Love you yaar - 39 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 39

જેની બોલી રહી હતી અને મીત સાંભળી રહ્યો હતો, "હું શું કામ મારા સુજોયનું ખૂન કરું ? મને તો મારો સુજોય મારા જીવથી પણ વધુ વ્હાલો હતો મેં જ્યારે તેની સાથે લગ્ન કર્યા ત્યારે મને તે એટલો વ્હાલો નહોતો કારણ કે ત્યારે હું તેને એટલા નજીકથી ઓળખતી નહોતી પણ તેની સાથે રહ્યા પછી હું તેને સમજી શકી હતી અને મારા સાદા સીધા સુજોયના પ્રેમમાં પડી હતી. અમે લગ્ન કર્યા ત્યારે તેનાં મમ્મી જીવીત હતા પણ સુજોય તેમને ગામમાં એકલા છોડીને જ પોતાની જોબ માટે અહીં લંડનમાં એકલો જ રહેતો હતો અને અમારા લગ્નના બે મહિના પછી તેમનું સીવીયર હાર્ટએટેકમાં મૃત્યુ થયું હતું. મને યાદ છે સુજોય તે દિવસે ખૂબ રડ્યો હતો અને કહેતો હતો કે, પપ્પા મને નાનો મૂકીને જ મૃત્યુ પામ્યા હતા મમ્મીએ જ મને ભણાવીગણાવીને મોટો કર્યો છે અને મારી મોમ અને તું બંને મને ખૂબ વ્હાલા છો મોમ તો મને મૂકીને ચાલી ગઈ પણ તું મને મૂકીને કદી ક્યાંય ન જતી અને આજે જોને મીત એ મને છોડીને ચાલ્યો ગયો" અને જેની ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.

