સાથ નિભાના સાથિયા - 10 Hemakshi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાથ નિભાના સાથિયા - 10

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૦
“સરસ તમે આવો પછી એક દિવસ આપણે સાથે જઈશું. તું કહેજે ક્યાં જવું છે?”
“એવું કાંઈ નથી. તમે જ્યાં મને લઇ જશો મને ગમશે જ.”
“ઓહ! એવું કેમ? તારા મનપસંદ જગ્યા કહે તો ત્યાં જઈએ.”
“હું બહુ બહાર નીકળી જ ન હતી એટલે મને ખબર જ નથી.”
“એ તો હું જાણું છું.હવે તને ગમે ત્યાં ફરાવીશ.”
“ઓહ તો તો મને ફિલ્મ જોવી છે તમે ચાલસો? અને પછી મોલમાં ફરીશું પણ પૈસા હું આપીશ તો જ ચાલીશ?”
“હા,હા મને ગમશે. મેં પણ ઘણા વખતથી ફિલ્મ નથી જોઈ.તારું સ્વપ્ન પૂરું થાય ત્યારે તું આપજે બસ.”
“ઠીક છે. હું મારા માસીને નારાજ ન કરું જેવું તમે કહેશો?”
“અરે બધામાં તમે કહેશો એમ કેમ કહે છે?”
“ખબર નહીં કેમ મને તમારી વાતો ગમે છે એટલે કહું છું.”અને હસી.
“ઓહો! મને પણ તારી સાથે ગમે છે.” અને હસવા લાગ્યા.
“અરે વાહ તો આજથી તમે મારા માટે બધું છો અને મિત્ર પણ કેમકે કાકીએ મારા મિત્ર થાવાજ ન દીધા.”
“ઓહ તને મારા જેવી મિત્ર ચાલશે? અને હસ્યા.
“હા મને તો ચાલશે નહીં દાેડશે અને ખુબ ગમશે.”
“સરસ”
“એમપણ મને મારા મનની વાત તમને કહેવી ગમે છે.હું તમારા સિવાય બીજા કોને કહું?” એનાથી મારા મનને શાંતિ મળે છે.”
“હા હું બધું જાણું છું. તું બિન્દાસ મને કહી શકે છે.હું કોઈને નહીં કહું.”
“હા મને ખબર છે અને વિશ્વાસ પણ છે.”
“ઓહ તો હવે તારી મિત્ર તને બધે લઇ જશે.આજે જવું છે કે પછી બરોડાથી આવે તયારે જવું છે.”
“આજે નહીં આવીને. જવા પહેલા મને કૃષ્ણ ભાગવાની ચિત્રકળા પુરી કરવાની છે.”
“ઠીક આવીને જઈશું. મને નવાઈ લાગે છે હું અહીંયા રોકાઈ ગઈ પછી પણ કાકી કાંઈ બોલ્યા નથી.”
“ભલે તું એ પૂરું કરી લે. તું આવે પછી જઈશું. લાગે છે તને કાકી બહુ યાદ આવે છે મારી સાથે નથી ગમતું.” અને હસવા લાગ્યા.
“અરે એવું કશું નથી.રાતનાં આપણને એમને જોયા નહીં તે સારું થયું નહીં તો એમને બધી ખબર પડી જાત. પહેલે દિવસે હું તમારે ઘરે વહેલી સવારે આવતી હતી ત્યારે તે મને જોઈ ગયા હતા પણ ત્યાં સુધી હું નીકળી ગઈ અને દરવાજો બંધ કરીને તમારા ઘરે આવી ગઈ. આપણે લાગે સૂતા હશે પણ તે અચાનક ક્યારે જોઈ જાય ખબર ન પડે.”
“ઓહ! તો આપણેને એમનાથી ચેતીને રહેવું પડશે.”
“હા બિકુલ હું તેજલ સાથે પ્રદર્શનમાં જઈશ ત્યારે જવા પહેલા એમને કાગળ લખીને દરવાજામાં નાખી દઈશ. એમને પહેલાથી કહેવાય નહીં નહીં તો મારા જવાના પર રોક લગાવી દેશે.”
“એ વાત બરાબર. આપણને પણ છુપાવું ગમતું નથી.એમના સ્વભાવને કારણે આપણે આવું કરવું પડે છે.”
“હા બરાબર. હું પણ આવું કરવા નથી માંગતી. કોણ જાણે કાકી ક્યારે સુધરશે?”
“એ સમય પર છોડી દે અને તારી અભિલાષા પર ધ્યાન આપ.”
“ઠીક છે. મિત્ર ઉર્ફે માસી.” અને જોરદાર હસી.
“ઓહો સરસ મને ગમ્યું અને કેટલા વખત પછી તને આમ હસતાં જોઈ.”
“હા માસીએ મને જીવતા અને હસતાં શીખવાડી દીધું. નહીં તો હું હસવાનું ભૂલી ગઈ હતી. હું તમારી આભારી છું કે તમે મારું જીવન બદલી નાખ્યું.”
“અરે, આવું કેમ બોલે છે? આવું બોલીને માસીને પારકી કરી દીધે ને.?”
“ના ના માસી પારકા નથી. ભૂલ થઇ ગઈ. હવે નહીં બોલું માસી તો મારા જ છે અને બહુ વ્હાલા છે.”
“સરસ. ભૂલ થઇ ગઈ એમ ન બોલ. હું સમજું છું. હવે તું કયારે નહીં ડરે કે રડે અને તેમનો હિમ્મતથી સામનો કરીશ.”
