Collageni Duniya - 2 books and stories free download online pdf in Gujarati

કૉલેજની દુનિયા - 2

હવે આગળ જોઈએ,

આ પછી દિવ્યાની દોસ્તી કરન સાથે થાય છે કરન એક ખૂબ જ સારો છોકરો હતો પણ જય સાથેની મિત્રતામાં દગો મળ્યો આથી દિવ્યા દિવ્ય સિવાય કોઈને પણ પોતાનો મિત્ર માનતી ન હતી તે બધા છોકરાઓથી દૂર જ રહેતી હતી કોઈને ના બોલાવતી પણ દિવ્યાને ભૂતકાળમાં કરન એ કરેલી બધી જ મદદ યાદ આવે છે.

કરન કોલેજમાં જયારે જયારે દિવ્યા દુખી હોય ત્યારે ત્યારે કરન તેનો સાચો મિત્ર બનીને હંમેશાં સાથે રહેતો તે દિવ્યાને કોઈપણ રીતે દુખમાંથી બહાર કાઢતો.

કરનને બે બેસ્ટ ફ્રેન્ડ હતી ભાવિકા અને બિના.જેમાંથી ભાવિકાએ એક વખત કોલેજમાં દિવ્યા સાથે વાતો કરી તે દિવ્યા પાસે કવિતા બાબતે કોઈક પ્રશ્ર્નો કરતી અને તેમાં બંને એકબીજાની મદદ કરતા આથી તે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી તેથી તે બંને એકબીજા સાથે વાતો કરતી.પછી ભાવિકાની સગાઈ થઈ ગઈ તેથી તે થોડી વ્યસ્ત થઈ ગઈ પણ‌ કરન અને ભાવિકા ગમે તેટલા કામમાં હોય તો પણ દિવ્યાને જયારે જયારે મિત્રની જરૂર હોય તે બંને હંમેશાં સાથે રહેતા.

કરન એક ખૂબ જ સારો છોકરો હતો પણ કહે છે ને કે,સારા માણસ સાથે કંઈક ખરાબ તો થાય જ છે.કરન કોલેજમાં એક છોકરીને પ્રેમ કરતો હતો અને તે પણ તેને પ્રેમ કરતી હતી.બંને એકબીજાને ખૂબ ચાહતા હતા અને હંમેશાં સાથે રહેતાં હતાં પણ એક દિવસ અચાનક કરનના પિતાજી કોઈ કારણોસર મૃત્યુ પામે છે અને કરનની આખી જીંદગી વેરવિખેર થઈ જાય છે અને તેની પ્રેમિકા પણ આ મુશ્કેલીના સમયે સાથે રહેવાને બદલે સાથ છોડી દે છે કરન સાવ તૂટી જાય છે ત્યારે બિના અને ભાવિકા તેને આ દદૅમાંથી બહાર લાવે છે.

દિવ્યા તેની બેસ્ટ ફ્રેન્ડ નહોતી તેથી તેને આ બધી બાબતની બહુ પછીથી ખબર પડે છે પણ‌ તે કરનને કહે છે કે,જે આપણા હોય તે આપણને છોડીને કયાય નથી જતા તે હંમેશાં સાથે રહે છે પણ કરનના દુખને કરન સિવાય કોઈ જાણી શકતું નથી.

કરન તો દિવ્યા સાથે સદા રહે જ છે,તે પછી દિવ્યાની જીંદગીમાં શિવાય આવે છે શિવાય પણ દિવ્યાની જ કોલેજમાં હોય છે પણ તે દિવ્યા કરતા મોટો હોય છે પણ તે જયારથી દિવ્યા કોલેજમાં આવી ત્યારથી તેની સાથે દોસ્તી કરવા મથે છે તે અવારનવાર દિવ્યાને બોલાવે છે પણ‌ દિવ્યા તેના સામે‌ જોતી પણ‌ નથી અને જયે જે કર્યુ તે પછી તો તેને શિવાયને એવી ધમકી આપી કે જો તે મારી સાથે વાતો કરવાની કોશિશ કરી તો‌ હું આ કોલેજ છોડીને ચાલી જઈશ.શિવાય તેને ખૂબ સમજાવે છે પણ દિવ્યાની જીદ સામે તે હારી જાય છે પણ‌ છેલ્લે દિવ્યા કહે છે હું કોઈવાર સામેથી જ તને બોલાવીશ.

શિવાય તો તે દિવસની જ રાહ જોવા લાગી જાય છે પણ દિવ્યાને તે વાત યાદ પણ નહોતી.પછી એકવાર કોલેજમાં શિવાય એ દિવ્યાની કંઈક મદદ કરી હતી તેથી દિવ્યા તેની સાથે વાતો કરવા લાગે છે પણ દિવ્યા શિવાયને ઘણા સમય સુધી દોસ્ત પણ નથી માનતી તો પણ શિવાય દિવ્યાની દરેક વાત માને છે અને દિવ્યાનો ગુસ્સો સહન કરે છે જોકે દિવ્યા બધાનો ગુસ્સો શિવાય પર જ ઉતારે છે તો પણ શિવાય તેને કંઈ જ કહેતો નથી.જયારે દિવ્યાને પોતાની ભૂલ સમજાય ત્યારે તે માફી માંગે છે અને શિવાય તેને માફ કરી દે છે.

શિવાય દિવ્યાને પહેલી નજરે જોતા જ તેના પ્રેમમાં પડી જાય છે પણ તે દિવ્યાને આ વાત કહી શકતો નથી અને મનથી તેને ચાહતો રહે છે તે એમ વિચારે છે કે જો હું દિવ્યાને મારા પ્રેમ‌ વિશે કહીશ તો તે મને દોસ્ત પણ નહીં સમજે આથી તે દિવ્યાને કંઈપણ કહેતો નથી પણ દિવ્યા આ વાત જાણતી હોય છે જો કે દિવ્યા શિવાયને તેની બથૅ ડેટ ખોટી કહે છે.

એકવખત બંને વચ્ચેની વાતચિતમાં દિવ્યા શિવાયને કહે‌ છે કે તમારા દિલમાં મારા માટે શું છે તે મને ખબર છે પછી શિવાય કહે છે મેં તને એટલે ના કહ્યું કારણ કે તું મારા પર ગુસ્સો કરે અને દોસ્તી પણ તોડી દે ત્યારે દિવ્યા કહે છે હવે મને આ વાતથી કંઈ જ ફરક નથી પડતો કે કોણ મારા માટે શું વિચારે છે?

દિવ્યા આવું એટલા માટે કહે છે કારણ કે જય પછી ઘણા બધાએ દિવ્યાને પ્રપોઝ કર્યુ હોય છે એટલે દિવ્યાને કોઈથી કાંઈ જ ફરક નથી પડતો અને રાહુલભાઈની વાત પણ સારી રીતે દિલમાં સમાઈ ગઈ હોય છે.

એકદિવસ મસ્ત મજાનું મ્યુઝિક વાગતું હોય છે ખુલ્લું આકાશ અને ધરતીના ચાંદનો ઉજાસ બધું ખીલી ઊઠે છે ત્યારે મસ્ત એવી રોમેન્ટિક કવિતાથી શિવાય દિવ્યાને પ્રપોઝ કરે છે.દિવ્યાને શિવાયની કવિતા ખૂબ જ ગમે છે પણ‌ તે શિવાયના પ્રપોઝલનો કાંઈપણ જવાબ આપતી નથી જોકે આ વાત તો શિવાયને‌ પણ ખબર હતી કે દિવ્યા તેને પ્રેમ કરતી નથી પણ તે તો પણ‌ દિવ્યાને ચાહે છે પણ દોસ્તીની વચ્ચે પ્રેમ ને આવવા પણ નથી દેતો.દિવ્યા તેને એકવખત કહે છે કે તે કોઈપણને પ્રેમ નથી કરતી.શિવાયને દિવ્યા વિશે બધી જ ખબર હતી કે તેના જીવનમાં કેવા કેવા પ્રકારના દુખો છે તેની‌ ફેમિલી તેને લેખિકા બનવામાં કે પત્રકાર બનવામાં સાથ નથી આપતી પણ શિવાય તેને કહે છે કે તે તેના દરેક સપના પૂરા કરશે.

તે દિવ્યા સાથે લગ્ન કરીને તેને દરેક દુખોમાંથી મુકત કરવા ઈચ્છતો હતો તે દિવ્યાને દુખી થતા નહોતો જોઈ શકતો હતો પણ‌ દિવ્યા માટે તેની ફેમિલી બહુ મહત્વની હતી અને આમ‌‌ પણ‌ તે શિવાયને પ્રેમ નહોતી કરતી.

દિવ્યાના બીજા ભાઈ હતા સચિનભાઈ. જે દિવ્યાથી મોટા હતા
પણ તે દિવ્યાને ખૂબ જ માનતા હતા આમ તો દિવ્યા અને સચિનભાઈ બંનેનો સ્વભાવ એક જેવો‌ જ હતો કારણ કે બંને જયારે ગુસ્સો થાય ત્યારે એકબીજા સાથે બહુ મોટી લડાઈ કરી લે ત્યારે તો એવું જ લાગે કે ફરી કયારેય વાત નહીં થાય પણ આ ગુસ્સો ક્ષણ માત્રનો જ હોય.એમાં દિવ્યા શિવાયને વારંવાર વચ્ચે લાવી દેતી.શિવાય પણ દિવ્યાની વાત માની સચિનભાઈને સમજાવતો.

આ બંનેની પ્રેમભરી લડાઈ જોઈ શિવાય પણ ખૂબ જ હસતો‌ કે આ બંને નાના બાળકોની જેમ લડે અને પાછા એકબીજાને મનાવી પણ લે.દિવ્યા અને સચિન ભાઈ સગા ભાઈ બહેન નહોતા પણ સગાથી પણ વિશેષ એકબીજાને માનતા હતા.દિવ્યા તો સચિનભાઈને મનાવવા માટે ઘણા નખરા કરતી.તેઓ જાણતા હતા તો પણ માની જતા.દિવ્યા સચિનભાઈને મસ્તીમાં કહેતી કે તમારા માટે ભાભી તો હું જ શોધી લાવીશ તો સચિન ભાઈ પણ કહેતા હા શોધી લાવજે.

સચિનભાઈને દિવ્યા વિશે બધી જ ખબર હતી કે તેને સાથે શું થાય છે ફેમિલિમાં? આથી સચિન ભાઈ કહેતા કે તું શિવાય સાથે ખુશ રહી શકે તેમ હોય તો તેની પાસે જતી રહે ત્યારે દિવ્યા પોતાની ફેમિલીની વાત કરતી કે તેને હું કેમ છોડી દઉ.તો સચિન ભાઈ કહેતા તારી ફેમિલી તારું નથી વિચારતી તો તું શા માટે તેમના વિશે વિચારે છે?

હવે આગળ જોઈશું શું થાય છે તે?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED