Party ane Prem - 2 books and stories free download online pdf in Gujarati

પાર્ટી અને પ્રેમ - 2

"કાશ હું પણ કોઈ સાથે આવી રીતે ડાન્સ કરી શકત." સંકેત ની પાછળ થોડી દૂર 2 છોકરીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. સાંજે એ પાછળ ફરી ને જોયું તો પ્રિયા અને ડિમ્પલ ઉભા હતા. તેઓના બીજા બધા મિત્રો પોતાના પતિ કે પત્ની અથવા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા હતા. બંને છોકરીઓ જોવામાં સંકેતની ઉમરની જ લાગતી હતી. સંકેત જોતા જ બંને ને ઓળખી ગયો. તે છોકરીઓ સંકેત ના જ ડિપાર્ટમેન્ટ માં કામ કરતી હતી પરંતુ સંકેત અને તેઓનું ક્યારેય બોલવાનું થતું નહિ. ડિમ્પલ અને પ્રિયા મોટા ભાગે પોતાના ફ્રેન્ડસર્કલ સાથે જ હોય અને આ બાજુ સંકેત પોતાના ફ્રેન્ડસર્કલ સાથે.

"કાશ કોઈ હેન્ડસમ છોકરો મારી સાથે આમ રોમેન્ટિક ડાન્સ કરતો હોય. કેવી મજા પડે." પ્રિયા એ મન માં વિચાર્યું.

સંકેત ને શું થયું ખબર નહિ. તે અચાનક પ્રિયા પાસે જઈ ને પોતાનો જમણો હાથ આગળ કરી બીજો હાથ પોતાની પીઠ પાછળ રાખી થોડું નમી પ્રિયા સાથે આખો માં આંખ નાખી ને ધીરે થી બોલ્યો "May I?"
આ બાજુ પ્રિયા પુરે પૂરી સંમોહિત થઈ ગઈ હતી. તેને કઈ પણ વિચાર્યા વગર પોતાનો હાથ સંકેતના આગળ કરેલા જમણા હાથ પર મૂકી દીધો. સંકેત પ્રિયાને લઈ ને વચ્ચે મેદાન મા કે જ્યાં ડાન્સ ચાલતો હતો ત્યાં લઈ ગયો. આ બાજુ ડિમ્પલ ખાલી જોતી રહી ગઈ કે આ શું થઈ ગયું.

સંકેત અને પ્રિયા જાણે એક બીજાને વર્ષો થી જાણતા હોય તેમ એક બીજા સાથે ડાન્સ કરી રહ્યા હતા. અચાનક કરિશ્માની નજર સંકેત અને પ્રિયા પર પડી. તેણે બીજા ત્રણેય ને ઈશારામાં કહ્યું. બધા એ સંકેત અને પ્રિયાને એક બીજા સાથે ડાન્સ કરતા જોયા પરંતુ કોઈ કઈ બોલ્યું નહિ.

થોડી વાર ડાન્સ કર્યા બાદ પ્રિયા અને સંકેત બહાર આવી ગયા. બંને ને તરસ લાગી હોવાથી સંકેત બંને માટે પાણી ની બોટલ લેવા ગયો. એટલામાં પાછળ થી ડિમ્પલ આવી અને પ્રિયાને કેહવા લાગી "અરે ઓ ગાંડી, આ બધું શું હતું?"

"ખબર નહિ પરંતુ મને ડાન્સ કરવાની ખૂબ જ ઈચ્છા થતી હતી અને એટલામાં સંકેત એ આવી ને પૂછ્યું તો હું મારી જાતને રોકી ના શકી." પ્રિયા એ કહ્યું. "પરંતુ અમારી વચ્ચે બીજું કઈ નહિ હો." ડિમ્પલ ના હાવભાવ જોઈ ને તરત જ પ્રિયા બોલી.

એટલામાં સંકેત પાણી લઈ ને આવી ગયો. ડિમ્પલ અને પ્રિયા ને પાણી ની બોટલ આપી. ત્રણેય થોડી વાર ઉભા અને વાતો કરી.

"ક્યાં ગયા તમારા મિત્રો? મહેશ, અભિષેક, નીરવ, પૂર્વી અને નિકિતા. ક્યાં છે બધા?" સંકેત એ ડિમ્પલ અને પ્રિયા ને પૂછ્યું.

"ક્યાં ગયા હોય? બધા પોતપોતાના પાર્ટનર સાથે ડાન્સ કરે છે. આતો અમારા કોઈ પાર્ટનર નથી તો અમે અહી ઉભા હતા. પરંતુ હવે એવું લાગે છે કે ફક્ત મારો જ કોઈ પાર્ટનર નથી." ડિમ્પલ એ થોડું મસ્તીના મૂડમાં સંકેત સામે જોઈ ને કહ્યું.

"અરે અરે એવું કઈ નથી. આતો મને પણ ડાન્સ કરવાનું મન થતું હતું પણ માટે પણ કોઈ પાર્ટનર નથી. એટલામાં મે પ્રિયાને કહેતા સંભાળી કે તેને પણ ડાન્સ કરવો છે. તો મે ફક્ત ડાન્સ માટે પૂછ્યું." સંકેત એ તરત જ પોતાને બચાવતો હોય તેમ બોલ્યો.

"હા. અમારી વચ્ચે બીજું કઈ નથી હો." એમ કહી ને પ્રિયા એ ડિમ્પલ ને હળવેકથી હાથ ઉપર માર્યું.

"સારું ચાલો તમે એન્જોય કરો. હું પણ મારા મિત્રો ને શોધું. ખબર નહિ ક્યાં રખડતા હશે." એમ કહી ને ત્રણેય હસવા લાગ્યા.

સંકેત એ ત્યારબાદ ડિમ્પલ અને પ્રિયા પાસેથી વિદાય લીધી અને ધર્મેશ અને પ્રકાશ ને શોધવા લાગ્યો. તે ચારેય પણ થાકી ને બહાર આવી ને એક બાજુ ઉભા ઉભા પાણી પીતા હતા. સંકેત તેની પાસે જઈ ને પૂછવા લાગ્યો કે "તો કેવી મજા આવી બધા ને કપલ ડાન્સ માં?"

"અમને તો બહુ જ મજા આવી. પરંતુ સૌથી વધુ મજા તો તને આવી હશે. નહિ નિશા?" કરિશ્મા એ નિશા સામે આંખ મારી ને કહ્યું.

"આટલી સુંદર છોકરી સાથે ડાન્સ કરવા મળે તો કોને મજા નાં આવે?" આમ કહી ને નિશા હસવા લાગી.

ત્યારે સંકેત ને ઝબકારો થયો કે તે લોકો એ તેને પ્રિયા સાથે ડાન્સ કરતા જોઈ લીધો હશે.

"અરે એવું કઈ નથી યાર. તમને બધા ને જોઈ ને અમને બંને ને ડાન્સ કરવાનું મન થઈ ગયું હતું. તો અમે લોકો ખાલી ડાન્સ કરતા હતા. બાકી અમારી વચ્ચે એવું કઈ નથી.

"જો કે પ્રિયા દેખાય છે સારી." પ્રકાશ એ ધીરે થી કમેન્ટ મારી અને ફરીથી બધા જ હસવા લાગ્યા.

સંકેત અને પ્રિયા પોતાના મિત્રો સામે તો એમ જ કહેતા હતા કે અમારી વચ્ચે કઈ નથી, પરંતુ બંને ના દિલ માં એક નાની એવી હલચલ જરૂર થઈ હતી.

બધા એ ત્યાર પાછી ખૂબ જ મસ્તી મજાક કરી અને 31st રાત ની પાર્ટી નો આનંદ માણ્યો. બીજા દિવસ થી બધા લોકો પોત પોતાની રોજિંદી જિંદગીમાં ફરી થી આવી ગયા. પ્રકાશ, ધર્મેશ, સંકેત એક જ ડિપાર્ટમેન્ટ માં કામ કરતા હતા. તે જ ડિપાર્ટમેન્ટ માં ડિમ્પલ અને પ્રિયા તથા તેનું મિત્રસર્કલ પણ કામ કરતું હતું.

પેહલા સંકેત પ્રિયા કે ડિમ્પલ સાથે વધુ વાતો ન કરતો, પરંતુ આ નવા વર્ષમાં તે પ્રિયા સાથે થોડી વધુ જ વાતો કરવા લાગ્યો હતો. તેનો આ ફેરફાર પ્રકાશ, ધર્મેશ અને ડિમ્પલ ના ધ્યાનમાં આવ્યો હતો. પરંતુ કોઈ કઈ કહેતું ન હતું. હવે તો ક્યારેક ક્યારેક પ્રિયા અને ડિમ્પલ પણ પ્રકાશ, ધમેશ અને સંકેત સાથે આવી ને બેસતી અને વાતો કરતી.

ઘણી વખત જ્યારે સંકેત તેના મિત્રો એટલે કે પ્રકાશ, ધર્મેશ, નિશા અને કરિશ્મા સાથે બહાર ડિનર કે મૂવી જોવા જતા ત્યારે પ્રિયા અને ડિમ્પલ ને પણ બોલાવતા. જેનાથી ડિમ્પલ અને પ્રિયા ના સંબંધ સંકેત અને તેના મિત્રો જોડે થોડા ગાઢ થવા લાગ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો