Code Cipher - 3 Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

Code Cipher - 3

બધા ના કેરેક્ટર ગેમ માં ચોંટી ગયા હતા કાઉન્ટર સ્ટ્રાઇક ગેમ માં ટેરેરિસ્ટ અને પોલીસ એમ બે ટીમ સામ સામે રમેં જે ટીમ છેલ્લે સુધી જીવી જાય એ વિજયી બને એવામાં અચાનક બધા ના કેરેક્ટર ગેમ માં ચોંટી ગયા એટલે બધા એક બીજા સામે જોઈ રહ્યા !

નીલેશે પાછળ ફરી રવિ સામે જોયું અને એ હસી રહ્યો હતો એટલે નિલેશ ને લાગ્યું કે રવિ નું જ પરાક્રમ છે આ એટલે ગુસ્સામાં બોલ્યો "રવીડા શું કર્યું તે 😠 ચાલુ કર યાર અમે જીતવાના હતા !"

ત્યાં બધા ગાળું બોલવા લાગ્યા રવિ તે જ kryu che ચાલુ કર હારી ગયો એટલે આ નહિ ચાલે.

"કરું છું .." રવિ ધીમે ધીમે હસતા હસતા બોલ્યો.

જામર બંધ કરતા ની સાથે જ બધા કેરેક્ટર ફ્રી થઇ ગયા !

રવિ ને હવે ખાતરી થઇ ગયી કે જામર એનું કામ કરવા માટે હવે તૈયાર છે.

[ આજ નો દિવસ ]

રવિ ને મંદ મંદ હસ્તો જોઈ નિલેશ ને અંદાજો આવી ગયો હતો કે કદાચ વાઇફાઇ રવિ એ જ બંધ કર્યું હશે એટલે રવિ ના કાન માં બોલ્યો "સાચું બોલ તેજ કર્યું છે ને.." રવિએ વળતા જવાબ માં ધીમેથી બોલ્યો "શું મને કઈ નહિ ખબર શેની વાત કરે છે તું.." નીલેશે મોઢું ચડાવતા કીધું "મને ના બનાવ તારું મોઢું કે છે કે એ તેજ કર્યું છે" એ સાંભળતા જ રવિ એ હળવી સ્માઈલ આપી અને નિલેશ ને એનો જવાબ મળી ગયો.

કોલેજ થી લગભગ ૧ કિલોમીટર દૂર બોય્સ હોસ્ટેલ હતી એ કેમ્પસ માં અલગ અલગ ફિલ્ડ ની કોલેજ હતી લૉ કોલેજ, આર્ટ્સ કોલેજ , ફાર્મસી કોલેજ અને સ્કૂલ પણ હતી, ફાર્મસી કોલેજ ની જમણી બાજુ ગર્લ્સ હોસ્ટેલ હતી તેની રેક્ટર મીના જેટલી હોટ ને સેક્સી હતી એવીજ ખતરનાક હતી રાત પડે ને ગર્લસ માટે એ નરક બનાવી દેતી. જોકે એના લીધે જ ગર્લ્સ હોસ્ટેલ ની બધી છોકરીઓ કોલેજ માં ટોપ કરતી હતી જયારે બોય્સ હોસ્ટેલ માં લીલા લહેર હતા મન થાય ત્યારે કોલેજ જતા ને મન થાય ત્યારે બન્ક મારતા.

ફોર્મ નું પત્યા પછી નિલેશ ને રવિ બંને હોસ્ટેલ તરફ ચાલી ને જતા હતા. રસ્તા માં નિલેશ થી રહેવાયું નહિ એટલે બોલ્યો "રવિ કેમનું કર્યું ? મને તો કે હવે.." જોકે રવિ એના બધા કાંડ ખાલી નિલેશ સાથે શેર કરતો એટલે રવિ એ બધી વાત કહી કે "તે મને પૉવેરબેન્ક આપ્યું હતું એ જામર ચલાવવા માટે જ હતું અને જે ચિપ મેં તને હોસ્ટેલ માં બતાવી હતી એ જ જામર હતું અને એના દ્વારા જ મેં કોલેજ નું વાઇફાઇ બંધ કર્યું." નિલેશ ના મગજ માં બધી કડી ફિટ થઈ ગયી ગેમ, વાઇફાઇ, પૉવેરબેન્ક બધું આખિર એક જામર માટે હતું અને એ કાંડ માં નિલેશ નું પૉવેરબેન્ક વાપરી ને એને પણ સામીલ કરી દીધો..

પછી જેમ જેમ દિવસો જતા ગયા કોલેજ માં એ વાત ભુલાતી ગયી અને કોઈ ના મગજ માં પણ ન હતું કે રવિ ના લીધે એ બધું થયું હતું, પ્રોફેસરો દરરોજ આવી પોતાનો લેક્ચર લઇ ચાલ્યા જતા.

રવિ પણ જર્નલ અને એસાઇન્મેન્ટ લખવામાં વ્યસ્ત થઇ ગયો હતો કેમકે કોલેજ ની ઇન્ટરનલ પરીક્ષા નજીક આવી રહી હતી એટલે એનું પૂરું ધ્યાન ભણવામાં લાગી ગયું હતું, જયારે નિલેશ થી આ બધો ત્રાસ સહન થતો ન હતો ને ઉપરથી રવિ નું ભણવા બાબતે થોડો સિરિયસ થઈ ગયો એ ગમતું ન હતું કેમકે બન્ક મારવામાં કોઈ સાથ આપતું નહતું અને રવિ વગર CS રમવાની પણ માજા નહોતી આવતી.

મહિના પછી કોલેજ માં ઇન્ટરનલ પરીક્ષા ચાલુ થઈ ગયી જેમાં રવિ નું પહેલું સેમ્સ્ટર ને કસી ખબર પડે નહિ ઇંગલિશ માં માર ખાઈ ગયો ૨૦ માંથી ૪-૫ માર્ક્સ લઇ ને ઉભો રહ્યો ખાલી રવિ નહિ નિલેશ , વેદાંત, હિરેન આ બધા ના પણ કંઈક આવા જ માર્ક્સ હતા ! જયારે છોકરીયો ૧૫, ૧૭ સારા માર્ક સાથે પાસ થઇ ગયી.

નિલેશ ને બધા રવિ ને ટોણો મારતા ભણી ભણી ને પણ અમારી સાથે ફરી પરીક્ષા આપવાની થઇ શુ ફાયદો એમ કહી રવિ ને ચીડવતા. "ઇંગ્લિશ આપડું ખરાબ છે નકર પાસ જ હતા" એમ કહી રવિ વળતો જવાબ આપતો જોકે વાત સાચી હતી.

એવામાં એક દિવસ રવિ ના ફોન માં મેસેજ આવે છે VM-TISD સેન્ડર આઈડી સાથે નીચે લખેલું હતું "dGVyYSBiYWFwIGh1IG1lIC0gdms=" આવો મેસેજ રવિ ને પહેલી વાર આવ્યો હતો નામ નંબર વગર નું કોણ હશે એ જાણવા ગુગલ માં સર્ચ કર્યું પણ કસી ખબર ના પડી રવિ ને અંદાજો પણ ન હતો કે તેનાથી પણ એક કદમ આગળ ચાલતો માસ્ટરમાઈન્ડ VK નો મેસેજ હતો એ !