પાર્ટી અને પ્રેમ - 1 Shreyash R.M દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

પાર્ટી અને પ્રેમ - 1

ચિયર્સ.... (ઘણા બધા ગ્લાસ નો ધીમો અથડવાવાનો અવાજ)

" ફાયનલી આજે 10 વર્ષ પછી ફરી આપડે બધા સાથે મળી ને 31st ની પાર્ટી ની મજા લઈએ છીએ." પ્રકાશ બોલ્યો.

(ગ્લાસમાંથી વાઈન નો એક ઘૂંટ લઈ ને) "હા યાર, આ 10 વર્ષ માં 31st ની પાર્ટીઓ તો બહુ જ કરી પણ અહી બેઠેલા જે મિત્રો કમ પરિવાર બેઠો છે તેના વગર એકદમ ફિક્કી લાગતી હતી. પાર્ટીનો ખરો રંગ તો આજે ચડ્યો છે." ( એમ કહી ને ધર્મેશ વાઈન નો ગ્લાસ ખાલી કરી નાખે છે.)

" અરે ધીમે ધીમે ધર્મેશ. બહુ વધારે ના પીતો નહિતર નિશા તો તને સંભાળવામાં જ રહેશે." એમ કહી ને કરિશ્મા અને બધા હસવા લાગ્યા. ધર્મેશ પણ સાથે હસવા લાગ્યો હતો.

આખરે 10 વર્ષ પછી 3 મિત્રો એકસાથે મળ્યા છે. ધર્મેશ, પ્રકાશ અને સંકેત. ત્રણેય લોકોએ 12 વર્ષ પહેલાં અલગ અલગ કૉલેજમાંથી પોતાની ભણતર પૂરું કરી ને એકસાથે એક જ કંપનીના પ્લેસમેન્ટ માં જોડાયા. જ્યાં ત્રણેય ને એકસાથે એક જ જગ્યા પર કામ મળ્યું. કોર્પોરેટ ક્ષેત્રે તેઓનું આ પહેલું કદમ હતું. માટે તે ત્રણેય જ એકબીજાને નાના મોટા કામોમાં મદદ કરતા હતા. ધીરે ધીરે આ મિત્રતા ગાઢ બનતી ગઈ.

કંપની માં જોડાયાં નાં 1 વર્ષ માં જ ધર્મેશ એ નિશા સાથે લવ મેરેજ કરી લીધા. બંને નો આમ તો 7 વર્ષ જૂનો સંબંધ હતો. પરંતુ પરિવાર માનવા તૈયાર ન હતો. માટે બંને એ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરી લીધું અને એક દિવસ પ્રકાશ કે સંકેત ને કહ્યા વગર કરી પણ લીધા.

મિત્રોના સપના હોય કે જ્યારે તેનો મિત્ર પરાણે ત્યારે તેની જાન માં સૌથી વધારે તે નાચે અને મિત્ર ના પરણવાની ખુશી પણ સૌથી વધુ તેઓને જ હોય છે. પ્રકાશ અને સંકેત બંને એ એક મિત્રના લગ્ન નો લાભ ગુમાવ્યો. પણ હવે થઈ પણ શું શકે?

ધર્મેશ ના લગ્ન ના 6 મહિના બાદ પ્રકાશ એ પણ કરિશ્મા સાથે ધામધૂમ થી લગ્ન કર્યા. જેમાં સંકેત, ધર્મેશ અને નિશા ખૂબ જ નાચ્યા. ધર્મેશ અને પ્રકાશના લગ્ન બાદ પાંચેય જણા નો સબંધ ગાઢ બની ગયો હતો. તેઓ આવી રીતે વર્તન કરતા જાણે તેઓ મિત્ર નહિ પરંતુ એક બીજા ના સગા સંબંધી હોય. પ્રકાશ, કરિશ્મા, ધર્મેશ, નિશા અને સંકેત ઘણી વાર સાથે ફરવા કે બહાર મૂવી જોવા કે પછી ડિનર પર પણ જતા હતા.

મિત્રવર્તુળ માં ફક્ત સંકેત જ કુંવારો હોવાથી બીજા ચારેય લોકો તેને વારે વારે મસ્તીમાં ચીડવતા અને લગ્ન કરવા માટે કહેતા. સંકેત આ બધું મસ્તીમાં લઈ ને જવા દેતો.

પ્રકાશ, સંકેત અને ધર્મેશ જે કંપનીમાં કામ કરતા તે કંપનીએ આ વર્ષે 31st ની પાર્ટીનું આયોજન કર્યું. બધાએ નક્કી કર્યું કે આપડે સાથે જઈશું.

31st ની રાત્રે બધા આયોજિત જગ્યા પર પહોચી ગયા. જગ્યાને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવી હતી. વચ્ચે નો ભાગ ખાલી છોડીને ફરતી બાજુ ખુરશીઓ મૂકવામાં આવી હતી. મેદાનમાં એક તરફ મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. એક બાજુ નાસ્તા માટે દુકાનો પણ લગાવવામાં આવી હતી કે જ્યાં ગરમા ગરમ વસ્તુઓ બનતી હતી. કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો પરંતુ હજુ લોકો આવ્યા ન હતા. કોઈ પણ જમ્યા ન હોવાથી બધાએ આયોજિત જગ્યા થી થોડે દૂર આવેલી એક શોપ પર જઈને પિત્ઝા ખાવાનું નક્કી કર્યું.

બધા જમી ને પાછા જગ્યા પર આવ્યા ત્યાં સુધીમાં ઘણા બધા લોકો આવી ગયા હતા. મોટા ભાગની ખુરશીઓ ભરાઈ ગઈ હતી. પાંચેય જણા એ ખાલી જગ્યા ગોતીને બેસી ગયા. સ્ટેજ પર સિંગર મધુર અવાજે ધીમા ધીમા ગીત ગાતો હતો. બધા થોડી વાર બેઠા અને મસ્તી મજાક કરી. એટલામાં સિંગર એ રોમેન્ટિક ગીત ગાવાની શરૂઆત કરી.

રોમેન્ટિક ગીત ચાલુ થતાં જ ઘણા બધા લોકો પોતાના પાર્ટનર સાથે વચ્ચે જે ખાલી જગ્યા હતી ત્યાં રોમેન્ટિક ડાન્સ કરવા લાગ્યા. પ્રકાશ અને કરિશ્મા તથા ધર્મેશ અને નિશા પણ જવા લાગ્યા.

"સંકેત તું કેમ બેઠો છે ચાલ તું પણ." ધર્મેશ એ કહ્યું.

" એ બિચારો ત્યાં આવી ને કોની જોડે ડાન્સ કરશે?" આટલું કહી ને નિશા હશી પડી. સંકેત અને બીજા બધા પણ હસવા લાગ્યા.

"તારે શું વાર છે હવે? જલ્દી તારી સાથે ડાન્સ કરે એવી શોધી આવ એટલે એમને પણ એક પાર્ટનર મળી જાય." કરિશ્મા બોલી.

"આવતા વર્ષ સુધીમાં લઈ આવીશ બસ. ત્યારે બધા સાથે આવો ડાન્સ કરશું. અત્યારે તમે ચારેય તો જાઓ. અત્યારે તો હું બધા ને જોઈ ને જ ખુશ થાવ." સંકેત એ કહ્યું.

ધર્મેશ, નિશા, કરિશ્મા અને પ્રકાશ ચારેય વચ્ચેની ખુલી જગ્યા માં જઈ ને મસ્ત રોમેન્ટિક ડાન્સ કરવા લાગ્યા. આ બાજુ સંકેત એકલો આંટા મારતો હતો અને બધાને એકબીજા ની કમર પર હાથ રાખી ને ડાન્સ કરતા જોઈ ને જીવ બાળતો હતો. સંકેત વચ્ચેના મેદાન થી થોડે દૂર ઊભી ને ડાન્સ જોતો હતો એટલામાં એના કાન માં એક અવાજ સંભળાયો.

"કાશ હું પણ કોઈ સાથે આવી રીતે ડાન્સ કરી શકત."