પૃથ્વીની ક્ષિતિજ પર ભાસ્કરના કોમળ કિરણો સોનેરી રંગની ચાદર પાથરી ને ક્ષિતિજની સોભા વધારતા અને નયનરમ્ય દ્રશ્યો આકાર લેતી ક્ષિતિજ જાણે નવીનવેલી દુલ્હન જેવી સુંદર દેખાતી હતી. ઠંડકની ધીમી લહેર તો શાંત સુર-તાલ નાં પરીનીવેશ માં વિખેરાઈ ને વાતાવરણને સુંદર બનાવતી હતી. પંખીઓનો મીઠડો કલરવ ગનધર્વ સંગીતને પણ સર્માવે તેવો લાગતો હતો. કોઈ અગમ્ય દિવ્ય સ્પંદનો અનેક હૈયાઓ ને પુલકિત કરતા હતા. સુગંધી સમીર આણંદે હરખતાં હૈયે હરેક નાં હૈયાને આનંદથી ભરી દેતો હતો. સુસંસ્કૃત સ્પંદનો લહેરાઈ રહ્યાં હતા. ગાય નાં ધન અને બાંસુરી ની મીઠી સુરાવલીની મોહિની મોહિત કરતી હતી.
સવારના ૬:૦૦ વાગ્યા હતા. દીપ્તિ જલ્દીથી ફ્રેશ થઈને ઘરની બહાર નીકળી રોડ ક્રોસ કરીને સામેના ગાર્ડનમાં એક્સરસાઇઝ કરવા જતી રહી. દીપ્તિ યોગા નાં ક્લાસ ચલવતી હતી તે રોજ ઘણાં બધા લોકોને યોગા શીખવતી હતી. યોગ વિષે પણ તેની ધારણાં કંઇક જુદી હતી. તે માનતી હતી કે યોગ ફકત શારીરિક કે માનસિક કસરત નથી પણ અંતરના આવેગોને સ્થિર કરીને યોગ્ય દિશા આપીને અનંત તરફ જવાનો રસ્તો કન્ડારતી હતી. ધ્યાન(મેડિટેશન) એ તો દીપ્તિ નો ખૂબજ પ્રિય વિષય હતો. ધ્યાનની પ્રેક્ટિસ દીપ્તિ રોજ કરતી અને ધ્યાનમાં એટલે ઊંડે સુધી ઉતરી જતી કે અજુ બાજુ શું બની રહ્યું છે તે દીપ્તિ ને કંઈ ખ્યાલ રહેતો ન હતો. તે દરેકને ધ્યાન વિષે ખૂબજ સમજાવતી હતી. ધ્યાનના ફાયદા વિષે તો તે કલાકો સુધી ભાષનો આપતી. તેનું મન એટલું બધું સ્થિર હતું કે જાણે તરંગો વિનાનું શાંત સરોવર.
દીપ્તિ કસરત કરીને ઘરે આવી. નિત્ય કર્મોથી નિવૃત થઈ ને દીપ્તિ ડાઇનિંગ ટેબલ પાસે આવી. એ નો સવારનો નાસ્તો શાક રોટલી અને દાળ ભાત. તેને બ્રેડ બટર થી સખ્ત નફરત છે તે હંમેશા પૌષ્ટિક ખોરાક વધુ પસંદ કરે છે. તે થી તે હંમેશા બહાર નો નાસ્તો કે જમવાનું પસંદ કરતી નથી. દીપ્તિ પોતે શાકાહારી છે.
દીપ્તિ જમવાનું પોતેજ બનાવે છે. રસોઈમાં પણ દીપ્તિ ખુબજ હોશિયાર છે દીપ્તિ રોજ અવનવી વાનગીઓ બનાવે છે. દીપ્તિ એ ઘડિયાળ તરફ જોયું બરાબર ૧૦ થવા આવ્યા હતાં. દીપ્તિ તૈયાર થઈને પોતાની કારમાં બેસી ને કૉલેજ તરફ રવાના થઈ.
દીપ્તિ દેસાઈ MBC ARTS COLLEGE ની પ્રોફેસર છે. મનોવિજ્ઞાન તેનો પ્રિય વિષય છે. દીપ્તિ મેડમે મનોવિજ્ઞાન પર PhD. કર્યું છે. કોઈનાં પણ મનની વાત જાણી જવી એ દીપ્તિ મેડમ ને ગોડ ગિફ્ટ છે. પ્રોફેસર તો છે જ પણ સાથે કાઉન્સિલર પણ છે. દીપ્તિ મેડમ જ્યારે કૉલેજના પહેલાં વર્ષ માં હતી ત્યારથી જ તેને દૃતાપૂર્વક નિશ્ચય કર્યો હતો કે એ કોઈ પણ દિન દુઃખીયાં ની નિષ્કામ સેવા કરશે. અને એટલે જ તે જીંદગીના કોઈ પણ પ્રકારના બંધનમાં બંધાવા નહોતી માંગતી. કારણ કે, જો એ કોઈ પણ પ્રકારના બંધનમાં બંધાશે તો તે કોઈની પણ નિષ્કામ સેવા કરી શકશે નહીં. આ સત્ય હકીકત જાણીને તેને લગ્ન ન કરવા નો દૃઢ નિશ્ચય કર્યો હતો.
દીપ્તિ કોલેજની ગેલેરી માં ઉભી છે એટલે અચાનક જ દીપ્તિ નાં મોબાઈલની રીંગ વાગી "કેમ છો સરલા ?" દીપ્તિ એ હસીને પ્રશ્ન કર્યો.
"અરે દીપ્તિ તને કેમ છે ?" સરલા એ પણ સહાસ્ય સમો પ્રશ્ન કર્યો. "તું ક્યાં છે ? હું અને રવિ નીચે કેંતીનમાં બેઠા છીએ તું પણ આવ આપણે સાથે નાસ્તો કરીએ." સરલાએ દીપ્તિ ને આમંત્રણ આપ્યું.
"નાં મારો હમણાં મનોવિજ્ઞાનનો પીરીયડ છે એટલે હું નાં આવી શકું અને એમ પણ હું ક્યાં બજારુ ચીજો ખાઉં છું ?" દીપ્તિ એ ફોન કટ કર્યો.
દીપ્તિ ક્લાસરૂમ તરફ જાઈ છે. દીપ્તિ ક્લાસમાં પ્રવેશે છે. વિદ્યાર્થીઓને સંબોધન કરે છે "જુઓ હું મનોવિજ્ઞાન જેવા અગાધ વિષય ને સરળતાથી સમજાવવાની કોશિશ કરીશ." ક્લાસમાં પરમ શાંતિ છવાઈ ગઈ. વિદ્યાર્થીઓ શાંત ચિત્તે દીપ્તિ મેડમ ને સાંભળી રહ્યાં હતાં. "પહેલા તો એ જાણવાની જરૂર છે કે, મનોવિજ્ઞાન ખરેખર છે શું ? મનોવિજ્ઞાન એ આપણા મનનું વિજ્ઞાન છે માંનો કે અનંત વિચારોનો પ્રવાહ છે. આ ઊંડા અને અંતહીન વિચારોનો પ્રવાહ કે જે ક્યાંથી ઉદ્દભવે છે અને ક્યાંય અંતરના અગમ્ય ખૂણામાં વિલીન થઈ જાય છે તે શોધવાનો પ્રગલ્ભ પ્રયાસ આપને સાથે મળીને કરવાનો છે. મન અને પ્રાણ એ બંન્ને વચ્ચે ખુબજ ઘનિષ્ઠ સંબંધ છે. જ્યારે તમે શ્વાસ અંદર લો છો ત્યારે વિચાર ઉદ્દભવે છે અને જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે વિચાર અંતરના ઉંડાણમાં વિલીન થઈ જાય છે. મનોવિજ્ઞાન નાં ઊંડા રહસ્યોને જાણવા અને સમજવાનો સંપૂર્ણ પ્રયાસ વિદેશી મનોવૈજ્ઞાનિકો એ પણ કર્યો છે. જેમાં ફ્રોઈડ વૈજ્ઞાનિક નું નામ મોખરે છે. તેને ઘણાં બધાં લોકોને પ્રશ્નો પૂછીને આપણું મન કેવીરીતે કામ કરે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેને લોકોને પૂછવાના પ્રશ્નોનું લીસ્ટ બનાવ્યું હતું. તેમાં લોકોને ફ્રોઈડે મનને લાગતાં તલસ્પર્શી પ્રશ્નો પૂછ્યા હતાં. તેણે કેવાં પ્રશ્નો પૂછીયા હતા ? તે જાણવું ખૂબજ જરૂરી છે. પ્રશ્નો પૂછવા એ જિજ્ઞાસા નું પ્રતીક છે એટલે દરેક વ્યક્તિએ પ્રશ્નો તો પૂછવા જ જોઇએ.
