સંધ્યા - 43 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

સંધ્યા - 43

સંધ્યા એના આખા પરિવાર સાથે હોલમાં બેઠી હતી. બધા વાતો કરી રહ્યા હતા પણ સંધ્યાનું વાતમાં ધ્યાન જ નહોતું. એ વિચારોમાં ગુચવાયેલ હતી કે, "કાલ સાક્ષી ચાર દિવસ માટે નહીં હોય, અભિમન્યુને કેમ હું સાચવી શકીશ!"

સુનીલ થોડો અણસાર તો પામી ચુક્યો પણ ખરું એનું કારણ તો સંધ્યા જ જાણતી હોય એણે સંધ્યાને પૂછ્યું કે, "શું વિચારમાં છે?"

હું વિચારું છું કે, અભિમન્યુને હવે ફૂટબોલની ટ્રેનિંગ આપવાની શરુ કરાવવી છે.

"હા, એ યોગ્ય સમય છે. અભિમન્યુ હવે પાંચ વર્ષનો થશે તો નાનપણથી જ એ શીખે તો એના પપ્પાની જેમ એક ખુબ સરસ નામના ધરાવતો પ્લેયર બની શકે. અને એના પપ્પાના શોખને એ પણ સમજી શકે!" સુનીલ બોલ્યો હતો.

"મારે કાલ સૂરજનો જે સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ રમ્યો હતો, એની પાસે જઈને અભિમન્યુની ટ્રેનિંગ માટેની ચર્ચા કરવી છે. આમ પણ સૂરજના ગયા બાદ આ બાબતે કઈ જ વિચાર્યું જ નહોતું. આજ અચાનક આ વિચારે મનમાં પ્રવેશ કર્યો છે."

"હા તું જતી આવજે, અને શક્ય હોય તો ચાલુ કરાવી જ દેજે!" સુનીલે પોતાના વિચાર રજુ કરી દીધા હતા.

સંધ્યા સહીત બધા જ પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે ગયા હતા. સંધ્યાએ અભિમન્યુને ઉંઘાડ્યો હતો. એ ઊંઘી ગયો એટલે સંધ્યાએ થોડી સ્કેચ બનાવવાની રીતો સર્ચ કરી હતી. અને એણે પોતે પણ એક ડ્રોઇગસીટ પર એ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડીવાર એમાં ગુચવાયેલ રહી આથી સંધ્યાની હવે આંખ ઘેરાય રહી હતી. એ બધું જ મૂકી ને તરત ઊંઘી ગઈ હતી.

સુનીલ અને પંક્તિની ફ્લાઈટ સવારે સાત વાગ્યાની હોય એ ઘરેથી પાંચ વાગ્યે જ નીકળી ગયા હતા. એ ત્રણેય આજ પહેલી વાર ફ્લાઈટમાં બેસવાના હોય ખુબ જ ઉત્સાહમાં હતા. સાક્ષી તો હજુ ઊંઘમાં જ હતી. સુનીલ અને પંક્તિની આ પહેલી બહારગામની ટ્રીપ હોય એ બંને ખુબ જ ખુશ હતા. ફાર્મહાઉસમાં રહ્યા બાદ આટલા વર્ષે ફક્ત એ બંને જ એકબીજાની સાથે હશે એ કલ્પના જ પંક્તિના મનને ખુબ રોમાંચિત કરી રહી હતી. સુનીલ પણ પંક્તિની ખુશીને મહેસુસ કરી શકતો હતો. એ બંને વેઇટિંગ એરિયામાં બેઠા હતા. સાક્ષી હજુ પણ સૂતી જ હતી. એમની ફલાઇટની જાહેરાત થઈ એટલે હવે પંક્તિએ સાક્ષીને જગાડી હતી.

સાક્ષી જાગીને એની આંખ ચોળી રહી હતી. ત્યાંજ રનવે પર ફલાઇટ ગોઠવાઈ રહેલી જોતા એની આંખ ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી. એ બોલી, "મમ્મી આપણે ફ્લાઈટમાં બેસીને જવનું છે?"

"હા, બેટા! આ જે સામે ઉભી રહે છે એજ ફ્લાઈટમાં!"

સાક્ષી તો રાજી થઈને તાળી પાડવા લાગી હતી. એને ખુશ જોઈને પંક્તિએ એના કપાળ પર એક ચુંબન કર્યું હતું. સાક્ષીનું બાળમાનસ થોડું ગભરાઈ પણ રહ્યું હતું. એ એના પપ્પાને ભેટી પડી હતી. એ બોલી, "પપ્પા આપણે ઉડતા ઉડતા નીચે પડી જઈએ તો? બસ, એજ વિચારે બીક લાગે છે."

"ના બેટા! એમ ન પડીએ. તું જેમ જેમ મોટી થતી જઈશ એમ તારે ભણવામાં પણ એ બધું જ આવશે. અત્યારે તું ખાલી આ મુસાફરીની મજા લે, ચિંતાને દૂર રાખ."

સાક્ષીને ફ્લાઈટમાં આવતી બધી સૂચનાઓ સાંભળીને ખુબ કુતુહલ થયું હતું. જેવી ફ્લાઈટ ઉપડી કે, સાક્ષીને પેટમા ધ્રાસ્કો પડ્યો અને એ બોલી, "મમ્મી હવે તો જાજી બીક લાગે છે."

પંક્તિએ બારીની બહારનું વાતાવરણ જોવાનું સાક્ષીને કહ્યું હતું. સાક્ષી બહારનો નજારો જોવામાં રહી એટલી વારમાં તો એ વાદળોની વચ્ચે ઉડવા લાગી હતી. ખુબ જ સરસ સિનેરી દેખાય રહી હતી. એ જોવામાં સાક્ષી એટલી તલ્લીન થઈ ગઈ કે હવે બીક દૂર થઈ ગઈ હતી. એક ખુબ સરસ અહેસાસ સાથે એમની ટ્રિપની શરૂઆત થઈ હતી.

આતરફ સંધ્યાએ અભિમન્યુને જગાડ્યો હતો. એને તૈયાર કરીને નાસ્તો કરવા એ લોકો ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. અભિમન્યુ બોલ્યો, "સાક્ષી નથી તો જરાય મજા આવતી નથી."

"અરે બેટા! ફક્ત ચાર દિવસની જ વાત છે પછી તો એ આવી જ જશે ને! અને હા, તારે ફૂટબોલ શીખવું છે? તો હું તને એની એકેડમીમાં મૂકી આપું સાંજે તું એક કલાક ત્યાં જતો રહેજે અને હું ડિઝાઇનિંગ માટે એ સમયે જઈશ! તારી ઈચ્છા હોય તો હું એકેડમીમાં કોલ કરી માહિતી મેળવું." અભિમન્યુનું મન બીજી દિશામાં વાળવાના હેતુથી સંધ્યા બોલી હતી.

"હા, મમ્મી મારે પણ ફૂટબોલ શીખવું છે. મારે પણ પપ્પા જેમ ખુબ રમવું છે."

"હા, બેટા તું તારા પપ્પા જેમ રમજે. પણ રમતની સાથોસાથ ભણવું પણ પડે. તારી પરીક્ષા પણ હવે નજીક છે ને!"

"અરે મમ્મી! તું ભૂલી ગઈ આપણી વચ્ચેની પ્રોમિસ? મને એ યાદ છે. ખુબ ભણીને મારે ફોન બનવવનો છે ને! તો આપણે પપ્પા સાથે વિડિયોકોલમાં વાત કરી શકીયે ને!"

અભિમન્યુની નિખાલસ વાત સંધ્યાને જળમૂળથી હલાવી ગઈ હતી. પણ જાતને તરત જ એને સાચવી લીધી હતી. આજ સંધ્યા અભિમન્યુને સ્કૂલ મૂકીને પછી પોતાની સ્કૂલ જવાની હતી. એ પાર્કિંગમાંથી સ્કૂટર કાઢતી હતી ત્યારે પેલી વોચમેનની પત્ની એને જોઈ રહી હતી. સંધ્યાનું પણ તેની તરફ ધ્યાન ગયું હતું. આજ સંધ્યાને એ બેનની આંખમાં ખુબ શરમ વર્તાઈ રહી હતી. એ કઈ જ બોલી નહીં અને તરત ત્યાંથી બહાર નીકળી ગઈ હતી.

સંધ્યાએ અભિમન્યુને સ્કૂલે મુક્યો અને પોતે પોતાની સ્કૂલ ગઈ હતી. એક લેક્ચરની હમણાં એણે ચાર દિવસ મોડા આવવાની છૂટ લઈ લીધી હતી.

સંધ્યા સ્કૂલથી છૂટીને એ અભિમન્યુને લેવા ગઈ હતી. એના મેડમ આજ પણ અભિમન્યુના ખુબ વખાણ કરી રહ્યા હતા. સંધ્યા એમની વાત સાંભળીને હરખાઈ ગઈ હતી.

સંધ્યા ઘરે આવી ત્યારે દક્ષાબહેને એની પસંદની રસોઈ બનાવી રાખી હતી. બધાએ ખુબ પ્રેમથી જમ્યું હતું. સુનીલનો સંધ્યા પર વીડિયોકોલ આવ્યો હતો. સાક્ષીને અભિમન્યુ સાથે વાત કરવી હતી. બંને એ થોડી વાર વાત કરી એ પછી પંક્તિએ સંધ્યા સાથે વાત કરી હતી. સંધ્યા પંક્તિના અવાજ પરથી જ એ ખુબ જ ખુશ હોય એ અનુમાન લગાવી ચુકી હતી. પંક્તિના અવાજમાં ઉત્સાહ અને ખુશી ભારોભાર છલકતા હતા. અમુક ઔપચારિક વાતો કરી ફોન સંધ્યાએ મુક્યો હતો. સંધ્યા હવે એનું સિલાઇનું કામ કરવા બેઠી હતી. દક્ષાબહેન અભિમન્યુ સાથે લુડો ગેમ રમી રહ્યા હતા.

સંધ્યા સાંજે અભિમન્યુને લઈને ફૂટબોલ અને ડિઝાઈનિંગ કોષૅની તાપસ કરવા જવાની હોય, મમ્મીને એણે કીધું કે, "મમ્મી તમે પણ આવજો ને! આમ પણ આજ એકલાજ છો, ઘરે કંટાળી જશો."

"હા, સારું હું પણ આવીશ."

એ ત્રણેય પહેલા ફૂટબોલની એકેડમી પર ગયા હતા. ત્યાં સૂરજનો સ્ટુડન્ટ જીતેશ સંધ્યાને જોઈને એની પાસે તરત આવી પહોંચ્યો હતો. એ સંધ્યાને પગે લાગ્યો હતો. સંધ્યાને ખુબ જ અચરજ થયું, સૂરજનો સ્ટુડન્ટ સૂરજની કેટલી રિસ્પેક કરતો હશે કે, આજ સંધ્યાને પણ એ પગે લાગ્યો હતો. સંધ્યાની આંખમાં આંસુની ભીનાશ છવાઈ ગઈ હતી. જીતેશે અભિમન્યુને જોઈને એને તરત કહ્યું, "કેમ છે બેટા? તારે અહીં રમવું છે ને મારી સાથે?"

"હા, અંકલ મારે રમવું છે એટલે જ હું અહીં આવ્યો છું." ખુબ મક્કમતાથી અભિમન્યુએ જવાબ આપ્યો હતો.

સંધ્યાએ બધી બેઝિક માહિતી જીતેશ પાસેથી લીધી હતી. અને આવતી કાલથી બાળકોનો સમય ૫ વાગ્યાનો હોય એને આવવાનું કહ્યું હતું.

સંધ્યાએ ફીની વાત કરી તો જીતેશે તરત એમની વાત કાપીને ચોખ્ખુ કીધું કે, "સૂરજસરની અચાનક વિદાય થઈ ગઈ એમને ગુરુદક્ષિણા હું આપી ન શક્યો, આ મારી એમને ગુરુદક્ષિણા છે એમ સમજી હું ફી નહીં લઉં, આ મારી લાગણીને તમે મે તમારા પર દયા ખાધી કે અહેસાન કર્યું એવી બિલકુલ વિચારતા નહીં!" ચોખવટ કરતા જીતેશ જે મનમાં હતું એ બોલી જ ગયો હતો.

શું સંધ્યા જીતેશની વાત સાથે સહમત થશે કે નહીં?
સાક્ષીને ગોવાના દરિયાકાંઠે કેવો થશે અનુભવ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