નો ગર્લ્સ અલાઉડ - ભાગ 31 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 31



" આદિત્ય ક્યાં છે તું? મારે તને એક જરૂરી વાત શેર કરવી છે.."

" મારે પણ તને અર્જન્ટ મળવું છે..."

" ઓકે તો આપણે દસ મિનિટમાં કોફી શોપ પર મળીએ..."

અનન્યા અને આદિત્યે ફોન દ્વારા કોફી શોપમાં મળવાનું ગોઠવી દીધું. આદિત્ય સમય પહેલા જ ઘરેથી અનન્યા સાથે વાત કરતો નીકળી ગયો. જે વાત કાવ્યા એ ચોરીચૂપે સાંભળી લીધી હતી.

કોફી શોપમાં અનન્યા એ આદિત્યને કહ્યું.
" આદિત્ય આ વીડિયો કોણે શૂટ કર્યો હશે? તને ખબર છે મારા ઘરમાં આ વીડિયોના લીધે મહાભારત થતાં થતાં બચી..મારા પપ્પા મને સમજે છે એટલે કઈ પ્રોબ્લેમ નથી થયો..નહિતર મારું તો ઘરેથી નીકળવાનું જ બંધ કરી દેત..."

" મારી તો તારા કરતાં વધારે પ્રોબ્લેમ ક્રિયેટ થઈ છે.. પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઇફમાં આ વીડિયો એ તો આગ લગાડી દીધી છે..." આદિત્યે ગુસ્સામાં ટેબલ પર મુક્કો મારતા કહ્યું.

થોડીવારમાં કોફી ટેબલ પર આવતા બંને એ શાંત મને કોફીનો આનંદ લીધો. પરંતુ કોફીનો મગ પૂર્ણ થાય એ પહેલા જ કાવ્યા ત્યાં પહોંચી ગઈ.

" કાવ્યા તું અહીંયા?" કાવ્યાને જોતા જ આદિત્યે આશ્ચર્ય સાથે કહ્યું.

" આ સવાલ તો મારો હોવો જોઈએ, ઓફિસની જગ્યાએ તમે અહીંયા શું કરો છો ? અને આ છોકરી...અનન્યા એમ આઈ રાઈટ?"

" યસ... નાઈસ ટુ મીટ યુ...." અનન્યા એ ઉભા થઈને કાવ્યા સાથે હાથ મિલાવ્યો.


" મેં આવીને તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને?" કાવ્યા એ અનન્યાના નજીકના ટેબલ પર બેસીને કહ્યું.

આદિત્યે હા અને અનન્યા એ ના એકસાથે કહ્યું. કાવ્યા આદિત્ય અને અનન્યાની આ કેમેસ્ત્રી જોઈને એન્જોય કરી રહી હતી.

" એ બઘું છોડ તું મારો પીછો કરતી કરતી અહીંયા આવી છે ને?"

" લો બોલો... સવાર સવારમાં હું મારી ફ્રેન્ડ સાથે પણ ન મળી શકું?"

" અનન્યા તું કાવ્યાને ઓળખે છે?"

અનન્યાને પણ કાવ્યાની વાત અજીબ લાગી. કારણ કે તે કાવ્યાને પ્રથમ વખત જ મળી રહી હતી.

" અરે, હું અનન્યાની વાત નથી કરી રહી..હું તો મયુરીની વાત કરું છું..જે આ કોફી શોપની ઓનર છે...લાગે છે એ હજી પહોંચી નથી..." આસપાસ નજર કરતા કાવ્યા એ કહ્યું.

કાવ્યા અને અનન્યા પોતાની વાતોમાં વળગ્યા ત્યારે આદિત્યને ઓફિસમાંથી ફોન આવ્યો.

" હેલો સર...તમારે અરજેંટ ઓફીસે આવવું પડશે?"

" પણ કેમ?"

" દીક્ષિત પટેલ તમારી સાથે અત્યારે જ મીટીંગ કરવા માંગે છે.."

" પણ મિટિંગનો સમય તો દસ વાગ્યેનો નક્કી કરેલો છે ને?"

" હા સર, પણ એમને અચાનક દિલ્હીની ફલાઇટ પકડવાની છે જે અગિયાર વાગ્યાની છે...એટલે તે સાહેબ અત્યારે જ તમને મળવા માંગે છે..."

" ઓકે તું એમને બેસાડી રાખ હું જસ્ટ પાંચ મિનિટમાં પહોંચું છું..."

" ઓકે સર..."

આદિત્ય ટેબલ પર પડેલી કારની ચાવી લેતો બોલ્યો. " અનન્યા, કાવ્યા... મારે અત્યારે જ ઓફીસે જવું પડશે..તમે કોફી એન્જોય કરો...હું નીકળું છું..."

" અરે પણ આદિત્ય..." અનન્યા નામ સાથે જ અટકી ગઈ.

આદિત્યના જતા જ અનન્યા પણ નીકળવાની તૈયારી બતાવી રહી હતી પણ કાવ્યા એ એને રોકી અને થોડોક સમય બેસવા માટે કહ્યું.

" તમે મનાલીમાં ખૂબ એન્જોય કર્યું હશે નહિ?" કાવ્યા બોલી.

" એન્જોય...અરે ખાક એન્જોય કર્યું તે જોયું નહિ કોઈ લફંગા એ વિડિયો રેકોર્ડીંગ કરીને અમારો ડાન્સ વાઇરલ કરી દીધો..એક વખત એ મારા હાથમાં આવી જાય ને તો એને તો હું.."

" અરે અરે... તું તો ખૂબ હિંમતવાન નીકળી..."

" આજના સમયમાં હિંમતવાન રહેવું પડે નહિતર આ પુરુષપ્રધાન સમાજમાં આપણું તો જીવવું મુશ્કેલ કરી દે એમ છે..."

કાવ્યાને અનન્યાની આ વાત સીધી દિલ પર લાગી. આવી વિચારધારા અને હિંમતવાન છોકરી એમને આ પહેલા ક્યારેય જોઈ નહોતી.

" આઈ નો... મેં કાલે જ એ વિડિયો જોયો...મને તો એ વિડિયો જોઈને ખૂબ હસવું આવ્યું હો.." કાવ્યા ત્યાં જ હસી
પડી.

" કેમ?"

" અરે તને નથી ખબર મારા ભાઈને છોકરીથી એલર્જી છે એલર્જી..."

" હા... મેં પણ નોટિસ કર્યું પણ મને એ નથી સમજાતું કે આદિત્યને છોકરી પ્રત્યે આટલી નફરત કેમ છે?"

કાવ્યા બે ઘડી શાંત થઈને વિચારવા લાગી. તેણે મનમાં ને મનમાં કહ્યું. ' શું મારે આદિત્યનું પાસ્ટ કહી દેવું જોઈએ...નહિ નહિ...આદિત્યને ખબર પડશે તો એ ખૂબ ગુસ્સે થશે...પણ અનન્યા સારી છોકરી છે સમજદાર પણ લાગે છે...શું કરું કહી દવ...'

કાવ્યાને આટલા વિચાર કરતા જોઈ અનન્યા એ કાવ્યાના હાથને હલાવતા કહ્યું. " કાવ્યા ક્યાં ખોવાઈ ગઈ?"

કાવ્યા વિચારોમાંથી પરત ફરી. " ક્યાંય નહિ...તું આદિત્યને છોડને મનાલીના ફોટા પાડ્યા કે નહિ...મને તો ખૂબ ઈચ્છા હતી આવવાની પણ આદિત્યે મને આવવા જ ન દીધી..."

અનન્યાના સવાલને ટાળીને કાવ્યા એ જે રીતે વાતને બદલી હતી એ પરથી અનન્યાને સાફ થઈ ગયું હતું કે આદિત્ય સાથે ભૂતકાળમાં જરૂર કઈક ઘટના બની છે.

પ્રિયાનો કંપનીમાં સેક્રેટરી તરીકે પહેલો દિવસ હતો. આકાશ એમને બધા જરૂરી સ્ટાફ સાથે મુલાકાત કરાવી રહ્યો હતો. એક પછી એક બધા સ્ટાફ સાથે મુલાકાત કરાવ્યા બાદ પ્રિયા અને આકાશ ઓફીસે બેસ્યા.

" સર, કાલે જે અહીંયા મેડમ બેઠા હતા એ?"

" એ આપણા કંપનીની કો ફાઉન્ડર છે અનન્યા શર્મા...."
આકાશે મનમાં કહ્યું. ' અનન્યાને આજે કેમ લેટ થઈ ગયું?' તેણે ઘડિયાળમાં નજર નાખી અને અનન્યાને કોલ કર્યો.

અનન્યા કાવ્યાને પોતાના ફોનમાં પાડેલા ફોટા દેખાડી રહી હતી. જેથી ફોન કાવ્યાના હાથમાં હતો. આકાશનો કોલ આવતા કાવ્યાએ જ ફોન રિસિવ કરતા કહ્યું. " હેલો કોણ?"
અનન્યા એ દૂરથી પોતાનો ફોન લેવાની કોશિશ કરી પરંતુ કાવ્યા એ અનન્યાને ફોન ન આપીને વાત કરવા લાગી.

" તમે કોણ?" અજાણ્યો અવાજ કાને પડતા આકાશે કહ્યું.

" હું કાવ્યા... અને તમારી તારીફ?"

અનન્યા એ આખરે ફોન છીનવી લીધો અને કહ્યું. " આકાશ..."

" અનન્યા આ હમણાં મારી સાથે કોણ વાત કરી રહ્યું હતું?"

" એ કાવ્યા..છે આદિત્યની સિસ્ટર..."

આદિત્યનું નામ સાંભળતા જ આકાશ ક્રોધથી ભરાઈ ઉઠ્યો. તે મનમાં બોલ્યો.' મિન્સ અનન્યા હવે આદિત્યના ફેમિલી સાથે પણ ભળવા લાગી...'


" અનન્યા હમણાં જ ઓફીસે આવ.. મારે તારું અર્જન્ટ કામ છે...." ગુસ્સે થઈને આકાશે કહ્યું.

" ચલ કાવ્યા હવે મારે નીકળવું પડશે....આપણે પછી કોઈ દિવસ સમય લઈને મળીએ..." અનન્યા એ કાવ્યા સાથે નંબર એક્સચેન્જ કર્યો અને ઓફીસે જવા નીકળી ગઈ.

અનન્યાને ઓફીસે પહોંચતા પંદર મિનીટ જેટલો સમય લાગ્યો અને આ સમય સુધીમાં આકાશની ઓફીસે પણ અનન્યા અને આદિત્યનો વિડીયો વાઇરલ થઈ ચૂક્યો હતો. કંપનીના દરેક સ્ટાફે આ વીડિયો જોઈ લીધો હતો. જેથી દરેકના મુખે બસ અનન્યા અને આદિત્યનું જ નામ સાંભળવા મળી રહ્યું હતું. કેટલાક હસી રહ્યા હતા તો કેટલાક અનન્યાના ચરિત્ર પર આંગળી કરી રહ્યા હતા. આકાશે જ્યારે આ વીડિયો જોયો ત્યારે એમના પગ તળે જમીન જ ખસકી ગઈ હતી. અનન્યા પ્રત્યે એમની જે ઈજ્જત અને પ્રેમ હતો એ એક જટકે છુમંતર થઇ ગયો. આકાશને મનથી ઉદાસ અને હારેલો જોઈ પ્રિયાને આકાશને પોતાના વશમાં કરવાનો સારો એવો મોકો જણાયો. તે વધુને વધુ આકાશની નજીક આવીને સહારો દેવા લાગી.

પ્રિયા શા માટે આકાશની વધુ નજીક આવી રહી હતી? એમનો આશય શું હતો? શું આકાશ પ્રિયાના ઈરાદાને જાણી શકશે ? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