૦૧) તમે સવારે જ્યારે ઊંઘ માંથી ઉઠો છો ત્યારે તમારા મનમાં કેવા વિચારો લઈને ઉઠો છો ?
૦૨) તમારો તમારા પાડોશીઓ સાથે કેવો સંબંધ છે ?
૦૩) તમે આ દુનિયાને કેવી દૃષ્ટિથી જુવો છો ?
૦૪) તમે તમારા કુટુંબ સાથે કેવું વર્તન કરો છો ?
૦૫) તમારી સાથે કોઈ અજુગતું વર્તન કરે ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હોય છે ?
૦૬) તમે તમારી જિંદગી એમ જ જીવ્યે જાવ છો ? કે પછી જીંદગી જીવવાનો કોઈ મકસદ પણ છે ?
૦૭) તમારી સામે કોઈ વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે તમારી પ્રતિક્રિયા કેવી હોય છે ?
૦૮) તમારો તમારા મિત્રો સાથે કેવો સંબંધ છે?
૦૯) તમને કદી પણ ગુસ્સો આવે છે ?
૧૦) તમને કોઈની ઇર્ષ્યા આવે છે ?
૧૧) મનના વિચારો તમારા પર હાવી થઈ જાય છે ત્યારે તમે શું કરો છો ?
૧૨) તમે પોતાને શું મનો છો ?
૧૩) તમે નાસ્તિક છો કે આસ્તિક ?
૧૪) તમને તમારી કોઈ મનગમતી વસ્તુ મળી જાય છે ત્યારે તમે શું કરો છો ?
૧૫) તમારા મનનું થતું નથી ત્યારે તમે શું કરો છો ?
૧૬) તમારી કોઈની પણ સાથે દુશ્મનાવટ છે ?
૧૭) તમે તમારું દુઃખ કોઈને કહો છો ખરાં ? કે પછી અંદરને અંદર ઘૂતાયા કરો છો ?
૧૮) તમે કોઈ પણ વ્યક્તિની નિંદા કરો છો ?
૧૯) તમને કોઈ પણ વ્યક્તિના વખાણ કરો છો ?
૨૦) તમે કોઈની પણ સાથે કેવું વર્તન કરો છો ?
૨૧) કોઈની પણ ભૂલથી તમારું નુકસાન થાઈ છે ત્યારે તમે શું કરો છો ?
૨૨) શું તમારાથી ક્યારે પણ ભૂલ થતી જ નથી ?
૨૩) તમારી ભૂલને લીધે શું તમે બીજાને દોષિત ઠેરવો છો ?
૨૪) તમે જ્યારે ગાર્ડનમાં ફરવા જાવ છો ત્યારે તમારી પ્રતિક્રિયા શું હોઈ છે ?
૨૫) તમને કેવા ચલચિત્રો અને નાટકો ગમે છે ?
૨૬) તમે ક્યારે પણ મનને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે ?
૨૭) તમે તમારી ઈચ્છા અને વાસના ને જીતવાનો પ્રયત્ન કર્યો છે ?
૨૮) તમે તમારા જીવનમાં હાસ્યને સ્થાન આપ્યુ છે ?
૨૯) જિંદગીમાં હાસ્ય હોવું જ જોઇએ એવું તમે માંનો છો ?
૩૦) તમે ક્યારે પણ ખડખડાટ હાસ્ય કર્યું છે ?
તમે આ પ્રકારનાં અનેક પ્રશ્નો પૂછીને મનોવિજ્ઞાનને લગતા રહસ્યોને જાણી શકો છો. આ રીતે તમે એક બીજાના અનુભવથી તમારી જિંદગીને બદલી શકો છો પણ શરત એટલી જ છે કે તમે વૈચારિક રીતે અને ભાવનાત્મક રીતે તટસ્થ હોવા જોઈએ. તમારું મન કોઈ પણ પ્રકારનાં પક્ષપાત વગર નિર્ણય લેતું હોવું જોઇએ. તમારા વિચારોનું અને સામેવાળાના વિચારોનાં દૃષ્ટિબિંદુ સાથેની સરખામણી કરીને નિર્ણય લેવાવો જોઇએ. તો જ તમે એક બીજાના વિચારોનો વિરોધાભાસ જાણી શકશો અને યોગ્ય નિર્ણય લઈ શકશો. પણ આ તો થયો વિચારોનો બાહ્ય નિર્ણય પણ અંતરના અનંત ઊંડાણમાં તરંગો વિનાનાં શાંત સરોવરને જો ધ્યાનમાં લેવામાં આવે તો બાહ્ય પરિસ્થિતિ કરતાં આંતરિક પરિસ્થિતિ દરેક વ્યક્તિની એક સરખી જ છે ત્યાં કોઈપણ પ્રકારનો પક્ષપાત નથી. પક્ષપાત ક્યારે હોઈ ? જ્યારે બે વ્યક્તિનો અહંકાર એક બીજા સાથે ટકરાઈ છે ત્યારે પક્ષપાત નાં વિરોધાભાસ નું સર્જન થાય છે. આ વિરોધાભાસો ને છિન્ન ભિન્ન કરવા પશ્ચિમના મનોવિજ્ઞાને ખૂબ જ અસરકારક ફાળો આપ્યો છે પણ ભારતીય દર્શન શાસ્ત્રોનો ફાળો પણ કંઈ નાનોસૂનો નથી. આધ્યાત્મિક, દાર્શનિક અને તંત્રશાસ્ત્ર એ જે અનુભવાત્મક નિર્ણયો આપ્યા છે તે કોઈ પણ તત્વજ્ઞાન કરતાં ઊંચા છે. ભારતીય સંસ્કૃતિનું જે તત્વજ્ઞાન છે તે અનેક અનુભવોની કસોટી પર ખરું ઉતરું છે અને આ ભારતીય તત્વજ્ઞાન ઘણું પુરાણું છે.
મનોવિજ્ઞાન નાં પાયાનાં મૂળિયાં છેક અનાડીકાળથી ભારતીય સંસ્કૃતિની માટીમાંથી ઉતરી આવ્યાં છે."
ક્લાસ પૂરો થયો. દીપ્તિ ઝડપથી નીચે સ્ટાફ રૂમમાં આવીને કેટલાક ઉપયોગી પેપર્સ જોવા લાગી અને ત્યાં સરલા પાછી દીપ્તિ ને ભટકાઈ,
"અરે દીપ્તિ શું ચાલે છે ? કાંઈ નવા જૂની ? સરલાએ સહજ પ્રશ્ન કર્યો.
"કંઈ પણ નહીં" દીપ્તિ એ ટુંકો જવાબ આપ્યો.
