દિલનું માન, પ્રેમની પહેચાન - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલનું માન, પ્રેમની પહેચાન - 1


હા, મારી સાથે બધાં જ હતા. ભાઈ હતો, ભાભી હતાં. ભાઈના સસરા બધાં જ હતાં. પણ મારું દિલ તો ત્યાં દૂર રહેલી મારી જાનમાં હતું. એ શું કરતી હશે?! ખુદનું ધ્યાન તો રાખતી હશે ને? હજી માંડ જ થોડી વાર પહેલાં જ એને મને કોલ કર્યો હતો તો પણ નજાણે દિલ એની જ ચિંતા કરી રહ્યું હતુ. પ્યારમાં પડેલ વ્યક્તિ બસ આખો દિવસ આવા જ વિચારો કર્યા કરતો હશે!

"ચા.." ભાભી એ નજાણે કેટલી વાર કહ્યું હતું પણ હું વિચારોમાં જ હતો. હા, હું ભલે અહીં હતો, પણ દિલ તો કરતું હતું કે ભાગીને ચાલ્યો જાઉં મારી જાન પાસે. કહીં દઉં એને બધું જ જતાવી દઉં કે એનાં વગર મને જરા પણ નહીં ચાલતું. નહિ ગમતું મને એના વગર એક સેકંડ પણ!

"કોલ કેમ ના ઉઠાયો તેં મારો?!" થોડીવારમાં એને મને કોલ કર્યો હતો. થોડીવારની "હા, બોલો.. હલો.. હલો!" જેવા સ્વાભાવિક શબ્દોનાં સહારે હું દૂર સડક પર આવી ગયો હતો. આવવું જ પડે એમ હતું, બાકી બધાને ખબર પડી જતી કે હવે ભાઈને લગ્ન કરાવી જ આપવું પડશે!

"સાંભળ મારી વાત, મારું રિચાર્જ પૂરું થાય છે અને હા, ચિંતા ના કરતો, હું રિચાર્જ કરીને તને કોલ કરીશ.. ઓકે!" વાત સાંભળતાં જ મારો મૂડ ઑફ થઈ ગયો.

"હું કરી આપુ તને રિચાર્જ?!" મેં પૂછ્યું કે જવાબ મને ખબર જ હતી.

"ના, હું કરાવી દઈશ, પણ કાલે સાંજ સુધી લગભગ વાત નહીં થાય!" એ પણ ઉદાસ જ લાગી રહી હતી. નજાણે પણ કેમેય કરીને અમારી બંનેની વાતો જ ઓછી નહોતી થઈ રહી. રોઝ અને કલાકો વાતો કરતાં તો પણ દિલ નહોતું ભરાતું!

જાણે કે સમજી જ ગઈ હોય એમ જાતે જ કહીં દીધું -

"ઓય, ચિંતા ના કર, પાગલ! પપ્પાને કહીને ટ્રાય કરું છું જલ્દી રિચાર્જ કરવાનું, ઓકે!" એ બોલી અને મને પરાણે હસવા પણ કહ્યું.

"હા, ઠીક છે.. પણ સાંભળ, તું ઠીક તો છે ને?!" મેં એને પૂછ્યું.

"હા, કેમ શું થયું?!" એણે સામે પૂછ્યું.

"તો બપોરે જમી કેમ ના?!" મેં પૂછ્યું.

"ખાવા જ જતી હતી અને તારી યાદ આવી ગઈ યાર, તને મેં જેમ મારાં હાથથી જમાવડ્યું હતું ને એ સિન યાદ આવી ગયો!" એ થોડું રડમસ લાગી રહી હતી.

"મને પણ તારી યાદ આવે છે પાગલ! એક તો દૂર છું અને તું યાર પ્લીઝ આમ મને સેડ ફીલ ના કરાવ! ખાઈ લે અને!" મેં રડમસ રીતે કહ્યું.

"હા, મને પણ ખબર છે તું બહારગામ છે, સોરી! ચાલ હું સારી સારી વાત કરું!" એ જાણે કે ડાહી થઈ ગઈ.

"લગ્ન ના નાં થાય તો મને ભૂલી ના જતો, તને તો આદત છે મારા વગર રહેવાની, મને નહિ!" એ તાણો મારી રહી હતી.

"જો તું યાર મને પ્લીઝ ગિલ્ટી ફીલ ના કરાવ, અહીં આવું એ પહેલાં જ મેં તને કહેલું કે નહિ મારું મન, તો તેં જ તો કહેલું!" મેં કહ્યું.

"હા તો હું તો બધું કહું, ચાલ હમણાં જ આવી જા તો!" મેં એનો કોલ કટ કરી દીધો.

🔵🔵🔵🔵🔵

"ઓય હોય, શું વાત છે!" એ મને જોઈને જ બહુ જ ખુશ થઈ ગઈ.

મેં પણ એને આંખોથી એક ઈશારો કર્યો અને મારા રૂમમાં આવીને સૂઈ ગયો. ભાઈને કહીં દીધું હતું કે દોસ્તનાં ફાધર ગુજરી ગયાં છે તો જવું પડશે! પણ ખરેખર તો મને મારી જાનની ઉદાસી અને એનો પ્યાર અહીં લાવ્યો હતો.

આવતાં અંકે ફિનિશ..