Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 33

કાલિંદી ને હજુ સુધી ખબર નહોતી કે તેના હાથની મુઠ્ઠી બંદ છે અને એમાં છૂપાયેલું રહસ્ય છે. જે જાણવા માટે બધાં કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા.


કાલિંદી પોતાની જમણા હાથની મુઠ્ઠી ખોલવા જઈ રહી હતી બધાની નજર ત્યાં જ ચોંટી ગઈ. બધાની નજર ફક્ત ને ફક્ત કાલિંદીના હાથ તરફ હતી એટલામાં કાલિંદી એ પોતાની મુઠ્ઠી ખોલી. કાલિંદી દ્વારા ખુલાયેલી મુઠ્ઠીમાં એક નાનકડી ચાવી હતી. જે સોનેરી રંગથી રંગાયેલી હતી. તેમાંથી હવે રોશની આવતાં બંદ થઈ ગઈ હતી.


“ ચાવી તો વળી કોઈ શસ્ત્ર છે જે રક્ષકનો અંત લાવી શકે."

“ આ શું..! આપણે તો વિચાર્યું હતું કે કઈક એવું હશે જે ખરેખર રાક્ષકનો અંત લાવવામાં ઉપયોગી થશે."

“ હે ભગવાન હવે શું થશે આ ગામનું અને અમારું..."


ગામલોકો કઈ પણ વિચાર્યા વગર પોતાના મનમાં આવી રહેલા વિચારોને બધાની સમક્ષ મૂકવા લાગ્યા. એક બે જણાંના કારણે આખા ગામમાં ફરી ડરનો માહોલ જામી ગયો.


“ પહેલા મારી વાત સાંભળો બધાં, જે મનમાં આવે એ બોલ્યા વાળી ના રાખો. આ ચાવી પાછળ કઈક તો રહસ્ય હશે જ. અને અઘોરી દાદાએ કહ્યું એ મુજબ આતો પ્રથમ પગથિયું હતું, તો હજુ આગળ પણ કઈક મળશે જ. જે આપણને એ રાક્ષસનો વધ કરવામાં પુરવાર સાબિત થશે. અઘોરી દાદા આપ કઈક કહેશો...?" શિવમે ગામલોકોને ચૂપ રહેવા કહ્યું.


“ હા, શિવમ સાચું કહી રહ્યો છે. આ ચાવી જ છે જે બીજા પગથિયા સુધી પહોંચવાનો માર્ગ બતાવશે.આ ચાવી એ તાળાની છે જેમાં એક શસ્ત્ર છે એજ શસ્ત્ર દ્વારા એ શૈતાનનો વધ થશે." અઘોરી દાદાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું.


“ શસ્ત્ર..! શું એ શસ્ત્ર દ્વારા બ્રહ્મરાક્ષકનો હંમેશા માટે અંત લાવી શકાશે...?" શિવમના મનમાં સહેજ પ્રશ્ન થતાં તેણે અઘોરી દાદાને પૂછ્યું.


“ એ કોઈ આમ શસ્ત્ર નથી , એ બ્રહ્માસ્ત્ર છે જે દુનિયાની કોઈ પણ શૈતાની શક્તિને હંમેશા માટે નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે." અઘોરી દાદાએ કહ્યું.


શિવમ કઈક બોલવા જતો હતો ત્યાં જ તેનો ફોન રણક્યો. શિવમે થોડી વાર ચૂપી સાંધી. શિવમના ફોનમાં ઉપરા ઉપરી ફોન આવતા હતા. શિવમની પાસે કાલિંદી હજુ પણ બેઠી હતી તેના શરીરમાં થાક દેખાઈ આવતો હતો. અઘોરી દાદાએ શિવમ અને કાલિંદીને થોડી વાર આરામ કરવાનું કહ્યું. શિવમ કાલિંદીને તેડીને નિવાસસ્થાનમાં ગયો. નંદિની, વિરમસિંહ અને શ્રેયા પણ તેમની સાથે સાથે આવ્યા. ગામલોકો પણ સવારના અહીં જ ઉભા હતા હવે તો રાત્રી થવાના આરે હતી તેથી બધાએ અઘોરી દાદાની રજા લઈને પોતાના ઘર તરફ ગયા. અઘોરી દાદા કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.


શિવમ કાલિંદી ને તેના ઓરડામાં લઈને આવ્યો. કાલિંદીને પથારી પર સુવાડી ત્યાં ફરી તેના ફોનની રીંગ વાગવા લાગી.


“ શિવમ તારો ફોન ક્યારનોય વાગી રહ્યો છે, રીસીવ કરી લેને." કાલિંદી એ કહ્યું.

“ હા, હમણાં રીસિવ કરું. તું પહેલાં થોડીવાર આરામ કરી લે." શિવમ આટલું કહીને કાલિંદી ને ઓરડામાં સુવાડી ને બહાર નીકળ્યો.


“ હેલ્લો.. શિવુ. ફોન કેમ નહોતો ઉપાડતો. તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી તારી અને તું છે કે ફોન જ ન્હોતો ઉપાડતો." શિવમના ફોન રિસીવ કરતા જ રાજેશ્વરી એ ( શિવમ અને દેવની મમ્મી, ગુરુમાંની પુત્રી. આગળના ભાગમાં જોયુ એ મુજબ.) ઠપકો આપતાં કહ્યું.


“ મમ્મી એ ફોન શાંત મૂડમાં હતો એટલે જાણકારી ના રહી." શિવમે ધીરે રહીને કહ્યું.


“ ચલ જવા દે એ બધું પહેલા મને દેવ અને તારા ભાભી વિશે જણાવ. તને ખબર છે મને એમની ચિંતા ખૂબ જ સતાવતી હતી અને એમાંય તું ફોન ના ઉઠાવે એટલે ચિંતા વધુ જ થાય ને. એક દિવસ થઈ ગયો છતાં તમારા સમાચાર ના મળ્યા." શિવમ ની મમ્મી રડવા જેવી થઈ ગઈ.


“ મમ્મી તું ચિંતા ન કર બધું ઠીક છે. અને જે ઠીક નથી એને પણ હું ટુંક સમયમાં સહી કરી દઈશ.તું ચિંતા ના કરીશ."


“ બધું શું ઠીક કરવાનું છે? તું ક્યાં છે હાલ એટલું તો જણાવી દે?" શિવમની મમ્મીએ પૂછ્યું.


શિવમ આગળ શું કહેવું અને શું ન કહેવું એ વિચારી રહ્યો હતો ત્યાં જ અચાનક તેના ખભા પર હાથ મૂક્યો............

તેનો ફોન હાથમાંથી પડી ગયો.....


વધુ આવતા અંકમાં....


- Jignya Rajput...