Love you yaar - 43 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 43

"અરે પણ મારે અત્યારે નથી ન્હાવું" મીત બોલી રહ્યો હતો પણ તેનું સાંભળે કોણ ! અને સાંવરીએ મીતને આખોય પલાળી દીધો સાવરમાં પણ અને પોતાના પ્રેમમાં પણ.‌..
તે એટલાં બધાં પ્રેમથી કહી રહી હતી કે મીતને તેનું કહેલું કરવું જ પડે અને એક સુંદર કપલ આંખમાં આંખ પરોવીને સાવરબાથ લઈ રહ્યું હતું. પછી સાંવરી ટોવેલ લપેટીને બહાર નીકળી અને પોતાનું નાઈટગાઉન પહેરીને તે બેડમાં આડી પડી એટલામાં મીત પણ નામહીધોઈને ફ્રેશ થઈને પોતાના નાઈટ ડ્રેસમાં સાંવરીની બાજુમાં આડો પડ્યો. અને ફોનની રીંગ વાગી એટલે સાંવરીએ ફોન ઉઠાવ્યો અને તે થોડી વિચારમાં પડી ગઈ એકાએક જાણે ચિંતામાં ડૂબી ગઈ.

" સાવુ બેટા, બોલ તું મજામાં છે ને. શાંતિથી પહોંચી ગઈ બેટા મીત કુમાર મજામાં છે ને.. તમારી બંનેની તબિયત તો સારી છે ને ? " સાંવરીની મોમ બોલી રહી હતી અને સાંવરી સાંભળી રહી હતી.. " બેટા, તારા ડેડીની તબિયત થોડી વધારે બગડી છે અને તેમને હોસ્પિટલમાં એડમીટ કર્યા છે. તું ચિંતા કરે એટલે તને જણાવ્યું નહોતું... સાંવરી બેડ ઉપર આડી પડેલી હતી અને મોમની આ વાત સાંભળતાં જ એકદમ બેઠી થઈ ગઈ મીત પણ તેની સામે જોવા લાગ્યો અને ઈશારો કરીને તેને પૂછવા લાગ્યો કે શું થયું ? સાંવરીએ તેને હાથથી ઇશારો કરીને શાંતિ રાખવા કહ્યું અને તે પોતાની મોમને પૂછવા લાગી કે, " ક્યારે એડમીટ કર્યા ડેડને ? "
મોમ: બેટા તું જે દિવસે અહીંથી નીકળી તેના પછીના જ દિવસે..પણ તું ચિંતા કરે માટે તને જણાવ્યું નહોતું
મોમની વાતને વચ્ચે જ અટકાવતાં સાંવરી બોલી કે, " મોમ, તું પણ શું ડેડીની તબિયત આટલી બધી બગડી ગઈ તેમને એડમીટ કર્યા ત્યાં સુધી મને જણાવતી નથી એવું થોડું ચાલે ડેડીને કંઈ થઈ ગયું હોત તો..?? અને સાંવરીની આંખમાં પાણી આવી ગયું.

