ખરો જીવન સંગાથ - 1 Devanshi Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખરો જીવન સંગાથ - 1

અમાસની અડધી રાતે એકાએક ઘરનું અનેક વાર બારણું ખખડ્યું,

(ઘરમાં એકલી રહેતી ઝીલના ઘરે બહુ ઓછા લોકો આવતા જતાં પણ આમ અડધી રાતે...)

અત્યારે કોણ હશે? ગભરાહટ સાથે બોલતા ઝીલ બારણાં તરફ ધીમે પગલે વધી રહી ને મનમાં હનુમાન ચાલીસા ગણગણતી હતી.

ઝીલે પોતાની સલામતી માટે હાથમાં લાકડી પણ લઈ લીધી અને પછી બારણાં પાસે આવીને હિંમત ભેગી કરીને બોલી...કોણ છે બહાર ? અત્યારે શું કામ છે? જે પણ હોય તે કાલ સવારે આવજો.. હું અત્યારે બારણું ઉઘાડવાની નથી.

અરે ઝીલ જલદી બારણું ઉઘાડને હું આવી ઠંડીમાં બહાર જ બરફ બની જઈશ, બહાર તો જો કેટલી ઠંડી છે...બહારથી કોઈ યુવાન બોલ્યો.

અવાજ ઓળખાતા ઝીલે બારણું ઉઘાડ્યું અને બોલી... શું છે શિવા? અત્યારે પણ મને શાંતિથી ઊંઘવા નથી દેતો ને તારાથી એક કોલ નથી કરાતો કે હું આવવાનો છું....તે મને કેટલી ડરાવી મૂકી... કંઈ ભાન જ નથી..

બસ કરને મને ખીજાવાનું અને પહેલા મને ઘરમાં તો આવવા દે અને જા મારા માટે ચા બનાવી આપ નહિ તો પાકકુ હું બિમાર પડવાનો.. શિવા ઝીલને શાંત કરતાં તથા પોતાના હાથોને એકબીજા સાથે ઘસતા ઘસતા બોલ્યો.

હા હા આવ્યો નથી કે ઓડૅર કરવાનું શરૂ.... પણ કંઈ વાંધો નહીં તને તો હું જોઈ લઈશ પછી... આ લે રજાઈ ઓઢીને બેસ ...પણ એ તો કહે કે આટલી રાતે કેમ આવ્યો...બધું ઠીક તો છે ને ઘરે...?

પહેલા ચા હો પછી બીજી વાત જા જલદી લઈ આવ...ઘરે બધા મજામાં છે તું વધારે નહિ વિચાર નહિ તો ચા માં ખાંડને બદલે મીઠું નાખીને આવીશ... શિવા ઝીલને ચિડવતા બોલ્યો.

તને તો મીઠું નાખીને જ આપવી જોઈએ ચા , આમ પણ ભગવાન નાખતા જ ભુલી ગયા છે...પણ ખમ હવે જો ચા બનાવી આવું પછી કહે કે શું થયું છે?...આવું હમણાં..ઝીલ મોં મચકોડતા બોલી

આ થઈને વાત...મસ્ત બનાવજે હો..અને તું આવ પછી શાંતિથી ચા પીતા પીતા વાત કરીએ. શિવા બોલ્યો.

શિવા ત્યાં સુધી ઘરની સજાવટને નિહાળવા લાગ્યો..ને વિચારે ચડ્યો..જે પણ કહો તે હો પણ ઝીલ ભલે આધુનિકતાને વરેલી છે પણ ઘરનું વાતાવરણ તો આપણી સંસ્કૃતિને છાજે તેવું જ છે હો.. સંસ્કાર કોના..? અમારા ઘરના જ ને...સુંદર મંદિર, કલાત્મક ઘડિયાળ, અને આ ઝીલે પોતાની જાતે જ બનાવેલ ઊનના તોરણ વાહહ મને તો ગામડાંના અમારા ઘરની જ યાદ આવી ગય.

કયાં ખોવાઇ ગયો ? આ લે ચા...અને હા..બીજો કોઈ ઓડૅર ન આપતો ..હો..હવે કુક કંઈ પણ બનાવવાના મૂડમાં નથી. ઝીલ મસ્તીભર્યા અંદાઝમાં બોલી.

અરે હા હા કુકિંગ ક્વીન આમ પણ તારા હાથનું ખાઈને મારે મરવું નથી હો.. શિવા પણ ઝીલને ચીડવતા બોલ્યો.

એવું છે એમને...તો લાવ ચા નો કપ તારે એ પણ ન પીવાય...ઝીલ બોલી.

હું તો એમ જ કહેતો હતો પણ હવે બેસ અહીં અત્યારે આવ્યો એના માટે સોરી પણ અગત્યનું કામ હતું એટલે મારાથી સવાર થવાની રાહ પણ ન જોવાઈ ને અત્યારે આવી ઠંડીમાં બાઈક લઈને આવ્યો.

ઓહહ એવું તે શું કામ હતું શિવા અને પહેલા ચા પી લે નહિ તો ઠંડી થઈ જશે. ઝીલ બોલી.

હા કહું જ છું ઝીલ એ કહેવા જ તો આવ્યો છું. શિવા ચાનો છેલ્લો ઘૂંટડો ગળે ઉતારી બોલ્યો.

હા બોલ હવે બવ રાહ નહિ જોવડાવ.. ઝીલ અધીરાઈથી બોલી.



શિવાનું અડધી રાતે આવવાનું કારણ શું હશે?

શિવા ઝીલને શું વાત કરશે?

શિવાની વાત સાંભળીને ઝીલ શું કરશે?

શિવા અને ઝીલ વચ્ચે શું સંબંધ હશે?


વધુ જાણવા વાંચતા રહો આવતા અંકે..

આપના અભિપ્રાયની અભિલાષી..... આભાર...