Dilnu Maan, Premni Pahechan - 2 books and stories free download online pdf in Gujarati

દિલનું માન, પ્રેમની પહેચાન - 2 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

દિલનું માન, પ્રેમની પહેચાન

- 2

(અંતિમ ભાગ - કલાઇમેક્સ)

"ઓય હું બીજી છોકરીઓ જેવી નહિ, હું જેને લવ કરું એની સાથે જ લગ્ન કરું અને હા, જેની સાથે લગ્ન કરવાનાં હોય એની સાથે જ પ્યાર કરું છું!"

અમે બંને બીજા દિવસે ગાર્ડનમાં હતાં. એવું પણ નહોતું કે અને એકબીજાને નહોતું ઓળખી શક્યાં. પણ એકબીજાને જોઈ જાણીને જ મોટા થયાં હતાં. બસ એમ નહોતી ખબર કે આમ એકદિવસ અમારાં બંનેની વાત પુછાશે. હા, મારી ભાભીને એ બહુ જ પસંદ હતી. મને પણ એનો ખ્યાલ તો હતો, પણ મેં એની સાથે લગ્ન કરવાનું બિલકુલ નહોતું વિચાર્યું.

"તને તો ખબર જ હશે ને કે અમારે ઘરમાં બધાં કેવા છે, એમનો સ્વભાવ કેવો છે?!" મેં પૂછ્યું.

"હા, બધાને ખબર છે કે તમારા ઘરનાં લોકો બહુ જ સારાં છે, અને એટલે જ મમ્મી તો મને કહ્યાં જ કરતી હતી કે તું બિલકુલ ના પાડતી જ ના!" એણે મને કહ્યું.

"લગ્ન કરવાની એટલી બધી ઉતાવળ હતી તો આજેને આજે આવી ગયો?!" એ મારી સામે જોઇને હસી રહી હતી.

"ના એવું કઈ નહિ, પણ મને તારો જવાબ ખબર જ હતી અને મારી થનારી વાઇફને આમ વેટ કરાવું ઠીક પણ ના લાગે ને!" હવે હું હસી રહ્યો હતો. એણે એના ચહેરાને પોતાનાં બંને હાથથી સંતાળીને શરમ છુપાવવા ચાહી. મેં પણ હસવું ઓછું કર્યું.

"તો કેવો લાગ્યો તને મુરતિયો?!" મેં ફરી સવાલ કર્યો.

"કોઈ જ તો કમી નહીં યાર, લાઇફમાં જીવવા માટે બીજું જોઈએ પણ શું?! તમારાં ઘરનું સમાજમાં એક સારું નામ છે, તારે સારી જોબ છે અને સ્વભાવમાં પણ તું બધી રીતે મસ્ત છે, મારે તને ના કહેવા માટે કોઈ જ કારણ નહિ!" એ બોલી તો હું એનાં ચહેરાનો એ સંતોષ જોઈને ખુશ થઈ ગયો.

એની વાત શબ્દશ: સાચી જ હતી. લાઇફમાં એક સારાં પાર્ટનર ની જરૂર હોય છે. જિંદગીનાં સુખ અને દુઃખ જેની સાથે વહેંચી શકીએ, પોતાની બધી જ વાતો જેની સાથે શેર કરી શકાય, એક એવા વ્યક્તિને હું એની અંદર તલાશું છું.

"તું બોલ, તને હું કેવી લાગી?!" હું એનાં એ ચેહરાને જોઈને વધારે અભિભૂત થયો. નાનો લંબગોળ ચહેરો, મોટાં કાળાં ખુલ્લા વાળ અને વારને સરસ માથું ઓળાવ્યું હતું અને ઉપર ગ્રીન બકલ હતો. આંખોમાં કાજળ હતી. કપડાં સાદા જ હતાં, તો પણ એની પર એટલાં સુટ કરતાં હતાં જાણે કે કપડાં બસ એના માટે જ બનાવાયા હોય. કાનમાં રહેલ ઝૂમખાં અલગ જ સુંદરતામાં વધારો કરનાર લાગતાં હતાં. હવાનાં લીધે એના વાળ ઉડી જતાં હતાં. એ મારો જવાબ સાંભળવા આતુર હતી અને હું એને શું કહેતો?!

"હા, મારો જવાબ પણ એવો જ છે!" મેં પણ કહ્યું.

"શું?! પથરા! યાર આ કેવો જવાબ!" એ બોલી.

"હા, તો સાંભળ, મને પણ તને મારી વાઇફ બનાવવાનું બહુ જ ગમશે, ઓકે! તમારે પણ અમારી જ જેમ કોઈ જ કમી નહી અને હા, તારામાં પણ એક સારી પત્ની થવાં જોઈએ એ બધાં જ ગુણ હું જોઈ શકું છું!" મેં કહ્યું.

"હા, હા, સારું, સારું! પણ મારી વાત ધ્યાનથી સાંભળ, કોઈને કંઈ કહેતો ના અને લગ્નની વાત પૂછાય ત્યારે ધીમેથી હા કહી દેજે, હું પણ એવું જ કરીશ! ઓકે?!" એણે કહ્યું.

"હા, ઓકે.. ઓકે.." મેં પણ કહ્યું અને એને જે લાસ્ટમાં મને શબ્દો કહ્યાં મને બહુ જ ગમ્યાં.

"બાય માય ફ્યુચર હસબન્ડ!"

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો