સંધ્યા - 42 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

સંધ્યા - 42

સંધ્યા ઘરે આવી ત્યારે ખુબ ખુશ હતી. એને પોતાના ભાઈ માટેનો પ્રોગ્રામ જે સેટ કર્યો એની ખુશી એને ખુબ થઈ રહી હતી. પણ અત્યારે આખો પ્રોગ્રામ આવતીકાલની સાંજ સુધી ગુપ્ત જ રાખવાનો હતો. આથી પંક્તિને ખુબ સરસ સરપ્રાઈઝ મળે!

પંક્તિ અને દક્ષાબહેને જમવાનું બનાવી રાખ્યું હતું. બધાએ સાથે જમ્યું એ પછી પંક્તિ અને સુનીલ થોડીવાર બાળકોને લઈને નીચે ગાર્ડનમાં ગયા હતા.

સંધ્યાને આ મોકો પોતાના મમ્મીપપ્પાને ભાઈની ટ્રિપની બધી વાત કહેવા માટે યોગ્ય લાગ્યો હતો. સંધ્યાએ કહ્યું, "મેં ભાઈ માટે પરમદિવસની વહેલી સવારની ગોવા જવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી છે. ત્યાં ત્રણ દિવસ અને બે રાત્રીની ની હોટલ પણ બુક કરાવી દીધી છે. બે દિવસ પછી પંક્તિનો જન્મદિવસ છે આથી મેં આ આયોજન એમના માટે કર્યું છે."

"અરે બેટા! તે બહુ મોટો પ્રોગ્રામ સેટ કર્યો, પણ સુનીલને રજા ન મળી તો?" ચિંતા કરતા પંકજભાઈ બોલી ઉઠ્યા હતા.

"અરે પપ્પા! મેં ભાઈની રજા પણ મંજુર કરાવી લીધી છે. અને હા આવતીકાલ સાંજ સુધી એ બંનેને કાંઈ જ કહેવાનું નથી."

"બેટા! તે બહુ ખર્ચો કરી નાખ્યો." દક્ષાબહેને સંધ્યાની ચિંતા કરતા કહ્યું હતું.

"ના મમ્મી! ધારણા કરતા ઘણો ઓછો ખર્ચ થયો છે. ઑફ સીઝન હોય ટિકિટ અને હોટેલ ખુબ ઓછા રૂપિયામાં વધુ સુવિધાવાળા મળી ગયા છે. આ તો અનાયસે ઓછા ભાવે થઈ ગયું તો સારું જ છે બાકી એ બંનેની ખુશી થી વધુ કંઈ જ કિંમતી નથી. એ બંને મારી ચિંતામાં એમનું જીવન જીવવાનું જ ભૂલી ગયા છે."

"તું તો બહુ જ લાબું વિચારવા લાગી છે. તે ખુબ સરસ ટ્રીપનો પ્લાન કર્યો છે. એ બંને ખુબ જ ખુશ થશે! સંધ્યા આ પ્લાનનાં બધા જ રૂપિયા હું આપીશ." પંકજભાઈ સંધ્યાના વખાણ કરતા બોલ્યા હતા.

"ના પપ્પા! જરાય નહીં. હું આ ઘરની સદ્દશ્ય નથી?"

"હા, તું આજ ઘરની સદ્દશ્ય છો."

"તો રૂપિયા આપવાની કેમ વાત કરો છો? હું આપું કે, તમે આપો એ વાત એક જ છે. કેમ મમ્મી સાચી વાત ને?

"હા, બેટા તારી વાત સાચી છે. તને પણ તારી લાગણી જતાવવાનો હક છે." દક્ષાબહેન બોલ્યા હતા.

એ લોકોની વાત પતી અને સુનીલ તથા પંક્તિ પણ ગાર્ડન જઈને આવી ગયા હતા. બધા થોડીવાર બેઠા હતા. સંધ્યાએ બધા માટે દુધકોલ્ડ્રિક બનાવ્યું હતું. એ પી ને બધા પોતાના રૂમમાં ઊંઘવા માટે ગયા હતા.

