કાવ્યાના લગ્ન પણ આદિત્યના લગ્નની જેમ ધૂમધામથી કરાવામાં આવ્યા. કાવ્યા ખૂબ ખુશ હતી કે એમને એની પસંદનો વર મળ્યો પરંતુ ભાઈને છોડવાના દુઃખથી એમનું દિલ ભરાઈ આવ્યું. વિદાયના સમયે કાવ્યા આદિત્યને ભેટીને ખૂબ રડી. આદિત્ય પણ કાવ્યાને એટલો જ પ્રેમ કરતો હતો જે એના આંખોમાંથી વહેતા આંસુઓ સાબિતિ આપી રહ્યા હતા.
કાવ્યા લગ્ન કરીને એમની સાસરે વિદાય થઈ. લગ્ન ખૂબ સરસ રીતે પત્યા હતા. આદિત્ય લગ્ન મંડપ અને ડેકોરેશન સાથે હિસાબ કિતાબ કરી રહ્યો હતો ત્યાં અનન્યા અમદાવાદ જવાની મનોમન તૈયારી કરી રહી હતી.
સાંજના સાત વાગ્યે આદિત્ય અનન્યા પાસે આવ્યો અને કહ્યું. " અનન્યા.. મારી પાસે તારા માટે એક સરપ્રાઈઝ છે..."
" કેવું સરપ્રાઈઝ? "
આદિત્યે અનન્યાના હાથોમાં સ્વિત્ઝરલેન્ડની ટિકિટો મૂકી. અનન્યા બે ઘડી શોકને મારે એ ટિકિટો lને જોતી રહી.
" આદિત્ય આપણે સ્વિત્ઝરલેન્ડ જઈએ છીએ?"
" હા મારી અનુ હા... આપણું હનીમૂન પેકેજ....કેવું લાગ્યું તને m?"
અનન્યાને અંદરથી ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કે એ આદિત્યના સપનાઓને એક પછી એક ચકનાચુર કરી રહી હતી પરંતુ આ સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય પણ નહતો.
" આદિત્ય... આપણે હનીમૂન માટે થોડાક દિવસ રાહ જોઈએ તો નહિ ચાલે...."
" પણ કેમ અનુ... હનીમૂનમાં તો લગ્ન પછી તરત જ જવાય છે ને..."
" હા મને ખબર છે પરંતુ મારે કાલ અમદાવાદ જવું ખૂબ જરૂરી છે...."
" અમદાવાદ? પણ કેમ?"
" હું તને કહેવાની જ હતી કે કાલ મારા કોલેજ ફ્રેન્ડના મેરેજ છે તો મારે ત્યાં જવું પડશે..."
" અનન્યા આ વાત તારે મને પહેલા કરવી જોઈતી હતી ને મેં તો આખો પ્લાન તૈયાર કરી નાખ્યો....ચલ વાંધો નહિ પણ તું પાછી ક્યારે આવીશ?"
" ત્રણ ચાર દિવસમાં...."
" ત્રણ ચાર દિવસ! આટલા દિવસ એના લગ્ન ચાલવાના છે?"
" ના એ લગ્ન પત્યા પછી મારી ત્યાં કેટલીક ફ્રેન્ડ રહે છે તો થયું ત્યાં જાવ જ છું તો એમને હાથોહાથ મળતી આવું.."
" તો તમે જ ફરમાવો હનીમૂન માટે કઈ ડેટ ફિક્સ કરીએ?"
" હું અમદાવાદથી આવું પછી નક્કી કરીએને આપણે...એમ ભી આપણે હવે સાથે જ રહેવાના છે તો ગમે ત્યારે હનીમૂન માટે જઈ શકીએ...ઍન્ડ સોરી આદિત્ય મેં તારો આખો પ્લાન ચોપટ કરી નાખ્યો..."
" ઈટ્સ ઓકે અનન્યા....હવે તો આદત પડવા લાગી છે...સોરી શબ્દ સાંભળવાની..." એટલું કહીને આદિત્ય નારાજ થતો ત્યાંથી ચાલ્યો ગયો. અનન્યા બસ ત્યાં ઊભી આદિત્યને જતા જોઈને પછતાવો કરતી રહી.
વહેલી સવારે કિંજલ અને અનન્યા કાર મારફતે અહમદાબાદ જવા નીકળી ગયા. કાર અનન્યા ચલાવી રહી હતી પણ મૂડ એમનું એકદમ ઓફ હતું.
" હવે શું અમદાવાદ સુધી મોં ઉતરેલું જ રાખીશ...?" કિંજલ બોલી ઉઠી.
" હા, જ્યાં સુધી હું આદિત્યની નારાજગી દૂર નહિ કરું લવ ત્યાં સુધી મારું મોં આમ જ ઉતરેલુ રહેશે..."
" ઑફો તું કેટલું વિચારે છે યાર...લાઇફમાં આ બઘું નોર્મલ છે અને તારે તો ખુશ થવું જોઈએ કે તને આદિત્ય જેવો કેરિંગ અને સમજદાર હસબેન્ડ મળ્યો છે....કે જે પોતાની હનીમૂન ટ્રીપ કેન્સલ કરીને તને અમદાવાદ જવા માટે રજા આપી દીધી....ખરેખર આદિત્ય તને કેટલો પ્રેમ કરે છે...યુ આર સો લકી..."
" હવે તું મને આ બઘું કહીને વધારે દુઃખી ન કર...અને બોલ કે આપણે ત્યાં જઈને પહેલા શું કરવાનું છે? ક્યાં રોકાવાનું છે?"
કિંજલ અનન્યાને રહેવા ખાવા પીવાથી લઈને બધી સુખ સગવડ વિશે જણાવી રહી હતી. પાંચ કલાક ડ્રાઇવિંગ કર્યા બાદ અનન્યા અને કિંજલ અહમદાબાદ પહોચી ગયા. રવિવાર હોવાથી ચૈતાશી શાહની હોસ્પિટલ કલોઝ હતી. તેથી કિંજલ એમને એક ખાલી ફ્લેટમાં લઇ ગઈ. જે એના એક ફ્રેન્ડનો હતો. એ ફ્રેન્ડ કોઈ કામ બાબતે રાજસ્થાન ગયો હતો તેથી એ ફ્લેટ એમણે થોડાક દિવસ માટે કિંજલને સોંપ્યો હતો. કિંજલ અને અનન્યા એ રવિવારનો દિવસ આરામમાં વિતાવ્યો અને સોમવારે બંને હોસ્પિટલ તરફ નીકળી પડ્યા.
ડૉ. ચૈતાસી શાહ જે અમદાવાદ શહેરમાં પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગવિજ્ઞાની તરીકે કાર્યરત છે. તે છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાનના ક્ષેત્રમાં જોડાયેલી છે. તે અમદાવાદ શહેરની બેસ્ટ ગાયનોકોલોજિસ્ટ
તરીકે ઓળખાય છે. તે હાયમેનોપ્લાસ્ટી, વેજીનોપ્લાસ્ટી, એપિસોટોમી સ્કાર રીવીઝન, યોનિમાર્ગ પુનર્જીવન, રી-વર્જિનાઇઝેશન, લેબિયોપ્લાસ્ટીમાં નિષ્ણાત છે. અહીંયા કિંજલ અનન્યાને હાયમેનોપ્લાસ્ટી સર્જરી કરાવવા માટે લાવી હતી.
ડો. ચૈતાશી શાહ સાથે અપોઈન્મેન્ટ કિંજલે પહેલા જ લઈ રાખી હતી. ડોકટર સાથે વાત કરતા અનન્યા એ પોતાની દુવિધા જણાવી. પૂરી વાત સાંભળીને ડો. ચૈતાશી શાહ એ અમુક ટેસ્ટ કરાવાનું કહ્યું અને એ ટેસ્ટ પછી જ સર્જરી કરાવાની વાત કહી. અનન્યા એ જરૂરી ટેસ્ટ આપી અને ડોકટરના કહ્યા પ્રમાણે આગળની ડેટ ફિક્સ કરી. આ ટેસ્ટ બાદ અનન્યાને થોડીક ગભરામણ થવા લાગી. અનન્યા એ આ પહેલા ક્યારેય કોઈ પ્રકારની સર્જરી નહોતી કરાવી જેથી એ સર્જરીના નામે ડરી રહી હતી. આ સમયે કિંજલે અનન્યાને ખૂબ હિંમત આપી.
આગળના દિવસે અનન્યા અને કિંજલ ડોકટરના કીધેલા સમયે હોસ્પીટલ પહોંચ્યા. ડોકટરે અનન્યાના શરીરનો રિપોર્ટ ચેક કર્યો અને કહ્યું. " બી રેડી અનન્યા...આવતી કાલે અગિયાર વાગ્યે તમારી હાયમેનોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવશે..કોઈ કવેશન હોય તો મને પૂછી શકો છો?"
" આ સર્જરી કેટલા સમયગાળામાં થઈ જશે?" અનન્યા એ પૂછ્યું.
" મીનીમમ થર્ટી મિનિટ ટુ વન આવર..."
" આ સર્જરીનો કોસ્ટ કેટલો રહેશે?"
" મેડિસીનથી લઈને સર્જરી બધાનો હિસાબ કરીએ તો 25 થી 35 હજાર જેટલો ખર્ચો આવશે..."
" અને કેટલા સમયમાં હાઇમન પૂર્ણરૂપથી ઠીક થઈ જશે?"
" અંદાજિત 45 દિવસ સુધીનો સમય લાગશે..."
" મિન્સ અમારે અહીંયા 45 દિવસ સુધી રોકાવું પડશે??" અનન્યા એ આશ્ચર્ય સાથે કહ્યું.
" અરે ના ના સર્જરી પછી તો તમે બે કલાકમાં પોતાના ઘરે જઈ થઈ શકો છો...મારો કહેવાનો અર્થ એ હતો કે આ 45 દિવસ સુધી તમે સમાગમ નહિ કરી શકો..મતલબ તમારે એટલા દિવસ ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે..."
" હું પાક્કી ફરી વર્જિન તો બની જઈશ ને?"
ડોકટર ચૈતાશી શાહે હસતા હસતા કહ્યું. " તમે ચિંતા ન કરો ડેફીનેટલી તમે ફરી વર્જિન બની જશો..."
અનન્યા એ ડોક્ટરનો આભાર માન્યો અને ફિસ આપીને અમુક મેડિસન સાથે ઘરે જતી રહી.
અનન્યા એ ઈન્ટરનેટની મદદથી વધુ જાણકારી મેળવી લીધી.
{ હાઈમેનોપ્લાસ્ટી કે જેને હાઈમેન રિપેર, હાઈમેનોરાફી અને હાઈમેન સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્ત્રીના તૂટેલા હાઈમેનને પુનઃસ્થાપિત કરવા માટે તબીબી રીતે ચકાસાયેલ તબીબી પ્રક્રિયા છે. તેમાં ડૉક્ટર શસ્ત્રક્રિયાથી તૂટેલા છેડાને સમારકામ કરે છે અથવા તો યોનિની ત્વચાના એક ભાગ અથવા સિન્થેટીક્સનો ઉપયોગ કરીને નવી હાઇમેન મેમ્બ્રેનનું પુનર્નિર્માણ કરે છે. }
" હવે તો વિશ્વાસ આવી ગયો ને જે આપણે કરીએ છીએ એ લીગલ છે?" કિંજલ કોફી બનાવતી બનાવતી અનન્યા પાસે આવીને કહ્યું.
અનન્યાની નજર હજી લેપટોપમાં જ હતી. બેડ પર આડી પડેલી અનન્યા એ બિસ્કીટ ખાતા ખાતા કહ્યું. " હા કિંજલ, એ તો સમજાય ગયું કે આ લીગલ છે પણ યાર મને આ યોગ્ય નથી લાગતું, કોઈ સ્ત્રી મજબૂરીમાં કરે તો ઠીક છે પણ જો કોઈ સ્ત્રી જાણી જોઈને અન્ય સાથે શારીરિક સબંધ બનાવે અને પછી લગ્ન પહેલા આવી હાઈમેનોપ્લાસ્ટી સર્જરી કરાવીને ખુદને ફરી વર્જિન બનાવે તો આ એક પ્રકારે પતિને દગો જ આપવો થયો ને? આ કઈ રીતે પુરુષ સાથે ન્યાય થયો?'
શું અનન્યા ખરેખર આ સર્જરી કરાવવા માટે રાજી થઈ જશે? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.
ક્રમશઃ