Code Cipher - 2 Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

Code Cipher - 2

બધા સ્ટુડેંટ્સ ને પ્રોફેસરો એ હાશકારો લીધો કે હાશ હવે ફોર્મ ભરાઈ જશે જયારે લઈને માં ઉભેલો રવિ ધીમે ધીમે મલકાઈ રહ્યો હતો એમના ચહેરા પર અલગ ખુશી હતી બેવ ગાલ જોર જોર થી હસવા માટે જોર કરી રહ્યા હતા, તેમના બેવ પગ કુદકા મારવા માટે ઉચાળા મારી રહ્યા હતા જેમ નાના છોકરા ને ગમતું રમકડું મળી જાય ને જે ખુશી હોય એ જ રવિ માં દેખાતી હતી..


જીઓ ફ્રી થયા ના બે મહિના પછી ની જ વાત છે જયારે બધા ફ્રી ઈન્ટરનેટ થી યુટ્યુબ અને ટિક્ટોક જોવા માં વ્યસ્ત હતા ત્યારે રવિ ગુગલ માં હેકિંગ શીખી રહ્યો હતો. કોલેજ ના વાઇફાઇ બંધ કરવા પાછળ નો માસ્ટરમાઈન્ડ રવિ જ હતો જેને પોતાની આંગળી ના ટેરવે કોલેજ ના પ્રોફેસરો ને નચાવ્યા હતા !


[ પાંચ દિવસ પહેલા ]


યાદવ કાકા નો હાથ હથોડા જેવો જાણે હમણાં જ દરવાજો તોડી નાખશે એમ જોર જોર થી ખખડાવી રહ્યા હતા, સવાર ના લગભગ ૯ વાગ્યા હશે. "રવિ જો તો કોણ છે..." નિલેશ માથે ગોદડું ઓઢતા બોલ્યો જોકે નિલેશ નો બેડ દરવાજા નજીક હતો રાત્રે ૩ વાગ્યા સુધી જાગતો માણસ બપોર ના ૧૧ વાગ્યા સુધી ના ઉઠે.


રવિ આંખ ચોળતો ચોળતો ઉભો થઇ દરવાજો ખોલે છે સામે યાદવ અને એક છોકરો ખંભે થેલો નાખી ને ઉભો હતો ત્યાં યાદવ બોલ્યો "અરે.. ઉઠ જાઓ કોલેજ નહિ જાના ક્યાં તુમ લોગ કો.." રવિ હસતા હસતા બોલ્યો "કાકા આજ છુટ્ટી હૈ કોલેજ મેં ! (જોકે બેવ આજે બંક મારવાના હતા)" ત્યાં ડિલિવરી બોય પોતાના થેલા માંથી એક બોક્સ કાઢી ને રવિ ના હાથ માં થમાવી દે છે.


ESP8266 એ એક ખાસ પ્રકાર ની વાઇફાઇ ચિપ રવિ એ ઓનલાઇન ઓર્ડર કરી હતી, એ ચિપ વાઇફાઇ ઑટોમેશન માં વપરાય છે જેમકે લાઈટ કે પંખા ને ચાલુ ફોન થી ચાલુ બંધ કરવો વગેરે આ ચીપ ની મદદ થી પોસિબલ છે પરંતુ રવિ એ ચિપ નો અલગ જ ઉપયોગ કરવાનો હતો ! ESP8266 સૌથી પહેલા તેને લેપટોપ સાથે કનેક્ટ કરી ને તેને પ્રોગ્રામ કરવી પડે છે જે મુજબ તમે પ્રોગ્રામ કરો એ રીતે એ કામ કરે છે.


રવિ એને લેપટોપ ની સાથે કનેક્ટ કરી વાઇફાઇ જામર બનાવે છે !


