અટેન્શન પ્લીઝ Nidhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અટેન્શન પ્લીઝ

* અટેન્શન પ્લીઝ *

' થપ્પડ સે નહી પ્યાર સે ડર લાગતા હે સાહેબ '

આ ડાયલોગ હતો કીર્તિ નો જેણે કાર્તિકની આંખે અંધારા લાવી દીધા.

વાત જાણે એમ હતી કે ગરબાની નવલી રાતો ચાલી રહી હતી. કીર્તિ ને કાર્તિક રંગે ચંગે ગરબા રમી રહ્યાં હતાં. આખા ગ્રુપમાં આ બંનેનું બોંડીંગ બધાને ખૂબ આકર્ષિત કરતું. આ કીર્તિ ને કાર્તિક જાણે અસલ જોડી હોય ને ભગવાને એકમેકની માટે જ બનાવ્યા હોય એટલું બંનેને જામે. આખા ગ્રુપમાં એમની ચર્ચાઓ થતી. ગરબા પૂરા થયા પછી સ્ટેજ પરથી જાહેરાત થઈ કે જેમાં બેસ્ટ જોડી ઓફ ધ ડે માં કાર્તિક અને કીર્તિ નું નામ એનાઉન્સ થયું. કાર્તિકને કીર્તિ સુંદર પરંપરાગત વસ્ત્રોમાં અને ગરબે રમતા રમતા સ્ટેજ પર ગયા. પોતાનું ઇનામ સ્વીકાર્યું . અને ત્યારબાદ કાર્તિકે આયોજક સાથે કંઈક વાત કરી.

જો કે કીર્તિને પણ ખબર નહોતી કે શું વાત કરે છે? આયોજક એ હા પાડી. કાર્તિકે માઈક હાથમાં લીધુ અને સ્ટેજ પરથી એલાન કર્યું કે,"અટેન્શન પ્લીઝ,આજે હું કંઈક કહેવા માગું છું."
અને બધા એલર્ટ થઈ ગયા સાંભળવા માટે. કે કાર્તિક શું કહેવાનો છે? બધાની નજર તેના તરફ હતી. કાર્તિક થોડીવાર ચૂપ રહ્યો. જો કે કીર્તિ પણ વિચારમાં હતી કે, "શું કહેશે ? શું કહેવાનું હશે ?એવી કઈ વાત છે કે જે મને ખબર નથી?" કીર્તિ તો આજુબાજુ નજર દોડાવતી હતી, વિચારોના ગોથા ખાતી હતી, અનુમાન લગાવતી હતી.

ત્યાં જ કાર્તિકે એનો હાથ પકડી લીધો અને ઘુંટણીએ બેસી ગયો. પોતાના ગજવામાં સાચવીને રાખેલું ફૂલ કાઢી કીર્તિને આપતા એણે પોતાના પ્રેમનો પ્રસ્તાવ કર્યો. અને કીર્તિ બે ઘડી કશું જ સમજી ના શકી. અને ત્યારબાદ આ ડાયલોગ બોલી કાર્તિકના ફૂલને એના પર છુટા હાથે ફેંકી સ્ટેજની નીચે ઉતરી અને દોડીને ચાલી ગઈ ખૂણામાં. બધાની નજર કાર્તીક તરફ. કાર્તિક પણ કશું જ સમજી ના શક્યો કે, હસતી રમતી કિલકિલાટ કરતી અને હૈયાની બધી વાતો ઠાલવતી, જેણે કુદરતે મારા માટે જ બનાવી હોય એવું કાયમ મને અનુભવ કરાવતી, આખી દુનિયાને શ્રેષ્ઠ જોડી તરીકે દેખાતી, અમારી જોડી કે આ કીર્તિને આ અચાનક બે ક્ષણોમાં એવું તે શું થઈ ગયું ? એવું તો શું કહી દીધું મેં ? ને ખરેખર જે જોડીને આખી દુનિયા શ્રેષ્ઠ જોડી માને છે જેને હું મારી શ્રેષ્ઠ જોડી તરીકે જોઉં છું, એને માત્ર મેં મારા પ્રેમનો એકરાર તો કર્યો છે, એમાં શું ખોટું કહી દીધું? કદાચ એને ના પાડવી હતી તો ના પાડી દે.

પણ આમ આટલી રુષ્ટ થઈને જવાનું કારણ શું હતું એનું? શા માટે અચાનક સ્નેહભરી આંખે જોનારી કીર્તિ આજે રોષભરી નજર નાખીને મોં ફેરવી જતી રહી?

કાર્તિકને કંઈ સમજાતું નહોતું. તે સ્ટેજથી નીચે ઉતર્યો કીર્તિની પાછળ પાછળ જવા પ્રયત્ન કર્યો. કિર્તિને અવાજ કર્યો પણ કીર્તિ ઊભી ના રહી. તે ગરબાના મેદાનના છેક છેવાડાના ખૂણે પહોંચી ગઈ એકાંતમાં. અને ત્યાં જ તેને સૌથી વધુ જાણતી ગ્રુપમાં ખાસ એની બેનપણી એની પાસે આવી ગઈ .

અને તેણે કહ્યું, " કીર્તિ આ તે શું કર્યું ? તને કંઈ અક્કલ જેવી જાત છે કે શું કર્યું છે ? જે છોકરા માટે છોકરીઓ મરી પડે છે. એટલો સંસ્કારી એટલો જ સફળ વ્યક્તિત્વનો માલિક જેની આગળ પાછળ એ ધારે તો લાઈન લાગી શકે એમ છે દીકરીઓની, અને એવો ટોપ ઓફ ધ ટાઉન છોકરો તારા પ્રેમમાં પાગલ છે, તને પ્રસ્તાવ કરે છે, ત્યારે તું એને ઠુકરાવીને ચાલી જાય છે? જે કાર્તિક સાથે તારે આટલું બને છે, આટલી સારી રીતે તમારું બોન્ડિંગ છે, એકબીજાને સમજો છો તો તને વાંધો શું છે? કે તે આમ બધાની સામે કાર્તિકના પ્રેમને એક ઝાટકે ઠુકરાવી દીધો? એની લાગણીઓને ઠોકર મારી દીધી? આ તે સારું નથી કર્યું કીર્તિ ."

હા રિયા હું જાણું છું મેં સારું નથી કર્યું. પણ તને શું લાગે છે મેં આ કેમ કર્યું?

રિયા: "કેમ?"

કિર્તિ : "રિયા,કાર્તિક બહુ જ સારું ડિઝર્વ કરે છે, ઉત્તમ થી ઉત્તમ. એ એટલો સારો છે. એ મને ડીઝર્વ નથી કરતો. હું એને લાયક નથી. જે પ્રેમ માટે એ મારી પાછળ ફરે છે, અથવા તો જે પ્રેમની આશા એ મારી નજીક આવી રહ્યો છે, એ અંતરના ઓરડે તો એકલા ઉકાળા છે. તો હું શું એને મારા ઉકાળા આપવા માટે મારી નજીક લાવું? એ એનો હકદાર નથી.
રિયા, એના જીવનમાં એને બહુ જ ખુશી મળે એવું હું ઈચ્છું છું. અને એને સારામાં સારું બેસ્ટ માં બેસ્ટ મળે એવી મારી આશા છે. તો શા માટે હું એને મારા અંતરની આગની નજીક લાવું? કે જેની જ્વાળાઓમાં એની દરેક ખુશી ઓલવાઈ જાય કે સળગી ઊઠે. એવું મારે નથી કરવું.

રિયા : "પણ... કીર્તિ..."
કિર્તિ : "રિયા, પણ પણ કંઈ નહીં."

રિયા : "કીર્તિ, યાર કંઈક તો કહે તારી સાથે શું બન્યું છે કે તું આ પ્રેમથી આટલી બધી દૂર ભાગે છે? તું જ આ પ્રેમને તારી પાસે સ્પર્શવા નહીં દે કે ફરકવા નહીં દે તો કેવી રીતે ખુશ થઈ શકીશ? ક્યારેય તે કોઈ દિવસ મને કેટલી વાર પૂછવા છતાં નથી કીધું કે એવું તો શું બન્યું છે કે તું આ પ્રેમ નામના શબ્દથી પણ ચીડાઈ જાય છે? શા માટે?

કિર્તિ : "રિયા બસ, એ બધું ભૂલી જવાની વાત છે. બસ માત્ર એટલું યાદ રાખ કે કાર્તિક ને હું લાયક નથી. એની લાગણીઓને હું મારા અંતરમાં ઉઠેલી આગમાં સળગાવવા નથી માંગતી. એટલે આ થોડી વખતનું દુઃખ આપવું મને કબુલ છે."

આ દરેક વાત પાછળથી કીર્તિ નો પીછો કરતો આવતો કાર્તિક સાંભળી લે છે. અને તેના મનમાં સવાલોનું વિશ્વયુદ્ધ ચાલે છે કે, એવું તે શું બન્યું છે કીર્તિના જીવનમાં કે, આ પ્રેમ શબ્દથી એ એટલી દૂર ભાગે છે? એવી તો કઈ જ્વાળાઓ છે જેમાં હું દાજી ન જાવ એની એને આટલી બધી બીક છે? કાર્તિક વિચારોના વંટોળમા અટવાયો કે, આટલા વખતથી સાથે હોવા છતાં ક્યારેય કીર્તિએ એની પીડાઓ કળાવા નથી દીધી. તો એવી કઈ પણ ઊકલી પીડા છે કે જે કોઈને કંઈ પણ નથી શકતી અને એકલી એકલી જ એ પીડામાં સળગે જાય છે?

બસ આટલું વિચારતો જ હતો ત્યાં, એક નાનકડી ત્રણ ચાર વર્ષની દીકરી દોડતી આવી અને કીર્તિને વળગી પડી.
તે રડતાં રડતાં બોલી, "મમ્મી જોને પેલી છોકરીના પપ્પા કેવું એની સાથે ગરબા રમે છે. મારા પપ્પા કોણ છે? ક્યાં છે? કેમ નથી આવતા? "
કિર્તિ ચૂપચાપ આંખમાં આંસુ સાથે દીકરીને જોતી રહી. અને કાર્તિકને પણ કદાચ એના મનમાં ગોઠવાતા સવાલોનો થોડો ઘણો જવાબ મળી ગયો.

કીર્તિનું વાક્ય થોડું ઘણું સમજાયું,

"થપ્પડ સે ડર નહીં લગતા સાહેબ પ્યાર સે લગતા હૈ."

નિધિ મહેતા
અમદાવાદ
No 5