Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 5

સોહન : ડોકટર અંકલ ,ગયા સેશન માં મેં એક પ્રશ્ન કર્યો હતો એનો જવાબ આજે મળશે ને ?
પીહુ : અને હા , મને પણ એને જ સંબંધિત પ્રશ્ન છે.. કે આપણી રૂટિન લાઈફ અને સેક્સ લાઈફ બન્ને એકબીજા પર કઈ રીતે અસર કરે છે?
ડો.અનંત: પીહુ અને સોહન .. તમે લગ્નગ્રંથિથી જોડાશો અને નવું જીવન શરૂ કરશો ત્યારે સેક્સલાઇફ અને રૂટિન લાઈફ બન્ને માં તમારે થોડા ઘણા એકજેસ્ટમેન્ટ કરવા પડશે.. મેરેજ કાઉન્સેલિંગ માટે આવતા લોકો ને અમે આ જ કહીએ છે..
કેટલાક લોકો માટે હનીમૂન પિરિયડ સુધી બધું જ સારું ચાલે છે.. પણ ઘરે આવ્યા પછી થોડા સમય માં જ રૂટિન લાઈફ અને સેક્સ લાઈફ વચ્ચે એકજેસ્ટમેન્ટ કરવું જ પડે છે..
લગ્ન એ બે વ્યક્તિ માટે સહિયારી જવાબદારીઓ અને અવસરો લાવે છે.. બધા ના જીવન કાઈ એક સરખા હોતા નથી.. લગ્ન પછી કમાવવાની અને ઘર સાચવવાની જવાબદારી બન્ને પતિ અને પત્ની પર આવે છે.. બે ત્રણ વર્ષ કે તેથી ઓછા સમયમાં .. બાળક લાવવાની પણ ઈચ્છા થાય છે. એટલે હમેશા સેક્સલાઇફ પહેલા જેવી રહેતી નથી.. બન્નેને એકબીજા પાસે થી અપેક્ષાઓ પણ હોય છે અને નાની મોટી ફરિયાદ પણ રહે જ છે માટે રોમાન્સ અને સેક્સ ને સ્થાન આપવું બહુ જ જરૂરી છે..
આજના સમયમાં ડિપ્રેશન,સ્ટ્રેસ,એન્ઝાઇટીથી અને લગ્ન પછી પણ ઉભી થયેલી ઘણી માનસિક ,શારીરિક તકલીફો ના કારણે લોકો ની ફરિયાદ રહે છે .. કે મારા પાર્ટનર નો રોમાન્સ અને સેક્સ માંથી મન ઉઠી ગયું છે.. અથવા પહેલા જેવી મજા નથી..તો એવું થઈ શકે છે..
માટે જો એક પાર્ટનર તૈયાર ન હોય તો..
*બીજા પાર્ટનરે એના પર આવશ્યક દબાણ ટાળવું..
* બની શકે કે પાર્ટનર થાકેલી અવસ્થા માં અથવા ચિંતા માં હોય.. તો એનો થાક અને ચિંતા દૂર થાય એવી વાતો કરવી.. હળવું વાતાવરણ તૈયાર કરવું..
* જો કોઈ મોટી ચિંતા જેવું જણાય તો ડોક્ટર અથવા કાઉન્સેલર નો સમ્પર્ક કરવો..
* જો સામે વાળો પાર્ટનર સેક્સલાઇફ વિશે લઘુતાગ્રંથિ રાખતો હોય .. જેમ કે .. હું મારા પાર્ટનરને બરાબર સંતોષ આપી શકતી નથી/શકતો નથી. ,મારુ શિશ્ન નાનું છે../હું દેખાવે સારી નથી.. વગેરે વગેરે ... તો પણ તેમનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ.કોઈ આરોગ્ય કે શરીર વિષયક અથવા સેક્સ પરફોર્મન્સ ની ચિંતા હોય તો નિદાન કરાવવું જોઈએ.
* પતિ કે પત્ની જો સ્વાભાવિક રીતે ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારા ને માનનારા હોય અને જોઈએ એટલો સહયોગ ન આપી શકતા હોય તો પણ કાઉન્સેલિંગ જ નિદાન છે..
* અન્ય રીતે એક પાર્ટનર જેને રસ ન હોય અથવા ઓછો રસ હોય એ બીજા પાર્ટનરને હસ્તમૈથુન કરવામાં સહાયક થઈ શકે છે. ઘણા કેસ માં બીજા પાર્ટનર તરફથી રોમાન્સ, હૂંફ,પ્રેમ અને સામીપ્ય ની પહેલ કરવામાં આવે તો પણ સેક્સલાઇફ પાટે ચડી શકે છે..
* બીજા પાર્ટનર ના સમ્માન અને સુરક્ષાને અગ્રતા આપવી પણ પોતાની જાતીય લાગણી ઓ ને પણ દબાવવી નહિ.. આવા સમયે હસ્તમૈથુન સર્વસ્વીકૃત ઉપાય છે.
આમ તો રૂટિન લાઈફ અને સેક્સ લાઈફ એવું અલગ પાડવાની પણ જરૂર નથી..પ્રેમાળ અને લાગણીશીલ રૂટિન લાઈફ પણ સારી સેક્સ લાઈફ આપી શકે છે.. અને આત્મીયતાપૂર્ણ સેક્સલાઇફ રૂટિન લાઈફ ને પણ ઉત્સાહથી ભરી શકે છે...

સોહન/પીહુ : આ સેશન અમને ભવિષ્યમાં ખૂબ કામ આવશે .. થેંક્યું ડોકટર..
***************************************************************************************************

ડો.અનંત: આજે આપણા આ દસ દિવસીય પ્રોગ્રામ નો અંતિમ દિવસ છે.. હું તમને આજે કાંઈક એવું સમજાવીશ જે ખૂબ અગત્યનું છે... સોહન ખાસ તારા માટે..અને પીહુ.... તારા માટે પણ... અને તમારા બન્ને માટે પણ... એ પહેલાં હું તને પૂછવા માંગુ છું સોહન કે તારો સેક્સ વિષયક ડર ગયો કે નહીં? આશા છે.. કે તું હવે પીહુ ને ઓલવેઝ સપોર્ટ કરીશ અને પીહુ પણ તને પહેલા કરતા પણ વધુ પ્રેમ કરશે...

સોહન: હા ડોક્ટર.. મારા તમામ ભ્રમ દૂર થયા અને હું મારી જાત ને નસીબદાર સમજુ છું કે પીહુ મને જીવનસાથી તરીકે મળી... અને મેં આજથી 10 દિવસ પહેલા એને જેટલી હેરાન કરી હતી એનાથી 10 ગણો વધારે હું એને પ્રેમ આપીશ..

પીહુ: ડોકટર અંકલ.. તમારી સાથે જે વાતો થઈ એનાથી હું સોહન નું બાળપણ અને હોસ્ટેલ ડેઇઝ ના બનાવો જાણી શકી.. તમારો ખૂબ ખૂબ આભાર .. જો મન ની વાત જ ન થાત તો ઉકેલ કઈ રીતે મળત અને મારે સોહનથી દુર થઇ જવું પડત.. તમને ખૂબ ખૂબ પ્રેમ અંકલ..

ડો.અનંત: મને જાણીને ખૂબ સારું લાગ્યું કે તમે હવે નોર્મલ લાઈફ અને સેક્સલાઇફ બન્ને માણી શકશો..આજે મારે સેક્સ સેટીસફેક્શન ની વાત કરવી છે..
પુરુષો ના મન માં હમેશા સ્ત્રી ની જાતીય ઈચ્છાઓ એક કોયડો રહી છે અને સ્ત્રીના મન માં પુરુષ વિશે પણ આ પ્રકારની ધારણાઓ રહી છે... સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે સ્ત્રી અને પુરુષ બન્ને નો જન્મ બીજા સ્ત્રી અને પુરુષ ના શરીર ના તત્વો ના કારણે જ થાય છે. IVF કે ટેસ્ટટ્યુબ બેબીઝ ને પણ પુરુષ ના સ્પર્મ અને મહિલાઓ ના એગ્સ ની જરૂર પડે છે. માટે વાસના અને મિલન ના કારણે જ આપણો જન્મ થાય છે.. વાસના શબ્દ નો અર્થ પણ આપણે ખોટો લઈએ છીએ.. વાસના શબ્દ મૂળ વસન પરથી આવ્યો છે.. વસન એટલે જેમાં આત્મા વાસ કરે છે તે શરીર અને વાસના એટલે તે શરીર ની ઈચ્છાઓ.. મિલન વડે બીજું શરીર નિર્માણ કરવા માટે વાસના આવશ્યક છે.
હવે, એક મહત્વની વાત.. સામાજિક સ્તરે સ્ત્રી અને પુરુષ નું વર્ચસ્વ.. માતા -પિતા અને પરિવાર ની કેળવણી,બાળપણ ના ઉછેર અને અનુભવો ,કિશોર અવસ્થામાં થયેલા અનુભવો આ બધું જ સ્ત્રી અને પુરુષ બન્ને ના વિચારો પર અસર કરે છે. આ બાબત ની નોંધ લેવી જોઈએ.
સ્ત્રી અને પુરુષ ની સેક્સ્યુઅલિટી પર કેટલાય તારણો નીકળ્યા છે.. એમાં સ્ત્રી અને પુરુષ ના જીન્સ અને શરીર તેમ જ મન ના સ્વાસ્થ્ય નો પણ ભાગ છે . આ સિવાય જો સરળ રીતે વર્ગીકૃત કરવામાં આવે તો બે ભાગ માં વહેંચી શકાય : (1) ફિઝિઓલોજીકલ ( શારીરિક).અને (2) સાયકોફીઝીઓલોજિકલ ( મનોશારીરિક)

*પુરુષ ની સેક્સ્યુઅલિટી ફિઝિઓલોજીકલ લેવલ થી શરૂ થાય છે અને સાયકોફીઝીઓલોજીકલ લેવલ પર પૂર્ણ થાય છે.. જ્યારે સ્ત્રી ની સેક્સ્યુઆલીટી સાયકોફીઝીઓલોજીકલ લેવલ થી શરૂ થઈ ને ફિઝિઓલોજીકલ લેવલ પર પરાકાષ્ઠાએ પહોંચી સાયકોફીઝીઓલોજીકલ લેવલ પર પૂર્ણ થાય છે..*
આ સમજવા માટે જાણીતા સેક્સ એકસપર્ટ સીમા આનંદે એક સરસ દાખલો આપ્યો છે.. એ કહે છે" પુરુષ નું જાતીય વર્તન માચીસ ની સળી જેવું હોય છે .. એ પળ વાર માં સળગી અને ઉત્તેજિત થાય અને થોડી જ વાર માં શાંત થઈ જાય છે.. પરંતુ સ્ત્રી નું જાતીય વર્તન સળગતા ગેસ પર મુકેલા ઠંડા પાણી જેવું હોય છે.. શરૂવાત માં ગરમ થવામાં સમય લે છે.. પછી ઊકળે છે અને અંતે વરાળ થાય છે.