એ જામર એટલું પૉવેરફૂલ અને ખતરનાક હતું કે ટાર્ગેટ ને સિલેક્ટ કરતા જ બધા કનેક્ટ થયેલા ફોન કે કમ્પ્યુટર ને બહાર ફેંકી દેતું, ESP8266 ચિપ ને રવિ દ્વારા એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવી હતી કે જે વાઇફાઇ ને સિલેક્ટ કરે તેના પર મોટા પ્રમાણ માં પેકેટ મોકલે જેના લીધે એ વાઇફાઇ માં લોડ વધી જાય અને જે લોકો કનેક્ટ થયેલા હોય એ બધા એક સાથે ડિસકનેક્ટ થઇ જાય જ્યાં સુધી જામર બંધ ના થાય ત્યાં સુધી એ કનેક્ટ ના થઇ શકે..


જામર બની તો ગયું પણ એ હવે કોલેજ માં કામ કઈ રીતે કરશે એ મોટી મુશ્કેલી હતી ! 4G ના જમાના માં રવિ સફેદ સેમસંગ નો ફોન લઈને ફરતો હતો ભલે હેન્ગ થતો હોય પણ એ ફોન રૂટ કરેલો હતો બધા નોર્મલ ફોન કરતા એમાં અલગ સિસ્ટમ આવતી હતી. એ સેમસુંગ ના ફોન માં usb સપોર્ટ ન હતો જેના લીધે જામર ને પાવર ના મળે તો એ કામ ના કરે. જામર ને ચાલુ રાખવા માટે તેને પાવર સપ્લાય કરવો પડે હવે રવિ નો ફોન એ સપોર્ટ કરતો નહોતો.


ચાર્જિંગ કેબલ થી પણ એમને પાવર આપી શકાય પણ કોલેજ માં જો એ બહાર કાઢે તો બધા ને ખબર પડી જાય કે રવિ એ જ કશુંક ઝોલ કર્યો છે ! ત્યાં તેને યાદ આવ્યું કે નિલેશ પાસે પૉવેરબેન્ક પડી છે એટલે એ સમસ્યા નું પણ સોલ્યૂશન મળી ગયું. હવે બસ એ જામર ને ટેસ્ટ કરવાનું હતું એના માટે હજુ પાંચ દિવસ બાકી હતા રવિ એ વિચારી જ રાખ્યું હતું ક્યાં અને કઈ રીતે ટેસ્ટ કરવાનું.


કોલેજ ની સામે રોડ ક્રોસ્સ કરી ને એકદમ સામે ની બાજુ કેમ્પસ ની પાંચ માળ ની બોય્સ હોસ્ટેલ હતી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ડાઇનિંગ હોલ હતો, ગર્લ્સ અને બોય્સ બેવ માટે અલગ અલગ હતો જોકે ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ ની અંદર આવેલી હતી કોલેજ ની એકદમ બાજુ માં પણ ત્યાં જમવાની વ્યવસ્થા ન હતી એટલે એ લોકો દરરોજ બપોરે ને રાત્રે રોડ ક્રોસ કરી ને બોય્સ હોસ્ટેલ માં જમવા આવતા એ ટાઈમે મોટા ભાગ ના બોય્સ નીચે ઉભા રહેતા.


બધા મિત્રો રવિ ના રૂમ માં ભેગા થયા હતા બધા CS (કાઉન્ટર સ્ટ્રાઇક) ગેમ રમતા હતા, એ ગેમ વાઇફાઇ - હોટસ્પોટ પર લોકલ ફ્રેન્ડ સાથે રમી શકાય રવિ માટે જામર ટેસ્ટ કરવાનો આ જ બેસ્ટ સમય હતો. રવિ એ ત્યાં ચાર્જર સાથે જામર કનેક્ટ કરી ને પ્લગ કર્યું બધા રમવામાં મશગુલ હતા એટલે કોઈ એ ખાસ ધ્યાન ના આપ્યું ત્યાં અચાનક બધા એક બીજા ના ફોન માં જોઈ રહ્યા , બધા ના ચહેરા પર કન્ફ્યુજ અને નવાઈ લાગે એવા ભાવ હતા જાણે પહેલી વાર એવું જોઈ રહ્યા હોય...