ખરો જીવન સંગાથ - 2 Devanshi Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખરો જીવન સંગાથ - 2

વીતી ગયેલી વાત.... અમાસની અંધારી રાતે એકલી રહેતી ઝીલના ઘરના બારણાં પર ટકોરા થાય છે... ઝીલ ગભરાહટમા સલામતી માટે લાકડી લઈને બારણાં પાસે આવીને પુછે છે કે કોણ છે ને બહારથી શિવાનો અવાજ આવતા તે ઘરની અંદર આવે છે અને બંને વચ્ચે થોડી રોકઝોક થાય છે ઝીલ શિવાને અડધી રાતે આવવાનું કારણ પૂછે છે... હવે આગળ...

આમ તો આપણે હંમેશા લડતા રહીએ છીએ પણ...ઝીલ.. શિવા અચકાતા બોલ્યો..

પણ શું શિવા..? શું થયું છે..?તું ગભરાય છે શા માટે અને એ પણ મારાથી.. આ વાત હજમ નથી થઈ રહી હો.. ચાલ હવે બોલ.. તું મને ડરાવ નહિ અને બધું ઠીક તો છે ને.. ઝીલ પણ મૂળ વાત જાણવા અધીરી બનતી હતી.

ઝીલ હું જાણું છું કે આપણી સાથે ભૂતકાળમાં જે પણ થયું એ બદલી શકાશે નહિ પણ પ્લીઝ...શિવા પોતાની વાત આગળ વધારતા બોલ્યો.
સાચી વાત છે એ ઘટનાએ આપણા બંનેના જીવનમાં ઘણા બદલાવ લાવ્યા છે. ઝીલ પણ શિવાની વાતને સહમતી આપતા બોલી.

હા અને એ વખતે પણ હું તારી પડખે ઊભો હતો અત્યારે પણ તારી સાથે જ છું અને ભવિષ્યમાં પણ તારી સાથે જ રહેવા માંગું છું માટે....તું ફરી મારી સાથે લગ્ન કરી લે...

શું ફરી વાર લગ્ન? તું આ વાત કરવા અત્યારે આવ્યો..? અચંબિત થતાં ઝીલ બોલી.

ઝીલની વાત વચ્ચે જ અટકાવતા શિવા બોલ્યો...પહેલા મને સાંભળી તો લે અને વચ્ચે કંઈ જ ન બોલતી પ્લીઝ..ખૂબ જ હિંમત ભેગી કરીને હું મારા મનની વાત કહું છું... પહેલા મને બોલી લેવા દે... કાલ સવારે જ મમ્મીની જિદના કારણે મારે ગોળધાણા ખાવાનો વારો આવશે પણ હું ઈચ્છું છું કે તું જ મારી જીવનસંગીની બને હું બીજી કોઈ છોકરી સાથે મારા જીવનની કલ્પના પણ કરી શકતો નથી. તું સમજી રહી છે ને ઝીલ.. પ્લીઝ તું લગ્ન માટે હા કહી દે...

હા સમજી રહી છું પણ તું આમ અચાનકથી આવું બધું બોલે છે તો મને વિચારવાનો થોડો સમય તો આપ અને આમ પણ... હું તને સારી રીતે ઓળખું છું આટલા વષૅ સાથે જો રહ્યા છીએ. ઝીલે પોતાની વાત રાખી.

એટલે જ તો ડર છે કે તું ના તો નહિ પાડે ને... ઉદાસ મન સાથે શિવા બોલ્યો.

ગજબ છો હો હવે એ પણ તું જ વિચારી લે કે હું ના પાડીશ કે હા....અરે મને તો કંઈક વિચારવા દે તું હવે હળવો થા કાલ છોકરી જોવા શું આમ લલ્લુપંજુ થઈને જઈશ...? ઝીલ વાતાવરણ હળવું કરવા પ્રયત્ન કરતા બોલી.

બસ હા તને અત્યારે પણ મસ્તી સૂઝે છે ઝીલ તને કંઈ ચિંતા પણ છે કે નહિ મારી. શિવા નારાજ થતાં બોલ્યો.

અરે શિવા જો તું ચિંતા નહિ કર હું તને કાલ જવાબ આપી દઈશ તું હવે આરામથી સુઈ જા ઘરે જઈને , કાલ તારે એકદમ સ્માર્ટ અને ડેસિંગ દેખાવાનું છે હો..ભલે આવજે ને ધ્યાનથી જજે. ઝીલ બોલી.

હા ડેસિંગ તો તૈયાર થઈશ પણ તારા માટે હો... સારું જઉં છું હવે કાલ સવારે આવીશ તારા જવાબને સાંભળવા... બાઈક સ્ટાટૅ કરતાં શિવા બોલ્યો.


શિવા અને ઝીલના ભુતકાળમાં એવી કઈ ઘટના બની હતી?

શું શિવા અને ઝીલના પહેલા પણ લગ્ન થયા હતા?

જો લગ્ન થયા હોય તો બંને જુદા કેવી રીતે પડ્યા હશે...કે પછી બીજું કંઈક કારણ હશે..?

તેઓ બંને વચ્ચેનો સંબંધ આટલો નજીક કેમ હતો?


ઝીલ શું જવાબ આપશે શિવાને...?

વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે
આપના અભિપ્રાયની અભિલાષી... આભાર