સાથ નિભાના સાથિયા - 11 Hemakshi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાથ નિભાના સાથિયા - 11

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૧
ત્યાર બાદ ગોપીને સરસ ઉંઘ આવી ગઈ એ જોઈ રીનાબેન ખુશ થઇ ગયા અને પોતે પણ સુઈ ગયા.
સવાર થઇ અને રીનાબેનને ગોપીને ઉઠાડી અને બીજી બાજુ તેજલને પણ ઉઠાડી અને કહ્યું, “આજે જવાનું છે ને? કાકી જોઈ જાય એ પહેલા જલ્દી તૈયાર થઇ જા ત્યાં સુધી ગોપી પણ થઇ જશે.”
“હા મમ્મી હમણાં તૈયાર થઇ જાવ છું. ચા નાસ્તો તૈયાર રાખીશ?”
“ હા તમે બન્ને તૈયાર થશો ત્યાં સુધી થઇ જશે.”
“ ઠીકે છે મમ્મી.”
“ગોપી અહીંયા રહે તો તને કાંઈ વાંધો તો નથી ને તે ત્યાં શાંતિથી રહી નથી શકતી.”
“ના,ના મમ્મી. મને શું વાંધો હોય? ભલે અહીંયા રહેતી તને પણ સારું લાગશે. પપ્પા હજી કયારે આવજે કાંઈ કહેવાય નહીં અને હું કામના હિસાબે તને બહુ સમય નથી આપી શકતો.”
“હા એ તારી વાત સાચી. સંભાળીને જજો અને એનું ધ્યાન રાખજે આપણે એના કાકી કાંઈ કહી જાય એવું ન કરતો.”
“ના ના એવું કશું નહીં થાય. મેં બધી વ્યસ્થા કરી રાખી છે.”
“સરસ. ચાલ હવે જલ્દી નીકળજો નહીં તો એને તકલીફ થઇ જશે અને રસ્તા માટે થેપલા પણ થઇ જશે.”
“મમ્મી અમારા લીધે તમને કેટલું જલ્દી ઉઠવું પડયું અને બે દિવસ એકલી છે જોઈએ તો પપ્પાને કહી દઉં તે બે દિવસ માટે આવી જાય.”
“ના ના રહેવા દે. એમને કામમાં તકલીફ થશે.”
“એવું કાંઈ નથી. તે આવી જશે. હું હમણાં કહી દઉં છું એટલે સારું પડે.”
“ઠીક છે બેટા.”
“મેં કહી દીધું છે મમ્મી પપ્પા એક કલાકમાં આવી જશે અને પરમદિવસ સવારે ચાલ્યા જશે ત્યાં સુધી અમે આવી જશું.”
“સરસ બે દિવસ તો મારી જોડે રહશે.”
“ગોપી તે સાંભળી જાય છે અને કહે છે તેજલ આ તે બહુ સારું કર્યું. એમ પણ માસી માસને બહુ મિસ કરે છે.”
“શું ગોપી તું પણ. એવું કશું નથી.”
“એવું જ છે જોયું તેજલ માસીના ચેહરા પર માસનું નામ સાંભળીને કેટલી રોનક આવી ગઈ.” અને હસી.
“હા મમ્મી એવું જ લાગે છે ગોપી બરાબર કહે છે.”
“શું તમે મળીને મારી મજા લઉં છો. હવે જલ્દી જાઉં તેજલ પહેલા તું જા અને દસ મિનિટ પછી ગોપી તું જજે અને કાકીના ઘરે માત્ર કાગળ નાખીને જલ્દી ઉતરી જજે.” "ભલે, માસી."
“ઠીક છે મમ્મી હું જાઉં છું.”
“ભલે. પછી મળીયે.”
“હા બેટા.”
ત્યાર બાદ તેજલ જાય છે અને કહે છે “ગોપી હું થોડો આગળ ગાડી લઈને ઉભો છો તે રસ્તો સુમસામ છે તું ફટાફાટ ગાડીમાં બેસી જજે. ત્યાં દેખાશે નહીં.”
“ઠીક છે. તેજલ હું દસ મિનિટ પછી આવું છું.”
“ભલે. આપણા ઘરથી થોડું આગળ હું રાહ જોઉં છું. તને ખબર પડી જશે.”
“ઠીક સમજી ગઈ.”
દસ મિનિટ થઇ ગઈ.
“માફ કરજો. મેં જરા મજાક કરી હતી. તમે તમારું ધ્યાન રાખજો અને માસા સાથે સરસ સમય પસાર કરજો, અને મારી ચિંતા ન કરતા. હું તમને ઘડી ઘડી ફોન નહીં કરીશ .નહીં તો તમને ખલેલ પહોંચશે.” અને હસી પડી.
“માફી ન માંગ. મને તારી મજાક કરવી ગમે છે. આવું કોઈ નથી કરતુ. એ તો તે કહ્યું, એટલે તેજલ બોલ્યો.તને સમય મળે તયારે તું ક્યારે પણ ફોન કરજે.”
"ઠીક માસી” બોલીને
તે એમને ભેટીને ગઈ.
ત્યાર પછી તેણે કાકીના દરવાજામાં કાગળ નાખ્યો અને ફટાફટ ઉતરી ગઈ, અને થોડી આગળ જઈને તેજલ સાથે ગાડીમાં પણ બેસી ગઈ.
“તેજલ જલ્દી ગાડી ચાલુ કરાે. કાકીનું કહેવાય નહીં. તે કાગળ જોઈને નીચે આવી જશે.”
“ગોપી એટલું બધું ડર નહીં. હું છું ને.”
“હું ડરતી નથી. માસીએ મને હિમ્મત રાખતા શીખવાડી દીધું છે. એ તો માસીને કાંઈ કહે નહીં તો સારું. આજે માસા કેટલા દિવસ પછી ઘરે આવ્યા છે. એટલે કહ્યું.”
“ઠીક . ચાલ જઈએ. તું ચિંતા ન કર મમ્મી બધું સંભાળી લેશે.”
“હા ચાલો . એ તો મને ખબર છે, પણ જરા ચિંતા થઇ.”
“મને જાણીને આનંદ થયું, કે તને મમ્મીની એટલી બધી ચિંતા છે.”
“હા હોય જ ન. તારા મમ્મીને મારી કેટલી ચિંતા છે, અને મારી માટે કેટલું બધું કરે છે.”
“હા એ મને ખબર છે, અને આવીને તું અહીંયા જ પાછી આવજે. મમ્મીએ કહ્યું છે, તું અહીંયા જ રહીશ. એમાં મને પણ વાંધો નથી. મેં મમ્મીને કહી દીધું છે.”
“ઓહો! તમને એવું નથી લાગતું, તમારા મમ્મી મારી સાથે બહુ રાખે છે, તો તમને જલન નથી થતી?”
“ના ,ના મમ્મીની ખુશી માંજ મારી ખુશી છે. એટલે મેં પપ્પાને બે દિવસ માટે બોલાવી લીધા, અને મમ્મીને સારું લાગે.”
“ઓહ! એ તમે બહુ સારું કર્યું. એ તો મને પણ ગમ્યું.”
“મને ખબર છે. તું મમ્મીની લાડલી થઇ ગઈ છે.” અને હસ્યો.
“ઓહો! એ તમને ક્યાંથી ખબર?”
“એ તો જોઈને ખબર પડી જાય છે.”
“અચ્છા. તમને એક વાત તો ખબર નથી. આપણું બન્નેનું જામશે તો તે મને એમની વહુ બનાવવા માંગે છે. એમને એ પણ કીધું કોઈ જબરદસ્તી નથી. તમે બન્ને સહેમત હશો, તો જ બનાવીશ. તે કેટલા સારા છે. ઈચ્છા પણ વ્યક્ત કરે છે, અને એમાં કોઈ દબાણ પણ નથી કરતા.”
“મને એમની આ ઈચ્છા પૂરી કરવી છે, કેમકે તે મારી અભિલાષા પૂરી કરવા કેટલું બધું કરે છે. એમાં મને તમારો સાથે જોઈશે. તમને વાંધો ન હોય તો? એમાં આપણે કોઈ ઉતાવળ નહીં કરીયે. એમને પણ એમ જ કીધું છે, તમે એક બીજાને સમજી લો. પછી નિર્ણય લેજો.”
“હા એ વાત બરબાર છે. એમાં હું તને સાથ આપીશ.”
“એના માટે તમને સમય મળે, તયારે વારંવાર મને મળવું પડશે. એક મુલાકાતમાં ખબર ન પડે.”
“ઠીક છે. હું મળીશ. એ વાત સાવ સાચી.”
“એમને મને કીધું છે, મારું ચિત્રકાર બનવાનું સપનું પૂરું ન થાય, ત્યાં સુધી આપણા લગ્ન નહીં થશે.”
“એમાં શું થયું? મમ્મી બરાબર કહે છે. મને મંજૂર છે.”
“સરસ. તો આજથી મારા મિત્ર બનશો?”
“હા કેમ નહીં. તો જ આપણે એક બીજાને જાણી શકશો."
“અરે વાહ !મારી મદદ કરશો. માસા અને મારા પપ્પા મિત્ર છે જેમ મારી મમ્મી અને તમારા મમ્મી મિત્ર હતા . મને એક વાર મારા પપ્પા સાથે વાત કરવી છે એ તમે માસાને કહેશો. મારી પાસે એમની કોઈ વિગત નથી અને મમ્મીના અવસાન બાદ તે કેમ દુબઇ ચાલ્યા ગયા એ પણ કોઈને ખબર નથી. મારા માટે એટલું કરશો?”
“હા પપ્પા પાસે વિગત હશે તો જરૂર મદદ કરીશ. તારા પપ્પાનું નામ શું છે એ માસીને ખબર હશે. હું તયારે નાની હતી એટલે મોઢા સિવાય ખાસ યાદ નથી.”
“ઠીક આપણે પાછા જઈશું તયારે મમ્મીને પૂછીને પપ્પાને પૂછી લઈશ.”
“ઠીક છે ઘણી વાતો થઇ ગઈ. હવે આપણે જઈએ અને ગાડી ધીરે ચલાવજો.”
“હા જઈએ ગાડી ધીરે ચલાવાનું કોણે કહ્યું?.”
“એ તો ગાડીમાં જઈએ તો ધ્યાન રાખવું પડે એટલે કીધું.”
“સાચે ને? કે મમ્મીએ તને કીધું છે?”
“કીધું હોય તો શું થયું. આપણા સારા માટે કહે છે.”
“ઠીક સમજી ગયો આ મમ્મીએ જ કીધું હશે.”
“જે પણ હોય તમે ધીરે ચલાવજો.”
“ભલે એમ જ કરીશ.”
“તે બાજુ લીલાબેનના હાથમાં હવે ગોપીનું કાગળ આવે છે.”
હવે લીલાબેન શું કાંડ કરશે? એ જાણવા માટે આગળનું ભાગ વાંચજો.
ક્રમશ: