mari ane teni paheli mulakat - 1 books and stories free download online pdf in Gujarati

મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 1

તા. 26/7/2020

રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી...
અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ.

અને ત્યાં જ તો અચાનક ધબકારા વધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે ભગવાન એ બધી છોકરીઓ કરતાં તેને એમ બનાવેલ હતી કે જાણે આછા ગુલાબી તેના હોઠ, આછી ધઉંવણીઁ અને તેના કાળા એવા કેશ જેમાં તેને ગુલાબી હાઈલાઈટ અને થોડા એવાં કલીઁ વાળ સાથે એ અંદર પ્રવેશી અને ચિરાગને શોધવા લાગી.

આ બાજું પોતાની તૈયારીમાં મગ્ન ચિરાગ આમને જોતાં જ તૈની સુંદરતા માં ખોવાઈ ગયો અને આ બાજું પેલી તેની તરફ આગળ વધે છે અને તેની પાસે પહોંચે છે.

ત્યારબાદ ચિરાગે તૈયાર કરેલી બધી જ બાબત તેને જોતા જ આસમાને ચડીને વહેતી થઈ જાય છે.


આ બાજું તે પાસે આવીગઈ છે અને તેના મીઠ્ઠા-મધુર સ્વરે તે બાજુમાં આવીને પુછે છેઃ તમે જ ચિરાગ?


અને અહિંયા તેની સુંદરતામાં મંત્રમુગ્ધ થયેલો હું કહું છુંઃ હા હું જ ચિલાગ છું. (થોડો તોતડાઈ ગયો )

અને નિકી થોડી હસે છે.. અને કહે ધણું બધું બાબુ - સોના લાગે છે તમારે! ટોન્ટ મારતા કહ્યું.

"ના, એ તો તમારી સુંદરતા અજવાળાએ મારી બધી મહેનત પર પાણી ફેરી વેળ્યું અને થોડુંક જલદીમાં" એમ કહી હું પણ થોડો હસવા લાગ્યો.


પછી અમે બંને બેઠા આ અમારી સામાન્ય અને પહેલી જ મુલાકાત હતી તેથી અમે બંને સાધારણ તૈયાર થઈને જ આવેલા હતાં... પણ છતાં તે આછું બ્રાઉન કલરનો શટઁ, બ્લેક જીન્સ પેન્ટ વ્હાઈટ શુઝ અને તેની આછી ગુલાબી લિપસ્ટીક તેને વધુ મોહક બનાવી રહી હતી કદાચ આ એક ડેટ હોત એમ વિચારી જ રહ્યો હતો.

"શું આ એક પ્રેમીઓની ડેટ છે?" એમ તેને મને થોડા મજાકીયા રીતે પુછ્યું.


મે કહ્યું " જો તમે ઈચ્છો તો આ એક ડેટ જ છે, પણ તમને આવું કેમ લાગ્યું ?"

"ત્ય શું જુઓ પેલાં પોતાને આમ કોઈ માણસ કોઈ છોકરીને આવી જગ્યા એ મળવા ક્યારે બોલાવે અને તે પણ આવા હેન્ડશમ બોય થઈને" થોડીક સ્માઈલ સાથે.

"અરે આ તો મારું સિમ્પલ લુક છે અને તમે ક્યાં હેન્ડસમ બોય દેખાણો ? " મેં તરત જ વધુ વખાણ સાંભળવા સવાલ કયોઁ અને બીજું કારણ એ કે આ પહેલી વખત જ બનેલું કે કોઈક છોકરી એ મને આટલી નજાકતાંથી જાણ્યો હતો.

"જુઓ, આ પરફેક્ટ સેવ કરેલ Beard, બ્લેક જીન્સ અદે મારું જ જેવું મેચિંગ કરેલું ટીશટઁ અને વ્હાઈટ શુઝ " અને એ થોડી શાંત થઈ.

"અરે, આ તો મે તમને stalk ક્યાઁ હતા ને ઈન્સ્ટાગ્રામમાં તેમાં મને તમારો આ લુક ગમ્યો હો તો મેં પણ તેવા જ પહેરવાનું મન કરેલું પણ આપણે આ અહિંયા મેચ થશે તેવી ક્યાં ખબર જ રહેલી." મે તેમને જવાબ આપતા કહ્યું અને ત્યાં જ મે તેમને શું પીશું કોફીમાં એમ પુછ્યું.

"આજની ટ્રીટ હું આપીશ અને આવતી વખતે તમે આપી દેજો."નિકી બોલી અને તે મારા જવાબ ની રાહ જોતી આંખો તરફ આંખો મિલાવી રહી હતી.

" શું મને તમારી બીજી અપોઈન્ટમેન્ટ પણ મળી ગઈ?" મે ફલઁટ કરતાં કહ્યું.

"અપોઈન્ટમેન્ટ?" એને પુછ્યું, હા, હવે એક ડોક્ટર ને મળો એ અપોઈન્ટમેન્ટ જ કહેવાય.

"વાહ, આ પણ બધી ખબર છે... સરસ બહું જ જાણો છો મારા વિશે.. થોડુંક તમારું પણ જણાવો અમને." એમ કહ્યું ત્યાં તો અમારી ઓડઁર કરેલી કોફી આવી ગઈ.

"મે કહ્યું, આજની આ રંગીન સાંજ તો આપણી પુરી થઈ ગઈ પરતું આવતી વખતે મળીએ ત્યારે તમને મારા વિશે પણ જણાવીશ અને ..." મેં વાત અટકાવી.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED