વાતો વાતોમાં શિવમ અને કાલિંદી એ જગ્યાએ આવી પહોંચ્યા હતા જ્યાં અઘોરી દાદાએ તેમને કહ્યું હતું.
“ શિવમ જો સામે... આ એજ વૃક્ષ છે ને જે દાદા એ કહ્યું હતું." કાલિંદી એ કહ્યું.
“ ચાલ નજીક જઈને જોઈએ..."
શિવમ અને કાલિંદી વૃક્ષની એકદમ નજીક ગયા.
વૃક્ષને એકદમ નજીકથી જોતાં કાલિંદીની આંખો પહોળી થઇ ગઈ. તે વૃક્ષ એજ હતું જે તેને સપનામાં દેખાતું હતું.
“ આ વૃક્ષ તો ગામના પાદરે પણ હતું...! હું અને મારો પરિવાર જે દિવસે ઉદયપુરથી અહીં અમરાપુર આવ્યા ત્યારે ગામના પાદરે પ્રવેશતાં જ મે જોયું હતું. તો અહીંયા કેવી રીતે...?" કાલિંદી વિચારમાં પડી ગઈ.
“ શું...? તું ચોક્કસ છે એ બાબતે કે આ એજ વૃક્ષ છે..?" શિવમે પૂછ્યું.
“ હા...! એમાં ચોક્કસ થવાની શું જરૂર છે. હું જાણું જ છું કે આ એજ વૃક્ષ છે. અરે હું રોજે મારા સ્વપ્નમાં જોતી, હું તેના દરેક પાંદડાઓનું સ્થાન જાણું છું. તે વૃક્ષનું થડ તો હંમેશા યાદ રહે, કારણ કે તે સૌથી અલગ પ્રકારનો આકાર ધરાવે છે." કાલિંદી એ સ્પષ્ટતા કરતાં કહ્યું.
“ ઓહ..! તો તો આ એજ છે." શિવમે કહ્યું.
“ એજ મતલબ શું એજ....?" કાલિંદીને કંઈ સમજણ ના પડતા સામે પ્રશ્ન કર્યો.
“ હું તને જણાવવું ભૂલી ગયો કે અઘોરી દાદા એ કહ્યું હતું કે.....
હોઇ શકે છલાવો એ શૈતાનનો,
ભટકાવશે તમને એ અનેકો રાહ
ભટકી ગયા એકપણ વાર તો નહિ લઈ શકો ફરી શ્વાસ.
“ મતલબ...?"
“ અરે યાર...! મતલબ એજ કે આ છલાવો એટલે કે ભ્રમ પણ હોઈ શકે. કારણ કે તે કહ્યું એ મુજબ એ વૃક્ષ ગામના પાદરે હતું. તો અહીં પણ એવું જ વૃક્ષ હોય, આ સંભવ જ નથી. સમય આવી ગયો છે સાચવેત રહેવાનો." આટલું બોલતાં જ શિવમે ચોમેર નજર ઘુમાવી.
સ્થિર હવામાં એકાએક પલટો આવ્યો. વૃક્ષોના પાંદડાઓ એકી સાથે હલવા લાગ્યા. નીચે જમીન પર પડેલાં સૂકા પાંદડાઓ પવનના કારણે અથડાઈને એક ડરાવનું દૃશ્ય ઉભુ કરતા હતા. ઘનઘોર વૃક્ષોથી ઘેરાયેલું આ જંગલ દિવસે પણ ખૂબ જ ભયંકર લાગી રહ્યું હતું. સૂર્યનો તડકો તો નહિવત પ્રમાણમાં જ જંગલમાં પડતો હતો બાકી તો વૃક્ષોના છાયાથી જ આખું જંગલ આછા અંધારામાં દટાયેલું રહેતું.
ઝાડીઓ પાછળથી એકાએક કોઈ જંગલી પ્રાણીની ગર્જના સંભળાઈ. એક ખુંખાર, મોટા પંજાવાળું કોઈ જંગલી જાનવર શિવમ અને કાલિંદીની દિશા તરફ આવતું હોય તેવો બન્નેને આભાસ થયો.
“ શિવમ એ વૃક્ષ..." એકાએક પોતાની નજર ઝાડીઓ તરફથી હટાવીને વૃક્ષ તરફ કરતા કાલિંદી ને આંચકો લાગ્યો. થોડા સમય પહેલાં જ્યાં એ વૃક્ષ હતું ત્યાં હાલમાં કંઈ જ ન્હોતું.
“ અઘોરી દાદા સાચું જ કહેતા હતા, આ છલાવો જ હતો. કોઈ તો મુસીબત આપણી પાસે આવી રહી છે; આપણે સાચવેત રહેવાનો સમય આવી ગયો." શિવમ હજુ પોતાનું વાક્ય પૂરું કરે એ પેલાં જ ઝાડીઓમાંથી એક ખૂંખાર જંગલી જાનવરે કૂદકો લગાવ્યો.
“ શિવમ...." એકાએક જંગલી જાનવરના આ રીતે હુમલો કરવાથી કાલિંદીના મોંમાંથી ચીસ પડી ગઈ.
શિવમ પહેલેથી જ સાચવેત હતો. તેણે પોતાની તરફ ઝડપભેર આવી રહેલા પગોના અવાજ ઉપરથી જાણી લીધું કે કોઈ તેના ઉપર હુમલો કરવા આવી રહ્યો છે. કાલિંદીનો અવાજ તેના કાનમાં પ્રવેશ કરે એ પેલા જ શિવમ સાચવેત થઈ ગયો હતો.
એ જંગલી જાનવરનો પ્રહાર ખાલી જતા તે વધુ ગુસ્સામાં આવી ગયો અને ગર્જનાઓ કરવા લાગ્યો આખા જંગલમાં તેની ત્રાડ પડઘાં પાડી રહી હતી. ગામલોકોના કાને પણ એ ભયંકર ત્રાડનો અવાજ સંભળાયો.
******
કાલિંદી અને શિવમની ચિંતા કરી રહેલા નંદિની, વિરમસિંહ, શ્રેયા તેમજ સૌ ગામલોકોએ જ્યારે આ ત્રાડ સાંભળી ત્યારે ખૂબ જ ભયભીત થઈ ગયા.
“ આતો એ બ્રહ્મરાક્ષકનો જ અવાજ હતો."
“ હા... આજે તો તેની ત્રાડમાં પણ મોત દેખાઈ આવે એમ છે."
“ હે મા કાળી...! દિકરી કાલિંદી અને દીકરા શિવમની રક્ષા કરજે. "
“ હે મા તેમની સહાય કરજે..હું તમને પાંચ નાળિયેર ચડાવિશ."
ગામલોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. તેમની પાસે પ્રાથના સિવાય બીજો કોઈ જ સુઝાવ ન્હોતો.
“ નંદિની તું ચિંતા ના કરીશ..." ગામલોકોના શબ્દો સાંભળ્યા પછી વિરમસિંહને એમ કે નંદિની હિંમત હારી જશે તેથી નંદિનીના ખભે હાથ મુકતાં વિરમસિંહે કહ્યું.
“ ના... મને જરાય ચિંતા નથી. ચિંતા તો ત્યાં હોયને જ્યાં હારવાનો ડર હોય...! મને મારી લાડલી ઉપર વિશ્વાસ છે એ કોઈ પણ ભોગે નાહી તો ડરે કે નાહી હિંમત હારશે." મા કાળીના ફોટાની સામે પ્રાથના કરી રહેલી નંદિની આત્મ વિશ્વાસ સાથે બોલી.
નંદિનીના હિંમત ભર્યા જવાબથી વિરમસિંહ વધુ મજબૂત બન્યા. બધું મા કાળીના હાથમાં છોડતા કહ્યું.....“ હે મા મારા સંતાનોની રક્ષા કરજે. આતો હજુ શરૂઆત છે, એમને હિંમત ન હારવા દેતી મા."
********
“ આતો હજુ શરૂઆત છે, આપણે એમજ હિંમત નહિ હારીએ. હે મા કાળી અમારી રક્ષા કરજે." શિવમે કહ્યું.
ફરી એક ભયંકર ત્રાડ પાડી અને એ બ્રહ્મરાક્ષક.........
વધુ આવતા અંકમાં...😇
- jignya Rajput....✍️