સાથ નિભાના સાથિયા - 12 Hemakshi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સાથ નિભાના સાથિયા - 12

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૨
તે બાજુ ગોપી તેજલને કહે છે, “ હવે તો કાકીને મારો કાગળ મળી ગયો હશે. હવે તે શું કાંડ કરશે જોઈએ?”
“જે કરવું હોય, કરવા દે. તે હવે કાંઈ નહીં કરી શકે. ના એવું બને જ નહીં તમે મારા કાકીને નથી જાણતા?”
“તું એ વાત રહેવા દે. પછી આપણે જોઈશું. આપણે પહોંચીને મમ્મીને ફોન કરીશું, ત્યારે ખબર પડી જશે.”
“હા પણ ધ્યાન રાખજો બાજુમાં મારા કાકી નથી ને. એ એમને પૂછજો પછી જ વાત કરજો.”
“હા. એ મને યાદ ન આવ્યું.”
“હું પણ પહેલા એવી જ હતી, પણ માસીએ મને હોશિયારી શીખવાડી દીધી.”
“ઓહો! ખુબ સરસ. મને ગમ્યું.”
“ચાલ હવે મમ્મીએ એટલા મહેનતથી આપણા માટે થેપલા બનાવ્યા છે, તાે જરા બ્રેક લૈયે અને ખાઈ લઈએ.”
“અરે વાહ ! જે પણ માસી બનાવે છે, એ મને બહુ ભાવે છે.”
“ઓહ! તમે એક બીજાના વખાણ કર્યા જ કરો છો. હવે તો મને તારી પત્ની બનાવી જ પડશે.” અને હસવા લાગ્યો.
“ અચ્છા. એવું તમને લાગે તો બનાવજો.” અને હસી.
“હા જરૂર. પછી તને મમ્મી વહુ બનાવીને વઢે તો મને ન કહેતી.” અને હસી પડ્યાં.
“માસી એવું કરે જ નહીં. અને એવું બને તો પણ હું એમની વઢ ખાવા પણ તૈયાર છું.”
“ઓહો બન્નેને એક બીજા માટે કેટલી લાગણી છે? કહેવું પડે.”
“હા છે જ. હવે બીજી વાત છોડો. જલ્દી માસીના હાથના થેપલા આપો હું ક્યારની રાહ જોઉં છું.”
“હા જરૂર જોઈએ તો બધા લઇ લે.”
“હું એવું ક્યારે ન કરું. એમને આપણા બન્ને માટે આપ્યા છે. એના પર તમારો હક પહેલા છે.”
“મને ખબર હતી તારો આ જ જવાબ હશે." " એવું જરાય નથી એના પર માત્ર મારો નહીં આપણા બન્નેનો હક છે.”
“ઓહ! તો તમે મારી પરીક્ષા લેતા હતા એમ ને?”
“હા બરાબર.”
“એમાં પરિણામ શું આવ્યું હું પાસ થઇ કે નહીં?”
“હા તું પાસ થઇ ગઈ. હવે ચાલ થેપલા ખા તું ક્યારની રાહ જોવે છે.”
“એ તો થાવ ને. માસીએ આટલા દિવસમાં મને કેટલું બધું શીખડાવ્યુ જે મને કોઈએ શીખડાવ્યુ ન હતું.”
“આહા! મમ્મીએ એ બહુ સારું કર્યું.”
“હા એકદમ સાચી વાત.”
“ચાલો આપણી વાતો તો થયા કરશે. તમે પણ થેપલા ખાવ.”
“ના હું તારી માટે જ રાખીશ.”
“ના એવું ન કરતા. હું એકલી ખાઉં તે મને ન ગમે.
હું મારા ભાગનું ખાઉં છું. બીજાના ભાગનું નથી ખાતી.”
“ચાલો જલ્દી ખાઓ અને મજાક છોડો આપણને મોડું થશે.”
“ના ના હજી ઘણો સમય છે આરામથી પહોંચી જઈશું.”
“એ તો તારા કાકીના લીધે જલ્દી નીકળવું પડયું.”
“ અચ્છા એ મને શું ખબર?”
“ મમ્મીએ મને કીધું હતું કાકી જોઈ જાય એ પહેલા નીકળી જાવ.”
“ઓહો! મારા માસી લાખોમાં એક છે. એમના જેવું કોઈ હોઈ જ ન શકે. માફ કરજો મારા લીધે તમને જલ્દી ઉઠવું પડયું.”
“માફી ન માંગ. મમ્મીએ એટલું બધું કરે છે તો હું એટલું તો કરી જ શકું છું. શાંતિથી ખા આપણને કોઈ ઉતાવળ નથી.”
“ અચ્છા.હા તમે પણ ખાઈ લઉં.”
“હા જરૂર ખાઈશ.”
“સરસ જેમ માસી કહે છે બધાએ પોતપોતાના ભાગનું ખાવું જોઈએ તો ક્યારે મતભેદ ન થાય.” અને હસવા લાગી.
“ઓહો! શું વાત છે. તારી માસીનું બહુ માને છે?”
“હા માનું જ ને. તે બધું કેટલું સરસ સમજાવે છે.” અને હસવા લાગી.
“ઠીક એમને કહ્યું હતું હું એક ચિત્ર બનાવીને તૈયાર રાખું. તમે ખાઈ લઉં ત્યાં સુધી હું બનાવી લઉં.”
“હા હા બનાવી લે મમ્મીએ બરાબર કહ્યું. જ્યાં મોકો મળશે તો બતાવશું.”
“હા એકદમ બરાબર હું નસીબદાર છું મને આવા માસી મળ્યા.”
“ અચ્છા મમ્મીને કહેવું પડશ.”
“હા કહી દેજો એમાં શું થયું? મેં વાસ્તવિકતા જ કીધી છે.”
“ઠીક હું પહેલા આ વાત મમ્મીને ઘરે પહોંચીને કહી દઈશ.”
“ભલે હવે હું ચિત્ર બનાવી લઉં.”
“ઠીક છે મને પણ બતાવજે.”
“હા ચોક્કસ બતાવીશ.”
“તમારી પાસે કોઈ ચોપડી છે તો હું સરખી રીતે બનાવી શકું કેમકે ગાડીમાં ન ફાવે.”
“ના આજે નથી.”
“વાંધો નહીં મારી પાસે કદાચ એક ચોપડી હોવી જોઈએ. હું જરા જોઈ લઉં.”
“ઠીક હોય તો સારું.”
“હા છે હવે ફટાફટ બની જશે.”
“સરસ.”
થોડીવારમાં ગોપીએ મસ્ત ડાયમંડ સેટનાે બનાવી લીધી.
“તેજલ આ વખતે મેં ડાયમંડ સેટનું ચિત્ર બનાવી લીધું .”
“સરસ બતાવ અને મેં ખાઈ પણ લીધું.”
“હા આ જોવો કેવાે છે?”
“બહુ જ સરસ. આટલા વખત કેમ ન કર્યું?”
“કાકી મને કરવા દે તો થાય?”
“મમ્મીને નાનપણથી ખબર હતી એટલે માસીને કહ્યું હતું મને ચિત્ર બનાવવાનું શોખ છે. એ એમને માસીને કહ્યું હતું એટલે મને મારી અભિલાષા પૂરી કરવાનાે મોકો મળ્યો છે અને એમને કહ્યું ડર નહીં અને મને માતાજીનું ચિત્ર બનાવવાનું કહ્યું હિમ્મત રાખ ડર નહીં એટલે હું પહેલી વાર માસી સામે બોલી એ એમને ન ગમ્યું પણ માસીની વાત પણ બરાબર હતી કેટલા વર્ષ હું ડરીને રહું.”
“ઓહ મમ્મી તારી સાથે ઉભા રહ્યા એ તો બહુ જ સારું કર્યું.”
“હું એમ જ થોડી બોલી હતી હું નસીબદાર છું મને આવા માસી મળ્યા.”
“એ વાત સાચી મમ્મી એવા જ છે પહેલા બીજાનું વિચારશે અને તારા મમ્મી અને તે મિત્ર હતા એટલે એમને લાગ્યું હશે તારા માટે કાંઈ કરે.”
“હા એટલે હું માસીનું બહુ સન્માન કરું છું. હું તો એમને પહેલી વાર મળી હતી. નાનપણનું મને એટલું યાદ ન હતું.”
“ઠીક હવે તું આમાં આગળ વધજે અને હવે આપણે જઈએ.”
“હા હા જરૂર ચાલો જઈએ.”
ત્યાર બાદ થોડીવારમાં તેઓ પ્રદર્શનમાં પહોંચી ગયા.
“તેજલ હું માસીને ફોન કરી દઉં અમે પહોંચી ગયા. તમે ક્યાં પણ ન જતા કેમકે આ જગ્યા નવી છે મારા માટે આપણે સાથે જ જઈશું.”
“હા હા તું નિશ્ચિત થઇ જા. હું અહીંયા જ છું તું મમ્મીને ફોન કરી લે.”
ત્યાર પછી ગોપીએ રીનાબેન ફોન લગાડયાે
“વાહ માસી તમે મારો ફોન તરત ઉપાડયું મને લાગ્યું માસા આવી ગયા એટલે તમે વ્યસ્ત હસો.” અને હસવા લાગી.
“કાંઈ પણ ગોપી.”
“અરે જરા મજાક તો કરાય ને?”
“હા હા કેમ નહીં.”
“કોઈ બાજુમાં તો નથી ને?”
“ના ના કેમ?”
“મને લાગ્યું કાકી ધમાલ મચાવા આવ્યા હોય તો એટલે પૂછ્યું?”
“હા એ તો છે પણ નથી આવ્યા.”
“કાકી કેમ શાંત બેઠા છે. કાંઈ તો ચાલી રહ્યું છે એમના મનમાં. તે ચોક્કસ કાંઈક તો કરશે. તમે એમની વાત પર વિશ્વાસ ન કરતા.
"હા."
“માસા મજામાં છે ને? લો તેજલ સાથે વાત કરો.”
“હા હા મજામાં છે ઠીક છે ધ્યાન રાખજો તેજલને આપ.”
“હા માસી તેજલને આપું છું.”
“મમ્મી કેમ છે? પપ્પા સમયસર પહોંચી ગયા ને?”
“મજામાં.હા સમયસર પહોંચી ગયા.”
“ઠીક પપ્પાને યાદ આપજે અમે પરમદિવસે પહોંચી જઈશું પછી મને તારી સાથે ઘણી વાતો કરવી છે હમણાં હું ફોન મુંકુ.”
“એવી શું વાતો કરવી છે ગોપી તો તને હેરાન ન કરે." "હા એ મને ખબર છે. એ હું તમને આવીને કહીશ ફોન પર ન કહેવાય. અમે થેપલા ખાઈ લીધા ખુબ મજા આવી અને ગોપી તો બહુ ખુશ થઇ ગઈ.”
“અચ્છા બહુ સરસ.”
“હું પરમદિવસે નીકળવા ટાણે ફોન કરીશ અને સમય મળશે તો વચ્ચે કરી લઈશ હવે હું ફોન મુકું.”
“હા હા બન્ને ધ્યાન રાખજો.”
“હા મને તો ગોપીનું વિશેષ ધ્યાન રાખવું પડશે મમ્મીની લાડલી થઇ ગઈ છે.” અને હસવા લાગ્યો.
“શું કાંઈ પણ.”
“જે છે એજ કહ્યું. ઠીક ઘરે એની ચર્ચા કરીશું બસ. ભલે હવે ફોન મુકું.”
“ઠીક છે બેટા.”
“આ વખતે લીલાબેનને કાંઈ પણ ધમાલ કર્યા વગર રહ્યા એવું તે શું ચાલી રહ્યું છે એમના મનમાં એના માટે આગળના ભાગમાં વાંચજો.”
ક્રમશ: