સાટા - પેટા - 3 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સાટા - પેટા - 3

ધૂનમાં જ કનુભા ઘોડા ને રેવાલ ચાલે સીમ તરફ દોડાવી રહ્યો હતો .રસ્તામાં જ સામે જીવા ભોપા ને આવતા જોઈને તેણે ઘોડાનું ચોકડુ ખેંચી, ઘોડાની ચાલ ધીમી કરી ."એ રામ... રામ..! નાના દરબાર, રામ ..રામ..! ભોપાએ થોડા અંતરેથી જ બૂમ પાડી .
"રામ.. રામ..!ભોપાબા ,રામ..રામ ...!અત્યાર ના પોર માં કેણી કોર થી વળ્યા ? પાસે આવતા જ કનુભા ઘોડા ઉપરથી નીચે ઉતરતાં બોલ્યો.
"ગયો તો હતો વાડીવાળા ખેતરે ..! ને એક ક્ષણ રહીને ભોપાએ આગળ ઉમેર્યું ."આજ માતાએ સવારમાં શુકનમાં જ કીધું હતું, કે' નક્કી આજે નાના દરબાર નો ભેટો થશે જ..! "એમ, કેમ કંઈ ખાસ કામ હતું ? ભોપા દ્વારા માતાએ પોતાની યાદ કરાવ્યો હોવાથી કનુભા ઉત્સાહથી બોલ્યો .
"કામ તો ખાસ હતું જ ને. ! ભોપાએ આજુબાજુ નજર નાખીને ઉમેર્યું ."આમ રસ્તાની એક બાજુ આવો, એટલે વાત કરું "બંને જણ ધોરી રસ્તાની થોડા એક બાજુ ગયા એટલે ભોપા એ વાતની શરૂઆત કરી ."પેલા લીમડાના બે સૂકાં ઠૂંઠાં દેખાય છે તે જોયાં ? કહીને પાળ ઉપરનાં લીમડાનાં બે સૂકાં ઠૂંઠાં તરફ ભોપાએ આંગળી ચીંધી ભોપો શું કહેવા માંગે છે તેની કનુભા ને કઈ સમજ ન પડી. છતાં માથું હલાવીને તેમણે હોંકારો ભર્યો. ભોપાએ આંખો ઝીણી કરીને વાત આગળ ચલાવી," એ, બેય ઠૂંઠાં માથે મેં મૂઠ નાખી હતી .અને ક્ષણિક અટકીને ચહેરો કઠોર કર્યો. ને પછી ગંભીર સાદે ભોપો બોલ્યા." ને જો ધારુ તો, માણસ ઉપર પણ મૂઠ નાખીને એમ જ સુકવી શકું છું ..! એ તો તમને ખબર છે ને ? ને ભોપાનું આ રૂપ જોઈને ગામમાં માથાભારે ગણાતો કનુભા પણ ,એક ક્ષણ તો ડરી ગયો. ભોપો ધારે તો ,ગમે તેના માથે મૂઠ નાખી શકે છે, તેની આખા ગામને ખબર હતી. તેમાં કંઇ નવું શું હતું .તો પછી એ પોતાને જણાવવાની ભોપાને શું જરૂર પડી ? કે પછી પોતાની કોઈ ભૂલ -- '
"પે'લું કાલ વાળુ છોકરું ને કેજો કે, હવે પછી દેવની વાતમાં વચ્ચે ક્યાંય ન પડે. નકે પછી ભોપા ને --'
ભોપાએ એ વાક્ય અધૂરું છોડી દીધું. ને હવે જ કનુભા ને ખ્યાલ આવ્યો, કે ભોપો કાલે રમેલમાં સામજી જોડે થયેલ જીભા જોડી ની વાત કરી રહ્યા છે.કનુભાને કોઠે ટાઢક થઈ અને તે બોલ્યો." પેલા,સામજીડાને, ને ? ને ક્ષણેક અટકીને આગળ ઉમેર્યું ."એ તો ભોપા બા,તમારી અને પંચની થોડી મને શરમ નડી હતી.ન કે 'હિંમત છે કે તમારા સામે એ એક શબ્દ પણ બોલે ? મને તો ત્યાં જ ઝૂડી નાખવાનો વિચાર આવ્યો હતો.