સીમા ના શબ્દો ને સમજીએ : સામાન્ય રીતે એક પુરુષ શારીરિક આકર્ષણ અને શારીરિક ચેષ્ટાઓ દ્વારા જલ્દી ઉત્તેજિત થાય છે.. શરીર સાથે હળવું પ્લે પણ પુરુષ ને સમાગમ માટે તૈયાર કરી દે છે.. ટીનએજ યુવકોએ આ ખૂબ અનુભવેલું હશે અને 26 થી 30 ની ઉંમર વચ્ચે આવતાં પુરુષ એક ટીનએજ યુવક ની તુલના માં વધુ સમય લે છે.. પણ છતાંય શારીરિક આકર્ષણ પુરુષ માટે લગભગ પર્યાપ્ત
છે..
જ્યારે યુવતી અને સ્ત્રી ની સેક્સ ઉત્તેજના માં ફરક છે.. એ સાયકોફીઝીઓલોજીકલ છે.. એટલે સ્ત્રી નું મન, તેનો મૂડ, આસપાસ નું વાતાવરણ, એક પાર્ટનર તરીકે પુરુષ નો તેના પ્રત્યે નો વ્યહવાર, તેની લાગણીઓ અને તેની ખુશી અને પ્રસન્નતા આ બધું જ તેની ઉત્તેજના અને સેક્સ ની ઈચ્છા ને અસર કરે છે.. જે પુરુષો સ્ત્રી ને પ્રસન્ન રાખે છે, તેના સામીપ્ય માં રહે છે, તેના મન અને લાગણીઓ ને સ્પર્શે છે અને હળવા વાતાવરણ માં એની સાથે ફોરપ્લે કરે છે.. એને પૂરતા પ્રમાણમાં શારીરિક અને માનસિક પ્રેમ અને સમય આપે છે અને જેની નિયત સ્ત્રી અથવા યુવતી માટે પ્રેમાળ છે.. તે પુરુષ પ્રત્યે સ્ત્રીઓ વધુ આકર્ષણ અનુભવે છે.. આમ સ્ત્રી ની સેક્સ લાગણીઓ પુરુષ કરતા અલગ છે..
કુદરતી રીતે એક વાર વીર્ય સખલન થયા પછી પુરુષ ને બીજી વાર સંભોગ માટે તૈયાર થવામાં 15 મિનિટ થી 48 કલાક નો સમય લાગી શકે છે.. પણ સ્ત્રી અથવા યુવતી.. એકવાર ની પરાકાષ્ઠા પછી પણ તુરંત તૈયાર થઈ શકે છે .. એટલે કે સ્ત્રી મલ્ટીપલ ઓર્ગેઝમ મેળવી શકે છે. અને જો એની સાથે પ્રેમ અને હૂંફ થી વર્તન ન થાય અથવા પૂરતા પ્રમાણમાં ફોરપ્લે તેમ જ આફટરપ્લે ન કરાય તો એ તમને સહકાર તો આપી શકશે પણ એને સંતોષ થાય છે કે નહીં એ તમને ક્યારેય નહીં કહે. રીસર્ચ એવું સાબિત કરે છે કે ઘણી સ્ત્રીઓ પરાકાષ્ઠા નું ફક્ત નાટક કરે છે અને સંભોગ ના સમયે જોર જોર થી સિસકારા બોલાવી ,અવાજ કરી પુરુષ ને સંતોષ નો વિશ્વાસ અપાવે છે.. આ સાચું છે..
એટલે સ્ત્રી ના મન અને હૃદય ના દ્વાર માં પ્રવેશ કરી ને જ તમે તેને પામી શકો છો.
અપવાદરૂપે પુરુષો માં પણ આવું હોઈ શકે.. ઘણા પુરુષો તરત આકર્ષણ અનુભવવા માં વાર કરે છે .. અને સામીપ્ય પછી જ ઉત્તેજના અનુભવે.. અને ઘણી સ્ત્રીઓ પણ પુરુષો સમાન તરત આકર્ષણ અનુભવી શકે.. આમાં કાંઈ ખોટું નથી.. સ્ત્રી અને પુરુષ વચ્ચે આત્મીયતા વધે તે માટે.. દાંમ્પત્યજીવનની શરૂઆતથી લઈને આ 8 સ્ટેપ્સ ની થેરાપી દરેક કપલ ( પતિ- પત્ની/ પ્રેમી - પ્રેમિકા ) ફોલો કરી શકે .. આ થેરાપી નવા તેમ જ અનુભવી કપલ્સ માટે એટલી જ કારગર છે.

(1)રેગ્યુલર કિસ
*********
પોતાના પાર્ટનર ને રેગ્યુલર કિસ કરતા રહેવાથી એમની અંદર પણ પ્રેમ એને વ્હાલ ના હોર્મોન્સ રીલીઝ થાય છે અને પ્રસન્નતા ની લાગણી જન્મે છે.
ચુંબન પ્રેમ ના હસ્તાક્ષર છે.. વ્હાલ ઉભરાય અને આકર્ષણ થાય ત્યારે ચુંબન કરવાનું મન થાય છે.. ચુંબન પ્રાકૃતિક અને સ્વાભાવિક ઈચ્છા છે. પ્રેમ નો પ્રસ્તાવ છે. ચુંબન લાગણીઓને અભિવ્યકત કરવાનું માધ્યમ છે. ચુંબન એક ખેંચાણ પણ છે. ચુંબન કરવાથી વિચારો અને ચિંતા માં ઘટાડો થાય છે. ચુંબન થી ડોપામાઇન વધુ પ્રમાણમાં રિલીઝ થાય છે. ચુંબન કરનાર યુગલ ને હમેશા હળવાશ નો અનુભવ થાય છે. સેક્સ દરમિયાન ચુંબન મિલન ની ઉટકટતા અને પ્રેમ દર્શાવે છે.
ચુંબન ના ઘણા પ્રકાર છે.. મારો પ્રયત્ન સાદી ભાષા માં તમને આ વિશે શિક્ષિત કરવાનો છે. કામસૂત્ર ના અનુવાદ કહેવાતા ગ્રંથોમાં ચુંબન ના સંસ્કૃત નામો વિશે ઘણું બધું લખેલું છે.. પણ સરળ અને સાદી ભાષા માં જ્ઞાન નથી આપવામાં આવ્યું. ચુંબન વિશે નું આ પ્રકરણ આપણી સમક્ષ લખતા મને ખૂબ હળવાશ અનુભવાય છે. આ પ્રકરણ લખવાની ઘણા સમય થી ઈચ્છા હતી.

ચુંબન નો પ્રકારો :

(**) મસ્તક પર હળવાશ થી કરવામાં આવતું ચુંબન
********************************
આ ચુંબન જ્યારે મસ્તક પર વ્હાલ થી કરવામાં આવે ત્યારે સામેવાળા ને પ્રેમ અને લાગણી નો અનુભવ થાય છે. આ આત્મીયતા દર્શાવતું ચુંબન છે. આ ખૂબ નજીક ના વ્યક્તિઓ ને સહજ રીતે થઈ જાય છે.

(**) દૂર થી ફક્ત હાથ ને હોઠ વડે સ્પર્શ કરી બતાવવા માં આવતું ચુંબન
************************************
આ એક લગાવ દર્શક ચુંબન છે. વિદાય લેતા વ્યક્તિને દૂર થી આ ચુંબન વડે પોતાના પ્રેમ વિશે જણાવવામાં આવે છે. અને આ એક પ્રેમ દર્શાવતી ભાષા પણ છે.

(**) ફક્ત હોઠને હોઠ થી સ્પર્શ કરતું ચુંબન
**************************
નવા પ્રેમી અથવા પ્રેમિકાઓ પહેલા અનુભવ વખતે ફક્ત પ્રેમી કે પ્રેમિકાના હોઠ ને થોડીક સેકેન્ડ માટે જ ચૂમી ,પ્રણય નો આરંભ વ્યક્ત કરે છે. આ પ્રેમ ની શરૂઆત ની એક અભિવ્યક્તિ છે.
(**) ફક્ત નીચલા હોઠ પર કરવામાં આવતું ચુંબન
*****************************
જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિના ફક્ત નીચલા હોઠ પર ચુંબન કરે છે તો એ દર્શાવે છે કે સામે વાળી વ્યક્તિ પ્રત્યે એને આકર્ષણ છે, તે તમને ચાહે છે અને સમય આપી શકે તેમ છે.
(**) ફક્ત ઉપલા હોઠ પર કરવામાં આવતું ચુંબન
******************************
ફક્ત ઉપલા હોઠ પર કરવામાં આવતું ચુંબન ખૂબ ઉત્તેજિત અવસ્થામાં કરવામાં આવે છે. અથવા એ એવું દર્શાવે છે કે પાર્ટનર તમને ખૂબ પ્રિય છે.

