કૉલેજની દુનિયા - 1 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

કૉલેજની દુનિયા - 1

દિવ્ય અને દિવ્યા નામના બે મિત્રોના સુંદર એવા પ્રેમની આ વાતૉ છે અને એક જ‌ કોલેજમાં સાથે ભણતા તેમના ઘણા બધા મિત્રોની.

દિવ્યાના દિવ્ય સિવાય પણ બીજા ઘણાં મિત્રો હતા. જેમાં શ્યામ,રાજ,કરન,અમન,મનન,શિવાય જેવા બીજા મિત્રો હતા જેમાં અમન અને દિવ્ય તેના ખૂબ સારા મિત્રો હતા.દિવ્યા તે બંનેને પોતાના બી એફ એફ માનતી હતી.

બી એફ એફ નો મતલબ દિવ્યાના મતે,

"બી એફ એફ નો મતલબ થાય બેસ્ટ ફેન્ડ ફોર એવર.
એક એવો મિત્ર જે જીવનમાં હંમેશાં સાથે રહે.સુખમાં, દુખમાં આપણી સાથે રહે અને સમજે આ સંબંધમાં ગમે તેવી લડાઈ થાય પણ દોસ્તી ના તૂટે.દિલમાં કયારેય તે માણસ માટે ખોટી ભાવના ના આવે અને આ સંબંધ દરેક સંબંધથી ખૂબસુરત હોય છે તે સંબંધને બી એફ એફ વાળો સંબંધ કહે છે.જે સંબંધ પ્રેમથી પણ વધારે ગહેરો અને સાચો હોય."

આ પછી દિવ્યાને તેના અને દિવ્ય વચ્ચે બનેલી વાતો યાદ આવે છે.દિવ્યને એકવાર પોતાના ખુદ વિશે કહ્યું હતું કે,

તે દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે ત્યારે તેની શાળામાં દિવ્યા નામની એક છોકરી હોય છે જે બહુ સુંદર તો ના હતી પણ તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને તે ખૂબ જ સાદી સીધી હતી.તેને બહુ ફેશન કરવી એ બધું ના ગમતું તો પણ‌ દિવ્ય તેને દરરોજ કલાસમાં જોયા જ રાખતો‌ હતો.

દિવ્યને લાગતું કે તે દિવ્યાને પ્રેમ‌ કરે છે પણ‌ તે આ વાત તેને કયારેય કહી ના શકયો અને દિવ્યાના લગ્ન થઈ ગયા.ત્યારપછી દિવ્યના જીવનમાં અચાનક બીજી દિવ્યા આવી તે બંને એકબીજા સાથે આખો દિવસ મેસેજમાં વાતો કરતા.એકબીજા સાથે વાતો કર્યા વિના તેમને એકપણ દિવસ ના ચાલે.

દિવ્ય વારંવાર દિવ્યાને પૂછે કે તું શું કરે છે? ત્યારે દિવ્યા જે કામ કરતી હોય તેનું કહે અને પછી ફ્રી થઈને ફોન પકડી બેસી જાય અને બંને મેસેજમાં વાતો કરે.દિવ્ય તો જોબ પર હોય તો પણ‌ ફોન ના છોડે અને વાતો કર્યા જ રાખે.

એકવખત દિવ્યાએ દિવ્ય ને પૂછયું કે તમે‌ આખો દિવસ ઓનલાઈન જ હોઉં.ગમે ત્યારે મેસેજ કરું તરત રિપ્લાય કરો તો દિવ્ય કહે હા તારા માટે હું આખો દિવસ ફ્રી જ છું.હું જોબ પર હોય તો પણ તારી સાથે વાતો કરું છું.

દિવ્યાને દિવ્યની આ વાત જરાય પણ ના ગમી એટલે તેને દિવ્ય ને સમજાવ્યો કે જયારે કામ કરીએ તો પુરા દિલથી અને મનથી કરાય.બીજા સાથે કે મારી સાથે વાતો કરીને તે સમયને બગાડાય નહીં પણ દિવ્ય કહે યાર,મને બહુ કંટાડો આવે છે‌ કેટલું બધું કામ હોય છે.તો પણ દિવ્યા તેને અલગ અલગ ઘણી રીતે સમજાવે છે આથી દિવ્ય એક દિવસ દિવ્યાની આ વાત સમજી જાય છે.

ત્યારપછી તે બંને માત્ર રાતના સમયે ફ્રી થઈને જ એકબીજા સાથે વાતો કરતા અને એક દિવસ અચાનક દિવ્ય કહે છે,દિવ્યા હવે આપણે વાત નહીં કરીએ.હું બધી એપ બંધ કરું છું અને ખુદ સાથે રહેવા માગું છું આ સાંભળી દિવ્યા ખૂબ દુખી તો થાય છે પણ દિવ્ય ને આ માટે પૂરો સાથ પણ આપે છે અને બંને તે દિવસે જુદા પડતા પડતા ખૂબ જ રડે છે.તે બંને એકબીજાને પ્રેમ નહોતા કરતા પણ તેમની દોસ્તી ખૂબ જ ગહેરી હતી આથી,તેને બહુ દુખ થતું હતું.

આમ પણ પ્રેમ કરતા પણ દોસ્તોનો સંબંધ ગહેરો‌ હોય છે દોસ્તી ખરાબમાં ખરાબ માણસને પણ‌ સારો બનાવી શકે છે દિવ્ય ખૂબ ખરાબ હતો જો કે આ વાત સત્ય નહોતી પણ‌ તે ખુદને બહુ ખરાબ માનતો હતો.આ એક માત્ર જ કારણ‌ હતું કે તે દિવ્યાથી દૂર જતો હતો.આ પછી દિવ્યાને ભૂતકાળ યાદ આવી જાય છે જયારે તે અને દિવ્ય કોલેજમાં સાથે ભણતા હતા.