ફરીથી મીતે તેને શાંત પાડી અને તેને સમજાવતાં તે તેને કહેવા લાગ્યો કે, " તું આમ રડ રડ ન કરીશ પહેલા હું જે પ્રશ્ન પૂછું તેનો શાંતિથી તું મને જવાબ આપ જેથી કરીને હું તેનો ઉકેલ લાવી શકું અને જેની શાંત પડી તેને થયું કે હવે મારા સુજોયનું ખૂન કોણે કર્યું છે અને શા માટે કર્યું છે તેની મને ખબર પડી જશે. મીતે તેને એક પછી એક પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા કે, " તે સુજોય સાથે લગ્ન કરે કેટલો સમય થયો ? "
જેનીએ શાંતિથી જવાબ આપ્યો, " છ મહિના "
મીત: તું તેને કેટલા સમયથી ઓળખતી હતી ?
જેની: બસ મેં લગ્ન કર્યા તેનાં ચારેક મહિના પહેલાથી જ...
મીત: અરે બાપ રે, આટલા ટૂંકા ગાળાના પરિચયમાં તે તેને ઓળખી પણ લીધો અને તેની સાથે લગ્ન પણ કરી લીધાં ઓહ નો, સૌથી પહેલી ભૂલ તારી તે જ છે આટલા ટૂંકા સમયના પરિચયમાં આમ કોઈની સાથે લગ્ન ન કરી લેવાય અને મીતે જેનીની મુર્ખામી અને તે અત્યારે જે ભોગવી રહી છે તે પરિસ્થિતિને લઈને એક ઉંડો નિસાસો નાખ્યો અને આગળ બીજો પ્રશ્ન તેને પૂછ્યો કે, સુજોય આ કંપનીમાં કેટલા સમયથી જોબ કરતો હતો તેની તને ખબર છે ?
જેની: હા, એક વખત મને યાદ છે દર પાંચ વર્ષે અમારી ઓફિસનું એક ફંક્સન ગોઠવાતું જેમાં છેલ્લા પાંચ વર્ષમાં જેણે બેસ્ટ કામ કર્યું હોય તેને એવોર્ડ આપવામાં આવતો તે વર્ષે તે એવોર્ડ સુજોયને એનાયત કરવામાં આવ્યો હતો તે મને બરાબર યાદ છે એટલે તે પાંચેક વર્ષથી તો આ કંપનીમાં જોબ કરતો જ હતો.
મીત: ઓકે, સુજોય તારી કંપનીમાં શું કામ કરતો હતો ?
જેની: અમારી કંપની રોબોર્ટ બનાવવાનું કામ કરતી હતી એટલે તેનાં સ્પેર પાર્ટ્સ લેવા માટે ઘણીવાર આઉટ ઓફ કન્ટ્રી પણ જવું પડતું હતું એટલે કદાચ સુજોય આઉટ ઓફ કન્ટ્રી જતો હશે તેમ હું માનું છું.
મીત: એટલે સુજોય શું કામ કરતો હતો અને શા માટે આઉટ ઓફ કન્ટ્રી જતો હતો તેની તને પાક્કી ખબર નથી એમ જ ને ?
જેની: સુજોય એન્જિનિયર હતો અને સાથે સાથે તે ખૂબજ હોંશિયાર પણ હતો અમારી કંપનીમાં કોઈપણ ટેક્નિકલ ખામી હોય તો તેને જ બોલાવવામાં આવતો અને તે દોડીને આવતો અને સેકન્ડોમાં સોલ્વ કરી દેતો હતો. તેથી કંપનીમાં તેની ખૂબ ડીમાન્ડ હતી.
મીત: ઓકે, ટૂંકમાં તે તારી કંપનીમાં ખૂબ મહત્વનું કામ કરતો હતો અને બધાનો ચહ્યતો પણ હતો અને મહિનાના થોડા દિવસો કંપનીના કામે બહારગામ રહેતો હતો એટલું જ તું જાણે છે ઓકે ?
જેની: હા, હું એટલું જ જાણું છું.
મીત: ઓકે, હવે તું ચિંતા ન કરીશ અને કદાચ પોલીસ ઈન્કવાયરી આવે તો તું ગુનેગાર નથી ને ?
જેની: ના.
મીત: તો પોલીસ કોન્સ્ટેબલના એકે એક પ્રશ્નનો ઈમોશનલ થયા વગર શાંતિથી જવાબ આપજે અને પોલીસને પણ સુજોયના ખૂનીને શોધ કરવામાં મદદ કરજે.
જેની: ઓકે. પણ તું જાય છે ? ફરીથી ક્યારે મને મળવા માટે આવીશ ?
મીત: તું ચિંતા ન કરીશ હું તને મળવા માટે આવતો રહીશ અને સુજોયના ખૂનીને શોધવા માટે મારે કંઈક કરવું પડશે... અને મીતે જેનીને હગ કર્યું, કીસ કરી અને હું તારા માટે કંઈક કરીશ તેવી ખાત્રી આપીને તે ત્યાંથી નીકળીને પોતાની ઓફિસમાં પહોંચ્યો.

મીત ઘણાં બધાં લાંબા સમય બાદ પોતાની લંડનની ઓફિસે ગયો હતો તેને ઓફિસમાં જોતાં જ જાણે આખીયે ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો પણ તે પોતાના લગ્ન પછી આજે પહેલી જ વખત આ ઓફિસમાં આવ્યો હતો તેથી તે ખાલી હાથે આવવા નહોતો માંગતો પોતાની ખુશીમાં તે પોતાની ઓફિસના સ્ટાફને પણ ઈનવોલ્વ કરવા માંગતો હતો તેથી તે પોતાના હાથમાં સ્વીટ લઈને જ આવ્યો હતો અને પોતાને હાથેથી તેણે દરેક સ્ટાફ મેમ્બરનું મોં મીઠું કરાવ્યું અને તેના ઓફિસ સ્ટાફે પણ એકસાથે તાળીઓના ગડગડાટથી તેની ખુશીને વધાવી લીધી અને તેને કોન્ગ્રેચ્યુલેટ કર્યું આજે મીત પોતાના સ્ટાફ આગળ બોસ ઓછો અને દરેકનો મિત્ર વધારે લાગતો હતો આજે તેણે બધાની સાથે ખૂબ શાંતિથી સમજણભરી પ્રેમથી વાત કરી અને દરેક મેમ્બરના અને તેમના ફેમિલી મેમ્બરના પણ ખબર અંતર પૂછ્યા લગ્ન બાદ તે થોડો વ્યવહારુ થઈ ગયો હોય તેવું દરેક સ્ટાફ મેમ્બરે ફીલ કર્યું. બધાએ તેની પાસે તેના લગ્નની પાર્ટી માંગી અને તેણે હસતાં હસતાં પાર્ટી આપવાની હા પણ પાડી. બધાએ તેને તેની પત્ની સાંવરી મેમ વિશે પણ પૂછ્યું એટલે તેણે કહ્યું કે, લન્ચ બ્રેકમાં તે ઘરે જશે પછી સાંવરીને તે સાથે ઓફિસમાં લઈને જ આવશે. આજે મીત સાથે આ રીતે હળીમળીને વાત કરીને તેના સ્ટાફ મેમ્બર ખૂબ ખુશ હતા.

ત્યારબાદ મીત પોતાની કેબિનમાં ગયો અને લેપટોપ ખોલીને પોતાના કામમાં બીઝી થઈ ગયો. જોત જોતામાં બપોર થઈ ગઈ તેને ખ્યાલ જ ન રહ્યો અને સાંવરી ઘરે તૈયાર થઈને તેની રાહ જોતી બેઠી હતી તે તેના મગજમાંથી જ નીકળી ગયું સાંવરી તેને વારંવાર ફોન કરી રહી હતી પરંતુ મીતનો ફોન સાઈલેન્ટ મોડ ઉપર હતો તેથી તે ઉપાડી રહ્યો નહોતો અને સાંવરી તો એકદમ વિચારમાં પડી ગઈ કે મીત ફોન કેમ નથી ઉપાડતો ? પછી તેણે ઓફિસના લેન્ડ લાઈન નંબર ઉપર ફોન કર્યો તો ઓસ્ટિને ફોન ઉઠાવ્યો અને ત્યારે જઈને સાંવરીની મીત સાથે વાત થઈ.
સાંવરી મીતને કહી રહી હતી કે, " પારકા પ્રદેશમાં પગ મૂકતાંની સાથે જ તને તેની હવા અડી ગઈ લાગે છે અને એટલીવારમાં તું મને ભૂલી પણ ગયો, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા હવે તો આ પેટમાં બિલાડા બોલે છે તું જલ્દી અહીંયા ઘરે મને લેવા માટે આવ નહીંતર હું ટેક્સી કરીને ત્યાં આવી જવું. "
મીત: અરે ના ના, તારે ટેક્સી કરીને આવવાની જરૂર નથી હું તને લેવા માટે બસ આવું જ છું. અને હવે સાંવરીને થોડી રાહત થઈ.

મીત પોતાની કાર ડ્રાઈવ કરીને પોતાના ઘરે સાંવરીને લેવા માટે જતો હતો અને એટલામાં જેની નો ફોન આવ્યો કે, બે પોલીસ કોન્સ્ટેબલ આવ્યા છે મને થોડી પૂછપરછ કરવા માંગે છે તો તું અહીં મારા ઘરે આવને...

મીત ધર્મસંકટમાં ફસાઈ ગયો એકબાજુ સાંવરી એક કલાકથી તેની રાહ જોઈ રહી હતી જેને લેવા માટે પોતે જઈ રહ્યો છે અને બીજી બાજુ જેની તેને પોતાના ઘરે બોલાવી રહી છે. હવે જો સાંવરીને લેવા માટે ન જાય તો સાંવરી તેનાથી વધુ નારાજ થઈ જાય અને જેનીના ઘરે ન જાય તો સુજોયના કેસથી તે વાકેફ ન થઈ શકે. હવે શું કરવું ? તેમ તે વિચારી રહ્યો હતો.

મીત શું કરશે પોતાના ઘરે પોતાની સાંવરીને લેવા માટે જશે કે જેનીના ઘરે જશે ? આપ પણ આપનું મંતવ્ય અચૂક જણાવશો. આપને મારી વિનંતી છે. આભાર 🙏.
આપની લેખિકા..
જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/2/24

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED