Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 25


આ ધાબળા વાળો વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ રક્ષિત જ હતો ભૈરવીનો પ્રથમ પ્રેમ. રક્ષિત કઈ બોલે એ પેલા જ એક ભયંકર અટ્ટહાસ્ય હવેલીના પ્રવેશ દ્વાર તરફથી સંભળાયું. બધાનું ધ્યાન બકુલાદેવી તરફ હોવાથી કોઈએ પ્રવેશ દ્વાર તરફ ધ્યાન આપ્યું નહોતું પરંતુ અટ્ટહાસ્ય થતાંની સાથે જ બધાનું ધ્યાન તે તરફ ગયું.


એક હાથમાં તલવાર અને બીજો હાથ હવામાં ખુશીથી આમતેમ ઝૂલી રહ્યો હતો. તલવારમાંથી તાજુ રક્ત ટપકી રહ્યું હતું જેનાથી લાગી આવતું હતું કે એજ તલવાર દ્વારા બકુલાદેવી પર હુમલો કરવામાં આવ્યો હશે. એક અટ્ટહાસ્યની સાથે બીજા ચાર ચહેરા હવેલીની અંદર પ્રવેશી ચૂક્યા હતા. હવેલીના પ્રજ્જવલિત મસાલોના સંપર્કમાં આવતાં જ તે ચહેરા સ્પષ્ટ દેખાયા.


“ દુર્લભરાજ આજે હું તને નહિ છોડુ." ક્રોધથી લાલ થઈ ગયેલો રક્ષિત પોતાની કમરમાં ભરાવેલ ખંજર લઈને દુર્લભરાજ તરફ ઢળી આવ્યો.


પોતાની જાતને બચાવવા માટે દુર્લભરાજે લોહીવાળી તલવાર સામે કરી...

“ એકવાર પાછલ નજર તો કરી જો." રક્ષિતનું ધ્યાન ભટકાવતાં દુર્લભરાજે કહ્યું.


દુર્લભરાજના વ્યક્તિઓ ચોમેરથી હવેલીના લોકોને ઘેરી લીધા હતા. હવેલીમાં ઘણા લોકો તો ન્હોતો એમાંય માનસિંહના બહાદુર માણસો માનસિંહની શોધ કરવા બહાર ગયેલા હતા જેમનો હજુ સુધી નાહી તો કોઈ સંદેશ આવ્યો કે કોઈ માણસ પાછું આવ્યું. હવેલી અને તેના માણસોની રક્ષા કાજે રક્ષિત એકલો જ ઉભો હતો.




***********


( આ બાજુ જંગલમાં....... )


“ વિરમસિંહ મારી વાત માનો તમે હવેલીમાં જાજો, ત્યાં બધાને તમારી જરૂર છે. જે થઈ ગયું એને તો હું ના રોકી શક્યો પરંતુ જે થવાનું છે એને તો રોખવું આપણા હાથમાં છે ને... મારો દીકરો આવો નીકળશે એવી મને ક્યાં ખબર હતી નહિતર હું દેને દત્તક લોત જ ના...." કાળીમાના મંદિરની પાછળની ખાઈની પાસે બેસીને રાવસિંહ પોતાના મોટા ભાઈ અમરસિંહ અને તેમના પુત્ર માનસિંહને રડતી આંખે વિદાય આપી દીધી સાથે તેમના બહાદુર માણસો પણ હતા.


અરે દુર્લભરાજે તો પોતાના પિતાને પણ મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. તેણે ધન સંપત્તિની લાલચમાં પોતાનાંઓને મોતને ઘાટ ઉતારી દીધા. સૌથી વધુ ક્રોધ તો તેને ભૈરવીને ના પામી શક્યો તેનો હતો.


“ દત્તક... દુર્લભરાજ તમારો સગો દીકરો નથી..??" વિરમસિંહ એ પૂછ્યું.

“ એ.... એ.... મારો દી....ક.....રો.....," રાવસિંહ પોતાનું વાક્ય પૂરું કરે એ પેલા જ આ દુનિયાને છોડી દીધી. રાવસિંહની પીઠ પાછળ ધારધાર ખંજર ખુંપેલું હતું.


વિરમસિંહ હવે પળની પણ વિલંબ કર્યા વગર હવેલી તરફ ભાગ્યાં. જતાં જતાં એક નજર પાછળની તરફ કરી થોડીક ક્ષણ પહેલા આજ જગ્યાએ માનસિંહને શોધવા આવ્યા હતા અને તેમનું મૃત શરીર જોઈને સૌ કોઇના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અમરસિંહ, રાવસિંહ, વિરમસિંહ તેમજ તેમના બહાદુર માણસો દુઃખના આંસુ વહાવે એ પેલા જ દુર્લભરાજના વ્યક્તિઓએ પાછળથી હુમલો કરીને આ જમીન પર પડેલા લોકોના લોહી વહાવી દીધા.


બધાંમાંથી ફકત વિરમસિંહ જ જીવીત રહ્યા શાયદ મા કાળી એ કઈક ભવિષ્યને લઈને વિચાર્યું હશે.



***********


“ દુર્લભરાજ યાદ રાખજે જો ભૈરવી કે અન્ય કોઈને કઈ પણ થયું તો હું તને જીવતો નહિ જવા દવ." રક્ષિતે કહ્યું.


“ પેલા મારી કેદમાંથી તારી પોતાની જાતને તો છોડાવી જો, પછી બીજાઓની ચિંતા કરજે." દુર્લભરાજે કહ્યું.


દુર્લભરાજના વ્યક્તિઓ મન ફાવે તેમ હવેલીના સેવકોને મારવા લાગ્યા. દુર્લભરાજના દયાહીન માણસોએ જોત જોતામાં હવેલીમાં લોહીની નદીઓ વહાવી દીધી. બકુલાદેવીએ પણ પોતાની પીડાની આગળ હિંમત હારી અને આખરે શ્વાસ છોડી દીધા.


“ ભૈરવી મે તને કહ્યું હતું ને હું તને હંમેશા ખુશ રાખીશ મારી સાથે લગ્ન કરી લે પરંતુ તે મારી વાત ના માની એટલે ના જ માની. જોઈ લીધું આજે પરિણામ જ્યારે તારે કોઈની જરૂર છે ત્યારે કોઈ અહીંયા હાજર નથી મે બધાને શાંતિથી સુવડાવી દીધા. માનસિંહ એ રાજેશ્વરી ની જાન બચાવી લીધી પરંતુ પોતાનું જીવન ટુંકાવી લીધું. આજ તલવાર દ્વારા મે બધાના જીવ લીધા છે હવે સમય આવ્યો તારો.... " આટલું બોલતાંની સાથે દુર્લભરાજે ભૈરવીને ચોટલેથી પકડી. ભૈરવીના વાળ ખેંચવાથી તેના મોં માંથી ચીસ નીકળી પડી.



“ દુર્લભરાજ હવે તો હું તને નહિ જ છોડુ." ક્રોધે ભરાયેલ રક્ષિત એકાએક દુર્લભરાજ ઉપર પ્રહાર કરવા આવી ચડ્યો. ખંજરનો જોરદાર ઘા દુર્લભરાજના હાથ પર લાગવાથી ભૈરવી પોતાના હાથમાંથી છટકી ગઈ.


પાછળથી દુર્લભરાજના વ્યકિતએ એકાએક રક્ષિત ઉપર હુમલો કરી દીધો...

“ રક્ષિત..." ભૈરવીના મોં માંથી ચીસ નીકળી ગઈ.

રક્ષિતે પોતાની જાતને તો બચાવી લીધી પરંતુ દુર્લભરાજના વ્યક્તિના હુમલાથી બચવા તે જેવો નીચો નમ્યો કે તે વ્યક્તિની તલવાર સીધી ભૈરવીના પેટમાં ખુંપી ગઈ.


“ આહ..." ...... એક દર્દ ભરી ચીસ પડી.


વધુ આવતા અંકમાં....