દિવ્યા એક ખૂબ જ મસ્તીખોર સ્વભાવની છોકરી હતી આથી બધાને તેની સાથે મસ્તી કરવામાં અને મજાકમાં લડવાની બહુ મજા આવતી હતી.તેનો સ્વભાવ ખૂબ ચંચલ હતો તેથી બધા તેને ખૂબ પસંદ કરતા હતા અને તેના સંપકૅમાં આવનાર ઘણા છોકરાઓને તેની સાથે પ્રેમ થઈ જતો હતો.

આ કોલેજમાં આવતાની સાથે જ તેની મુલાકાત જય નામના છોકરા સાથે થાય છે તે દિવ્યાની સાથે પહેલા દિવસે જ દોસ્તી કરી લે છે અને દરરોજ દિવ્યાને તેના વિશે,તેના પરિવાર વિશે,સગાંસંબંધી વિશે પૂછે છે અને કોઈના કોઈ બહાને તેની સાથે વાતો કરે છે વાત વાતમાં દિવ્યાને ખબર પડે છે કે જયના મમ્મી નથી અને તે મમ્મીને ખૂબ જ યાદ કરે છે.

દિવ્યા એક ખૂબ જ સારી લેખિકા છે આથી કોલેજમાં આવતાની સાથે જ તે એક કવિતા મા ઉપર લખે છે જે વાંચીને જય ખૂબ જ રડે છે દિવ્યા પણ તેને જોઈને ખૂબ દુખી થઈ જાય છે અને તેને સમજાવે છે કે,તેની માતા હંમેશા તેના દિલમાં રહેલા છે તે ઉપરથી પણ તેના માટે સતત ચિતિંત રહે છે.આ બધું જયને બહુ ગમે છે આથી તે ખુશ થઈ જાય છે.

દિવ્યા સાથે જયને ખૂબ જ ગમે‌ છે કારણ‌ કે દિવ્યાના લીધે તે હસતા અને જીવતા શીખે છે અને‌ દિવ્યા હંમેશા તેની સાથે જ છે તેવું પણ કહેતી.ધીમે ધીમે જય દિવ્યાને ચાહવા લાગે છે અને તેના માટે પૂરેપુરો પાગલ થઈ જાય છે અને તેનો પ્રે‌મ‌ બધી હદો પાર કરે તેવો બની જાય છે.

તે એકવખત મોકો ગોતી દિવ્યાને પ્રપોઝ કરે છે.આ સાંભળી દિવ્યા પૂરી રીતે તૂટી જાય છે દિવ્યાને પહેલી વખત કોઈ એ આ રીતે પ્રપોઝ કર્યો હતો તેથી તે રડયા જ રાખે છે અને તેને કાંઈ સમજાતું નથી.તે સમયે ત્યાં દિવ્ય આવે છે દિવ્યાને આ રીતે જોઈ તે પણ દુખી થઈ જાય છે અને દિવ્યાને પૂછે છે તો‌ ખબર પડે છે પણ દિવ્યા ખૂબ જ રડતી હોય છે.

દિવ્ય તેને સમજાવે છે અને કહે છે કે,આ બધું તો બહુ સામાન્ય કહેવાય.જો તું તેને પ્રેમ ના કરતી હોય તો ‌તેને ના પાડી દે એમાં રડવાનું ના હોય પણ દિવ્યા એક ખૂબ સારી છોકરી‌ હતી તેથી તેના માટે આ બધું બહુ નવીન હતું તે પણ‌ દિવ્ય ને ખબર હતી.આથી તે દિવ્યાને ઘરે છોડી આવે છે.

તે દિવસની રાતે દિવ્યા આખી રાત રડે છે અને બીજે દિવસે દુખી થઈ ને કોલેજે આવે છે જય તેની સાથે વાત કરવા ખૂબ મથે છે પણ દિવ્યા તેને કંઈ જ જવાબ આપતી નથી.તે દિવસ‌ પછી તે જય સાથે કોઈ જ વાત નહોતી કરતી અને દિવ્ય સાથે રહીને ધીમે ધીમે તે પહેલાં જેવી થઇ જાય છે.

દિવ્યાને પહેલાં જેવી જોઈ બધા મિત્રો ખુશ થઈ જાય છે પરંતુ તે પછી જય પૂરી રીતે એકલો પડી જાય છે અને દિવ્યા વિના પાછો હસવાનું ભૂલી જાય છે.

દિવ્યાને કોલેજમાં જેટલા મિત્રો હતા તેનાથી વધુ ભાઈઓ પણ હતા એકવખત તે જયની વાત રાહુલ ભાઈને કરે છે ત્યારે રાહુલ ભાઈ તેને સમજાવતા કહે છે કે બહેન તમે કોઈને પ્રેમ‌ ના કરો તે અલગ વાત છે પણ કોઈ તમને પ્રેમ‌ કરે તો તેને તમે પ્રેમ કરવાથી રોકી ના શકો.

દિવ્યાને રાહુલ ભાઈની આ વાત સાચી લાગે છે અને અફસોસ પણ થાય છે કે તે જયને બોલાવતી પણ નથી.જો કે‌ જયે તો કાંઈ જ નથી કર્યુ કોઈને પ્રેમ કરવો તે કોઈ ગુનો તો‌ નથી જ આથી તે જયને માફ કરી દે છે અને તેની સાથે વાત કરે છે જો કે પહેલાની જેમ નથી બોલતી પણ બોલે છે.

હવે પછીનું આગળના ભાગમાં જોઈશું...