સંધ્યા પોતાના રૂમમાં આવી હતી. અભિમન્યુને ઉંઘાડીને એ પોતના હનિમૂનના દિવસોને યાદ કરી રહી હતી. આજ સાંજથી અત્યારસુધી કઠણ રહેલ સંધ્યા હવે સાવ પીગળી ગઈ હતી. સૂરજની સાથેની કેરલની ટ્રીપનો આનંદી સમય આજે યાદોની અસહ્ય વેદનાને લીધે સંધ્યાના દેહને અગન આપી રહ્યો હતો. સંધ્યાએ જોએલ એ કુદરતી દ્રશ્યોને સૂરજનો રોમાન્સ સંધ્યા યાદ કરી પોતાના રોમ રોમમાં સૂરજના એ સ્પર્શને મહેસુસ કરી રહી હતી. સંધ્યા સૂરજની યાદ સાથે જ ગાઢ નિંદરમાં સરી પડી હતી.

સંધ્યાથી મહામહેનતે ટ્રિપની વાત ગુપ્ત રખાતી હતી. એ સાંજ થવાની રાહમાં જ સમય વીતાવતી હતી. સ્કૂલમાં પણ એ વારે વારે સમયને જોયા કરતી હતી. આજ સંધ્યાનો સમય જલ્દી પસાર થતો જ નહોતો. ખુબ ઇન્તઝાર કર્યા બાદ એ ઘડી આવી જ ગઈ હતી, બસ સુનીલ ઓફિસેથી આવે એટલી જ વાર હતી.

સુનીલને રોજ કરતા આજ સહેજ લેટ થયું હતું. પંક્તિને સંધ્યાની કુતુહલ અમુક અંશે સ્પર્શતી હતી, પણ સંધ્યાને એમ કોઈ જ જાણકારી વગર પૂછુવું પણ કેમ, એ વિચારથી એ ચૂપ હતી. ત્યાંજ સુનીલ આવી ગયો હતો. સંધ્યાએ ખુબ ઉમળકાથી કહ્યું, ભાઈ! કેટલી રાહ જોવડાવે છે તું? ક્યારની રાહ જોઉં છું. સંધ્યાએ પંક્તિને પણ બુમ પાડી હોલમાં બોલાવી હતી. મમ્મી,પપ્પા તો હોલમાં જ બેઠા હતા. સંધ્યાએ બંનેને સોફા પર બેસાડ્યા ત્યારબાદ એ ટ્રિપની ટિકિટ આપી હતી.

પંક્તિ અને સુનીલને ખુબ કુતુહલ થઈ રહી હતી. કે કવરમાં શું હશે?
સુનીલે કવર ખોલ્યું અને એમાં ગોવાની પોતાના પરિવારની ટિકિટ જોઈ એ ખુબ ખુશ થઈ ગયો. પંક્તિ સુનીલના હાસ્યને જોઈને બોલી, શું છે એમાં? કેમ હશો છો? આતુરતા વધતા પંક્તિએ પૂછી જ લીધુ હતું. સુનીલે ટિકિટ એના હાથમાં મૂકી હતી. પંક્તિનો ખુશીનો પાર જ નહોતો! એ સંધ્યાને ભેટીને ખુશીના આંસુ વહાવવા લાગી હતી.

"ચાલ હવે પેકીંગ કર." એમ કહી સંધ્યાએ મસ્તી કરી હતી.

"તારી વાત તો ઠીક પણ રજા મારે મંજુર કરાવવી પડે, એ પછી જ જવાનું વિચારી શકાય ને!"

"તારી રજા પણ મંજુર થઈ ગઈ છે એ ચિંતા ન કર અને તૈયારી કર જવાની. અને હા ત્યાં રહેવાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે તું હવે કોઈ પ્રશ્ન પણ ન કરજે ઓકે ભાઈ?

સુનીલ અને પંક્તિ એક પછી એક સંધ્યા જે બધા સરપ્રાઈઝ કહી રહી હતી એનાથી ખુબ જ ખુશ થઈ ગયા હતા. સુનીલને થયું કે, એ કેટલો ભાગ્યશાળી છે કે એને સંધ્યા જેવી બહેન મળી છે.

પંક્તિ પોતાનું પેકીંગ કરવા રૂમમાં ગઈ હતી. પેકીંગ કરતા એનું મન વિચારોમાં સરી પડ્યું હતું. પંક્તિને થોડા દિવસ પહેલાના એના સંધ્યા માટેના વિચારો યાદ આવી ગયા હતા. ખુબ એનું મન વ્યાકુળ થઈ ગયું હતું. એને પોતાના પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. એને ખુબ અફસોસ થઈ રહ્યો હતો. એ અફસોસના આંસુ દર્દ બની સરવા લાગ્યા હતા. સુનીલ રૂમમાં આવ્યો અને એ પંક્તિને રડતા જોઈ ગયો હતો. એ પંક્તિ પાસે ગયો અને બોલ્યો, "તને આ પહેલો અનુભવ છે સંધ્યાનો, મેં મારા જીવનમાં આવા કેટલાય અનુભવ કર્યા છે. એ હંમેશા બધાની લાગણીને સમજીને જ જીવતી આવી છે. ગુસ્સો કે, કપટ એના મનમાં જ નથી. એ મારાથી નાની ભલે રહી, પણ સમજદારીમાં હંમેશા મારાથી આગળ જ રહી છે. તારા કરતા વિશેષ દુઃખ એને આપણા જીવનનું છે, એ આ ટ્રિપની ટિકિટ સાબિતી પુરી કરે છે. તું પણ એને સમજે જ છે પણ હંમેશા તારા મનમાં જે નેગેટિવ વિચારો જન્મે છે એ તને દરેક સંબંધથી દૂર કરે છે. હવે તું જ કે, મારા એ શબ્દો ખોટા હતા કે, 'પહેલું સ્થાન બહેનનું જ રહેશે?' શાંતિથી મારી વાત ને સમજવાનો પ્રયત્ન કરજે!" ખુબ સરસ રીતે સમજાવતા સુનીલ બોલ્યો હતો.

"હા, તમારી વાત સાચી જ છે. હું આ બાબતે અવશ્ય ધ્યાન રાખીશ."

"તું આટલું સમજી જશે તો પછી તારે ક્યારેય અફસોસ કરવો નહીં પડે! અને જીવનમાં એકવાર થાય એ ભૂલ સમજી બધા જતી કરે પણ વારંવાર થાય તો એ સ્વભાવનું લક્ષણ કહેવાય છે. અને ક્યારેક સ્વભાવના લીધે આપણે બધું જ હોવા છતાં પણ સુખ ભોગવી શકતા નથી. ચાલ તારે માટે આપણે થોડા વેસ્ટન કપડાં પણ લઈ આવીએ, આપણે ત્યાં જવું જ છે તો ટ્રીપ એમ એન્જોય કરશું કે, એ જીવનભર યાદ રહી જાય!"

પંક્તિ ચૂપ રહીને સુનીલને ગળે વળગી પડી હતી. એની પાસે બોલવા કોઈ જ શબ્દ નહોતા. સાક્ષી રૂમમાં આવી અને એ પણ પોતાના મમ્મીપપ્પાને ભેટી પડી હતી.

પંક્તિ અને સુનીલ ખરીદી કરીને આવી ગયા હતા. સંધ્યાએ ખુબ સરસ ડીનર બનાવ્યું હતું. બધા જ જમીને હોલમાં બેઠા હતા.

કેવી રહેશે સુનીલની ગોવાની ટ્રીપ?
શું સંધ્યા અને પંક્તિના સંબંધ આમ જ રહેશે કે ફરી થશે તકરાર?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