રેમ સમાધિ - પ્રકરણ-59 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેમ સમાધિ - પ્રકરણ-59

પ્રેમ સમાધિ
પ્રકરણ -59

પાળીયા પાસે આવનાર યુવાન છોકરી એનાં પ્રિયતમ દેવેશને પ્રેમથી સંબોધીને વચન આપી રહી હતી પવિત્ર પાત્રતા, વફાદારીનાં એ આંખમાં આંસુ સાથે સાચા દીલથી દેવેશને કહી રહી હતી આ બધાં સંવાદ પ્રેતયોનીમાં રહેલાં અધૂરા જીવ કાવ્યા અને કલરવ બધું સાંભળી રહ્યાં હતાં. તેઓ એક મૂક સાક્ષી બની રહ્યાં હોય એમ જીજ્ઞાસાથી જોઈ સાંભળી રહ્યાં હતાં.
એ યુવાન છોકરી દેવીકા આંસુઓથી પોતાનો ચહેરો પખાળી રહી હતી એ આગળ બોલી “મારી પાત્રતા વફાદારીમાં એક કણ જેટલી પણ માનસિક , વાચિક, શારીરીક કે વર્તનમાં ચૂક થાય તો આ પાણા પાળીયામાં રહેલાં અમર પ્રેમીઓ મને નશ્યત કરે હું મારો જીવ આપી દઈશ... મને મારાં પ્રેમ પાત્રતા ઉપર અચળ વિશ્વાસ છે આ તન જે કાલે બળી મરવાનું છે માટીમાં મળી જવાનું છે એને શા માટે અભડાવું ? શા માટે હું મારાં જીવને મારાં આત્માને જવાબ ના આપી શકું એવું કૃત્ય કરું ?”
“દેવેશ હું કોઈ રીતે છીછરી કે મોહાંધ નથી મને મોહ નથી પ્રેમ છે. રાધા કૃષ્ણ જેવો , ઉમાશિવ જેવો, રામ સીતા જેવો કેટલો પવિત્ર... એ જે પરાકાષ્ઠા પવિત્રતાની છે એમાંજ મારું ગુરુર છે અભિમાન છે સ્વમાન છે હું શા માટે ગુમાવું ? આજે પાળીયા દેવને સાક્ષી બનાવી કબૂલાત કરું છું.”
“મારાં દેવ દેવેશ મને તારાં હાથે મારાં કાંડે દોરો બાંધ જન્મોજન્મનું બંધનનું સંકેત આપ હું તારામાં ભળી ગઈ એવું વિધાન આપ દેવેશ બસ હું તનેજ સમર્પિત...”
દેવેશ પ્રેમથી સાંભળી રહેલો એની આંખમાંથી પણ અશ્રુધારા વહી રહી હતી દેવિકાને સાંભળીને એણે સ્થળ સ્થિતિ હાજરી ભૂલી એને વળગી પડ્યો એનાં કપાળ, સેંથી, હોઠ, ગળું, ગાલ બધે પ્રેમભરી ચુમીઓ લીધી... પછી બોલ્યો “માફ કરજે હું લાગણીસભર ઉત્તેજનામાં હતો વડીલ... હું મારી દેવકીને તન મન જીવ આત્માથી સ્વીકારું છું જીવનમાં કે જીવન પછી કદી એનો સાથ નહીં છોડું એણે આપેલાં વચન એ મારાં વચન છે અમે એકબીજા માટે સર્જાયા છીએ સામાજીક લાલચ બદીઓથી ઉપર ઉઠીને અમે પ્રેમ કર્યો છે.”
“મારી દેવી દેવીકા હું સદાય તને પ્રેમ કરતો રહીશ તને ખુશ રાખીશ તારાં સુખ આનંદ માટે પ્રયત્નશીલ હોઈશ હું તારું દીલ ક્યાંય ના દુઃખાય એની કાળજી લઈશ... કોઈ સમય સંજોગ એવાં આવે આપણે સમજદારી કેળવીશું પણ ક્યારેય ગેરસમજ કરી જુદા નહીં થઈએ. તારાં તન મન આભાને હું મારામાં આજે સમાવી લઉં છું આ પ્રેમી પાળીયા દેવને પવિત્ર સાક્ષીમાં રાખીને તારો સ્વીકાર કરું છું વચન આપું છું...”
વૃક્ષ ઉપરથી આ સંવાદ સાંભળી રહેલાં કાવ્યા અને કલરવની આંખો ભીંજાઈ ઓછાયામાં રહીને પણ જીવો ભીંજાયા.. કાવ્યાએ કહ્યું "કલરવ આપણાં જેવાજ પ્રેમી છે કેટલાં એકમેકને વફાદાર અને પ્રેમાળ... ઈશ્વર એમને કોઈ નડતર ના આપે ખુબ પ્રેમ કરે.”
કલરવે કહ્યું "કાવ્યા પાત્રતાની પહોંચ ઈશ્વર સુધીની છે પાત્રતા રહી તો કોઈ નડતર નહીં આવે... સમય બધો સરખો નથી રહેતો.. કાવ્યા પવન એક સરખો નથી વહેતો ક્યાંક ને ક્યાંક... “
કાવ્યાએ કલરવને અટકાવીને કહ્યું “ના... ના... કલરવ આવાં ટાણે તું કંઈ અમંગળ ના બોલીશ બસ બંન્ને પ્રેમીઓ ને આશિષ આપ. આ દેવેશ તારાં જેવો પ્રેમ એની પ્રિયતમાં દેવિકાને કરે...”
કલરવે કહ્યું "હું અમંગળ નથી કહી રહ્યો... આ માનસિક સ્થિતિઓ છે જે એમનાં દીલમાં પડેલી ઈચ્છાઓ છે એમનો અમાપ પ્રેમની પ્રસ્તુતિ છે એ ફલશ્રુતિ સફળ થાય એમજ ઈચ્છું છું પણ આપણાં અનુભવએ બોલાઈ ગયું કે સમયકાળ બહુ નિષ્ઠુર છે એ નડતર અને વિરહની પીડા આપે છે ક્યારે કેવા સંજોગ આવશે કોને ખબર છે ? આપણે પ્રાર્થના કરીએ એમને કોઈ કઠીન સંજોગ ના આવે ખુબ પ્રેમમય રહે.”
કાવ્યાએ કહ્યું “જીવન છે એમાં સફળતા અને મુશ્કેલીઓ બધું મળવાનું એમાં સમજદારીથી આગળ વધવું પડે છે ઘણી વાસ્તવિકતાઓ સ્વીકારવી પડે છે જે ભલે અસ્વીકાર્ય હોય... આપણે ક્યાં નથી જાણતાં ? આપણેતો આ બધા બધામાંથી પસાર થયાં છીએ...’
કલરવે કહ્યું "મારી કાવ્યા બધી વાત સાચી પણ સાચાં પ્રેમની કસોટી આવાં સંજોગોમાંજ થાય છે તમારાથી વિરુદ્ધ વિપરીત પરિસ્થિતિઓ હોય સંજોગો અનુકૂળ ના હોય તમને વિરહની પીડા અસહ્ય થઇ હોય... નજર સામે બધું ના સમજાય એવું બને ભંવરમાં ભટકતા હોવ એવું લાગે આવાં કપરાં કઠીન સમયે તમે સમજદારી કેળવો, એકમેકને સમજો જે પરિસ્થિતિ આવી છે એને સ્વીકારો... એવોજ પ્રેમ કરો ત્યારે પ્રેમ સાચો સમજાય છે.”
કાવ્યાએ કહ્યું “તારી વાત સાચી છે આપણે પણ ક્યાંક ભૂલ કરીને પસ્તાયા છીએ સાચી વાત પછીથી સમજાઈ છે. ક્યાંય હાથમાંથી સાચો પ્રેમ સરી જાય એ મૃત પામે વિખેરાઈ જાય પહેલાં સમજ કેળવવી પડે. આ બંન્ને દેવેશ દેવિકા પ્રેમ પ્રચુર અવસ્થામાં છે હજી આંધી તુફાનનો સામનો કરવાનો સમય નથી આવ્યો લાગતો...”
ત્યાં કલરવે કાવ્યાનાં મોંઢે હાથ દીધો ઇશારાથી એલોકોને સાભળવા ધ્યાન દોર્યું... દેવિકાએ કહ્યું “મને એહસાસ છે આ પાણા -પાળીયા સમાધિમાં પ્રેમી જીવો સાક્ષાત હાજર છે પછી પાળીયા ઉપર માથું મૂકી અને બોલી અમને આશીર્વાદ આપો... તમે આ પાળીયામાં સમાયાં પહેલાં સમજી શકું છું કેવા કેવા નડતર અને સંજોગોનો સામનો કર્યો હશે. અમારી રક્ષા કરજો.”
દેવેશે કહ્યું “સાચી વાત એમ થોડાં પાળીયા બંધાય છે કેવો અચળ અમર પ્રેમ અને બલિદાન હશે ત્યારે એ પાળીયા દેવ થયાં હશે”. એમ કહી દેવીકાનાં હાથમાં બંન્ને લાલ કાળા દોરા બાંધ્યા.
દેવેશની માંએ કહ્યું “તમારું રક્ષણ પાળીયા દેવ કરશે. તમે કોઈ રીતે ભય ના રાખશો આટલો પ્રેમ અને વચનથી બંધાયા છો તમારો કોઈ વાળ વાંકો નહીં કરે.”
“આજે અહીં આવીને મેં મારુ પ્રણ પૂરું કર્યું છે અમે જ્યાં ભૂલ્યા હતાં તથાં તમને સાચવી લીધાં છે” અને ત્યાં જોરથી પવન ફૂંકાયો વૃક્ષોનાં પર્ણ ખર્યા ધૂળની ડમરીઓ ઉડી અને અંધકાર છવાયો ત્યાં...

વધુ આવતા અંકે -પ્રકરણ -60