પાર્ટી અને પ્રેમ - 4 Shreyash R.M દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાર્ટી અને પ્રેમ - 4

સામેનો નજારો જોઈ ને પ્રિયા તો શોક થઈ ગઈ. સંકેત હાથ માં વિંટીનું ખુલ્લું બોક્સ લઈ ને એક પગ પર બેઠો હતો. અને અચાનક જ જ્યાં ફક્ત પ્રિયા અને સંકેત હતા ત્યાં અત્યારે પ્રકાશ, ધર્મેશ, કરિશ્મા, નિશા, ડિમ્પલ અને તેનો પતિ બધા આવી ગયા હતા અને બંને ની સર્કલ માં ઉભા હતા. આ પળ ને સાચવી ને રાખવા માટે એક વીડિયોગ્રાફર પણ હતો. આટલું બધું જોઈ ને થોડી વાર તો પ્રિયા વિચારતી રહી કે આ બધું શું છે.

"હેલ્લો મેડમ, ક્યાં વિચારો માં ખોવાઈ ગયા? તમારું વિચારવાનું પૂરું થયું હોય તો હું કઈ કહું?" સંકેત બેઠા બેઠા જ બોલ્યો. પ્રિયા એ પણ હકારમાં માથું હલાવ્યું. એટલે સંકેત એ બોક્સ માંથી વીંટી કાઢી પોતાનો ડાબો હાથ આગળ કરી જમણા હાથ માં વીંટી પકડી ને કહ્યું "May I?"

આટલું બોલતા જ પ્રિયા એ પોતાનો જમણો હાથ આગળ સંકેતના હાથ માં આપ્યો અને સંકેત એ તેને વીંટી પહેરાવી દીધી. ચારેબાજુ થી ઉત્સાહ ની ચિચિયારીઓ સંભળાવવા લાગી. સંકેત ઉભો થયો એટલામાં તો પ્રિયા તેને ગળે વળગી પડી.

"બસ હવે છૂટા પડો. આપડે પબ્લિક પ્લેસ પર છીએ." પ્રકાશ એ કહ્યું અને બધા હસવા લાગ્યા. સંકેત અને પ્રિયા પણ એકબીજા નો હાથ પકડી ને ઉભા ઉભા હસતા હતા.

"તો પ્રિયા, કેવી લાગી સરપ્રાઈઝ?" કરિશ્મા એ કહ્યું.

"અવિશ્વસનીય. મને લાગતું હતું કે એક દિવસ સંકેત મને પ્રપોઝ જરૂર કરશે પરંતુ આવી રીતે કરશે તેનો જરાક પણ અંદાજો ન હતો. ખરેખર મારી જિંદગી ની અત્યાર સુધી ની સૌથી યાદગાર ક્ષણ છે. સંકેત તારો ખૂબ ખૂબ આભાર માને આટલી મોટી ખુશી આપવા માટે." પ્રિયા આટલું બોલી ત્યારે તેની આંખો માં ખુશી ના આંશુ આવી ગયા હતા.

"માન્યું કે આપડે ક્યારેય એકબીજા ને કહ્યું નથી કે આપડે પ્રેમ કરીએ છીએ, પણ આપણું વર્તન બધું જ કહેતું હતું. માટે મે સીધું તેને લગ્ન માટે પૂછવાનું નક્કી કર્યું. આ વાત મે આ બધા મિત્રો ને કરી તો તેઓએ સાથે મળી ને આનો આઈડિયા આપ્યો. અને તને જે ફોન આવ્યો હતો તે અમે જ પેલા વીડિયોગ્રાફર પાસે કરાવ્યો હતો." સંકેત એ જવાબ આપ્યો.

"તમારા બધા નો પણ ખૂબ ખૂબ આભાર મને આવી સરપ્રાઈઝ આપવા માટે." પ્રિયા એ આંખ માંથી નીકળતા હરખ ના આંસુ ને લૂછતાં કહ્યું.

"તો હવે આપડા ગ્રુપ ના છેલ્લા એક વધેલા કુંવારા સદસ્યના કુંવારાપન ની સમાપ્તિ બદલ આજની કેન્ડલ લાઇટ ડિનર પાર્ટી સંકેત તરફ થી." પ્રકાશ એ ઉત્સાહ થી કહ્યું.

"તે પણ કઈ કેવાની વાત છે.." સંકેત એ કહ્યું.

બધા કપલ એક એક ટેબલ પર ગોઠવાઈ ગયા. સંકેત એ મેનેજર ને ફોન કરી ને ઓર્ડર લેવા મટે વેઇટર મોકલવા કહ્યું. નીચે હોટેલ માંથી 2 વેઈટર આવ્યા અને બધા ટેબલ પર ગોઠવેલી મીણબત્તીઓ સળગાવી દીધી. ઉપર આભમાં ચમકતા ચાંદ ની શીતળ ચાંદનીમાં, ઊંચી ઇમારત ની ખુલી અગાશીમાં, ઠંડા પવન સાથે, ટેબલ પર સળગી રહેલી મીણબત્તીના હલકા અજવાળે ટેબલ પર પથરાયેલી ગુલાબ ની પાંખડીઓ સાથે પોતાના મનપસંદ જીવનસાથી સાથે બેસવાનો અનુભવ બધા જ કપલને રોમાંચિત કરતો હતો. માહોલ એકદમ જ રોમેન્ટિક થઈ ગયો હતો. બધા લોકો એ પોતાની રીતે ઓર્ડર આપી ને પોતાના જીવનસાથી સાથે સુખ દુઃખ ની અને રોમેન્ટિક વાતો કરતા કરતા પોતાનું ડિનર પૂરું કર્યું. સંકેત એ પાર્ટીનું બિલ ભરી ને બધા ને કહ્યું.

"તો મિત્રો, આજ ના આ કેન્ડલ લાઇટ ડિનર માં મજા આવી કે નહિ?"

"અમને બધા ને તો બહુ જ મજા આવી, પણ સૌથી વધુ ખુશ તો આજે તમે બંને હશો." એમ કહી ને ધર્મેશ એ સંકેત અને પ્રિયા સામે જોઈ ને એક હલકી સ્માઈલ આપી. "તો ચાલો હવે કાલે થી ફરી પાછા હતા ત્યાં જ જોબ પર મળ્યા." એમ કહી ને બધા જવા લાગ્યા.

"ચાલ પ્રિયા હું તને ઘરે છોડી દવ." સંકેત એ કહ્યું. સંકેત પ્રિયા ને તેની કાર માં તેના ઘરે છોડી ત્યાંથી પોતાની કાર લઈ ને પોતાના ઘરે ચાલ્યો ગયો.

બીજા દિવસ થી કંપનીમાં માહોલ બદલાય ગયો. પ્રકાશ, ધર્મેશ અને ડિમ્પલ વારે વારે સંકેત અને પ્રિયા ને એકબીજા ના નામે થી મસ્તી મા ચિડવતા હતા. થોડા દિવસોમાં બધા ને ખબર પડી ગઈ કે સંકેત અને પ્રિયા એક બીજાના પ્રેમ માં છે.

બેએક મહિના બાદ બંને એ પોતાના ઘરે વાત કરી. બંને ના ઘરવાળાઓએ એક વાર મુલાકાત કરી અને બંનેનો સંબંધ પાકો કરી લીધો. થોડા સમય બાદ ધૂમધામ થી સંકેત અને પ્રિયાના લગ્ન થયા. જેમાં સૌથી વધુ નાચવા વાળા પ્રકાશ અને ધર્મેશ હતા. લગ્ન બાદ ફરીથી બધાની જિંદગી નોર્મલ ચાલવા લાગી હતી.

એકાદ વર્ષ પછી કંપની ની હાલત બગડતા બંધ કરવાની નોબત આવી હતી. આ કંપની બંધ થતાં બધા પોતાની રીતે બીજી કંપની શોધવા લાગ્યા હતા. જેના લીધે પ્રકાશ, ધર્મેશ અને સંકેત એ અલગ થવું પડ્યું. પ્રકાશ અને ધર્મેશ બંનેને સંકેત થી ખૂબ દૂર જોબ મળી. સદભાગ્યે સંકેત અને પ્રિયા ને એક જ કંપની માં પરંતુ અલગ અલગ ડિપાર્ટમેન્ટ માં જોબ મળી. ડિમ્પલ પણ બધા થી અલગ થઈ ગઈ હતી. અલગ થયા બાદ બધા ને સાથે મળવાનું થતું ન હતું. હા ક્યારેક ક્યારેક 2-3 લોકો એકબીજા ને સાથે મળી જતા, પરંતુ આખું મિત્રવર્તુળ ક્યારેય મળ્યું ન હતું.

બધા મિત્રો એ પોતાની જોબ પર નવા મિત્રો બનાવ્યા હતા, તેની સાથે પાર્ટી પણ થતી, બહાર ફરવા પણ જતા પરંતુ બધા પોતાના જૂના મિત્રો ને ખૂબ યાદ કરતા હતા. આખરે એક સંયોગે અલગ થાય ના નવેક વર્ષ પછી બધા ફરી પાછા ડિસેમ્બર માં ભેગા થયા હતા અને તે પણ 31st ડિસેમ્બર ની પાર્ટીમાં.

"અરે પીવા દે કરિશ્મા. આખરે 10 વર્ષ પછી ફરી આવી પાર્ટીનો લાભ મળ્યો છે." નિશા એ કહ્યું.

હજુ તો વાત ચાલતી હતી એટલામાં સિંગર એ રોમેન્ટિક સોંગ્સ ગાવાના ચાલુ કર્યા. આખા પાર્ટી પ્લોટ માં કે જ્યાં પાર્ટી હતી ત્યાં એક સાથે ઉત્સાહ નો અવાજ આવી પડ્યો.

"કઈ યાદ આવે છે સંકેત?" પ્રકાશ એ સંકેત સામે જોઈ ને પૂછ્યું.

"અરે મારા ભાઈ, 31st ની પાર્ટી હોય અને રોમેન્ટિક ગીત વાગે ત્યારે તે યાદ ના આવે તેવું બને ખરી? 10 વર્ષ પહેલાં આજ સમય થી મારી લાઇફમાં એક પરિવર્તન આવ્યું હતું. તે થોડું ભૂલાય." એક કહી ને સંકેત એ પોતાનો વાઈનનો ગ્લાસ નીચે મૂક્યો અને ઉભો થઈ ગયો. બધા વિચારમાં પડી ગયા કે અચાનક સંકેત ને શું થયું?

હજુ તો કોઈ કઈ પૂછે તે પેહલા સંકેત પ્રિયા બેઠી હતી તેની સામે ઊભો રહી ગયો. 10 વર્ષ પહેલાં જેમ તેણે પોતાનો જમણો હાથ આગળ કરી, ડાબા હાથ ને પીઠ પાછળ રાખી થોડું નમી ને પ્રિયાની આખો માં જોઈ ને તેને ડાન્સ માટે પૂછ્યું હતું એકઝેકટલી તેવી જ રીતે ઉભો રહી ને સંકેત પ્રિયા સામે જોઈ ને બોલ્યો "May I?"

સંકેત ના આટલું બોલતા જ પ્રકાશ અને ધર્મેશ સહિત બધા જ મિત્રો જોર જોર થી તાળીઓ અને બૂમો પાડવા લાગ્યા.

આ બાજુ પ્રિયાએ પોતાનો હાથ સંકેત ને સોંપી ને બંને લોકો ડાન્સ કરવા જતાં રહ્યાં. તેની પાછળ પાછળ બધા જ કપલ પણ ડાન્સ કરવા માટે ગયા. થોડી વાર રોમેન્ટિક સોંગ પર ડાન્સ કર્યા બાદ બધા એ DJ ના બેઝ પર ઝૂમ્યા અને 31st ni રાતની આ પાર્ટીને ફરી થી યાદગાર બનાવી.