Khamoshi - 5 books and stories free download online pdf in Gujarati

ખામોશી - ભાગ 5

એ સુર્યના તાપની જેમ ભડકે બળતાં મુસ્કાનના બંને ભાઈઓના મગજની અંદર અત્યારે એકજ વિચાર ઘુમી રહ્યો હતો. કે મારી ભોળીભાળી બહેનને ફસાવનાર એ હરામી વીપુલીયાના આજે એકે એક અંગ સીધા કરી દેશું. ત્યાંથી બે ડગલાં ચાલવા જેટલી પણ એનામા તાકાત નહી રહેવા દઈએ...આજે તો એની... .આમ કેટલીયે ગાળો એ બંને ભાઈ મનોમન વીપુલ ને આપતાં હતાં...

જ્યારે બીજી તરફ પોતાની નજીક આવી રહેલી આ બંને જ્વાળામુખીથી વંચીત વીપુલ તો બગીચાની અંદર દિવાલના ટેકે રહેલી બેંચ પર મુસ્કાન સાથે બેઠો હોય છે. એ બંને તો જાણે કેટલાય દિવસોથી ચા ના સ્વાદથી પરિચિત ના થયા હોય એવી રીતે એકબીજાને જોઈ રહે છે..... ફીરોઝ અને પ્રેમ વચ્ચે થયેલી મુસ્કાન અને વીપુલના ચક્કરની આ વાત આશીષના કાને પડી જાય છે અને તે ક્ષણ વાર લગાવ્યાં વગર જ વીનયને ફોન કરે છે.... પરંતુ વીનય ફોન રીસીવ કરતો નથી.

ઓહ તારી....હવે શું કરવું વીનય ફોન પણ રીસીવ નથી કરતો...વીનય ફોન રીસીવ કરે એની રાહ જોઈશ તો પેલા બંને વીપુલની શું હાલત કરશે..વીપુલની શું હાલત થશે એ આખું ચિત્ર આશીષના માનસમાં ફરી વળ્યું. મારે અત્યારે કંઈપણ વિચાર કર્યા વગર વીપુલની મદદ કરવા માટે જવું જોઈએ. હા એજ ઠીક રહેશે...એમ વિચારી આશીષ પોતાની બાઈક લઈને નિકળી જાય છે... જો પેલા બંને ભાઈઓ મારી પહેલાં ત્યા પહોંચી જશે તો તો વીપુલ ગયો. આવા જ અનેક ફ્રકારના ભયના વિચારો અત્યારે આશીષને આવી રહ્યા હતાં. અને અચાનક ચાલુ બાઈક પર વીનયનો કોલ આવે છે આશીષ બાઈક સાઈડ પર લગાવી અને કોલ રિસીવ કરી બધી વાત જણાવે છે વીપુલ અને મુસ્કાન બંને એકબીજાને પ્રેમ કરે છે આ વાત વીપુલે આશીષ અને વીનયને ના કહી એટલે બંનેને વીપુલ તરફ થોડી નારાજગી તો હતી જ પરંતુ અત્યારે એની સાચી મિત્રતાની પરીક્ષા હતી. તેથી વીનય અને આશીષ બંને વીપુલને બચાવવા માટે નિકળી જાય છે. પરંતુ......

જેનો ડર આશીષ અને વીનયને મનમાં રહ્યો હતો તેજ પ્રમાણે મુસ્કાનના બંને ભાઈ બગીચા પર પહોંચી જાય છે અને ત્યાં જાણે કોઈ પુરસ્કાર મળવાનો હોય એવી રીતે પ્રેમ આ બંને ભાઈઓની રાહ જોતો સામેથી દોડી આવે છે.

ક્યાં છે એ હરામી...? સૂર્યની જેમ ધગી રહેલો ફીરોઝ બોલ્યો....

હા ક્યાં....છે એ..? આજે મારાં હાથની ગરમી એ વીપુલયાંને ચડવી જ રહી.. .તરત જ સુલતાન પણ બોલી ઉઠ્યો....

એ બંને અંદર જ છે.... પ્રેમે કહ્યું.

બંને ભાઈઓ બગીચાની અંદર દાખલ થાય છે તો એની સામે એક બેંચ પર વીપુલ મસ્કાનના ખોળામાં માથુ રાખીને સુતો હોય છે....મુસ્કાન પોતાના બંને ભાઈઓને નજીક આવતાં જોઈ વીપુલનું માંથુ હળવેકથી ઉંચુ કરી અને પોતે ઉભી થાય છે અને વીપુલ પણ ઝબ્કીને ઉભો થઈ જાય છે... બંને ભાઈઓ એકદમ નજીક આવી પહોચ્યા હતા. અને ફીરોઝ મુસ્કાનનો હાથ ઝાલીને એક તરફ ખેંચી લે છે... જબરદસ્તીથી ઢસડાંતી મુસ્કાનની આંખમાંથી ચોધાર આંસુઓની ધારાઓ વહી નીકળે છે એ પોતાને રડતાં રોકી શકતી નથી...

ફીરોઝતો બાઈકમાં સાથે લઈ આવેલી હોકી વડે વીપુલનાં ડાબા પગ વાર કરે છે અને પછી જમણાં પગ પર....બંને પગ પર વાર થવાને કારણે વીપુલ ઘુંટણ પર બેસી જાય છે અને એનુ મસ્તક નીચેની તરફ જુકી જાય છે અને ફીરોઝ પોતાની હોકી વડે વીપુલના મસ્તકની પાછળના ભાગ પર પુરાં જોરથી વાર કરે છે મસ્તક પર હોકીનો ઘા પડવાને કારણે વીપુલના મુખ માંથી જોરથી ચીસ નીકળે છે. આ. .વીપુલની આ ચીસથી જાણે આખો બગીચો ધ્રુજી આવ્યો……અને એ બગીચામાં પણ વીપુલની ચીસના પડઘા આમતેમ સભળાવા લાગ્યાં......ચોધાર આંસુએ રડી રહેલી મુસ્કાન વીપુલના મસ્તકમાંથી લોહીની ધારા વહેતી જોઈને પોતાને સાચવી શકતી નથી અને અચાનક બેભાન નીચે જમીન પર ઢળી પડે છે. .

ફીરોઝ અને સુલતાનતો જાણે વર્ષોથી પોતાના દુશ્મનની તલાશ કરતાં હોય અને અચાનક એ મળી જાય અને મનમાં એને જીવતાં ન છોડવાની ઈચ્છા હોય એવી રીતે વીપુલને ઢોર માર મારી રહ્યાં છે.. અને એ નાલાયક પ્રેમ દુરથી ઉભો રહીને આ દરેક બાબત પર હસી રહ્યો હોય છે. વીપુલના શરીરમાં કોઈ પણ પ્રકારની વળતો જવાબ આપવાની હિમ્મત રહી ન હતી......

બસ ભાઈજાન હવે લાગે છે કે આને તેની ઓવકાદ આપડે બતાવી દીધી છે. ચાલો હવે નીકળીયે. ફીરોઝ એ કહ્યું..

અને પેલો સાંઢ જેવો સુલતાન જતાં જતાં પણ વીપુલનાં એ નીર્બળ શરીરને ઠેસ લગાવતો જાય છે... એ બંને ભાઈઓએ વીપુલને ત્યાંથી ખસવા જેટલી પણ હીંમત રાખી ન હતી.જમીન પર તરફડી રહેલા વીપુલની સ્થિતી અત્યારે ખુબ ગંભીર હતી. ફીરોઝ મુસ્કાનને પોતાના બંન્ને હાથ વડે ઉંચકી પોતાની સાથે લઈને ત્યાંથી નીકળી જાય છે.... એ બંને ભાઈને ત્યાંથી નીકળ્યાંને લગભગ પાંચેક મીનીટ લાગી હશે એટલીજ વારમાં આશીષ ત્યાં પહોંચી જાય છે.., અને તેની નજર જમીન પર ઢળી પડેલાં વીપુલ પર પડે છે......

વીપુલ.. વીપુલ.........આમ બુમ પાડતો આશીષ વીપુલ પાસે પહોંચી તેનું મસ્તક પોતાના ખોળામા લઈ તેને જગાડવાની કોશીશ કરે છે. બટ વીપુલ ડઝ નોટ આન્સર એની કાઇન્ડ.

જાણવા માટે વાચતા રહો ખામોશી.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED