Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 2

ડો. અનંત : સોહન અને પીહુ તમે બન્ને મારા દીકરા દીકરી સમાન છો.. અને હું ખૂબ ખુલ્લા દિલથી આ બધું જ તમને જણાવું છું.. અને આ એક ખૂબ સામાન્ય અને રોજીંદા જીવન નો ભાગ જ છે... બાળક જ્યારે નાનું હોય છે.. ત્યારે જ પોતાના બીજા અંગોની જેમ ગુપ્તાંગ અથવા પ્રાઇવેટ પાર્ટ અંગે સભાન થાય છે..અને નિર્દોષ બાળપણમાં કયારેક બાળક જીજ્ઞાસાવશ પૂછતું પણ હોય છે.. કે મમ્મી ,પપ્પા હું ક્યાંથી આવ્યો છું અથવા આવી છું? બેબી ટમી માં કઈ રીતે રહે છે? ત્યારે માતા પિતા કલ્પનાત્મક કથાઓ કે દ્વિઅર્થી વાતો દ્વારા એની જીજ્ઞાસા ને ટાળે છે.. ખરા અર્થ માં દરેક માં - બાપ એ જે-તે ઉંમર પ્રમાણે દરેક બાળક ને સમજાય તેવી સરળ ભાષા માં જાતીય શિક્ષણ આપવું બાળક ના ભલા માટે સારું છે..જો તમને ન સમજાય તો અમારા જેવા ડોક્ટર ,કાઉન્સેલર ની મદદ લેવી યોગ્ય ગણાશે..
આ તો થઈ બાળપણની વાત.. હવે યુવાની ની વાત કરીએ.. સામાન્ય રીતે 14 થી 16 વર્ષ ની ઉંમર દરમ્યાન પુરુષો માં રાસાયણિક ફેરફાર એટલે કે હોર્મોનલ ચેનજીસ થાય છે.. મુંછ નો દોરો ફૂટે છે..છાતી પર ,દાઢી માં ,બગલ માં તેમ જ ગુપ્તાંગ પર વાળ ઉગવાના શરૂ થાય છે.. આ તબક્કામાં પ્રથમ વખત સેક્સ્યુઅલ એટ્રેકશન .. અથવા ગમતી ફિમેલ સાથે મિત્રતા કરવાની ઈચ્છા થાય છે.. ઘણાં યુવાનો ને ગમતી ફિમેલ સાથે સેક્સ કરવાના સ્વપ્ન પણ આવે છે.. જેના પરિણામે તેમને ઘણીવાર અથવા રોજ વીર્યસ્ત્રાવ થાય છે..આ એક ખૂબ સામાન્ય ઘટના છે.. જેમ આપણા ખોરાક ના પાચન માટે પાચનતંત્ર છે.. શ્વાસ લેવા માટે શ્વસન તંત્ર છે એમ સંતાન પ્રાપ્તિ માટે પુરુષ અને સ્ત્રી માં કુદરતે પ્રજનનતંત્ર આપેલ છે.. વીર્ય એ બીજું કાંઈ નહિ પણ પુરુષ માં પ્રજનન અને સંતાન પ્રાપ્તિ માટે બનતું આવશ્યક દ્રવ્ય છે.. જે શુક્રાણુઓ થી નિર્માણ પામે છે.. અને સફેદ રંગ નું હોય છે..એક પુરુષ શરીર માં લગભગ રોજ શુક્રાણુઓ નિર્માણ પામે છે... અને સ્વપ્નસ્રાવ વીર્ય ના નિકાલની જ વ્યવસ્થા છે.. જે બિલકુલ નોર્મલ છે.

સોહન: હા ડોકટર અંકલ હવે મને સમજાયું ... હું જ્યારે 15 વર્ષ નો હતો ત્યારે હોસ્ટેલ માં મારા એક મિત્ર એ મને બેહદ અશ્લીલ ફિલ્મ દેખાડી હતી.. તેમાં જે હીરો હતો એ ચાબુક મારી મારી ને હિરોઈન સાથે સેક્સ કરતો હતો.. હિરોઇન ના અંગો માંથી લોહી ટપકતું હતું.. એ રાત્રે મને પણ વીર્યસ્ખલન થયું હતું.. હું ખૂબ ડરી ગયો હતો.. સવારે મને ખુબ તાવ હતો અને હું પરીક્ષા પણ નહતો આપી શક્યો.. થોડા દિવસ પછી મારા મિત્ર એ મને સમજાવ્યુ કે આ બધું આ ઉંમરમાં નોર્મલ છે.. પણ ખબર નહિ કેમ ત્યારથી મારા મન માં એક ડર પેસી ગયો..

ડો. અનંત : ઓહ... આઇ સી... સોહન આપણે એ ફિલ્મો વિશે અવશ્ય વાત કરીશું પણ આવનાર દિવસો માં... હમણાં
જેમ તે પુરુષ ના પ્રજનન તંત્ર વિશે જાણ્યું એમ સ્ત્રી ના પ્રજનન તંત્ર વિશે જાણ.. સ્ત્રીઓ માં પુરુષોની તુલના માં શારીરિક વિકાસ જલ્દી થાય છે.. વધતી આયુ માં રાસાયણિક ફેરફાર ના કારણે આજના સમય માં 8 થી 13 વર્ષ ની બાળકીઓ ને પ્રથમ માસિક આવે છે.. માસિક દ્વારા કુદરત એ દર્શાવે છે કે સ્ત્રી નું શરીર પ્રજનન માટે તૈયાર છે.. આ તબક્કામાં તેમની ઊંચાઈ વધે છે...અવાજ માં પરિવર્તન આવે છે.. બન્ને સ્તનો નો વિકાસ થાય છે.. માસિક દરમ્યાન થોડું લોહી વહે છે.. એની સાથે સંતાન ને જન્મ આપવા માટે જવાબદાર કોષો સેક્સ્યુઅલ એક્ટિવિટી ન થવાના પરિણામે વહી જાય છે.. દરેક સ્ત્રી માટે પોતાના માસિક ચક્ર ને સમજવું જરૂરી છે... સામાન્ય માસિક ચક્ર 23 થી 28 દિવસનું હોય છે.. આ દિવસો દરમિયાન તેના મૂડમાં ઉતાર ચડાવ ,કમર માં દર્દ ,પેટ અથવા પેઢું માં દર્દ નોંધાય છે.. અને એવું થાય તો એ જરૂર પડ્યે સામાન્ય દવાઓ થી મટાડી શકાય છે.. જો સંભોગ દરમ્યાન બાળક રહી જાય તો માસિક અનિયમિત થઈ શકે છે.. આજના સંજોગો માં વધુ પડતો સ્ટ્રેસ, અથવા આઘાત અથવા હોર્મોનલ ચેન્જિસ અનિયમિત માસિક ના કારણો હોય છે.. સામાન્ય રીતે 50 થી 55 વરસ ની ઉંમરે સ્ત્રી મોનોપોઝ માં પ્રવેશ કરતા માસિક બંધ થાય છે.. અને સ્ત્રી પ્રજનન ક્ષમતા ગુમાવે છે... અને યાદ રાખો પ્રજનન ક્ષમતા એટલે બાળક ને જન્મ આપવાની ક્ષમતા.. મોનોપોઝ પછી પણ સ્ત્રી સેક્સ તો માણી જ શકે છે.. નોર્મલ સેક્સ લાઈફ અને બાળક ને જન્મ આપવા માટે કરાતું પ્લાનિંગ જેને બેબી પ્લાનિંગ કહેવાય એ અલગ બાબત છે... અલબત્ત એના વિશે પછી ચર્ચા કરીશું..

પીહુ : ડો. અંકલ.. આપણાં દેશમાં જ માસિક *ધર્મ* એવો શબ્દ વપરાય છે ને.? મને યાદ છે તમે કહ્યું હતું.. અને તમે જેને સ્વપ્ન સ્ત્રાવ અથવા વેટ ડ્રિમ્સ કહો છો.. એને સ્વપ્ન *દોષ* કહેવામાં આવે છે... હકીકત માં સ્ત્રીઓ માં પ્રજનન માટેની તૈયારી એટલે કે ઋતુસ્ત્રાવ (પિરિયડ) એક સાયકલ એટલે કે ચક્ર છે.. અને સ્વપ્નદોષ એ કોઈ દોષ નથી પણ સેક્સ સબંધ માટે પુરુષ તૈયાર છે.. એવો અર્થ થાય છે.. ખરું ને..? અને સાચું કહું તો મને પણ સેક્સી સ્વપ્નાં આવતા જ હતા..

ડો. અનંત: હા, ખૂબ સાચી વાત.. પુરુષો ની જેમ જ સ્ત્રીઓ ને પણ સેક્સી સ્વપ્નાં આવવા એ નોર્મલ છે.. પણ પુરુષો ની જેમ સ્ત્રીઓ ને વીર્ય સ્રાવ થતો નથી અલબત્ત એમની યોની ભીની થાય છે..સ્વપ્ન દરમ્યાન સેક્સ્યુઅલ અનુભવ થવા પુરુષ કે સ્ત્રી બન્ને માટે સામાન્ય છે.. સ્ત્રી સેક્સ્યુઅલી અરાઉઝ થતા યોનિમાર્ગમાં ભીનાશ અનુભવે છે અને પુરુષ ને વીર્યસખલન થાય છે.. એક દિવસ માં પુરુષ ના શરીર માં લાખો શુક્રાણુઓ નિર્માણ પામે છે.. માટે વીર્ય નો સંગ્રહ કરવાથી કોઈ લાભ થતો નથી અથવા વીર્ય વહી જવાથી પણ તેનું નિર્માણ અટકતું નથી...ઘણીવાર સ્વપ્ન માં એક કરતાં વધારે પાત્રો સાથે અથવા અલગ અલગ પાત્રો સાથે સેક્સ કરવાના વિચાર આવે પરંતુ આ પણ સામાન્ય છે.. સ્ત્રી પુરુષ બન્ને ને આવા વિચારો આવી શકે.. આ બાબતે અપરાધ કે ચિંતા કરવાની છોડી દેવી જ યોગ્ય છે.. વિચારો ની સૃષ્ટિ કલાત્મક અને અવાસ્તવિક હોઇ શકે.. વિચાર માત્ર વિચાર છે.. અને મનુષ્ય ને એક દિવસ માં હજારો વિચાર આવે છે.. તો આવી બધી ચિંતા છોડી અભ્યાસ ની ઉંમરે અભ્યાસ પર અને સામાન્ય જીવન પર ધ્યાન આપવું રહ્યું.. અભ્યાસ કહે છે કે એક યુવાન પુરુષ ને દર દોઢ થી બે મિનિટે સેક્સ ના વિચાર આવે છે.. અને યુવાન સ્ત્રીને દર સાત થી દસ મિનિટે સેક્સ ના વિચાર આવે છે..આ આંકડો વધતો ઓછો હોઈ શકે..

પીહુ: સાચી વાત છે અંકલ... ભૂખ લાગવી, તરસ લાગવી તેમ જ શ્વાસ લેવાની જેમ જ સેક્સ ની ઈચ્છા થવી પણ સ્વાભાવિક વાત છે.....

સોહન : તો પછી આપણા સમાજ માં એનો એટલો બધો હાઉ... અથવા ડર કેમ છે?

ડો. અનંત : આપણા સમાજ માં આ પ્રકારે ખુલ્લી અને સાચી ચર્ચાઓ કોઈ પણ પ્રકારના છોછ વગર ભાગ્યે જ થાય છે.. માતા પિતાઓ પણ ઘણીવાર સાચી સમજ રાખતા ન હોવાથી અથવા શરમ ના કારણે સંતાનો ને જણાવી શકતા નથી.. અમારા જેવા ડોક્ટર પાસે સામાન્ય માણસ આવતા 10 વાર વિચારે છે..બાકી દોસ્તો પાસેથી,ફિલ્મો જોઈને, અશ્લીલ સાહિત્ય દ્વારા પોતાની જિજ્ઞાસાઓ દૂર કરવાના પ્રયાસો કરતા યુવાન યુવતી ઓ ખોટી માહિતી, અપરાધભાવ ,પ્રથમ ખરબ અનુભવ અથવા કોઈ જાણી જશે તો ...? એવી બદનામી ના ડરથી સાચી સમજ મેળવી શકતા નથી. મોટા ભાગ ના લોકો સેક્સ ની સામાન્ય લાગણીઓ ને દબાણ પૂર્વક રોકે છે.. સ્વપ્ન માં પણ જો કોઈની સાથે સેક્સ કરતા હોય તો પણ અપરાધભાવ અનુભવે છે...હસ્તમૈથુન કરતા પણ છોછ કે અપરાધભાવ અનુભવે છે અને એ સંબંધે પણ ગેરમાન્યતાઓ ના શિકાર છે.. પરિણામે એક સામાન્ય વિદ્યાર્થી કે વિધ્યાર્થીની માટે કારકિર્દી ના મહત્વ ના વર્ષો માં સેક્સ એક અતિમહત્વનો વિષય બની જાય છે.. અને ઘણીવાર સળગતી સમસ્યા પણ..

સોહન : તમે હસ્તમૈથુન વિશે વાત કરી... મને યાદ છે.. હોસ્ટેલ ના દિવસો દરમિયાન લોકો હાથ ના વિચિત્ર ઇશારાઓ કરી કરી ને એક બીજાને એના વિશે કહેતા હતા.. અમારી સ્કૂલ માં એક વિશાલ નામના છોકરાએ કોઈ છોકરી જોવે એ રીતે હસ્તમૈથુન કર્યું હતું.. એ છોકરી એ ફરિયાદ નોંધાવતા એ છોકરી ના પિતાએ અને પછી વિશાલના પોતાના પિતાએ એને જાહેર માં ખૂબ ધમકાવી માર માર્યો હતો.. એ વાત હજુ મને યાદ છે.

પીહૂ : તો સોહન તે ક્યારેય હસ્તમૈથુન કર્યું જ નથી અથવા તે ખૂબ જ દમન અને ભય પૂર્વક પોતાની નોર્મલ સેક્સયુઅલ લાગણીઓ દબાવી છે..?

ડો.અનંત : પીહુ દીકરા ..મેં કહ્યું તેમ સોહન ને પણ ટીનએજ માં સેક્સ રિલેટેડ ખૂબ જ અલ્પ માહિતી અને ગેરમાર્ગે દોરવનારા અનુભવો મળ્યા છે.. એટલે એનો ડર અને સંકોચ માત્ર એના ભૂતકાળમાં જે કઈ એને જોયું ,સાંભળ્યું કે અનુભવ્યું એની પ્રતિક્રિયા માત્ર છે. ગભરાવાની કોઈ જરૂર નથી બધું જ સારું થઈ જશે..

સોહન : તો શું ડોક્ટર અંકલ હસ્તમૈથુન એક સામાન્ય ક્રિયા છે?
ડો. અનંત : હા, આ એક સામાન્ય ક્રિયા છે.. સ્ત્રી અને પુરુષ બન્ને માટે આ એટલી જ સુરક્ષિત પણ છે... આ પોતાની જાતને એકલા જ સેક્સયુઅલી સેટીસફાય કરવાનો રસ્તો છે.( બનાવટી શિશ્ન અને યોનિથી ડોક્ટર અનંત સમજાવે છે.) આ ક્રિયામાં પુરુષ પોતાના હાથની આંગળી અને અંગુઠા વડે શિશ્ન ને ધીરે ધીરે સ્કવિઝ કરી ધીરે ધીરે પોતાના શિશ્ન ને અરાઉઝ કરી પરાકાષ્ઠા એ પહોંચી જાતે જ વીર્યસખલન કરે છે. અને સ્ત્રી પણ પોતાની યોનિની શરૂઆતના ભાગમાં આવેલ (Clitoris) એટલે કે મદન અંકુર અને તેની આજુબાજુ ના ભાગ ને પંપાળી હળવા હાથે મસાજ કરીને અથવા આંગળીઓ ના ઉપયોગથી પોતાની જાતને સંતોષ આપી શકે છે. આ ક્રિયા મોટે ભાગે એકાંત માં કરવી જોઈએ અથવા પાર્ટનર ના સહયોગથી કરવી જોઈએ અને હું હજી પણ કહું છું કે આ એક સામાન્ય ક્રિયા છે...એક સામાન્ય વ્યક્તિ દિવસ માં એક વખત હસ્તમૈથુન કરે અને પોતાની ક્ષમતા મુજબ વધારે પણ કરે તો એ સામાન્ય જ છે... અનુકૂળતા પ્રમાણે જ કરવું.. અતિશયોક્તિ પણ તમને મૂંઝવણમાં મૂકી શકે છે અને એની સાથે સંકળાયેલ દ્વિધા, અને અપરાધભાવ એક સમસ્યા છે... આ કરવાથી અશક્તિ કે બીમારી આવતી નથી... પણ ખુલ્લામાં,બેફામ રીતે, બસ આ જ એક કામ કરવા તમે આ જગતમા આવ્યા હોવ એ રીતે રોજ બે થી ત્રણ વાર ,સળંગ એક જ દિવસમાં ચારથી પાંચ વાર અટક્યા વગર.. જનન અંગ પર દબાણ કરીને અને ઇજા થાય એવી બેપરવાહ રીતે આ કામ કરવાથી નાની મોટી ઇજાઓ અથવા તારા દોસ્ત વિશાલ જેવી તકલીફો થઈ શકે....... તેમની તકલીફો પણ એક મનોચિકિત્સક સુધારી શકે છે... આમ પણ પીહુ હસ્તમૈથુન કરવું ન કરવું એ વ્યક્તિગત વાત છે.. કરવું જ એવું જરૂરી નથી... અને કરવામાં ફાયદો છે જો તમારી પાસે પાર્ટનર ન હોય અથવા તે હમણાં તૈયાર ન હોય.
હસ્તમૈથુન ત્યારે જ કરવું જ્યારે સામાન્ય રીતે ,સ્વાભાવિક ઉત્તેજના થાય અથવા પ્રિય વ્યક્તિના વિચાર આવે.. દવા ના ડોઝ ની જેમ કે રોજ ઉઠી ને બ્રશ કરવાની જેમ આ ક્રિયા ને નિયમિત કરવાની આવશ્યકતા લાગે તો ડોકટર નું કન્સલ્ટિંગ કરી ને તેમની સાથે વાત કરવી અને કોઈ બીજું રસપ્રદ કાર્ય અથવા ટાસ્ક પોતાના માટે શોધવું!!!😊😊 સામાન્ય રીતે હસ્તમૈથુન કરનાર વ્યક્તિ ને સ્વપ્નદોષ કે સ્વપ્ન સ્રાવ થતા નથી અથવા બન્ને પણ થઈ શકે છે.. એ વ્યક્તિની પ્રકૃતિ પર નિર્ભર છે.. એકદમ સ્વાભાવિક વાત છે.

પીહૂ: ખૂબ જ સાચું કહ્યું ડોકટર અને હું તો એજ કહું છું કે જેની પાસે સાચું એજ્યુકેશન નથી એ જ રેપ જેવા ગુનાઓ કરે છે.. હસ્તમૈથુન કરવામાં જો તમને અશક્તિ આવતી હોય વીર્ય ના વ્યય નો અપરાધભાવ નડતો હોય તો એ એક જાતનો ભ્રમ જ છે... સમજ્યો સોહન..😊😊( સોહન પીહૂ ની સામે હસે છે..)
વધુ આવતાં અંકે....😊