Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 26


“ આહ..." દર્દ ભરી ચીસ પડી.

“ ભૈરવી..." રક્ષિતની આંખો પહોળી થઇ ગઈ.


નંદિની તો આ ખૂંખાર દૃશ્ય જોઈએ ડરી જ ગઈ.

શયનખંડમાંમાંથી ભૈરવીની નવજાત બાળકી નો રડવાનો અવાજ આવ્યો.


“ મારી દીકરી...." ભૈરવીના છેલ્લા શબ્દો અહીંયા સુધી જ અટકી પડ્યા.


“ નંદિની તમે શયનખંડમાં જાઓ અને મારી દીકરીને સંભાળો." રક્ષિતે ભૈરવીને ઈશારો આપતા કહ્યું.


નંદિની શયનખંડ તરફ ભાગ્ય તેવા જ દુર્લભરાજના બે વ્યક્તિઓ તેને ઘેરી લીધી. રક્ષિત ત્યાં આવી પહોંચ્યો અને દુર્લભરાજના બંનેને વ્યક્તિઓને જમીનદોસ્ત કરી દીધા.


ભૈરવીના મૃત્યુ બાદ રક્ષિતનો ક્રોધ જોઈને ક્ષણિક દુર્લભરાજ પણ ડઘાઈ ગયો. નંદિનીને શયનખંડમાં સહીસલામત મૂકીને પોતાની બાળકીનું મોં દૂરથી દેખીને શયનખંડનો દરવાજો બંદ કરી દિધો. નંદિની એ બાળકીને છાતી સરસી ચાંપી દીધી.


એકબાજુ રક્ષિત પોતાના પ્રાણની બાજી લગાવીને દુર્લભરાજ સાથે લડી રહ્યો છે તો બીજી બાજુ વિરમસિંહ પણ હવેલી પહોંચી ગયા. ભૈરવીના શયનખંડની બારીથી વિરમસિંહ અંદર પ્રવેશે છે.


“ નંદિની..." વિરમસિંહ આવતાની સાથે જ નંદિનીને ભેટી પડ્યો. નંદિનીની આંખો આંસુઓથી છલોછલ ભરાયેલી હતી. તે એટલી બધી ગભરાયેલી હતી કે કઈ બોલી પણ ના શકી. બોલવું તો ઘણુંય હતું પરંતુ શબ્દો મોંમા જ અટકી ગયા હતા.


“ નંદિની ભૈરવી ક્યાં છે અને બકુલાદેવી...?" વિરમસિંહે ચિંતાતુર થતાં પૂછ્યું.


“ બધું જ સમાપ્ત થઈ ગયું.... એ દુષ્ટ દુર્લભરાજે બધાને મોતને ઘાટ ઉતારી દીધા." આખરે નંદિની એ પોતાનું મૌન તોડ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.


અચાનક શયનખંડનો દરવાજો બહારથી કોઈ જોરજોરથી ટકોરવા લાગ્યું. નંદિની એ શયનખંડની અંદર આવતાની સાથે જ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેથી દરવાજો ખોલવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા હતા. એ લોકો ગુસ્સા સાથે દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યાં હતા. નંદિની ખૂબ ડરેલી હતી તેમણે બાળકીને પોતાની છાતી સરસી ચાંપીને વિરમસિંહ નો હાથ જોરથી પકડી રાખ્યો હતો.


દુર્લભરાજ હું તને મારી બાળકી સુધી તો નહિ જ પહોંચવા દવ. ઘાયલ થયેલો રક્ષિત દિવાલના સહારે ઊભો થયો. બાજુમાં પ્રજ્જલિત મશાલને હાથમાં લઈને દુર્લભરાજ તરફ ફેંકી. દુર્લભરાજ નીચો નમી ગયો પરંતુ હવેલીના એક પડદાને આગ લાગી ગઈ જોત જોતામાં તો આખી હવેલી અગ્નિની જ્વાળા હોમાઈ ગઈ. હવેલીમાં રહેલ તમામ લોકોને એ અગ્નિ ભરખી ગઈ.


ગામલોકોને જાણ થતાં જ તમામ ગામવાસીઓ હવેલી તરફ ભાગ્ય પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું. અગ્નિમાં બળીને બધું ખાખ થઈ ગયું બસ ફક્ત વધ્યું તો એ હવેલીની દીવાલો. સમય જતાં હવેલીને ગામના લોકોને ફરી સજીવન કરી પરંતુ એ ભયંકર કાળરાત્રિના એકાદ મહિના સુધી તો કોઈ ગામવાસી એ ઘટનાને ભૂલી શક્યું નહી.


એ ઘટના પછી ગામમાં અનેક એવી ઘટનાઓ બની છે જે ખરેખર રૂંવાટા ઉભા કરી દે છે. રાત્રિ દરમિયાન હવેલી કે જંગલમાં ગયેલા વ્યક્તિઓ આજદીન સુધી પરત ફર્યા નથી. ગામમાં કોઈ શુભ પ્રસંગ હોય તો કોઈ એવી હોનારત સર્જાઇ જાય જેના પછી પ્રસંગને રદ જ રાખવો પડે. એક ખુંખાર જંગલી જાનવરે આખા ગામમાં દબાઈ મચાવી દીધી હતી.


“ સમય આવી ગયો છે આ દુષ્ટના અંતનો. કોઈ આવી રહ્યું છે આ શૈતાની શક્તિનો ખાત્મો બોલાવવા માટે, બસ હવે એ સમય દૂર નથી જ્યારે ફરીથી ખુશીઓ આ ગામને ઘેરી લેશે." બાવીસ વર્ષ બાદ છૂપાયેલું રહસ્ય પ્રગટ કરતા અઘોરી એ કહ્યું.


“ કોણ આવી રહ્યું છે." ગામવાસીઓ પૂછ્યું.


“ મા કાળીની દિકરી, જે દુષ્ટનો સંહાર કરશે. જે કાળને પણ કાપી નાખશે આવી રહી છે કાળને કાપવા કાલિંદી........





*************


હવે ભૂતકાળને વધારે લાંબો ના ખિંચતા તેનો અહીં જ અંત આવે છે. હવે આગળના ભાગમાં જોવાનું એ રહેશે કે એ ભૂતકાળમાં દુષ્ટ કર્મો દ્વારા બ્રહ્મરાક્ષસ બનેલો દુર્લભરાજ નો અંત કેવી રીતે આવશે.


હા, શાયદ કોઈના મનમાં એ પ્રશ્ન થતો હશે કે હવેલી આખી અગ્નિ માં હોમાઈ ગઈ તો વિરમસિંહ, નંદિની અને કાલિંદી કેવી રીતે જીવીત રહ્યા અને નંદિની તો ગર્ભવતી હતી તો તેનું બાળક...!? આ પણ હું સમય આવતાં આગળનાં ભાગમાં જણાવી દઈશ...😇


આખરે અઘોરી દાદાએ શિવમને બાવીશ વર્ષ જૂનું રહસ્ય જણાવી દીધું. ચોરી છૂપીથી સાંભળી રહેલી કાલિંદી ને જ્યારે પોતાના સાચા સરનામાની ખબર પડશે ત્યારે શું થશે.


ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ માટે તૈયાર રહેજો ત્યાં સુધી બન્યા રહો બ્રહ્મરાક્ષસ: તાંડવ એક મોતનું ધારાવાહિક પર...🙌


વધુ આવતા અંકમાં....