ખામોશી - ભાગ 6 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખામોશી - ભાગ 6

આશીષની આંખમાંથી ચોધાર આંસુઓની ધારા વહી રહી છે અને તે... 'ઉઠ વિપુલ...તને કંઈ નહી થાય ! વિપુલ ઉઠ !' આમ કહી આશીષ વિપુલની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે હજુ પણ વિપુલ તરફથી કોઈ જવાબ મળશે એવી કોઈ આશા દેખાતી નથી. ત્યાંજ વીનય પણ ત્યાં પહોંચી જાય છે આશીષ અને વીનય બંને વિપુલને હોસ્પીટલ પહોંચાડે છે.

હોસ્પીટલ સુધી પહોંચવાના રસ્તા પર વહી રહેલા વિપુલના રક્તની ધારાઓ હોસ્પીટલ સુધી પહોંચવાના રસ્તાનો નિર્દેશ કરી રહી હોય એમ છેક સુધી પડેલી હતી. સુરતની પ્રખ્યાત સીવીલ હોસ્પીટલના મુખ્ય દરવાજા પર પહોંચતા જ ઓપરેશન રૂમ સુધી પહોંચવા માટે ત્યાના નર્સ કર્મચારીઓ દ્વારા પેશન્ટ બેડ તૈયાર રાખવામાં આવેલી હતી. વિપુલનું ઘણુંખરું લોહી વહી ચુક્યું હતું. એટલે તેને ઈમરજન્સીમાં એડમીટ કરવાનો હતો માટે વીનય એ રસ્તામાં જ એપોઈમેન્ટ બુક કરાવી લીધી હતી. વિપુલને ઓપરેશન રૂમની અંદર દાખલ કરવામાં આવે છે. અગાઉ જ એપોઈમેન્ટ બુક કરવી લેવામાં આવી એટલે નર્સ દ્વારા ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરી નાખવામાં આવી હતી.

વીનય અને આશીષ ઓપરેશન રૂમની બહાર આમ તેમ ખુબ ચિંતામાં હોય છે ત્યાં જ એમ.ડી ડોકટર પરેશ પટેલ એક બાજુએથી આવતાં દેખાય છે વીનય અને આશીષ બંને ડોક્ટરની સામે ખુબ જ ઝડપથી પહોંચે છે અને ડોક્ટર એ બંને ને ચાલતાં ચાલતાં જ હિમ્મત રાખવાનું જણાવે છે.

હું મારી તરફથી પુરેપુરો પ્રયત્ન કરીશ કે તમારો મિત્ર ખુબ જલ્દી ઠીક થઈ જાય !' ડોક્ટર પરેશ આશીષ અને વીનયને આવાસન આપતાં કહે છે...

'ડોક્ટર સા ! બ પ્લીઝ મારા મિત્રને પહેલાં જેવો એકદમ ઠીક કરી દે જો હું તમારા પગે પડું છું.' આંખમાંથી નીકળતા આસું અને મનમાં દબાવેલા દુ:ખ સાથે આશીષ ડોક્ટરની સામે પોતાના મિત્ર વિપુલના પ્રાણોની ભીખ માંગે છે.

'તમે ધીરજ રાખો અને ઈશ્વરને પ્રાર્થના કરો કે વિપુલ ખુબ જ જલ્દી ઠીક થઈ જાય. આમ કહી ડોક્ટર આશીષના ખંભે હાથ મુકી ત્યાંથી નીકળીને ઓપરેશન રૂમની અંદર દાખલ જાય છે. અને ઓપરેશન રૂમનો દરવાજો બંધ થયાંની સાથે જ દરવાજાની ઉપર રહેલી લાલ લાઈટ ચાલુ થાય છે !

લાલ લાઈટ ચાલુ થયાની સાથે જ વીનય અને આશીષના દીલના ધબકારાં ધીમે ધીમે ધીમે .વધવાં લાગે છે.. એક પછી એક સેકન્ડ....મીનીટ વીતવા લાગે છે. ઓપરેશન રૂમની બહારના વાતાવરણમાં જાણે એક પ્રકારની ખામોશી છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. અને એ ખામોશી હવે તો વિપુલના ઠીક થવાની સાથે જ દુર થવાની હતી એ તો નક્કી જ હતું. પરંતુ લગભગ ત્રીસેક મીનીટ એટલે કે અડધી કલાક જેવો સમય પસાર થઈ ગયો હશે છતાં વિપુલની સારવારના કોઈ પણ પ્રકારના સમાચાર આવ્યા ન હતા. એટલે વીનય અને આશષની ચિંતા ખુબ જ વધી રહી હતી !

અને અંતે એક નર્સ બહાર આવે છે વીનય અને આશીષ બંને એ નર્સ તરફ દોડી જાય છે જો કે હોસ્પીટલમાં નર્સને બહાર આવવા જવાનું થતું રહેતું હોય છે અને એને બહાર આવતા જોઈ પેશન્ટની સાથે આવેલ તેમને પેશન્ટની સ્થિતી વિષે પુછતાં હોય છે એટલે આશીષ અને વીનયને પોતાની તરફ આવતાં જોઈને નર્સ એમને કહે છે કે 'હજી પેશન્ટની સ્થિતી વિષે કંઈ કહી શકાય એમ નથી.' એમ કહી નર્સ ઓપરેશનમાં ઘટતાં કેટલાંક ઈન્સ્ટ્રુમેન્ટ લેવા માટે જતી રહે છે.

હોસ્પીટલનું આખું વાતાવરણ શાંત હતું કોઈજ પ્રકારનો ઘોંઘાટ હતો નહી. આવા શાંત વાતાવરણમાં એકાદ કલાક પછી ઓપરેશન રૂમની લાઈટ બંધ થાય છે. અને રૂમમાંથી થોડીજ વારમાં ડોક્ટર બહાર આવે છે. વીનય અને આશીષ બંને ડોક્ટર પાસે જાય છે અને બોલે છે

'ડોક્ટર વિપુલ ઠીક તો છેને?'

'તમે ટેન્શન ના લ્યો ! તમારો મિત્રત્ર હવે બીલકુલ ઠીક છે. યોગ્ય ટાઈમ પર તમે એને અહીં લઈ આવ્યા એટલે એને લોહીની બોટલ ચડાવવી પડેલી જેનાથી એનો જીવતો બચી ગયો છે પણ...!'

'પણ..પણ શું ડોક્ટર ?' વીનયે કહ્યું.

'પણ... વિપુલના મસ્તક પર થયેલા વારથી તેની આજ સુધીની યાદશક્તિ જતી રહી છે. તેને પાછલા દિવસોનું કશું જ યાદ નથી. એટલે કદાચ એ તમને ઓળખી પણ નહી શકે.' ડોક્ટરે કહ્યું.

'પણ વિપુલની યાદશક્તિ પાછી તો આવી જશેને? કેટલા દિવસ સુધીમાં પાછી આવશે..?' આશીષે કહ્યું..

'યાદશક્તિ પાછી આવવા વીશે કઈ જ કહી શકાય તેમ નથી. એક દિવસ પણ લાગે..એક મહીનો મહીનો પણ લાગે. અને એક વર્ષ...'આમ આટલું બોલી ડોક્ટર અટકી જાય છે..

'અમે વિપુલની યાદશક્તિ પાછી લાવવાનો પુરે પુરો પ્રયત્ન કરીશું.'આશીષ કહે છે.

ત્યારબાદ આગળના દિવસે વિપુલને હોસ્પિટલમાંથી રજા પણ મળી જાય છે. વિપુલ પોતાના ઘરે પહોંચી જાય છે પરંતુ યાદશક્તિ જતી રહી હોવાને કારણે વિપુલ કોલેજમાં હાજરી આપી શકતો નથી.

જાણવા માટે વાચતા રહો ખામોશી...