Prem Samaadhi - 51 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-51

પ્રેમ સમાધિ
પ્રકરણ-51


રામભાઉનાં મોબાઇલમાં રીંગ આવી અને તેઓ હેલો હેલો કરતાં બહાર નીકળી ગયાં. કાવ્યાને થયું પાપાએ એમનો નવો નંબર મને હજી કેમ આપ્યો નથી ? કંઇક તો કારણ હશે ને ? નારણકાકા સાથે ડુમ્મસ ગયાં છે એ તો ખબર પડી... પણ.. પાપા... એણે આગળ વિચાર કરવાનું માંડી વાળ્યું...
કાવ્યા રૂમમાં આવી... એણે જોયું કલરવ અને સુમન તો કલરવનાં રૂમમાં છે એ કલરવનાં રૂમ તરફ ગઇ દરવાજે નોક કર્યું અને બોલી “અંદર આવું ?”
સુમને જવાબ આપતાં કહ્યું “આવીજા અમારે કશું ખાનગી નથી બસ એમજ બેઠાં છીએ”. કાવ્યા દરવાજો ખોલીને અંદર ગઇ. કલરવ કાવ્યાની સામે જોઇ રહેલો. એનાં મનમાં ઘણાં પ્રશ્નો હતાં કાવ્યા અંગે એને જાણે ઘણું કહેવું હતું પોતાના માટે પણ એ શાંત રહ્યો હજી હમણાં ઓળખ થઇ છે આમ તરત કોઇનાં અંગતમાં ડોકીયું કરવું સારુ નહીં.. કે પોતાનું અંગત કંઇ કહેવું ના જોઇએ ભલે આકર્ષણનાં તીર ચાલ્યાં હોય...
કાવ્યાએ પૂછ્યું "કલરવ શું વિચારોમાં છે ? આમ નજર મારાં તરફ છે પણ મન તારું ક્યાંક બીજે વિહાર કરે છે.” કલરવ જાણે પકડાઇ ગયો હોય એમ થોડો ખચકાઇને બોલ્યો “ના... ના.. એવું કંઇ નથી.. પણ...”
સુમને કહ્યું "અરે યાર તમે લોકો બહું ઊંડી ઊંડી વાતો કરો છો સાચુ કહું ? મને તો કકડીને ભૂખ લાગી છે એમાંય ભાજીપાંઉ સાંભળ્યું ત્યારથી ક્યારે ખાઇ લઊં એવું થાય છે”. કાવ્યાએ સુમન સામે જોઇને કહ્યું “ભાઇ ઊભો રહે હું હમણાંજ પૂછી જોઊં છું જમવાનું તૈયાર છે કે કેમ ? ભૂખ તો મને પણ લાગી છે અને કલરવ બોલતો નથી પણ એનેય ભાજીપાંઉ ની ખાસ્સી ભૂખ છે”.
કલરવે હસતાં કહ્યું “સાચેજ ભૂખ છે એમાંય ભાજીપાંઉની સોડમ આવે છે મને... મોઢામાં પાણી આવી ગયું છે.” ત્યાં કાવ્યાએ ઇન્ટરકોમથી નીચે પૂછ્યું “રસોઇ તૈયાર છે ?” રેખાએ ફોન ઉપાડેલો અને બોલી “આવી જાવ તૈયાર છે. પાંઉ શેકાય છે ગરમ ગરમ જમીલો..” અને કાવ્યાએ ફોન મૂક્યો બોલી “ચલો.. ચલો તૈયાર છે જમી લઇએ પછી આખી રાત આપણીજ છે ને...” એમ બોલી કલરવ સામે જોયું....
કલરવે જોયું કાવ્યા બોલીને લૂચ્ચુ હસી રહી છે.. કલરવને આનંદ સાથે અંદરને અંદર કોઇ અગમ્ય ડર પણ લાગ્યો. એણે કહ્યું “ચાલો જમી લઇએ પછી વાતો કરીશું...”
સુમન અને કલરવ કાવ્યા સાથે નીચે આવી ડાઇનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં. રેખાએ રસોઇયાઓને ગરમ ગરમ ભાજીપાંઉ પીરસી લાવવા કહ્યું.
રસોઇયા સાથે સેવક ત્રણ મોટી ડીશમાં લાલ ચટ્ટાક રંગમાં તેલ બટરમા તરતાં ભાજીપાંઊ લાવ્યા.... ગરમ ગરમ એમાંથી એટલી સરસ સ્વાદીષ્ટ સોડમ આવી રહી હતી કલરવે કહ્યું “મારાં બન જરા કડક શેકીને આપજોને પ્લીઝ.” રેખાએ તરત એની ડીશમાંથી બન પાછાં લીધાં અને કીચનમાં લઇને જતી રહી..
ત્યાં સેવક ડુંગળી, ટામેટાં, કોબીજ બધાં લીલાં ઝીણાં ઝીણાં કાપેલાં લાવ્યો સાથે બાઉલમાં લાલ રસદાર તીખ્ખી ચટણી લાવ્યો.. રેખા વધુ શેકીને બન લાવી સાથે શેકેલાં મરીનાં પાપડ લઇ આવી....
સુમન બધુ જોઇને બોલ્યો “ભાઇ તૂટી પડો હવે તો જોવાતું નથી શરૂ કરીએ..”.. કલરવે હસતાં હસતાં બનનો ટુકડો કરી પાંઉ સાથે ભાજી ખાવા માંડી.. એણે મોઢામાં કોળીયો મૂકતાંજ કહ્યું “વાહ વાહ ખૂબ ટેસ્ટી છે વાહ મજા પડી ગઇ આતો ખાખીને ટક્કર મારે એવાં થયાં છે.”
કાવ્યા અને સુમન બંન્ને સાથે બોલી ઉઠ્યાં “હાં સાચેજ ખૂબજ સ્વાદીષ્ટ છે.. તડાકો છે વાહ મજા આવી ગઇ.” કલરવતો બોલ્યા વિનાં ખાવામાંજ પડી ગયો.
રેખા તો આ ત્રણેને ઝપાટાભેર જમતાં જોઇજ રહી પછી હસી પડી “ઓ હો હો.. એટલાં બધાં ભાવ્યાં છે ભાજીપાંઉ કે બસ ઝાપટેજ રાખો છો... વાહ આજે મહારાજનો વટ પડી ગયો.” કાવ્યાએ કહ્યું “મહારાજને થેંક્સ કહેજો. બહુ સ્વાદીષ્ટ છે” ત્યાં ભાઉ બહારથી અંદર આવ્યા બોલ્યાં... "છોકરાઓ જમવા બેસી ગયાં ને ? સારુ થયું ભાજીપાંઉ બરાબર છે ને ? મેં નવા અમારાં ખાસ શીપવાળા મહારાજ દિનેશભાઇને બનાવવા કહ્યું હતું...”
કલરવે કહ્યું “વાહ ખૂબજ સ્વાદીષ્ટ બનાવ્યા છે ભાજી સાથે આંગળીઓ ચાટી ખાઇ જઇએ એટલી સ્વાદીષ્ટ છે પછી એ થોડો ગંભીર થઇ ગયો બોલ્યો "ભાઉ દિનેશ મહારાજ ? મેં નામ સાંભળ્યું છે અમારાં જુનાગઢનાં છે મારી માં નાં મોઢે નામ સાંભળેલું છે અમારે ત્યાં કોઇ પ્રસંગમાં માઁ એ લાડુ બનાવવા બોલાવેલા એજ છે દિનેશ મહારાજ ?”
ભાઉએ રેખા સામે જોયું... રેખા સમજી ગઇ હોય એમ અંદર દોડી અને દિનેશ મહારાજનેજ બહાર લઇ આવી કલરવ ઉભો થઇ ગયો. રેખા અંદરથી એક આઘેડ ઊંમરનાં પુરુષ સાથે બહાર આવી એમણે ભાલે તિલક ગળામાં રુદ્રાક્ષની માળા ડીલે બંડી અને પંચીયુ પહેર્યું હતું કલરવ એમની પાસેજ પહોચી ગયો બોલ્યો “મહારાજ મને ઓળખ્યો ? હું શંકરનાથજીનો દિકરો કલરવ તમે મારાં ઘરે બહુ વખત પહેલાં લાડુ અને બીજી રસોઇ બનાવવા આવ્યાં હતાં. વખત થયો પણ હું તમને ઓળખી ગયો...”
દિનેશ મહારાજની આંખો પહોળી થઇ ગઇ એ બોલ્યાં “શંકરનો દીકરો છે તું ? હાં હાં તારી મંમી ઉમાબેન હું આવેલો ર મણનાં લાડુ બનાવેલાં સાથે ફુલવડી બટાકાનું શાક, ચણા, પુરી, ભજીયા...” બોલતાં બોલતાં એમનાં આંખમાં અશ્રુબિંદુ આવી ગયાં.. એણે સંકોચ છોડી કલરવને ગળે લગાવ્યો એનાં માથે હાથ હેતથી ફેરવીને કહ્યું. "દીકરા તારી સાથે ખૂબ ખોટું થયું છે ઇશ્વર એ કાળમુખાને માફ નહીં કરે.. પણ તારાં પાપા.....”
કલરવે કહ્યું “કાકા મારાં પાપા..”. ત્યાં ભાઉએ કહ્યું "તમે ઓળખી ગયાં... મહાદેવનાં સંતાનો જેવા ભેગા થયા એવાં લાગણીથી વરસી પડે.. બીજી વાતો છોડો ભાજીપાંઉ ખૂબ ભાવ્યા છે બધાને મહારાજ તમે...”
કલરવ પાછો ટેબલ પર આવી બેસી ગયો દિનેશ મહારાજે કહ્યું “દીકરા હું હમણાં અહીંજ છું આ વિજય શેઠની શીપ પર છું એમની સેવામાં પછી વાત કરીશું મારે પાછા શીપ પર જવાનું છે. ભાઉ હું તૈયાર થઇને નીકળું.. છોકરાઓ પેટ ભરીને જમજો..” એમણે અંગૂછાથી આંખો લૂછી અંદર ગયાં......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-52

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED