પ્રેમ સમાધિ - પ્રકરણ-46 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-46

પ્રેમસમાધિ
પ્રકરણ-46

રાત્રીનાં અગીયાર વાગી ગયાં હતાં. આવકાર હોટલમાં બધાં ઉતારુ પોત-પોતાનાં રૂમમાં જતાં રહેલાં. કોઇ ટીવી પર પ્રોગ્રામ જોતાં હતાં કોઇ ડ્રીંક લઇ રહેલું એક રૂમમાં કપલ પોતાની મસ્તીમાં હતું. કીચન શાંત થઇ ગયેલું વેઇટરો આધાપાછાં થતાં જમીને એમનાં રેસ્ટ રૂમમાં બેઠાં ગપ્પા મારતાં હતાં. હોટલ મેનેજર બાબુગોવિંદ એમની કેબીનમાં પગ લાંબા કરીને ગુજરાતી સમાચાર ટીવી પર જોઇ રહેલાં...
ધીમે ધીમે બધી લાઇટો બંધ થવા લાગી... હોટલનાં બધાં દરવાજા બંધ થવા લાગ્યાં. પાછળનાં દરવાજાનું શટર અડધું બંધ થઇ ગયું હવે ધીમે ધીમે બધુ શાંત થવા લાગ્યું દૂર દરિયાનાં મોજાં સંભળાવા લાગ્યાં હતાં.
રાત્રી આગળ વધી રહી હતી. બાબુ ગોવીંદ સમાચાર જોતાં જોતાં નીંદરમાં સરી ગયો હતો... બધો સ્ટાફ પણ સૂવાની તૈયારીમાં હતો. બે વેઇટર કપડાં બદલી એમનાં રૂમમાં પત્તા રમતાં રમતાં છાનાં છાનાં દારૂ પી રહેલાં...
લગભગ રાત્રીનો 1 વાગ્યો... હોટલની બહાર એક જૂની જીપ આવીને ઉભી રહી એમાંથી 3-4 માણસો બહાર ઉતર્યા. પહેલાં હોટલ તરફ નજર કરી એમાંથી એક માણસ આગળ વધ્યો અને મુખ્ય દરવાજો ખખડાવ્યો કોઇએ ખોલ્યો નહીં ફરીથી જોરથી ખખડાવ્યો.
એક વેઇટર દોડતો દોડતો આવ્યો અને પહેલાં બાબુ ગોવિંદની કેબીન તરફ જઇ કાચનાં દરવાજાને ટકોરાં માર્યા અને બોલ્યો “સાબ કોઇ આયા હૈ શાયદ રૂમ....” ત્યાં બાબુ ગોવિંદે કહ્યું "બોલ દે કોઇ રુમ નહીં હૈ સબ હાઉસફુલ હૈ રાતકો દો બજે કૌન આતા હૈ ?”
પેલાએ બાબુએ કહ્યું “એ દરવાજે આવીને બોલ્યો સબ હાઉસફુલ હૈ”. સામેથી પેલાં માણસે કહ્યું “અરે દરવાજા ખોલો મેનેજર સે બાત કરની હૈ એક હી રુમ ચાહીએ...”
પેલાએ દરવાજો ખોલ્યો.. જેવો દરવાજો ખૂલ્યો પેલાં હઠ્ઠાખઠ્ઠા માણસે જોરથી ધક્કો મારી પેલાને હટાવી ને સીધો કેબીન તરફ ગયો. બીજા ત્રણ જણા બહાર ઉભા હતાં એ સીધા અંદર ઘસી આવ્યાં. વેઇટર ગભરાઇને અંદર ભાગી ગયો દાદર પાછળ સંતાઇ ગયો.
બાબુગોવિંદની કેબીનના દરવાજાને પેલાએ જોરથી લાત મારી.. દરવાજો કાચ તૂટીને ખૂલી ગયો. બાબુ ગોવિંદે સૂતા સૂતાજ ગાળ ભાંડીને કહ્યું ”બોલ દે રૂમ નહીં હૈ ઔર તૂં...” ત્યાં પેલો યમરાજ જેવો ગુંડો બાબુ તરફ ઘસી ગયો અને બાબુને ગળચીએથી પકડીને ઉભો કર્યો અને પૂછ્યું "વો શંકરનાથ કા લડકા કહાં હૈ હમારે બોસ કો મારકે વો યર્હાં આયા થા કહાં છૂપાયા હૈ ।“
બાબુ ગોવિંદ બધી વાત ટૂંકમાં સમજી ગયો એણે કહ્યું “અરે વો લડકા.. વો તો સ્કુટર કા કારીગર... યહાં બાઇક દે કે પૈસે લેકર ચલા ગયા. કોન શંકરનાથ ?”
પેલાએ કહ્યું “બહુત હુંશિયાર બનતા હૈ” એમ કહી એને મારતાં મારતાં હોટલની બહાર ખેંચી લાવ્યા અને ખૂબ ઢોર માર માર્યો. બાબુલાલ ચીસો પાડતો રહ્યો કોઇ બચાવવા આગળ ના આવ્યું. પેલાં પૂછતો રહ્યો “બોલ કહાં હૈ ? કહાઁ છૂપાયા હૈ ? કહાઁ ભેજ દીયા...”
બાબુએ કહ્યું “મને કંઇ ખબર નથી હું કોઇ શંકરનાથને કે એનાં છોકરાને ઓળખતો નથી.” ત્યાં એક જૂનો વેઇટર દરવાજા પાસે આવીને બોલ્યો.. “સર વો લડકા તો ભાગ ગયા થા... બાબુલાલ મૈને પોલીસ કો ફોન કર દીયા હૈ અભી આતી હી હોગી.”
પેલાં ગુંડાઓએ એકબીજા સામે જોયું.. પછી બાબુલાલને છાતીમાં લાતો મારી એક પત્થર ઉઠાવી પેલા વેઇટર તરફ ફેક્યો પેલો સહેજમાં બચી ગયો પોલીસનું નામ સાંભળી બધાં જીપમાં બેઠાં ત્યાંથી ભાગી ગયાં. બાબુલાલ મારથી પીડાથી કણસતો બેભાન થઇ ગયો. પેલો વેઇટર બહાર આવ્યો બીજા વેઇટરને બોલાવ્યાં. બાબુલાલને અંદર લઇ ગયાં.
ત્યાં સાચેસાચ પોલીસ આવી... સ્ટાફ સાથે બધી ઇન્કવાયરી કરી.. આવનાર ગુંડાઓ કઇ રીતે આવ્યા કોણ હતાં ? જીપ નંબર શું હતો ? બધી પુછપચ્છ કરી બાબુલાલને હોસ્પીટલમાં એડમીટ કરવા એમ્યુલન્સ બોલાવી ત્યાં પોલીસવાળાએ 2 હવાલદાર ગોઠવ્યા અને ત્યાંથી નીકળી ગયાં....
**************
નારણ અને વિજય મારતી કારે દમણથી નીકળ્યાં વાપી સુરત હાઇવે પકડ્યો અને સ્પીડમાં ડુમ્મસ પહોચવા નીકળ્યાં. વિજયે નારણને પૂછ્યું "તું ડ્રીંક લઇને ગયેલો ઘરે કેટલું સૂતો ? કોનો ફોન આવ્યો ? કેવી રીતે જાણ્યુ ?” નારણે કહ્યું “વિજય.. બાબુને ખૂબ માર્યો છે એતો બેભાન થઇ ગયેલો ત્યાં સોમાહરીયા જૂના વેઇટર છે એમની પાસે મારાં ઘરનો નંબર હશે એમણે ફોન કરી જણાવ્યું.”
વિજયે કહ્યું “સારું છે તારાં ઘરનો નંબર તો એમની પાસે હતો.. આપણાં આ નવાં નંબર ખાસ માણસોને હવે આપી દેજે. બહુ આરામ થઇ ગયો હવે સક્રીય થવું પડશે. પણ આ ભૂદેવ ક્યાં ગૂમ થઇ ગયાં ? એમનાં દીકરાંનો જીવ પણ જોખમમાં છે એનું ધ્યાન રાખવું પડશે.”
નારણ કહે “પેલા મધુને આટલી શી દાઝ છે એમનાં ઉપર ? અને બ્રાહ્મણ છે એ એને ખબર નથી ? આપણે તો બ્રાહ્મણને કેટલું માનીએ.. ગમે તેમ તોય ભૂદેવ છે સાલો એનાં પાપે મરવાનો છે હવે ઘડો એનો ભરાઇ ગયો લાગે છે.”
વિજયે કહ્યું “હમણાં બે દિવસ પર હું રાજકીય પ્રોગ્રામ જોતો હતો એમાં પેલાં યુટયુબરે જે માહિતી આપી સાંભળીને હું દંગ રહી ગયેલો. આપણો પેલો રાષ્ટ્રપતિ... સોરી રાષ્ટ્રપિતા ગાંધી ગોડસેથી મર્યો.... સાલો એજ લાગનો હતો”.
નારણે કહ્યું “ગાંધી બાપુ માટે આવુ ના બોલ એમણે તો..”. વિજયે કહ્યું “બહું એમનો લાડકો ના થા... એમનાં મર્યા પછી ગોડસેનાં કુટુંબજ માત્ર નહીં મહારાષ્ટ્રમાં તો બધા બ્રાહ્મણ કેટલાં બ્રાહ્મણોને મારી નાંખ્યા કેટલી બ્રાહ્મણ બહેન માતાઓની લાજ લૂંટી અરે.... સતારા જીલ્લામાં 400 ગામડાઓમાં હજારો બ્રાહ્મણોને મારી નાંખ્યા એમનાં ઘર બાળી નાંખેલાં આવો તો જુલ્મ એ સમયની ક્રોગ્રેસ સરકારની રહેમ નજરે હેઠળ થયેલો.”
“આપણે તો ખારવા આપણાં માટે તો ભૂદેવ પૂજ્ય છે એમનાં સંસ્કારજ જુદા એમનાં લોહીમાં સંસ્કાર સંસ્કૃતિ છે” ત્યાં નારણનાં મોબાઇલ પર રીંગ આવી બંધ થઇ ગઇ અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-47