આંટીઘુંટી મનની Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

આંટીઘુંટી મનની

ઘમંડ

સ્વાતિએ અગભરાતાં ગભરાતાં બાજુનાં ફ્લેટની બેલ વગાડી,
બહાર નેમપ્લેટ ન હતી એટલે નામ પણ ખબર નહોતું.દરવાજો ખુલ્યો સામે એક સ્ત્રી હતી એ આજીજીનાં સ્વરમાં બોલી પડી" મારી દિકરીને ખુબ તાવ છે, એ ઉંઘમાં બબડે છે, તમે મને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરશો?મારાં પતિ ઘરે નથી." પેલી સ્ત્રી એક મિનિટ કહી અંદર ગઈ પર્સ અને ગાડીની ચાવી લઈ આવી.

એ આખી રાત એણે હોસ્પિટલમાં રહેવું પડ્યું... એણે રાજીવને કોલ કરી ને જણાવ્યું તો એ તાડુક્યો " એક દિવસ પણ મારી દિકરીનું ધ્યાન ન રાખી શકી?"બીજા દિવસે સવારે ડોક્ટરે રજા આપી અને હિદાયત પણ " નાના બાળકો ને બહું વધારે તાવ હોય ત્યારે દવા આપવામાં વાર ન કરવી. નહીંતર ગંભીર પરિણામ આવે"

સ્વાતિ આખાં રસ્તે વિચારતી રહી" મારાં કરતાં તો અભણ સ્ત્રીઓ પણ સ્માર્ટ હોય જો મને ટુવ્હીલર ચલાવતાં આવડતું હોત કે નેટબેંકીંગ ને ઓનલાઈન કેબ બુક કરાવતાં આવડતું હોત તો મારી દિકરી.." રાજીવ શનિ રવિ બિઝનેસ કોન્ફરન્સમાં ગયો હતો.શહેરથી દુર નવાં વિસ્તારમાં એ લોકો
નવાં નવાં જ રહેવાં આવ્યાં હતાં .એમાંય રાજીવને પોતાનાં હોદાનું એટલું ઘમંડ કે એ ન કોઈ સાથે ભળતો કે ન
સ્વાતિને ભળવાં દેતો. ન કંઈ શીખવાની તક દેતો.હું છું ને તારે શું જરૂર એવું કહી એની કંઈ પણ શીખવાની વાત ટાળી દેતો.

એનાં ઉંચા અવાજ સામે સ્વાતિ ચુપચાપ થઈ જતી.અને હૃદય રોગી બાપની ચિંતામાં પિયર પણ કઈ ન જણાવતા.
પીયરમાં રાજીવની છાપ એક સાલસ દરકાર રાખનાર પતિ તરિકે હતી જે સ્વાતિએ પોતાનાં ભોગે જાળવેલી.

બહું મનોમંથન પછી સ્વાતિએ પોતાનાં પિતાને ફોન કરીને બોલાવ્યાં એમને સઘળી હકીકત જણાવી હવે એની દિકરીનો સવાલ હતો એ નહોતી ઈચ્છતી દિકરી એની જેમ આત્મસન્માન નેવે મુકી જીવે.એનાં પપ્પા સમજી ગયાં બહું કાળજી અને દરકારની આડમાં આ એક જોહુકમી છે.

રાજીવ આવ્યો એટલે સ્વાતિએ એને દિકરીની હાલત પોતાની નિસહાયતા કહી ને કીધું " હવે મારે થોડું આત્મનિર્ભર થવું છે.
બધુંશીખવું છે અને હું સારાં પેઈન્ટીંગ્સ કરું છું તો એ કરીને વહેંચવા છે.
રાજીવ ભડકી ગયો" હું બે દિવસ બહાર શું ગયો,તારાથી કંઈ
મેનેજ ના થયું.અને હવે જાત જાતની શરતો..કંઈ કરવું નથી ઘર સંભાળો એ તો સારી રીતે થતું નથી. મા બાપે કંઈ શીખવ્યું જ નથી."

આ સાંભળીને જ અંદરનાં રૂમમાં રહેલાં સ્વાતિનાં પપ્પા બહાર આવ્યાં." અમે તો એને પગભર થવાં જ ભણાવી હતી, બીજું કંઈ શીખવ્યું કે નહીં આત્મસમન્માન જાળવતાં શીખવ્યું હતું પણ એ ભુલી ગઈ. હવે શીખી લેશે પછી આવશે..ચાલ સ્વાતિ"..