સાંવરીને પોતાના ડેડી ખૂબ વ્હાલા હતા. દીકરીને પોતાના પિતા ખૂબ વ્હાલા હોય.. સાંવરી શ્યામવર્ણ હતી અને તેથી જલ્દીથી કોઈ છોકરો તેને પસંદ કરતો નહોતો ત્યારે તેની મમ્મી સતત તેની ખૂબ ચિંતા કર્યા કરતી હતી અને તેને કહ્યા કરતી હતી કે, તું ભલે એમ. બી. એ. થઈ છે અને આટલી બધી હોંશિયાર છે પરંતુ દેખાવે શ્યામ છે એટલે તને કોઈ છોકરો જલ્દીથી પસંદ કરશે નહીં માટે થોડો ઓછું ભણેલો છોકરો હોય તો તારે ચલાવી લેવું પડે બાકી આમ તો ક્યાંય તારો મેળ પડશે નહીં અને ત્યારે સાંવરી સાફ શબ્દોમાં પોતાની મોમને ઈન્કાર કરતાં કહેતી હતી કે, " હું આટલું બધું ભણી છું તો, થોડો ભણેલો છોકરો તો જોઈએ ને, મારી બરોબરીમાં તો જોઈએ ને.. એમ ગમે તેની સાથે મારે લગ્ન કરી લેવાના ? અને ત્યારે સાંવરીને તેના પપ્પા ખૂબજ સપોર્ટ કરતા હતા અને કહેતા હતા કે, " સાંવરી તો મારો છોકરો છે છોકરો.‌. છોકરી નથી અને તેને કોઈ છોકરો પસંદ નહીં કરે તો કંઈ વાંધો નહીં એ તો આખી જિંદગી મારી સાથે રહેશે હું તેને પાલવીશ મને કંઈજ વાંધો નથી બાકી તેની ઈચ્છા વિરુદ્ધ જબરદસ્તીથી તેનાં લગ્ન કરવાની કોઈ જ જરૂર નથી. " અને આમ સાંવરીના પપ્પા તેની મમ્મીની જીદ સામે તેનું ઉપરાણું લઇને હંમેશા તેને બચાવી લેતાં હતાં પરંતુ તેના સદનસીબે તેની હોંશિયારીથી તેની ડીગ્રીને કારણે તેને મીતની કંપનીમાં જોબ મળી ગઈ અને પછીથી તેની આગવી સૂઝને કારણે એક જ વર્ષમાં મીતની કંપનીએ ડબલ પ્રોફીટ કર્યો અને મીતના પપ્પા મનોજભાઈએ તેને કંપનીની મેનેજર બનાવી દીધી પછી તો મીત પણ તેની એક છોકરાને પણ શરમાવે તેવી ધંધામાં આવડત અને આગવી હોંશિયારીથી પ્રભાવિત થઈ ગયો અને લંડનથી તેને જોવા અને મળવા માટે દોડીને ઈન્ડિયા આવી ગયો અને તેને જોયા બાદ તેની ધીર ગંભીરતા જોઈને તેને પ્રપોઝ કર્યું અને પછી તો બંનેએ સાથે મળીને તેમનો બિઝનેસ ખૂબ આગળ વધાર્યો અને મનોજભાઈએ પોતાની આ હોંશિયાર પુત્રવધૂને પોતાના બિઝનેસમાં 33.33%ની ભાગીદાર બનાવી દીધી. 33.33% તેમનાં પોતાના 33.33% મીતના અને બીજા 33.33% જે પોતાના બિઝનેસ માટે સતત કાર્યરત રહે છે તેવી લાડકી પુત્રવધૂ સાંવરીના... અને માટે જ અત્યારે બંને હનીમૂન કરવા ન જતાં પોતાના બિઝનેસ માટે લંડન આવી ગયા.

મીત પણ સાંવરીને આમ રડતી જોઈને વિચારમાં પડી ગયો અને સાંવરીએ ફોન મૂક્યો પછી તેને કહેવા લાગ્યો કે, " તારે જવું છે ઈન્ડિયા પાછું તારા ડેડની તબિયત સારી નથી તો ? "
સાંવરીના ગળામાં જાણે ડૂમો ભરાઈ ગયો હતો તે મીતના પ્રશ્નનો કંઈજ જવાબ ન આપી શકી ફક્ત તેણે નકારમાં માથું ધુણાવ્યું અને તેનો મૂડ બિલકુલ ઓફ થઈ ગયો હતો અને તે ચૂપચાપ કંઈપણ બોલ્યા વગર મીતને વળગીને સૂઈ ગઈ સવાર પડજો વહેલી....

બીજે દિવસે સવારમાં ઉઠીને તેણે તરત જ પોતાના ડેડીની ખબર પૂછવા માટે પોતાની મોમને ફોન કર્યો મોમના કહેવા પ્રમાણે પહેલા કરતાં તેના ડેડની તબિયત હવે સારી હતી એટલે સાંવરીને થોડી હાંશ થઈ. તે ફટાફટ કિચનમાં ગઈ અને પોતાના માટે અને મીત માટે તેણે ચા બનાવી અને આજે તે
ઓફિસમાં થોડી વહેલી જવા ઈચ્છતી હતી એટલે તેણે જમવાનું પણ થોડું જલ્દીથી બનાવી દીધું અને પછી તેનું અને મીતનું બંનેનું ટિફિન પેક કરી લીધું અને અ મીતને પૂછવા લાગી કે, " આપણે ઓફિસ જવા માટે નીકળીશું ? " પણ મીત હજી રેડી નહોતો થયો એટલે તેણે સાંવરીને ટેક્સી કરીને ઓફિસ પહોંચવા જણાવ્યું અને પોતે હાફ એન અવરમાં ઘરેથી નીકળશે તેમ પણ જણાવ્યું. સાંવરી ટેક્સી હાયર કરીને ઓફિસ જવા માટે નીકળી ગઈ.

એમ પણ આજે મીત જેની માટે એક જાસૂસી ટીમ હાયર કરવા માંગતો હતો જે સુજોયના ખૂનીને શોધી શકે. તેણે મોબાઈલમાં થોડું સર્ચ કરી લીધું અને પછી એક સારી "એન્જલ" જાસૂસ ટીમને આ કામ સોંપી દીધું અને ત્યારબાદ પોતે ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો અને હજુ તો તે ઓફિસ જવા માટે નીકળે તે પહેલાં જેનીનો ફોન આવી ગયો જે મીતને મળ્યા વગર જાણે સૂની પડી ગઈ હતી તે મીતને અત્યારે ને અત્યારે મારા ઘરે મને મળવા માટે આવ તેમ કહી રહી હતી.

મીત ઘરેથી નીકળીને જેનીના ઘરે જેનીને મળવા માટે ગયો અને જેનીને તેણે સમજાવ્યું કે, સુજોયના ખૂનીને શોધવા માટે પોતે એક જાસૂસી ટીમ હાયર કરી છે જે ખૂબ જલ્દીથી સુજોયના ખૂનીને શોધી કાઢશે અને તેને માટે તે જાસૂસી ટીમ અહીંયા જેનીના ઘરે આવશે બધું નિરીક્ષણ કરશે અને જેનીને બધી પૂછપરછ પણ કરશે તો જેનીએ આ કામમાં તેમને પૂરેપૂરો સપોર્ટ આપવો પડશે અને તો જ સુજોયનો ખૂની પકડાશે. જેનીના મગજમાં આખીયે આ વાત આવી ગઈ અને મીતે સમયસર જે આ સ્ટેપ લીધું તેનાથી જેની ખુશ થઈ ગઈ.
મીત જેનીને બાય કહીને હગ કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો.

સાંવરી પોતાની ઓફિસમાં પહોંચી તો આજે પણ દિવાકરભાઈ આવ્યા નહોતા એટલે તેણે ઓસ્ટિનને પોતાની કેબિનમાં બોલાવ્યો અને દિવાકરભાઈ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, " મેમ મને બહુ આઈડિયા નથી " એટલે તેણે તરત જ મીસીસ ડિસોઝાને પોતાની કેબિનમાં બોલાવ્યા અને તેમને પૂછ્યું તો મીસીસ ડિસોઝા એવું બોલી ગયા કે, " મેમ એ તો હમણાંના લેઈટ જ ઓફિસે આવે છે. "
મીસીસ ડિસોઝાના આ જવાબથી સાંવરી જરા ચોંકી ગઈ અને એક સેકન્ડ માટે તેનાં મગજમાં એક વિચાર એવો આવી ગયો કે, આખીયે આ ઓફિસ જેણે સંભાળવની છે તે જ જો લેઈટ આવે તો કઈરીતે ચાલે ? અને તેણે મીસીસ ડિસોઝાને તરતજ બીજો પ્રશ્ન પૂછ્યો કે, " કેમ દરરોજ લેઈટ આવે છે ? "
મીસીસ ડિસોઝા: જી, મેમ હમણાં તેમણે એક મોટો બંગલો નવો ખરીદ્યો છે જે અહીંથી થોડે દૂર છે એટલે તેમને ઓફિસે આવવાનું થોડું લેઈટ થઈ જાય છે તેવું તે મને કહેતા હતા. "
સાંવરી: ઓહ, આઈ સી.. યુ કેન ગો નાઉ.
મીસીસ ડિસોઝા: થેન્ક યુ મેમ.

મીસીસ ડિસોઝાની આ વાત સાંભળીને સાંવરીનું મગજ તો જાણે હલી ગયું અને તે વિચારમાં પડી ગઈ કે હવે આ દિવાકરભાઈનું શું કરવું ? પછી તેણે પોતાની સામે પોતાના ટેબલ ઉપર રાખેલા પાણીના ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને તેણે વિચાર્યું કે, મી. દિવાકરભાઈનો કેસ મારે શાંતિથી હેન્ડલ કરવો પડશે અને તેણે એક ઉંડો શ્વાસ લીધો. બસ આ બધું પૂરું થયું અને એટલામાં મીત આવ્યો અને તેની પાછળ ને પાછળ દિવાકરભાઈ આવ્યા જે આવીને તરત જ મીતસરને અને સાંવરીમેમને મળવા માટે તેમની કેબિનમાં આવ્યા.

દિવાકરભાઈ ઉંમરલાયક હતા અને ઓફિસના સૌથી જૂનામાં જૂના માણસ હતા એટલે મીત પોતાની ચેર ઉપરથી ઉભો થઈને તેમને પગે લાગ્યો અને સાંવરી પણ ઉભી થઈને તેમને પગે લાગી.

દિવાકરભાઈએ બંને ખૂબ સુખી થાય અને હંમેશા બંનેનું જોડુ સલામત રહે અને બંને ખૂબ ખુશ રહે તેવા આશીર્વાદ આપ્યા અને બંનેને પૈસાનું કવર પણ તે આપવા લાગ્યા પરંતુ મીતે અમે કોઈની પાસેથી કોઈ જ વ્યવહાર નથી લીધો તેમ જણાવ્યું અને તેમનું કવર તેમને પાછું આપ્યું.

દિવાકરભાઈ ઓફિસના સ્ટાફવતી પાર્ટીનું આયોજન કઈ જગ્યાએ કરીશું અને ક્યારે કરીશું તેમ મીતસરને પૂછવા લાગ્યા.

મીત પણ અત્યારે ફૂલ મૂડમાં હતો એટલે તેણે દિવાકરભાઈને પૂછ્યું કે, " ક્યારે રાખવી છે પાર્ટી અને ક્યાં રાખવી છે ? "
દિવાકરભાઈ: સર, તમે તો અહીંયા લંડનમાં રહેલા છો એટલે તમને અહીંની બધી ખબર જ છે ને કે કઈ જગ્યાનું ફૂડ સારું હોય છે અને પાર્ટી માટે કઈ જગ્યા સારી રહેશે આપ અને મેડમ જે જગ્યાએ કહો તે જગ્યા નક્કી કરી દઈએ. " અને પછી મીતે તેમને પૂછ્યું કે, " હોટલ ડાઉનટાઉન કેવી રહેશે ? "
દિવાકરભાઈ: જી, એ તો આપની ફેવરિટ જ છે ને અને જૂની અને જાણીતી પણ છે તો સારું રહેશે તો ત્યાં ગોઠવી દઈએ.
મીત: હા, તમે ત્યાં બધી વાતચીત કરીને ગોઠવી દો.

મીત અને સાંવરીની ગ્રાન્ડ મેરેજપાર્ટીનું આયોજન કરી દેવામાં આવ્યું. હવે પાર્ટી પછી સાંવરીની ઓફિસમાં નક્કી કોઈ ચોરી કરી રહ્યું છે તેવું સાંવરી વિચારી રહી છે તો તેની શોધ ચાલુ રહે છે કે નહિ અને ચાલુ રહે છે તો સાંવરી પોતાની આગવી સૂઝથી ચોરને પકડી શકે છે કે નહિ ? મીતે જે જાસૂસી ટીમ હાયર કરી છે તે સુજોયના ખૂનીને પકડી શકે છે કે નહિ ? સુજોયનો ખૂની પકડાઈ જાય પછી જેની મીતનો પીછો છોડે છે કે નહિ કે પછી તેને વળગેલી રહે છે ? જોઈએ આગળના ભાગમાં.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/3/24

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED