પ્રેમ સમાધિ - પ્રકરણ-55 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-55

પ્રેમ સમાધિ
પ્રકરણ-55

કલરવ કૂતૂહૂલતાથી આર્શ્ચયથી કાવ્યા અવિરત પોતાની કથની કહી રહી હતી એ સાંભળી રહેલો એ વારે વારે સુમન તરફ પણ નજર કરી લેતો હતો. કાવ્યા પોતાની વાત કહી રહી હતી એનું દીલ ખાલી કરી રહી હતી એણે કહ્યું "કલરવ હું જેમ જેમ મોટી થતી ગઇ એમ એમ જીવનની કારમી કડવી વાસ્તવિકતા સમજતી ગઇ મારી માં ને જોતી સાંભળી અવલોકન કરતી....”
“માઁ પૈસે ટકે ખૂબ સુખી હતી વૈભવ ભોગવતી હતી બધી સુખ સાહેબી હતી પણ એકલી હતી એ બીજી સ્ત્રીઓ જેવી જાડી ચામડીની નહોતી અમારી જ્ઞાતીમાં દરેક ઘેરે ઘેર સ્થિતિ હતી બધાં સાહજીક રીતે આવી સ્થિતિ સ્વીકારી લેતાં રૃટીન જીવનમાં આવુંજ હોય એવું માનતા. પોતાનાં મરદો (પતિ) પિતા, આવુંજ કરતાં કાયમથી આજ જોતાં આવ્યાં હોય નવાઈ પણ નહોતી..”
“પણ મારી માં નોખી માટીની હતી એને અમારાં સમાજમાં એવી સ્ત્રીઓ સાથે બેસવું ઉઠવું પણ નહોતું ફાવતું એ પાતાનું ઘર છોડી નાનીનાં ઘરે આવી ગઇ હતી એને એવું સ્વીકાર્યજ નહોતું કે પોતાનો પતિ શીપ પર જાય પછી ઐયાશી કરે કપડા બદલે એમ સ્ત્રીઓ બદલે... હવસ અને શોખ સંતોષવા કાળા કામ કરે.. જ્યારે જ્યારે પાપા શીપ પરથી આવતાં માઁ માટે મોંધી મોંઘી ભેટ લાવે સાડીઓ, ઘરેણાં પરફ્યુમ, કોસ્મેટીક અનેક મોજશોખની ચીજવસ્તો એટલો પૈસો કમાતાં કે ચારે હાથે વાપરો તોય ખૂટે નહીં પણ.... મારી માં એકજ પ્રશ્ન કરતી.”
“એ પાપાને કહેતી.. વિજય તમારાં આ કપડાં,, સાડીઓ, ઘરેણાં કોના માટે પહેરું મારી જાત સજાવું ? તમારે ધંધો છે આપણી જ્ઞાતિનાં બધાં પુરુષો ઘર ઘર આ કામ કરે છે મને એનો વિરોધ કે વાંધો નથી હું મારાં પિયર નાનપણથી આજ જોતી આવી છું. નવાઇ નથી પણ વિજય હું તમારી પત્ની છું તમારાં વિનાં અહીં તડપું છું વિયોગ વિરહ મને અકળાવે છે તપાવે છે એય સહન કરું છું. કારણ કે સમાજમાં હું એક એકલી આવી સ્ત્રી નથી પણ તમે શીપ પર અનેક સ્ત્રીઓ રાખો છો ભોગવો છો પૈસા ઉડાવો છો નશો કરી અઘટીત વર્તન કરો જે શોભે નહીં પૈસા માટે બેનામી ધંધો કરો, મારામારી કરો ખૂન કરો આવું શા માટે ? આપણે શેની ખોટ છે? કેમેય કરી પાછા આવો આપણે એટલાં બધાં પૈસાની શું જરૂર છે ? સંતાનમાં માત્ર એક દિકરી છે આ કન્યા રત્ન ઇશ્વરે આપ્યું છે એને ઉછેરો લાડ કરો એની સાથે રહો... મારી સાથે રહો... તમે તો પાછાં આવવાનું નામજ નથી લેતાં જાણે તમારે કુટુંબજ નથી.”
કાવ્યા બોલતી બોલતી અટકી.. હવે એ હાંફવા લાગી હતી એ કલરવ સામે જોઇ રહી હતી કલરવ બધું સાંભળી સમજી રહેલો. કાવ્યા થોડીવાર મૌન થઇ ગઇ પછી બોલી "ખબર નહીં કલરવ પ્રેરાઇ ગઇ.. મને એવો એહસાસ થયો તુંજ એવી વ્યક્તિ છે જેની સાથે હું મારું બધું શેર કરી શકું..”.
"સાચુ કહું કલરવ... અમે આવતા હતાં ત્યારે સુમને રસ્તામાં તારી વાતો કરેલી તારી સાથે જે બની ગયું એ બધુ કહ્યું હતુ.. તને એવો કંઇ હું ઓળખતી નહોતી.. કે આજ સુધી કોઇ છોકરા સાથે કદી આટલી અંગત પણ નહોતી થઇ મારી માંની દશા જોઇ પુરુષો માટે મને નફરત થઇ હતી પણ તને પ્રથમ નજરે જોયો મારું હૃદય અંદરથી પીગળી ગયું મારી આંખો તારી આંખોમાં પરોવી અને હું તને દીલ આપી બેઠી...”
“મને પોતાને આશ્ચર્ય થાય છે કે આવું કેવી રીતે થાય ? હું આમ તને કેવી રીતે અચાનક ચાહી શકું ? પ્રેમ કરી શકું ? પણ ખબર નહીં મારાં મનમાં ઘંટડી વાગી ગઇ તારાં ચહેરામાં શું જોયું મને પ્રથમ નજરેજ પ્રેમ થઇ ગયો.”
“તને મારી જીવનની અંગત વાતો અને વાસ્તવિક્તા કહેવા મજબૂર થઇ ગઇ... આઇ લવ યુ કલરવ....” કલરવ કાવ્યાને સાંભળી રહેલો પોતાની જીવનની વાસ્તવિક્તા કહી રહેલી કાવ્યાએ અચાનક પ્રેમ થયાનું કબૂલી લીધું કહી પણ દીધુ એ થોડોક શરમાયો ખુશ થયો આંખોમાં ચમકાર થયો.
કલરવે કહ્યું "એય કાવ્યા તારી બધી વાત સાંભળી તારી મંમીની વાત.. કેટલું પવિત્ર ચરિત્ર કેવાં સરસ વિચાર સંસ્કાર.. સાચેજ તું તારી મંમીની સાચી દિકરી.... તને પણ મેં જોઇ અને મારાં મનમાં સંવેદના પ્રગટી હતી આનંદ થયો અને એવો અહેસાસ થયો કે આતો મારું પાત્ર છે... આજે ઇશ્વરે સાચેજ કૃપા કરી મારાં જીવનમાંથી બધાં દુઃખ દુર કરી મને આનંદજ આનંદ આપ્યો.”
“કાવ્યા સુખ ક્યારેક લૂંટાઇ જાય કે દુઃખ આવી પડે પણ "આનંદ"ની અનૂભૂતિજ અદભુત છે આનંદ ઇશ્વરનું પ્રતિક છે એમનો એહસાસ છે જે મન હૃદયમાંથી આવે છે જેનું મૃત્યુ નથી જેનો ધ્વંશ નથી અમર છે એ આનંદ છે એ પ્રેમ છે મને પણ પ્રથમ નજરેજ તારાં માટે પ્રેમની અનૂભૂતિ થઇ હતી પણ મારો સંકોચ મને રોકતો હતો તારી કબૂલાત પછી મારાંમાં હિંમત આવી મેં કહી દીધું. કાવ્યા હું તને ખૂબ પ્રેમ કરું છું..”
કલરવ ઉભો થયો કાવ્યા બેઠી હતી ત્યાં નજીક ગયો એનું કપાળ ચૂમી લીધું એની બંન્ને આંખોની પાંપણો ચૂમી એમાં રહેલી નમી.. હોઠ પર લીધી અને નમી પ્રેમથી ભરેલાં હોઠ કાવ્યાનાં હોઠ પર મૂકી દીધાં....
બંન્નેનાં હોઠ એકબીજાને ચૂસ્ત સ્પર્શી ગયાં. મૌન ભાષામાં કહેવાઇ ગયું આઇ લવ યુ. ક્યાંય સુધી બંન્ને જણાં આંખ બંધ કરીને એકબીજાનાં હોઠનું મધુર રસપાન કરી રહ્યાં હતાં અમૃત તણો સ્વાદ હતો સ્વર્ગનું સુખ હતું. ઇશ્વર મળ્યા જેવો આનંદ હતો બેઉ જીવ હોઠનાં માધ્યમથી એકબીજામાં જોડાઇ ગયાં હતાં અને કલરવ... નામની બૂમ પડી....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-56