોડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

" મમ્મી.. પ્લીઝ.. તું તો રહેવા જ દે શિખામણ આપવાનું..તને આજકાલની ફેશન વિશે શું સમજ પડે..?" મમ્મીને ચૂપ કરાવતા અર્પિતા તેના ડૅડી પાસે જઈ બોલી.

" ચારુ..જીવવા દેને એને એની રીતે..! તું શું કામ વારેઘડીએ તેને ટોકટોક કરે છે..? આજકાલના છોકરાઓને આવું જ બધુ ગમે. અને આપણા સ્ટેટસ પ્રમાણે તું ન જીવે તો કંઇ નહીં અમને તો જીવવા દે...!" ડૅડીએ કટાક્ષમાં કહ્યું.

" અમીરી કપડામાં નહીં વિચારોમાં હોવી જોઈએ...અર્પિતાના પપ્પા..! છોકરીની જાત છે... અને જમાનો બહુ ખરાબ છે એટલે મને ચિંતા થાય છે. " ચારુએ કહ્યું.

" એ...ભાષણ આપવાનું શરૂ કરી દીધું...ખબર નહીં હવે ક્યારે પૂરું થશે...? " મનમાં ને મનમાં અર્પિતા બબળવા લાગી અને તેનું પર્સ ભરવા લાગી.

" મારી દીકરી હવે નાની નથી.. તે પોતાનું ધ્યાન ખુદ રાખી શકે છે. તો તું ચિંતા ના કર..!"

" પણ રાત્રિના સમયમાં.. આમ દીકરીને એકલી પાર્ટીમાં...!"

" મમ્મી પ્લીઝ યાર..! હવે તું મારો મૂડ ઓફ કરી રહી છે. તને મારી ખુશીઓની પડી જ નથી..! જ્યારે પણ હું પાર્ટીમાં જવાનું કરું છું તું તારું ભાષણ આપવા બેસી જાય છે... ક્યાં સુધી આમ સાવ ગામડાની ગમાર રહીશ..? હવે તો સુધર..! હવે આપણે ગામડામાં નહીં..શહેરમાં રહીએ છીએ...!" અર્પિતાએ ગુસ્સાથી કહ્યું અને હિલવાળા શૂઝ પહેરી નીકળી ગઈ.

અર્પિતાનું આવુ ઉદ્ધતાઈ ભર્યું વર્તન જોઈ ચારુની આંખો ભરાઈ ગઈ. તેને ખૂબ ખોટું લાગ્યું. તેના મનમાં ડૂમો બંધાઈ ગયો. તે રસોડામાં ચાલી ગઈ ને રડવા લાગી. તે કહે તો કોને કહે. તેના પતિ માટે તે પત્ની નહીં પણ ગામડાની ગમાર જેવી જ હતી.

રાતના બાર વાગવા આવ્યા. હજુ અર્પિતા ઘરે આવી ન હતી. જુવાનજોધ દીકરી અડધી રાત્રે પણ ઘરે ન આવે તો કઇ માંને ઊંઘ આવે...? અર્પિતાના ડૅડી તો આરામથી ઊગતાં હતા. પણ ચારુ...તેની આંખોમાં ઊંઘ નહીં..દીકરીની ચિંતા હતી. તે વારેઘડીએ અર્પિતાને ફોન કરતી. થોડીક રીંગો વાગી પછી તો તેનો મોબાઈલ જ સ્વિટચ ઓફ આવવા લાગ્યો. આથી ચારુનો જીવ અધ્ધર જ થઈ ગયો.

કોણ જાણે ચારુને શુ સુજ્યું...? તે પૈસાનું પાકીટ લઈ નીકળી ગઈ. તેને ખબર હતી કે અર્પિતા કયા સ્થળે પાર્ટીમાં ગઈ હતી. રીક્ષા કરી તે ત્યાં પહોંચી ગઈ. પણ આ શું..? તેને જાણવા મળ્યું કે પાર્ટી તો ક્યારનીએ પુરી થઈ ગઈ હતી. ત્યાં કોઈ જ ન હતું. ચારુ તો બેબાકળી બની ગઈ.

"તેની દીકરી ક્યાં ગઈ હશે..? કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને..? કે કોઈ...! ના ના...હે ભગવાન..! મારી દીકરીની રક્ષા કરજે..." વિચારો કરતી તે પાછી રીક્ષામાં બેઠી.

" ભાઈ..મારી દીકરી...નથી આવી ઘરે..મહેરબાની કરીને તમે રીક્ષા ધીમે ધીમે હાંકોને...! ક્યાંક મને અર્પિતા દેખાઈ જાય..!" ચારુએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

" જી મેડમ.." કહી રીક્ષાવાળાએ ચારુ કહેતી ત્યાં રીક્ષા લઈ જતો.

એવામાં ચારુની નજર નીચે પડેલા એક્ટિવા પર પડી...

"રોકો..રોકો..આ તો મારી અર્પિતાનું એક્ટિવા છે.આમ નીચે પડેલું.. કેમ છે..? કોઈ અકસ્માત થયો હશે.." આટલું બોલતા તો ચારુને પરસેવો છૂટી ગયો.

બંને ઉતરીને જોવા લાગ્યા. રિક્ષાવાળા ભાઈએ એક્ટિવા ઉભું કર્યું. ચારુ આમતેમ અર્પિતાને શોધવા લાગી. ક્યાંય કોઈ દેખાતું ન હતું. ચારુને અર્પિતાની બહુ ચિંતા થતી હતી. તે પોતાની વ્હાલસોયી દીકરીને શોધતી ફરવા લાગી. પણ ક્યાંય અર્પિતા ન દેખાતા..ચારુ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. પણ હિંમત હરે એ ચારુ નહીં. તેણે મનને મક્કમ કર્યું અને અર્પિતાને લીધાં વગર ઘરે નહીં જ જાઉં, તેવો મનોમન નિર્ણય કર્યો.

એવામાં કોઈનો અવાજ સંભળાયો. ચારુએ આજુબાજુ જોયું, ત્યાં એક લોખંડની પાઇપ પડી હતી. તે લઈ ચારુ તે તરફ ગઈ. ચારુએ જે જોયું..તેની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. બે મવાલીઓ અર્પિતાને ઘેરી વળ્યાં હતા. એકે તેના હાથ પકડેલા તો બીજા એ તેનું મોઢું દબાવી દીધું હતું ને સંતાવાની કોશિશ કરતા હતા.

ચારુએ હિંમત દાખવી પાછળથી મવાલીઓ પર હુમલો કર્યો. ચારુએ એકને જોરથી પગમાં પાઇપ મારી તો તે નીચે જ પડી ગયો. બીજાને બરડામાં પાઇપ મરતા તેના અર્પિતાના મોઢા પર થી હાથ છૂટી ગયા. અર્પિતા દોડતી ચારુને આવીને ભેટી પડી અને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.

ચારુના એક હાથમાં લોખંડની પાઇપ હતી અને બીજા હાથથી દીકરીને બાથ ભીડી મવાલીઓને કહ્યું, " મારા જીવતા જીવ મારી દીકરીનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે.. આજ તો ખાલી તમારા હાથપગ ભાગ્યા છે પણ આજ પછી મારી દીકરી સામે નજર ઊંચી કરીને જોયું છે તો જીવતા ઘરે પાછા નહીં જઈ શકો..! જતા રહો અહીંથી...!"

" મમ્મી...! I am so sorry... ! હું તને સમજી ન શકી...! તું ન આવી હોત તો શું થાત મારુ..?" કહી અર્પિતા ચારુને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

" આવું ન બોલ બેટા...! તું મારી દીકરી છે અને તને કોઈ નુકસાન પહોંચાડે તેવુ હું ક્યારેય ન થવા દઉં..!" અર્પિતાને વ્હાલથી પંપાળતા ચારુએ કહ્યું.

( માં ગમે તેવી હોય..અભણ હોય, સાવ સાદી હોય, ગામડાની ગમાર હોય.. પણ મિત્રો તે સૌથી પહેલાં એક માં છે. અને માં નો જે દરજ્જો છે, તે શિક્ષિત..સમજદાર..ને આધુનિકતા..બધા થી ઊંચો છે.તો મિત્રો તેનો આદર કરો...સન્માન કરો...તમને માં થી વધુ આ દુનિયામાં કોઈ પ્રેમ ન કરી શકે...😊🙏)

🤗 મૌસમ 🤗