(**) બન્ને હોઠ ને હોઠ દ્વારા લોક કરી ને કરવામાં આવતું ચુંબન
*************************************
આ એક ખૂબ પ્રચલિત પ્રકાર છે. આ ચુંબન ની કળામાં અતિ
મહત્વનું છે. જેમાં બન્ને હોઠ દ્વારા બન્ને પાર્ટનર લાંબા સમય સુધી એકબીજાને ચુંબન કરે છે.

(**)મુખ ઉપરાંત ખભા અને ગળા પર કરવા માં આવતું ચુંબન
*******************************
એક પાર્ટનર બીજા પાર્ટનર ને ફોરપ્લે ના ભાગ રૂપે ઉત્તેજીત કરવા માંટે મુખ ઉપરાંત ખભા,ગળા ,પેટ ની નાભિ,કમર અને જાંઘ પર ચુંબન કરવામાં આવે છે.
( આ સિવાય ઘણા પ્રકારના ચુંબન છે.)
ક્વોટ: ચુંબન એક કળા છે.. ચુંબન માં આપવામાં આવતો સમય સેક્સ લાઈફ ની ગુણવત્તા, પાર્ટનર વચ્ચે ની નિકટતમ આત્મીયતા અને સંભોગ ની ગુણવત્તા માં વૃદ્ધિ કરે છે.


(2)રેગ્યુલર હગ
*********
દરેક વ્યક્તિને હૂંફ ની જરૂર હોય છે.. તમારા પાર્ટનરને રેગ્યુલર હગ કરતા રહેવાથી લાગણીઓ સંતુલિત રહે છે અને હૂંફ ની ઉષ્મા યથાવત રહે છે.
( હગ અને કિસ કેટલી વખત કરવું એ તમારા ઉપર છે.)

(3)મસાજ થેરાપી ( વન્સ અ મન્થ)
********************
બોડી મસાજ ઘણી રીતે કરી શકાય છે.. જો બન્ને પાર્ટનર ને અનુકૂળ હોય તો એ તેલ,પાણી,જેલ અથવા એમનેમ સૂકી માલિશ અને મસાજ થેરાપી અજમાવી શકે છે. મસાજ એ તન- મન ને હળવું કરી.. થાક ,ટેનશન અને ભાવનાત્મક બોજ ને હળવો કરે છે અને પ્રસન્નતા વર્ધક છે.



(4)મ્યુઝિક એન્ડ ડાન્સ થેરાપી (વન્સ આ મન્થ)
****************
જો બન્ને પાર્ટનર મનગમતા મ્યુઝિક પર ડાન્સ કરે તો આ ડાન્સ થેરાપી તેમની આત્મીયતા માં વધારો કરી શકે છે..અને એમને વધુ નજીક લાવી શકે છે.

(5)આઉટડોર ગેમ્સ થેરાપી ( વન્સ અ મંથ)
*************
જો કપલ્સ બેડમિન્ટન,ટેબલ ટેનિસ, ક્રિકેટ, ટેનિસ,સ્વિમિંગ આ બધી ગેમ્સ સાથે રમે તો બન્ને વચ્ચે એક અદભૂત તાલમેલ અને તારત્મ્ય સધાય છે. અને ઉત્સાહ તેમ જ શારીરિક સ્ફુર્તિ માં વૃદ્ધિ થાય છે.

(6)ટ્રાવેલિંગ થેરાપી
**********
ખૂબ વ્યસ્તતા વચ્ચે જો કપલ્સ ને એક કે બે દિવસ નો સમય મળે તો નાની મોટી જગ્યાઓએ ટ્રાવેલિંગ કરવું એ મજા ની વાત રહેશે.

(7)યોગા એન્ડ હિલિંગ થેરાપી
*****************
કપલ્સ એક સાથે યોગા અને હિલિંગ થેરાપી ની ટ્રેનિંગ લે તો તેમના જીવન અને જીવન પદ્ધતિ માં મૂળ થી ફેરફાર આવી શકે..

(8) ગાર્ડનિંગ થેરાપી
*************
પતિ પત્ની સાથે મળી ને બાગ ઉછેરે ,વૃક્ષો વાવે એને કુદરત ના સાનિધ્ય માં સમય પસાર કરે એ અગત્યનું છે.

આ 8 પગલાં ને હું ઇન્ટિમેટ થેરાપી કહું છું.. કેમ કે આ 8 પગલાં પછી કપલ્સ એકબીજાને સારી રીતે સમજી શકે છે અને આ અજમાવી જોયા પછી તમે તમારો અનુભવ જણાવી શકો છો.

એક નાની વાત હજુય કહેવાની... આ વાત મેં છેલ્લા સેશન માટે એટલે રાખી કે નવા કપલ્સ માટે આ સમજવી બહુ જરૂરી છે.. કે સેક્સ ફક્ત ઈચ્છાઓ કે વાસના પુરી કરવા માટે અથવા પોતાનું બાળક લાવવાનું માધ્યમ નથી.. જરા વિચાર કરો.. જો વાસના કે ઈચ્છાઓ જ પુરી કરવી હોત તો લોકો હમેશા પેઈડ સેક્સ કે વૈશ્યાવૃત્તિ તરફ જાત.. હસ્તમૈથુન કરત અથવા લિવ ઇન માં જ રહેત.. મેરેજ જેવી વ્યવસ્થા નો મૂળ હેતુ ફક્ત સેક્સ નથી.. મેરેજ એક લાગણીજન્ય સબંધ છે.. બે વ્યક્તિ એકબીજાને સમજે ,જાણે, ઓળખે અને જીવનભર સાથે રહે એ માટે આ વ્યવસ્થા બનાવવામાં આવી છે.. મેરેજ પણ એક લાગણી છે.. અને મને કહેવા દો કે સેક્સસંબંધ પણ એક ભાવનાત્મક અને લાગણીજન્ય સબંધ જ છે..
જે કપલ્સ સેક્સ ને ફક્ત સુખ પ્રાપ્ત કરવાનું સ્વાર્થી માધ્યમ સમજે છે.. અથવા ફિઝિકલ નિડ્સ પુરી કરવા સાથે આવે છે.. એમની વચ્ચે ક્યારેય તારત્મ્ય નિર્મિત થતું નથી એટલે કે એમના માઈન્ડ અને હાર્ટ ના જે strings છે.. એ એટેચ થતા જ નથી.. પરિણામે એવા વ્યક્તિઓ વચ્ચે બ્રેકઅપ જેવી સ્થિતિ જલ્દી બને છે..
સફળ સેક્સલાઈફ નો સૌથી મોટો ફોર્મ્યુલા છે કે કપલ્સના માંઇન્ડ ,હાર્ટ અને બોડી ત્રણેય ના તાર મળે..
મન,હ્ર્દય અને શરીર ના મિલનથી જે થાય છે.. એજ સફળ અને આત્મીયતાપૂર્ણ સેક્સ છે.. અહીંયા જ આપનો આ સેશન પૂર્ણ થાય છે.. ધન્યવાદ.

સોહન/પીહુ: આપનો ખુબ ખુબ ધન્યવાદ..

(પ્રિય વાંચકો .. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.. જો તમને આ સિરીઝ ગમી હોય તો ખુલ્લા દિલ થી કમેન્ટ કરી શકો, લાઈક કરી શકો.. હું પોતે એક એસ્ટ્રોલોજર અને ન્યુમેરોલોજીસ્ટ છું.. અને મારા મન માં વર્ષો પહેલા આવી એક સીરીઝ રચવાનો વિચાર આવ્યો હતો.. આજે એ સફળ થયો છે.. અને તમારા જેવા સુજ્ઞ વાચક મિત્રો ના પ્રોત્સાહનથી મને મોટિવેશન મળે છે. આ લખતા વખતે મેં બને એટલું ખુલ્લું મન રાખવાનો અને સંવેદનશીલ વિષય ને છોછ વગર પીરસવાનો પ્રયત્ન કર્યો છે.. સેક્સ વિષયક આ માહિતી બને એટલી ચોકસાઈ અને રીસર્ચ પછી તમારી સામે મૂકી છે.. આ વિશે ખુલ્લું મન રાખી ને વાચવા બદલ ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ.
************