“હા. તમે કહ્યું, એમ જ કરીશ.”
“સરસ કેટલી હિમ્મતવાળી છે મારી ગોપી હું ખુશ થઇ.”
“હા ,હા અવશય એમ જ રહેવાનું કોશિશ કરીશ અને તમારો વિશ્વાસ ક્યારે નહીં તોડું.”
“વાહ એ તો બહુ જ સરસ કહેવાય.”
“એ તો તમારી સંગતનો અસર છે તમે મને પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડયું છે.”
“ઓહો તને મારી વાત સમજાઈ ગઈ?”
“હા ,હા મને તમારી બધી વાત સમજાઈ ગઈ.”
“મારું કૃષ્ણ ભગવાનનું ચિત્ર થઇ ગયું અને બે દિવસ ક્યાં ચાલ્યા ગયા ખબર જ ન પડી? કાલે મારે જવાનું છે.”
“હા બધી તૈયારી કરી લેજે. કાંઈ જોઈએ તો કહેજે.”
“હા મને માત્ર માસી મારી બાજુમાં જોઈએ બીજું કશું નહીં.” અને હસી.
“ઓહો! એ તો રહેશે ને”
“અરે વાહ! હું બે દિવસ કેવી રીતે રહીશ માસી વગર.” અને હસવા લાગવી.
“હા મને પણ નહીં ગમે.” અને હસ્યા.
“ઓહ! હા હું અહીંયા જ પછી આવીશ. મારા માસી પાસે મને બહુ ગમશે.”
“હા તારી માસી તારી આવવાની રાહ જોશે. હવે જલ્દી સુઈ જા સવારે વહેલું જવનું છે. હું તને કહેતા ભૂલી ગઈ તું ત્યાં પહોંચે એ પહેલા વિચારી જોજે અને સરસ ચિત્ર તૈયાર કરી લેજે . શું સુધાર કરવાની જરૂર છે એ તને ખબર પડશે સમજી એટલે તું આમ જ આગળ વધવા લાગીશ.”
“હા એમ જ કરીશ માસી. તમારી સલાહ મને ગમે જ છે.”
“બે દિવસ છે એટલે બનાવી લઈશ અને આ વખતે તો હું પોતે વિચારીને બનાવીશ. પહેલા યાદ આવ્યું હોત તો બનાવી રખાત. મને યાદ ન આવ્યું પણ મારા માસીને બરાબર યાદ આવ્યું . તે મારું કેટલું ખ્યાલ રાખે છે. લવ યું સો મચ.”
“ઓહો લવ યું તું બેટા પણ જરા મોડું યાદ આવ્યું નહીં તો તું અહિયાંથી બનાવીને લઇ શકત.”
“વાંધો નહીં તમે મને કહ્યું એજ બસ છે એ કાંઈ પણ કરીને બનાવી લઈશ.”
“સરસ બેટા ધ્યાન રાખજે તેજલને કહેજે ગાડી ધીરે ચલાવે. એટલું મારું માનીશ ને?”
“હા હા જરૂર માનીશ અને તેજલને પણ સમજાવીશ.”
“કદાચ હું કહું તો તે ન પણ માને એટલે તને કહું છું.”
“હું સમજી ગઈ મને માન્ય છે. તમે જે પણ કહો છો તે અમારા સારા માટે જ હાેય.તમે સ્પષ્ટીકરણ ન કરો. એની જરૂર નથી.”
“ અચ્છા. કેટલી સમજુ છે મારી વ્હાલી ગોપી. ત્યાંથી સીધી અહીંયા આવજે બીજે ક્યાં ન જતી. તારી માસી તને ખુબ મિસ કરશે.”
“હા,હા ચોક્કસ માસી. હું પણ તમને ખુબ મિસ કરીશ. હવે મને સૂવું પડશે સવારે વહેલું ઉઠવાનું છે. મને વ્હાલ કરો ને તો મને સારી ઉંધ આવી જશે. એ મને ખુબ ગમે છે અને મને સવારે ઉઠાડશેા ને?”
“હા,હા કેમ નહીં અને સવારે ઉઠાડીશ. તું નિરાંતે સુઈ જા તે બધું લઇ લીધું છે ને સવારે સમય નહીં હોય અને કાકીને ખબર ના પડે એમ ત્યાં માત્ર એટલું લખજે કે હું મારું કામ શીખવા જાઉં છું.”
“ઠીક છે માસી પણ તમને કાકી કાંઈ કહી જાય તો મારા પર નારાજ ન થતા.”
“ના ના જરાય નહીં. એમાં તારો કોઈ વાંક નથી.”
“હાશ! મને શાંતિ થઇ.”
“શું તું પણ. તારી માસીને ન ઓળખી. તું એટલા દિવસથી એમની સાથે છે. તે તારા કાકીને કારણે તારા પર નારાજ થઇ શકે?”
“ના એવું ન બને એ તો મને ખબર છે પણ મારા કાકીનું કાંઈ કહેવાય નહીં એટલે હું તમને કહી દઉં એ યોગ્ય લાગ્યું.”
“ઠીક છે કહીને તને શાંતિ થઇ. હવે સુઈ જા તારા માસી તને વ્હાલ કરે છે બસ.” અને હસ્યા.
“હા હા એ મને બહુ ગમશે.”
તેજલ ગોપીને કાકીથી બચાવીને લઇ જવામાં સફળ રહેશ? શું લીલાબેન ગોપીને કાગળ નાખતા જોઈ જશે? એના માટે આગળનો ભાગ વાંચો.
ક્રમશ: