પ્રેમ સમાધિ - પ્રકરણ-38 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-38

પ્રેમ સમાધિ
પ્રકરણ-38

કાવ્યા અને કલરવને સ્પંદન, સહવાસ, સ્પર્શની અનુભૂતિ થયાં પછી કાવ્યાએ પ્રેમનો અર્થ સમજાવવા પ્રયત્ન કર્યો. કલરવે સ્વીકાર્યો પણ પછી બોલ્યો “કાવ્યા.... સાચું કહું ? હું તારી આ વાત સાથે સંમત છું પણ પ્રેતયોનીમાં મને હજી તારી સાથે મીઠો સહવાસ કરવાનું મન છે હજી હું એટલો વૈરાગી નથી થઇ શક્યો... પ્રેમ વૈરાગી થવું અઘરું છે. પ્રેમ એ પ્રેમ છે એજ ઇશ્વર છે એમાં વૈરાગ્ય ના આવે. વૈરાગ્ય દુનિયાથી હોય... મોહ, ઈર્ષા, લાલચ, ક્રોધ, ભૌતિક સુખોથી થાય પ્રેમથી ના થાય.
પ્રેમ એક પવિત્ર શબ્દ, સંબંધ છે એજ ઓમકાર છે જે સતત નભો મંડળમાં ગૂંજ્યા કરે છે હું પ્રેમપૂજારી છું હું પ્રેમ થકી તારો પૂજારી છું... મળમૂત્રથી બનેલું આ નશ્વર શરીર હોય કે ના હોય પણ પ્રેમ ક્યારેય અલગ નથી થઇ શકતો. પ્રેમસભર આત્મા પ્રેમનુંજ તન સ્વીકારે છે પ્રેમનો ઓળો-ગોળો-સૂર્ય જેવો છે એ સતત પ્રેમમાં બળ્યા કરે છે એનું તેજ આપ્યાં કરે છે એ ખૂબ પવિત્ર છે. પ્રેમજ મારું સર્વસ્વ છે અને પ્રેમ થકીજ તું મારું સર્વસ્વ છે.”
“પ્રેમ એક શક્તિ છે જે બે જીવોને જોડે છે એક બનાવે છે... ઇશ્વરે પણ ધરતી ઉપર જન્મ લીધાં પછી દુનિયાને શીખ આપવા લીલાઓ કરી છે... સાચું શીખવ્યું છે. સાચો પ્રેમ, પ્રેમ માટે ત્યાગ, પ્રેમ માટે સર્વસ્વ લૂંટવ્યું છે છોડ્યું છે. રાધાક્રિષ્નનો પ્રેમ, શંકરપાર્વતી, સીતારામ કેટલાય અવતારો પૃથ્વી પર પ્રેમ માટે જ આવ્યાં છે.”
કાવ્યા કલરવની સામે સતત જોયાં કરતી હતી સાંભળી રહી હતી એણે કલરવને ક્યાંય અટકાવ્યો નથી એ પ્રેમ અંગે બસ સાંભળી રહી હતી એનાં શબ્દોમાં શબ્દોનાં અર્થમાં ખોવાઇ ગઇ હતી....
કલરવ અટકયો... એટલે કહ્યું “કલરવ તું બોલને તને અત્યારે પ્રેમ દેવતાજ બોલાવી રહ્યાં છે તારી જીભ પર સાક્ષાત સરસ્વીતીમાં બેઠાં છે પ્રેમને પીવો છે સમજવો છે સાંભળવો છે બોલને... પ્રેમમાં આવતી બધી લાગણીઓ ભાવ ભાવાર્થ, બધું સમજવું છે પ્રેમ કર.. પ્રેમનું બોલ મારાં કલરવ મારે તારાં પ્રેમમાં પ્રેમમય થવું છે....
કલરવે કહ્યું “મારી કાવ્યા... તુંજ મારું પ્રેમ કાવ્યને તારાંથીજ મને સ્ફુરણા થાય છે બોલવાનું મન થાય છે તું મારી પ્રેમગુરુ છે કાવ્યા મને સ્ફુરી રહ્યું છે તને કહી રહ્યો છું”.
“ઇશ્વરે પૃથ્વી પર અવતારો લીધાં.... શા માટે આવી માયાવી દુનિયામાં આવ્યાં ? સારપને પ્રસરાવા અને ખોટાને નશ્યત કરવા.. દરેક જન્મની લીલામાં એક સચોટ સંદેશ આપ્યો છે. સાચાં સારાં માણસોનું રક્ષણ કર્યું છે અને વિનાશકારી તાકતોને દૂર કરી એમનો નાશ કર્યો છે.”
“કાવ્યા... મેં એમનાં અવતારોમાં પ્રેમજ જોયો છે પ્રેમજ પકડ્યો છે પ્રેમ થકી મેળવેલું સ્વર્ગીય સુખ જોયું છે કેવી કેવી વિભૂતીઓએ આપણી ભારતની ધરતી પર જન્મ લીધો છે પ્રેમ એ પ્રેમ છે સર્વસ્વ છે સનાતન સર્વોપરી છે પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચે છે પ્રેમ એ મોટો સેતૂ છે એ માં-દિકરા, વર-વહુ, પ્રિયતમ-પ્રેમિકા, ભાઇ-બહેન, ગુરુ-શિષ્ય કોઇપણ વચ્ચે હોય છે પ્રેમ પ્રવિત્ર છે એમાં વાસના હોતીજ નથી માત્ર પવિત્ર બંધન હોય છે એ “બંધન પણ પ્રિય હોય છે જેમાં બે વ્યક્તિ એકાકાર થાય છે. કૃષ્ણ યશોદા... રાધાકૃષ્ણ, રામ લક્ષ્મણ, તુલસીદાસ અને રામ, કૃષ્ણ અર્જુન સખા... મિત્ર હતાં. હું તને કેટલાં દાખલા આપું.. સત્યવાન સાવિત્રી.... શકુંતલા દુષ્યંત.... મારી જીહવા થાકી જશે પાત્રો ઓછાં નહી થાય....”
“કાવ્યા... સત્યવાનનું આયુષ્ય પુરુ થઇ ગયું હતું પણ સતિ સાવિત્રી યમરાજ પાસેથી એમનો જીવ (આયુષ્ય) પાછું લઇ આવેલાં જે શક્ય નથી એ શક્ય બનાવેલું. એનું નામ પ્રેમ.... સહવાસની ગરીમા કેવી છે એ દૃષ્ટાંત છે.
રાવણ સીતાનું હરણ કરી ગયેલો અને સીતાજીનાં વિયોગમાં સ્વયં ઇશ્વર રામ વનમાં સીતે સીતે કરીને શોધવા ભટક્યાં હતાં. એક એક પુષ્પ, ડાળી, વૃક્ષને પાગલ બની પૂછી રહેલાં તમે મારી સીતાને જોઇ છે ? વાતા પવનને રોકીને પૂછેલું મારી સીતા ક્યાં છે ? આ બાવરાપણું પ્રેમનું પ્રતિક છે એ સાચો પ્રેમ છે. કાવ્યા હું એવોજ બાવરો છું તારો....”
“કાવ્યા મારી પાત્રતા એવી નહીં હોય... મારામાં ઇશ્વરીય શક્તિ નથી તુચ્છ માણસ છું જે હવે એય નથી રહ્યો પણ મારો પ્રેમ એટલો પ્રબળ છે કે પ્રેતયોનીમાં પણ હું તારાં સાથમાં છું પડછાયો બની તારી પાછળ છું અને અંધારુ થાય મારો પડછાયો તારામાંજ ઓગળી જાય છે.”
કાવ્યા ધ્રુસ્કેને ધુસ્કે પ્રેમવિવહળ થઇને રડી ઉઠે છે બોલી ઉઠે છે “મારાં કલરવ... હું તનેજ ચાહુ છું તારાં પ્રેમ પર વારી ગઇ છું તારી પ્રથમ નજર મારી આંખમાં પરોવાઇ ગઇ હતી પ્રથમ નજર એજક્ષણે હું તારી થઇ ગઈ હતી એ ક્ષણ હું હજી નથી ભૂલી.... એ લાગણી એ એહસાસ મારાં દીલમાં કોતરાઇ ગયો હું તને મારોજ બનાવી બેઠી હતી.”
કલરવે કહ્યું “મને ઘણુ બરાબર યાદ છે એ ક્ષણ કેવી રીતે ભૂલી શકું ? તું અચાનકજ મારી સામે આવી હતી... હું હજી તને ઓળખું પૂછું પહેલાંજ આપણી આંખો મળી ચમકારો થયો હું બોલી ઉઠેલો... કાવ્યા... મારી કવિતા... મારાં હોઠ ફફડયા અને જાણે તેં સાંભળી લીધેલું... તું શરમાઇ પણ અચકાંઈ નહોતી... તેં મને પૂછેલું તું કલરવ ? તારો મીઠો ટહુકો મને હજી યાદ છે... મેં કહેલું હા.... હું કલરવ... પછી મારી સામે જોઇને બોલેલો... કાવ્યા... કાવ્યા.... મને સ્ફુરે છે એક શબ્દ બોલું ?”
“તેં મને કીધેલું બોલને અચકાય છે કેમ ? તેં મને કીધેલું.... ના ઓળખાણ, ના પીછાણ, ના મિત્રતા ના કોઇ સંબંધ પણ કાવ્યાની કવિતા પર કલરવ મીઠો કરવાનું મન થાય છે.. મીઠી કવિતાનો મીઠો શોર કલરવ....”
“તું ખડખડાટ હસી પડેલી બોલેલી... નામ મારું છે કાવ્યા... પણ કવિતા તું કરે છે... આજ સાચી છે ઓળખાણ... પીછાણ... મિત્રતા અને સંબંધ... હાય કલરવ આઇ એમ કાવ્યા ટંડેલ.... તું કલરવ આચાર્ય તને નામથી ઓળખું છું પરીચય આજે થયો પણ ખૂબ મીઠો થયો એમ કહી તું દોડી ગઇ હતી...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-39