"કેમ બસ એટલો જ જવાબ ? દીપ્તિ તું હવે બદલાયેલી લાગે છે. હવે કંઈ વધારે વાત નથી કરતી ? શું છે તારા મનમાં તે મને કહીશ ? જો હું તારી મિત્ર છું એટલે તરે મને બધીજ વાત કરવી જોઈએ તું એમને એમ મનમાં ઘૂંટાય ન કર. હું તને મદદ કરીશ. પણ પહેલા તું મને વાત કહેતો ખરી." સરલાએ દીપ્તિ ને સમજાવતા કહ્યું.
દીપ્તિ નાં મુખારવિંદ પર રહસ્યની રેખા ઊપસી આવી
"જો સરલા મારા મનમાં એવું કશુંક છે નહીં. હું હવેથી વધારે પંચાતમાં પડી ને મારો ખોટો સમય બગાડવા માંગતી નથી." દીપ્તિ એ સરલાને સરળતાથી સમજાવી દીધું
"ચાલ સરલા હવે હું ઘરે જાઉં છું" દીપ્તિ એ ઊભા થતાં કહ્યુ.
"હવે ફરીથી ક્યારે મળીશ ?" સરલાએ પૂછ્યું.
દીપ્તિ એ સહાસ્ય કહ્યું "કાલે અહીં જ "
દીપ્તિ ઘરે આવી ત્યારે ઘડિયાળમાં સાંજના ૬ થવા આવ્યા હતા. ચા પીને ફ્રેશ થઈ ને દીપ્તિ બુક વાંચવા બેઠી બુકનું નામ હતું "શ્રી રામકૃષ્ણ પરમહંસ નું જીવનચરિત્ર" દીપ્તિ વાંચવામાં એટલી બધી મશગુલ થઈ જતી કે બહાર શું બની રહ્યું છે તેની તેને કંઈ ખબર જ નહોતી પડતી. ડોરબેલ રણકવા નો અવાજ દીપ્તિ નાં કર્ણ નાં પડદા સાથે અથડાયો. દીપ્તિ સફાળી ઊભી થઈ જાણે કે કોઈ સ્વપ્નાં માંથી જાગી હોઈ. બારણું ઉગાડયું તો સામે "ડૉ. સ્વપ્નિલ શાહ" દીપ્તિ એ ખુબજ ઉમળકાથી આવકાર આપ્યો. ડોક્ટર લગભગ ૬૦ વર્ષના લાગતાં હતાં. સફેદ વાળ દાઢી ફ્રેન્ચ જેવી, લંબાઈ પણ ખાસ્સી હતી પણ તેમના ચહેરા પર આનંદનું સામ્રાજ્ય ફેલાયેલું હતું અને એજ વ્યક્તિત્વથી તેઓ ચમકતા હતાં.
"અરે દીપ્તિ શું કરે છે તું ?" ડોક્ટરે સહજ પ્રશ્ન કર્યો.
"હું હમણાં "શ્રી રામકૃષ્ણ પરમહંસ નું જીવનચરિત્ર" વાંચું છું." દીપ્તિ એ સહજ જવાબ આપ્યો.
"ઘણું જ સરસ "શ્રી રામકૃષ્ણ પરમહંસ" ભારતીય સંસ્કૃતિના અનુભવની વિશાળ પ્રતિકૃતિ. માં કાળી ની દિવ્ય પ્રેમાળ ફલશ્રુતિ.શ્રી રામકૃષ્ણ પરમહંસે ધર્મ અને અધયાત્મ ને સમજાવવા માટે જન્મ ધારણ કર્યો અને તેમણે સમજાવ્યું કે ધર્મ અને અધયાત્મ એ બેવ અલગ વિષય છે. ધર્મ એ વ્યક્તિઓના અલગ અલગ વિચારોનો સમૂહ છે જ્યારે અધયાત્મ દરેક વ્યક્તિના અંતરના ઉંડાણમાંથી ઝળહળતો દિવ્ય પ્રકાશ છે. પૂર્વ હોય કે પશ્ચિમ અધયાત્મ નું જે સનાતન સત્ય છે તે તો એક જ છે." ડોક્ટરે કહ્યું.
દીપ્તિ એ પણ વિસ્તૃત અનુભવ આલેખ્યો "શ્રી રામકૃષ્ણ પરમહંસ જ એક એવા પ્રતિભાશાળી સંત છે કે જેણે હિન્દુ, મુસ્લિમ, ક્રિસ્ટી જેવા દરેક ધર્મોની સાધના કરી અને દરેક ધર્મોમાં જઈને જોઈ લીધું કે દિવ્ય તત્વ તો એક જ છે જેને દરેક ધર્મો અલગ અલગ નામથી પુકારે છે. આ જ દિવ્ય તત્વ જ્યારે આ પૃથ્વી પર કાંઈ જ ન હતું ત્યારે પણ આ દિવ્ય તત્વ નું અસ્તિત્વ હતું જ, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે એટલે જ્યારે પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે વાતાવરણની સર્જકતમાં
પૃથ્વીના શાંત ફળક પર નીરવ ધ્વનિના સ્પંદનો એકાકાર થઈને અનંત વ્યોમમાં વિખેરાઈ ગયા હતા. પ્રભાતના પ્રકાશિત તરલ બિંદુઓમાં પણ કંઈ પણ દૃષ્ટિગોચર થતું ન હતું. સર્વત્ર પરમોચ્ય શાંતિ એકાકાર થતી દૂર ક્ષિતિજમાં સમાઈ જતી હતી. ઘોર અંધકારમાં પણ કાલી ડીબાંગ રાત્રિની મખમલી ની કોમળ સૈયાં પર દૂર દૂર સુધી અદ્રશ્ય એકલતા સ્પર્શ કરતી હતી. પણ કોઈ એવી દિવ્ય શુભ ઘડીએ સ્પંદિત થતો અવાજ પૃથ્વીના કણકણમાં પ્રજ્વલિત થયો. સૂનકાર નાં ગહન પેટાળમાં એક રણકો થયો અને પૃથ્વીમાં અનંત દિવ્ય સંગીતના શુરો રેલાઈ ગયા. દિવ્ય પ્રેમનાં સંગીતની ગંગા જમુના એક અગમ્ય આકાશમાંથી વર્ષી રહી હતી." દીપ્તિ એ પોતાના મનમાં પ્રસ્ફુરિત થતાં દિવ્ય તરંગોને ચિત્રિત કર્યા. દીપ્તિ અંતરની અનંત દિવ્યાત્મકતામાં ખોવાઈ ગઈ. અનંતની અનંનતાઈ માં એકાકાર થઈ ગઈ.
"હાં દીપ્તિ આ પૃથ્વીની ભૌતિકતા માં દિવ્યત્વ નું એકાકાર થવું એ સમગ્ર વિશ્વની વિરલ ધટના છે અને આ ભૌતિકતા એ દિવ્યત્વ નો રંગમંચ છે જેની પર આ દિવ્યત્વ અનેક પ્રકારના નાટકો કરે છે તે આપણે ભૌતિકતા માં જોઈ શકીએ છીએ. આપણે તો માત્ર અલગ અલગ નાટકોના પાત્રો છીએ જે ભૌતિક જીંદગીના રંગમંચ પર ફક્ત અભિનય કરવા આવ્યા છીએ એટલે જ આ દુનિયા રંગભૂમિ છે, આપણે અલગ અલગ પાત્રો છીએ અને જે દિવ્યત્વ છે તે દિગ્દર્શક છે. આ દિગ્દર્શક જેમ નચાવે છે તેમ જ આપણે નાચી એ છીએ. આપણે તો માત્ર ચિઠ્ઠીના ચાકર છીએ. બધું જ કરવા અને કરાવવાવાલું તો દિવ્યત્વ જ છે. આ સનાતન સત્ય હકીકત સમજવી ખૂબજ જરૂરી છે. આપણે આ જ દિવ્યત્વ નો અનુભવ કરવાનો છે અને આ જ દિવ્યત્વ નો સાક્ષાત્કાર કરવા નો છે. ચાલ હવે હું રજા લઉં છું શુભ રાત્રિ દીપ્તિ."