Featured Books
શ્રેણી
શેયર કરો

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 3

મારાં ફોન માં તેનાં મેસેજ નો જલ્દી Reply દઈ શકું એટલે મૈં અલગ જ notification tone રાખી હતી.

અને તરત જ ઘરે પહોંચતા એનો મેસેજ આવ્યો હતો.
હવે આગળ જોઈએ ચાલો શું થાય છે.

_____________________________________________
એનો મેસેજ હતો આજે આપણી પહેલી મુલાકાત હતી, પણ સાચે કહું તો મને એવું કશું લાગ્યું જ નહીં કે આપણે આ પહેલી વખત જ મળ્યા હતા.

આ મેસેજ વાંચતા જ જે લાગણીઓ હૈયે હતી તે આંગળી નાં ટેરવે આવી મારી લાગણીઓ ના શબ્દો લખવા માંડી, પણ ક્ષણો માં જ એક વિચાર સાથે અટકી ગઈ.

અને લખાયેલ શબ્દો હતા કે, "પ્રેમ માં તો ઘણાં ઘાયલ હસે, પણ કદાચ આ ચિરાગ ને ક્યાં ખબર હતી કે તેને પણ કોઈક તેને બેહાલ કરવા વાળું પણ છે."

કારણ કે આ અમારું પ્રેમ પગલું નહીં પરંતુ Parents પગલું હતું અમારી આ પહેલી મીટીગ ફક્ત અમારા બંને ની જીદ્દ ના કારણે રાખવામાં આવી હતી કે લગ્ન માટે એમ નેમ કોઈ પણ પગલું નહીં ભરાઈ પણ પછી ફોટો જોયા બાદ જેમ એક કવિ કે લેખક ને એની જિંદગી નું મકસદ મળી ગયું હોય તેમ માને આ ખૂબ જ પસંદ આવી ગઈ હતી અને મેં તો મન માં એમ જ વિચારી લીધું હતું કે જે છે હવે આ જ છે.


હવે હું થોભી ગયો લખતો લખતો, ત્યાં જ તેમનો મેસેજ આવ્યો કેમ લખતાં લખતાં થોભી ગયાં લેખકજી. અને પછી સ્માઇલ ની emoji.


મૈં લખ્યું, તમે પણ stalk કરવાનું ચાલું કરી જ દીધું એમ ને? પછી બંને એ સ્માઇલ કરી ઈમોજી થી.(Digital world)

હું વાતો કરતો જ હતો ત્યાં મારા મમ્મી મારા રૂમ પાસે આવ્યાં અને બોલ્યા કેવી ગયી મીટીગ રાજકુંવર કેવાં લાગ્યા અમને ગમેલાં રાજકુમારી?

હું પણ મસ્તી માં બોલ્યો રાજકુમારી whatsapp માં વાતો કરે છે અમ હજુ થોડું મળીને જાણવા માગીએ છીએ બંને એક્બીજાને.

ત્યાં મમ્મી બોલી લ્યો આને તો જોતું હતું તે મળી ગયું, પેલાં ભાઈબંધો દોસ્તારો ભેગો નાસ્તો કરવાં જતો હવે આ છોકરી ભેગો જશે, હા પણ એક વાત સાંભળી લેજે એને બોવ હેરાન કરતો નહીં કે મસ્તી કરતો નહીં અને તારા પેલા પંતર ભાઈબંધો ભેગો પણ નહિ જતો આને લઈને, અને એક વાત આ છોકરી મને અને તારા પપ્પા ને પસંદ આવી છે, તો હવે તારી જવાબદારી તારે શું કરવાનું છે, પણ આ વહુ તો આ જ જોશે, ખોટાં કંઈ નાટક કે રમત કરતો નહિ એમ કહીને નીચે રસોડાં માં જતાં જતાં કહે હવે એ રાજકુમારી ને કે જમાડી જાય નક્કર હું જમવાનું નહિ દવ જલ્દી નીચે ઉતરી ને જમી જા.

મેં કીધું મૈં બારે નાસ્તો કર્યો છે પેલી જોડે મને ભૂખ નથી, મારે નથી જમવું અત્યારે એમ કરી ને હું ઊભો થયો અને રૂમ નો દરવાજો બંધ કરી દીધો.

હવે તો તેની સાથે વાતો કરવાનું તો દરરોજ નું થય ગયું હતું. અમે બંને ખૂબ સારાં મિત્ર બની ગયાં હતાં પણ હજી મારે એટલો confidence નહોતો કે એનો જવાબ પૂછું કે શું વિચાર્યું તમે આપણાં ભવિષ્ય માટે.


અને ધીમે ધીમે 2 અઠવાડીયા પસાર થયા, ત્યાં તેનો જ મેસેજ આવ્યો, લેખક ને ચા પીવાની એપાઈન્ટમેન્ટ જોતી છે શું આ રવિવારે ચા પીવા આવશે લેખક.

અને તરત મેં લખી નાખ્યું doctor પાસે કોનું ચાલ્યું છે અને હું તો આમ ભી તમારો દિલ નો મરીઝ છું.