"ના ના ,દરબાર, આપણાથી એવું ગરીબ -ધાધુડુ ને તે વળી મરાતું હશે ? પણ એને એટલી ચેતવણી તો આપી જ દેજો, કે' હવે પછી દેવથાનાની બાબતમાં ,ક્યાંય વચ્ચે માથું ન મારે . ન કે'પછી પાછળથી મને કંઈ કહેતા નહીં કહીને જીવો ભોપો કનુભાના મોં સામે જોઈ રહ્યા.
ભોપાની વાત સાંભળી કનુભા કેટલોક સમય મનમાં કંઈક વિચાર ગોઠવતો રહ્યો. ને કંઈક સૂઝ્યું હોય તેમ ઉત્સાહ થી બોલ્યો." એને કંઈ કહેવું એના કરતાં એમ જ કરો ને, એ શામજીડા માથે સીધી મૂઠ જ નાખી દો ને ? એને પણ ખબર પડે કે દેવથાના સામે પડવાથી શું પરિણામ આવે છે તે ..! જીવા ભોપાએ મોં ઉપર ગંભીરતા ધારણ કરી લીધી અને ઘેરા સાદે બોલ્યા." નાના દરબાર, તમે તો જાણો છો કે, તેને મૂઠ મારું તો સવાર સુધીમાં સૂકવીને ,લાકડું કરી નાખું .ને ફરી પાછી બીજી જ પળે તેમના શબ્દોમાં સામજી પ્રત્યે દયા તરી આવી . "એવાં છોકરાંની વાદે આપણાથી થોડું ને એવું નાના પેટ વાળું થવાય છે ? "
પરંતુ ખરું પૂછો તો અંદર ખાનેથી તો જીવા ભોપાનેય પોતાની સામે બોલો ત્યારથી,આ જમ જેવા શામજીનો ડર લાગતો હતો. અરે આ આખી રાત ભોપો એ ચિંતામાં સૂઈ શક્યા ન હતા .અને આ શામજીને ઉગતા જ કાબુમાં કેવી રીતે કરવો તેના જ વિચાર કરતા રહ્યા હતા. ઘણા બધા મનોમંથનના અંતે તેમણે મનમાં નક્કી કર્યું હતું કે આ શામજીને બળથી નહીં પરંતુ કળથી કનુભા દ્વારા પોતાની સામે અવાજ ઉઠાવતો બંધ કરી દેવો .જો એ શામજી મરણીયો થાય ને પોતાની બાજી ઉઘાડી કરી નાખે તો આખી જિંદગીની બનેલી- બનાવેલી કારકિર્દી ધૂળમાં મળી જાય .પોતાને મૌન જોઈ કનુભા ને કંઈક શક પડશે એમ ધારી ભોપાએ ઝડપથી વાત આગળ વધારી ."આ તો દયા આવે છે એટલે કહું છું ,ફક્ત એક વખત તમે એને ટોકી જુઓ, નહીં તો આખરે મૂઠ તો છે જ ને !"
"તમે એ બધું હવે મારા માથે છોડીદો ભોપાબા ,હવે હું અને એ ! કનુભા પોતાની નાની મૂછોને વળ આપતા ગર્વથી બોલ્યો. ભોપાએ જોયું કે પોતાની વાતની કનુભા ઉપર ધારી અસર થઈ છે તેથી તેમણે આજુબાજુ જોઈને ઉમેર્યું." જોજો દરબાર, આ વાતની મોટા બાપુને કે ગામના કોઈને ખબર ના પડે, ને પછી ક્ષણેક રહીને આગળ ઉમેર્યું "ને આ ભોપાને લાયક કોઈ પણ કામ હોય તો, અડધી રાતે ભળાવજો ,જો 'મડુ (શબ) બેઠું ન કરી આપું ,તો મારું નામ જીવો ભોપો નહીં. "ત્યારબાદ બંને છૂટા પડ્યા. કનુભા એ ઘોડાનુ ચોકડુ પકડીને લોડાને પોતાના ખેતરની દિશાને બદલે ,શામજીના ખેતરની વાટ તરફ વાળ્યો .ઘર તરફ ડગલાં ભરતાં- ભરતાં ભોપો મનમાં જ મુસ્કુરાઈ રહ્યા હતા. જ્યારે ઘોડા ઉપર સવારી કરી આગળ વધી રહેલ કનુભા, શામજી થી ઝઘડાની કેવી રીતે શરૂઆત કરવી એને ફક્ત ધમકીજ આપીને છોડી દેવો, કે બરાબર નો ઠમઠોરવો વગેરે ગોઠવણ મનમાં કરી રહ્યો હતો .ઘોડો રેવાલ ચાલે શામજીના ખેતર પાસે ક્યારે પહોંચી ગયો તેની તેને ખબર પણ ન રહી .ને કનુભા એ ચોકડુ તાણી ને ઘોડાને ઉભો રાખ્યો. ને ઘોડાની ઉપર બેઠાં- બેઠાં થોરની વાડ ઉપરથી ખેતરમાં નજર દોડાવી,ને મોટા સાદે બૂમ પાડી. "શામજી.. એ ...શામજી..ડા ..! પોતાના ખેતરમાં ચાર લઈ રહેલ શામજી ઉભો થતાં બોલ્યો ."એ..કોણ છે... એ ..?વાડની પેલી બાજુ માર્ગમાં, ઘોડા ઉપર બેઠેલા કનુભા ને જોઈને બોલ્યો "ઓહો ..હો. નાના દરબાર તમે છો...? કેમ કંઈ અચાનક ભૂલા પડ્યા..? લ્યો ..આવો આવો ..!"
"ભૂલો નથી પડ્યો ,ચહીને તારીજ પાસે આવ્યો છું . કનુભા ના ચહેરા અને શબ્દો બંનેમાં રોષ હતો.
" તે ભલેને ચહીને આયા, પણ ઘોડા ઉપરથી નીચા તો ઉતરો." શામજીના ચહેરા ઉપર તો એ જ હાસ્ય ચાલુ હતું "નીચે ઉતરીને વાત કરે એવું, તમે 'કાફરો' રાખો ત્યારે ને ? કાફર' શબ્દ શામજીને મનમાં ખટકયો . પરંતુ પરાણે તેણે મગજ ઉપર કાબુ રાખીને હસતા મોઢે બોલ્યો ."નાના દરબાર, કંઈ ફોડ પાડીને વાત કરશો ,કે પછી આંધળે- બહેરું કૂટયે જ જ રાખશો ?'
"જો શામજીડા, તને આજે ચોખ્ખું કહી દઉ છું,આજથી કરીને કોઈ દિવસ દેવથાનાની વાતમાં માથું માર્યું, તો મારા જેવો આ ગામમાં કોઈ ખરાબ માણસ નથી હા ! કનુભા એ કડક શબ્દમાં ધમકી આપી . અને શામજીને હવે જ ખ્યાલ આવ્યો કે જીવા ભોપાની ચડામણી થી કનુભા પોતાને ધમકી આપવા આવ્યો છે .
"એમાં દેવ થાનાની વચ્ચે વાત જ ક્યાં આવે છે ? આતો ભોપા, માતાના નામે અંધશ્રદ્ધા ફેલાવીને જે ધતિંગ કરે છે તે --'
" લે બેસ ,બેસ, હવે ધતિંગ ની મા ! બે ચોપડી ભણ્યા એટલે દેવને નહી માનવાનું ? કનુભા શામજીની વાત કાપતા વચ્ચે જ તાડુક્યો. ને આગળ ઉમેર્યું કાલે રમેલમાં ધીજ આવી ગઈ પછી ક્યાં સંતાઈ ગયો હતો ? ને શામજી ની દયા ખાતો હોય તેમ વાત બદલતાં બોલ્યો . "ભોપા ને તું હજી ઓળખતો નથી ,એક મૂઠ મારશે તો જીવતો સુકવી નાખશે સમજ્યો ?'
કનુભા ની એકધારી ધમકીઓ શામજી થી હવે સહન ન થઈ. અને તેને પણ પીતો ગુમાવ્યો." એવી મૂઠ-બૂઠ નાખવાની વાતથી, આ શામજીને બીવડાવવા માગતા હોય તો રહેવા દેજો. જાઓ, ને એ ભોપાને કહેજો, કે' એવી એક તો શું ? એકવીસ મૂઠ મારા માથે નાખે ,ને તેનાથી થાય તે કરી લે જાઓ !
"તો શું, જીવા ભોપાની મૂઠ થી પણ તું નથી બિવાતો.'? કનુભા જાણે કે મહાઆશચરય સાંભળી રહ્યો હતો .
મૂઠ, માતા ને ભોપા તો શું? સત્ય માટે આખી માં હું કોઈ થી પણ નથી બિયાતો." ક્રોધમાં શામજી શું બોલતો હતો તેનું તેને ભાન ન હતું .
પોતાની સામે આખા ગામમાં કોઈ એક શબ્દ પણ સામો ઉચ્ચારી શકતું ન હતું .ને શામજીના આ વર્તનથી કનુભા ને આમાં પોતાનું સ્વમાન ઘવાતું લાગ્યું તે લગભગ ગાળ જેવા સાદે તાડુક્યો."એ શામજીડા, તું કોની સામે જબાન ચલાવે છે તેનું ભાન છે ? જો આ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો, તો સીધી બે -ચાર લગાવી દઈશ સમજ્યો ?'
"તમે બાપુ હોય તો તમારા ઘરના, અહીં લગાવવા ઢૂકડો આવ તો તને પણ ખબર પડે ."ભાન ભૂલેલો શામજી બાંયો ચડાવીને તૈયાર થઈ ગયો‌. " ગધેડા ઉભો રહે લે ત્યારે, તને પણ આલુ !" કહેતાં કનુભા ઘોડા ઉપરથી નીચે તો ઉતર્યો, પરંતુ સાચી પરિસ્થિતિનું ભાન થતાં ઘોડાનું ચોકડું પકડીને ત્યાં જ ઉભો રહી ગયો‌. તેને એ સમજતાં વાર ન લાગી કે, જો પોતે શામજી ને મારવા જશે તો વચ્ચે પડનાર અત્યારે અહીં હાજર કોઈ નથી. ને સામે તૈયાર થઈને ઊભેલો 'જમ' જેવો કસાયેલા શરીરવાળો શામજી કદાચ પોતાને પણ મારી જાય. ને તો- તો આખા ગામમાં પોતાની આબરૂના ધજાગરા ઊડી જાય .
"હેડો આય.. ને !ઉભો ચમ રહ્યોં ? તને પણ ખબર પડે." તૈયાર થઈને ઉભેલા સામજીએ તેને પડકાર ફેંક્યો .પરંતુ કનુભાના પગ તો ન જાણે કેમ ત્યાં જ ચોંટી ગયા હતા. કનુભા એ આજુબાજુ નજર દોડાવી. થોડે દૂર માર્ગમાં એ જ વખતે રાભો અને ભારો આવતા દેખાણા ."ઉભો રહે ત્યારે લે ! તને પણ સબક શીખવાડુ સુવરર ...! કહેતાં કનુભા સામજી તરફ આગળ વધ્યો. પરંતુ શામજી તો બે ડગલાં આગળ આવીને તૈયાર જ ઉભો હતો.
" શું છે નાના દરબાર, શું છે ? શું છે શામજી ? કહેતાં પેલા બંને ત્યાં વચ્ચે દોડી આવ્યા. ને બંને બાઝી પડે તે પહેલાં બંનેને છૂટા પાડ્યા .
"નાલાયક ,આજ તો આ બંને વચ્ચે આવી ગયા એટલે જવા દઉં છું .પણ ક્યાંક લાગ આવવા દે, તારી પણ ખબર પાડુ. "અને પછી ક્ષણેક રહીને આગળ ઉમેર્યું "મારું બેટુ, હમણાં- હમણાંથી જબરું ફાટ્યું છે હો ..! પેલા બંને કનુભા ને પકડતા હતા તેમ- તેમ તે જોર કરતો હતો .
"તો પછી અત્યારે જ આવી જા ને ? હું ક્યાં કોઠીમાં સંતાઈને રહું છું ? શામજી પણ લાકડા ફાડ જવાબ આપતો હતો .રાભા અને ભારા એ બંનેને માંડ -માંડ જુદા કર્યા. કનુભા ને સમજાવીને ઘોડા ઉપર બેસાડીને વિદાય કર્યો .ને શામજીને શાંત પાડતાં બોલ્યા . "તુય શામજી શું આમ સાવ ગાંડો થયો છે ? નાના દરબાર સામે આપણાથી એલ- ફેલ બોલાય ?
"તો પછી એ બાપુનેય દરબાર ની રીતે રહેવું પડે ને ? પે'લા ભોપાનો ઉપોર (પક્ષ )લઈને મારાથી કજિયો કરવા આવ્યો હતો. શું સમજતો હશે એની જાતને એ ! શામજી હજી પણ ક્રોધમાં ધગતો હતો .
"એ તો હજી છોકરું છે, પણ આપણે મોટા બાપુ ની તો થોડી આમન્યા જાળવી પડે ને ." રાભો શામજીને સમજાવતાં કહેતો હતો .
"તમારે ભરવી હોય તો ભરો , એવા બાપુઓની ખોટી એવી શરમ, બાકી ખોટી રીતે તો હું આ દુનિયામાં કોઈથી દબાવાનો નથી સમજ્યા ."શામજીએ પે'લા બંને ને ચોખ્ખું સંભળાવી દીધું .તે પછી એ બંને એ શામજી ને કેટલીયે સમજણ અને શિખામણ આપી ,ત્યારે જ શામજીનો ક્રોધ માંડ- માંડ શાંત થયો. ત્યારબાદ ભારો અને રાભો પણ ગામ તરફના માર્ગે પડ્યા.
શામજી પોતાના ખેતરમાં પાછો ચાર લેવા લાગ્યો. ચાર લેતાં- લેતાં તે વિચારે ચડ્યો .છેલ્લા બે -ત્રણ દિવસમાં ગામમાં ઘણી બધી ઉથલ-પાથલ થઈ ગઈ હતી. પોતાના ગ્રહો જ જાણે કે આડા ફાટયા હતા .ને આ બધું પોતાના ખોટું ન જોઈ શકવા ના અને સત્ય માટે અવાજ ઉઠાવવાના સ્વભાવને કારણે થયું હતું ‌.નહીં તો પોતે પણ ઘેટાંના ટોળાની જેમ, બીજા લોકોની જેમ જ રમેલ નો આનંદ માણતો રહ્યો હોત તો, આ બધી રામાયણ જ ઊભી ના થઈ હોત. ભોપા ની સામે પડવાથી ભોપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતો એક વર્ગ અકારણ જ હવે પોતાનો દુશ્મન થઈ ગયો હતો. તો ગામમાં 'દાદા' ગણાતા કનુભા સાથે દુશ્મનાવટ પણ ભોપાને કારણેજ થઈ હતી ને !ગામમાં વજનદાર ગણતા બે માણસો ભોપો અને કનુભા મળીને આનો બદલો ગમે ત્યારે સીધી કે આડકતરી રીતે લેશે તેની તેને ખાતરી હતી .ઘડીભરતો શામજીને પોતાની આ અકારણ જ ઉપાધી વહોરવા બદલ, પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો. તેણે ફરી આગળ વિચાર્યું. આ તો હજી જિંદગીની શરૂઆત જ છેઃ સત્ય માટે અવાજ ઉઠાવતાં હજું તો કેટલાય પડકારો સામે આવશે . એમ અત્યારથી હિંમત હાર્યે કાંઈ થોડું ને ચાલશે ? માટે પડશે એવા દેવાશે .'એમ વિચારી ને બધી નિરાશા ખંખેરીને, શામજી ચાર નો ભારો ઉપાડીને ઘર તરફ આવવા રવાના થયો.