રાજીવ છોભીલો પડી ગયો..એ સ્તબ્ધ થઈ એ લોકોને જતાં જોઈ રહ્યો.

@ ડો.ચાંદની અગ્રાવત


***********************************************

મમ્મી મળી ગઈ

વાર્તા.

શિર્ષક..મમ્મી મળી ગઈ



મમ્મી મળી ગઈ

ચારેક વર્ષની થઈ ત્યારે એને પોતાનું સાચું નામ માનસી છે એવી ખબર પડી.એને બધાં મનુડી કહીને જ બોલાવતાં .ખાસ તો મમ્મી ને દાદી "મુઈ " કહેતી.


મમ્મી જ્યારે ખીજાતી કે મારતી ત્યારે દાદી કહેતી ' મુઈ ' કમભાગી આજે એની મા હોત તો આમ દુઃખી ન થાત.એ વિચારતી મમ્મી તો અહીં જ છે પછી દાદી કેમ આમ બોલે?.



મમ્મી નાનાં ભાઈને બધું સારું સારું ખાવા આપતી, ચોકલેટ આપતી રમકડાં લઈ દેતી અને એને નાની નાની વાતમાં માર પડતો. એને નવડાવવાનું કે ચોટલી વાળવાનું કામ પણ દાદી કરતી અને એની ત્રાસી ચોટી જોઈ બધાં એને ચીડવતાં તો કહેતી " એ તો મારી મમ્મીને બહું કામ હોય ને!"


પપ્પા મમ્મી ન હોય ત્યારે વહાલ કરતાં, ખોળામાં બેસાડતાં અને ઉદાસ થઈ જતાં.મમ્મી હોય ત્યારે તો ચુપચાપ રહેતાં છાપું વાંચતાં કે ટી.વી સામે બેસી રહેતાં.


એનું બાળમન એ સમજવા મથામણ કરતું કે વાર્તાઓમાં

અને પુસ્તકોમાં ,શાળાની કવિતામાં જે મમ્મી હોય એવી મારી

મમ્મી કેમ નથી!


આઠ દસ વરસની થઈ ત્યારે એને થોડું સમજાયું કે મારી મમ્મી ખોવાઈ ગઈ છે,પણ ક્યાં?પુછે તો કોને? પપ્પા તો રેલવેની નોકરી અને ક્ષીણ થતી તબિયતમાં સાવ નંખાઈ ગયેલાં.ઘણાં સમયથી આખી આખી રાત ખાંસતાં,ને દાદી હવે શાંત રહેવા લાગી હતી.


સમય સાથે મમ્મી વધારે ગુસ્સાવાળી થઈ ગઈ. ભાઈ દિપક સિવાય કોઈ પર વહાલ વરસાવતી નહોતી કે કોઈને સરખી રીતે બોલાવતી નહીં. માનસી ઉપર ઘરનાં મોટા ભાગનાં કામનો બોજ આવી ગયો હતો. ઉપરથી મમ્મીનો માર.


દિપક આ પરિસ્થિતિનો મમ્મીની અન્ય ઉપર ખીજનો લાભ ઉઠાવતો, પોતાની માંગણીઓ પુરી કરાવતો અને મમ્મી જાણે ઘરનાં સભ્યો પર દુશ્મની ઉતારતી હોય એમ એની સાચી ખોટી જીદ્ માનતી.



એક દિવસ એનાંથી દૂધ ઉભરાઈ ગયું એવી નાની વાતમાં મમ્મીએ એનાં હાથ પર ગરમ ચિપીયાંથી ડામ દઈ દીધો. પપ્પા એજ વખતે નોકરીમાંથી આવ્યાં એમને આ જોઈ અચાનક ચક્કર આવી ગયાં. દાદી બાજુવાળા સાથે દવાખાને લઈ ગઈ. બે ચાર કલાક પછી એ લોકો આવ્યાં ત્યારે બહું ચિંતામાં લાગ્યાં પણ ન દાદી કે પપ્પાએ કંઈ કીધું ન મમ્મીએ પુછ્યું.


થોડા દિવસ પછી દાદી માનસીને લઈને પોતાનાં ગામ પોતાને વતન ગઈ. એણે માનસીને ગામનું ઘર બતાવ્યું ને કહ્યું આ આપણું મુળ વતન.એ લોકો પપ્પાનાં કાકાના ઘરે રોકાયાં હતાં.


રાતે પરસાળમાં દાદી એની દેરાણી ગોદાવરી અને એનાં પરિવારને બેસાડીને વાત કરતી હતી.આ ની મા મરી ગઈ હવે બાપને ય વાલ્વની બિમારી કેટલાં દિ' કાઢે. દાગતરે હાથ ઉંચા કરી દીધાં .હું ય હવે પગ લટકાવીને બેઠી.અમારાં પછી આનું શું?શાંતિએ તો અત્યારથી મારાં દિકરા પછી એને નોકરી મળે એવી તૈયારી કરી લીધી છે.


શાંતિને આ ગામની જમીન જે હજી મારાં નામે છે એ નથી ખબર.મારે ઈ સંધુય માનસીનાં નામે કરવું ઈ અઢારની થાય ત્યાં સુધી તમે એનાં રખેવાળ.એ જ્યાં હોય એની ભાળ મેળવી એની અમાનત સોપજો આમ કહીં દાદીએ થેલીમાંથી

કાગળ કાઢી આપ્યાં આ મારી વસિયત.અને એક જુનો પીતળનો ડબ્બો આપ્યો આ મારાં ઘરેણાં.


પછી તો એકાદ વરસમાં દાદી ને પપ્પા બેય છોડી ગયાં ને માનસીને અનાથઆશ્રમમાં મુકી દેવામાં આવી.ત્યાં એને રાહત હતી અટલું કામ નહોતું કરવું પડતું અને અભ્યાસ શાંતિથી થતો.અલબત એ ક્યારેય મમ્મીને ચાહવાનું એને ઝંખવાનું છોડી નહોતી શકી. ગોદાવરી કાકી કોઈ ને મળવા મોકલતાં ક્યારેક પોતે આવતાં.પણ એણે મમ્મીની રાહ જોવાનું ન છોડ્યું.



વરસો જતાં રહ્યાં હવે એ એક બેંકમાં ઉચ્ચ અધિકારી બની ગઈ હતી.ગોદાવરી કાકીનાં પરિવારે એનું વચન પાળ્યું. એની તમામ જવાબદરી પુરી કરી એક સારું જીવન એક સમજદાર જીવનસાથી જિંદગીમાં હવે કોઈ કમી નહોતી.


માનસી મજમુદાર એ નેમપ્લેટ ,એની બાજુમાં મમ્મી પપ્પાનો ફોટો. પહેલાં રોજ ઓફિસમાં આવી એ મમ્મી પપ્પાને વંદન કરતી.પછી કામ ચાલું થતું.ક્યારેક નેમપ્લેટ વાંચીને મનમાં થતું હવે મનુડી કે મુઈ બોલાવે એવું કોઈ નથી જીવનમાં હલવો નિશાશો નીકળી જતો.


એની યાતનાંઓએ એને વધારે દયાળું બનાવી હતી.માનસી નિયમિત અનાથાશ્રમ અને વૃધ્ધાશ્રમ જતી.એવી જ એક મુલાકાતમાં એણે વૃધ્ધાશ્રમમાં એક સ્ત્રીને જોઈ કદાચ મમ્મી જ હતી, હા મમ્મી જ છે.એને તો કેમ ભુલાઈ રોજ તો યાદ કરતી.


મમ્મી પણ એને ઓળખી નહોતી.આશ્રમની ઓફીસમાં તપાસ કરી તો જાણકારી મળી શાંતિબહેન છે.એનો દિકરો દિપક એને અહીં મુકી ગયો. એને અલઝાઈમર છે.બધું ભુલી જાય છે, એમને તો પોતાનો દિકરોય યાદ નથી.


આશ્રમમાં થી બહાર જતી વખતે માનસીની સાથે મમ્મી હતી.

એણે પુછ્યું " તું કોણ છે? મને ક્યાં લઈ જાય?" માનસીએ કહ્યું."હું તારી દિકરી મમ્મી તું બધું ભુલી જા છોને એટલે ખોવાઈ ગઈ. હવે દવા લઈશને એટલે બધું યાદ આવી જશે"


.શાંતિ અચાનક બોલી " તું મનુડી? "આજે મને મારી મમ્મી મળી ગઈ " કહીં માનસીએ એને ગળે વળગી પડી.


ડો.ચાંદની અગ્રાવત