Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 3

સોહન : ડો. અંકલ તમે કહ્યું એમ હસ્તમૈથુન એક સામાન્ય અને સુરક્ષિત ક્રિયા છે.. તો પછી એ કરતા વખતે શું શું કાળજી રાખી શકાય અને જનન અંગો ના સ્વાસ્થ્ય અંગે શું કાળજી રાખવી..?
પીહુ: હું આ જ પૂછવાની હતી... તારૂ અને મારું મન એક જ છે.. જોયું અને તું સેક્સ એડયુકેશન લેવાની જગ્યા એ લગ્ન તોડવાની વાત કરતો હતો...
સોહન: સોરી.. ડિયર.. પણ એ ઘટના ન થઈ હોત તો મારા ડાઉટ કઈ રીતે દૂર થાત.. મારી ડોકટર અંકલ સાથે મુલાકાત જ ન થઈ હોત..
ડો. અનંત : જે થયું એ સારું જ થયું.. હવે તારા પ્રશ્ન નો ઉતર સાંભળ.
જનન અંગો ની સફાઈ વિશે
*****************
. આપણા શરીર માં આંખ અને જીભ જેમ સંવેદનશીલ અંગો છે.. એટલાં જ નાજુક અને સંવેદનશીલ આપણા જનન અંગો છે.. સ્ત્રી અને પુરુષ બન્ને એ રોજ પાણી અને સાબુ થી હળવે હળવે જનન અંગો ની સફાઈ કરવી.. કારણ કે દિવસ ભર નો પરસેવો જેમ શરીર ના બીજા ભાગો ને દુર્ગંધ આપે છે એમ જ જનન અંગો ને પણ દુર્ગંધ આપે છે... પુરુષો એ રોજ લિંગ (શિશ્ન)ની ઉપર ની ચામડી ખસેડી નીચેનો ભાગ સાબુ અને પાણીથી ધીરે ધીરે સાફ કરવો.. જનન અંગો પર ના વાળ ને પણ નિયમિત ધોવા અથવા સાફ રાખવાં ક્યારેય પણ જનન અંગ ની આજુબાજુના ભાગ ને જોર-જોરથી મસળી સાફ ન કરવું.. તેનાથી ચામડી રુક્ષ થાય છે.. જનનઅંગ પર ખંજવાળ આવે.. ફંગસ જેવી દુર્ગંધ આવે.. લિંગ ની આગળનો ભાગ વધુ પડતો લાલ જણાય અથવા ગુપ્ત ભાગો પર સ્કિન બર્ન થાય તો તુરંત ડોકટર ને બતાવવું..
મહિલાઓ ને આ બાબતે ખૂબ શરમ અને સંકોચ હોય છે.. જો યોનિમાર્ગ પર અથવા આજુબાજુ ફંગસ જણાય .. તે ભાગની ચામડી લાલ જણાય.. ખનજવાળ આવે ..અજુક્તી અથવા અસામાન્ય દુર્ગંધ આવે. દુર્ગંધયુકત પાણી નીકળે તો નિઃસંકોચ ગાયનેકોલોજિસ્ટ અથવા ડોકટર ની સલાહ લેવી નિયમિત પાણી અને સાબુથી સફાઈ રાખવી.. હમેશા શરીર ના સામાન્ય ભાગો કરતા હળવેકથી જનન અંગો ની સફાઈ કરવી.. ગુદા ભાગ ની પણ યોગ્ય સાફ સફાઈ બન્ને એ કરવી જ રહી ... ઘણી સંવેદનશીલ ચામડી હોય અને સાબુ માફક ન આવતો હોય તો ડોકટર ની સલાહ પ્રમાણે ક્રીમ અથવા જેલ અપલાય કરી શકાય.

હસ્તમૈથુન અંગે સાવધાની
****************
પુરુષો માટે
******
હસ્તમૈથુન મેં કહ્યું એમ ધીરે ધીરે કરવું.. લાગણીશૂન્ય અથવા જડ થઈને જનન અંગો પર ઇજા કે ઘા થાય એ રીત નું વર્તન કરવાનું ટાળવું.. ઘણા પુરુષો ને જનન અંગ (શિશ્ન અથવા લિંગ) પર નારિયેળનું તેલ, પેટ્રોલિયમ જેલી કે પેઈનબામ કે જાત જાત ના જેલ લગાવી હસ્તમૈથુન કરવાની આદત હોય છે..આમ કરવું ટાળવું જોઈએ.. શિશ્ન પર કોઈ પણ જાત નું લ્યુબરીકેન્ટ અથવા જેલ ડોકટર ની સલાહ વગર લગાવવું નહિ.. ડોકટર ની સલાહ વગર દેશી અથવા વિદેશી કોઈ પણ જાત ની દવા શિશ્ન ની લંબાઈ વધારવા માટે ,તેને કડક કરવા કે સેક્સ્યુઅલ પરફોર્મન્સ વધારવા માટે લેવાનું ટાળવું. એ દવાઓ સખત આડઅસર અથવા હાનિ કરી શકે છે..
સ્ત્રીઓ માટે
**********
સ્ત્રીઓ એ પણ હસ્તમૈથુન દરમિયાન સાવધાની અને સલામતી રાખવી. મહિલાઓ એ પણ ડોકટર ની સલાહ થી જ લ્યુબરીકેન્ટ વાપરવા.. હાથ ની આંગળીઓ ને હળવેકથી જ મસળવી.. વાઈબ્રેટર્સ નો ઉપયોગ પણ પુરી જાણકારી મેળવીને જ કરવો... હસ્તમૈથુન ની અન્ય સરળ રીતો ની જાણકારી તમારા પોતાના ડોક્ટર આપી શકશે.. એમની પર ભરોસો રાખવો..
સ્ત્રી અને પુરુષ બન્ને માટે ઉપયોગી સલાહ: સામાન્ય શાકભાજીઓ, દેશી ઘી , દૂધ અને મધ વગેરે ખોરાક માં લેવા.. આયુર્વેદિક દવાઓ પણ જાણકાર અને પ્રમાણિત વૈદ્ય પાસેથી જ લેવી.. સરકારી પ્રમાણિત વૈધ અને સર્ટિફાઇડ ડોકટરો દ્વારા જ ઈલાજ કરાવવો.. સામાન્ય સમસ્યાઓ માટે જનરલ પ્રેક્ટિસશનર (એમ બી બી એસ) પાસે જઈ શકાય.

હવે હું તમને પુરુષ ના શિશ્ન અને સ્ત્રી ના યોનિમાર્ગ ની કુદરતી સંરચના વિશે અને સંભોગ વિશે જણાવું છું.. સોહન અને પીહુ.. શાળામાં અભ્યાસક્રમ ના ભાગ રૂપે તમે આ સંરચના ભણ્યાં જ હશો... તો પણ મારી પાસેથી એની વિસ્તૃત જાણકારી મેળવી લો.. તમને જ્યારે હું સલામત સંભોગ વિશે સમજાવીશ ત્યારે આ જાણકારી ઉપયોગી થશે.

સોહન અને પીહુ: જી ડોકટર અંકલ.. વી આર હેપી ટુ રિવાઇઝ થેટ...😊😊

સ્ત્રી ના જનનઅંગ ની સંરચના અને સંભોગ
********************************
યોનિ - યોનિ (Vagina) એ સ્ત્રી નું પ્રમુખ જનન અંગ છે. સંભોગ દરમ્યાન સ્ત્રી ઉત્તેજના અનુભવે છે અને તેની યોનિ ની દીવાલો ભીની થાય છે. યોનિ ની દીવાલોને ભીનું કરતું ચીકણું પ્રવાહી એ સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર છે. સંભોગ દરમિયાન પુરુષ પોતાનું શિશ્ન સ્ત્રી ની યોનિ માં પ્રવેશ કરાવે છે ત્યારે કુદરતી રીતે જ યોનિ પુરુષ ના શિશ્ન ને પોતાની પકડ માં રાખી શકે છે. અને યોનિ નો આકાર શિશ્ન ના આકાર મુજબ પહોળો ટૂંકો થઈ શકે છે.. બાળક નો જન્મ થતા એ પણ આ જ યોનિ માંથી બહાર આવે છે. યોનિમાર્ગ ના પ્રવેશદ્વારને રોજ સાફ રાખવો ખૂબ જરૂરી છે.. પ્રવેશનો 1/3 ભાગ અતિ સંવેદનશીલ હોય છે. એ સ્પર્શ માત્ર થી જ ઉત્તેજના અનુભવે છે. અને બાકી નો 2/3 ભાગ એટલો સંવેદનશીલ હોતો નથી. જો યોનિમાર્ગમાંથી અસામાન્ય દુગંધ અનુભવાય તો તુરંત ડોક્ટર નો સંપર્ક કરવો.

યોનિપટલ- યોનિપટલ (hymen)એ યોનિ માર્ગ માં આવેલ ચામડી નો એક પાતળો પડદો છે. આ પટલ સામાન્ય રીતે કસરત કરતા, દોડતા, સ્વિમિંગ કરતા , હસ્તમૈથુન કરતા પણ તૂટી શકે છે.. જરૂરી નથી કે ફક્ત સંભોગ દરમિયાન જ આ તૂટે.. શિશ્ન ના હળવાં દબાણ કે ધક્કા દ્વારા આ પટલ તૂટતા સંભોગ દરમ્યાન સ્ત્રીને એક નાની સોય ની અણી વાગવા જેટલી પીડા થઈ શકે .. પણ એ સામાન્ય હોય છે.. જેમ શરીર ના બીજા ભાગમાં નાની સોયની અણી વાગતા સહેજ પીડા થાય છે એમ યોનિપટલ તૂટતા પણ સહેજ પીડા થાય છે. અને આ પીડા એક જ વાર થાય છે.. આ બાબતે નર અને નારી માં વ્યાપક ગેરસમજો છે.
ખાસ નોંધઃ
ડો. અનંત :(રૂઢીચુસ્ત સમાજ માં નર અક્ષત યોનિપટલ ને નારી ના કૌમાર્ય નું પ્રતીક માનતા હતા.. અને નારી ના મન માં પણ આ પટલ તૂટવાની પીડા નો ખાસ્સો ભય આજે પણ જોવા મળે છે..આમ જોવા જઈએ તો આ પીડા માસિક દરમિયાન થતી પીડા સામે કાંઈ જ નથી.. આ બધી ગેરસમજ અને ભ્રમ સાચા શિક્ષણથી દૂર થાય છે.. જો સાથી સમજદાર અને આ બાબતે શિક્ષિત હોય .. અને એની ક્રીડાઓ દ્વારા એ સ્ત્રી ને સરખા પ્રમાણ માં ઉત્તેજીત કરી શક્યો હોય , અથવા સ્ત્રી પોતે જ પુરુષ ના શિશ્ન ને હાથમાં લઇ યોનિપ્રવેશ કરાવે તો પછી પીડા જેવુ નહિવત રહે છે.)

મદન અંકુર(Clitories) :સ્ત્રીની યોનિના બહારના ભાગ માં ઉપરની બાજુએ ગોળ અથવા નાની શીંગ જેવા આકારનું એક અંકુર આવેલુ હોય છે. એ અંકુર સ્ત્રી માટે કામસુખ નું કારણ છે.. જ્યારે યોનિમાં શિશ્ન પ્રવેશ કરે છે ત્યારે યોનિના દ્વારનો આગળનો ભાગ જે સંવેદનશીલ હોય છે ..અને મદન અંકુર બન્નેના કારણે સ્ત્રી ને સંભોગ સુખ મળે છે. નર જો સંભોગ દરમિયાન નારી ના મદન અંકુર ને સ્પર્શ કરે અથવા હળવેક થી મસળે તો નારી તરફથી અદભુત પ્રતિસાદ મળે છે. (ઘણા નર ને ગેરસમજ હોય છે કે પુરુષ શિશ્નની લંબાઈના કારણે નારી ને સંતોષ મળે છે પણ આ એક કોરો ભ્રમ છે.) મદન અંકુર ના આજુબાજુના ભાગ ને પણ હળવેકથી પાપલવામાં આવે તો સંભોગ સુખ વધે છે.

પીહુ: વાહ.. કુદરત ની રચના નો કોઈ જવાબ નથી..
ડો. અનંત : સાચે જ પીહુ.. હજુ પણ બે મહત્વની વાત છે.. સાંભળ...
જી-સ્પોટ(Grefenberg spot) : યોનિદ્વાર ના ઉપરના ભાગે સહેજ પાછળ સહેજ ઉપસેલો ભાગ આવેલ હોય છે. આ ભાગ સામાન્ય રીતે સ્ત્રી ના ગર્ભ ના મુખ અને યોનિદ્વાર ની વચ્ચે આવેલો હોય છે. *આ સ્પોટ દરેક નારી માં હોય જ એવું જરૂરી નથી* આ સ્પોટ નું કાર્ય પણ મદન અંકુર જેવું જ છે.

અંડાશય(Ovaries) : સ્ત્રીના ગર્ભાશય ની ઉપર ની બન્ને બાજુએ બે બદામ આકાર ના અંડાશય હોય છે. અંડાશય અંડકોષ નું નિર્માણ કરે છે.. પુરુષ ના વીર્ય થી અંડકોષ ફલિત થાય છે... અને નારીના ગર્ભ માં બાળક રહે છે.. અંડાશય એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે ફિમેલ હોર્મોન પણ બનાવે છે .

સોહન : સાચે જ પીહુ.... કુદરતી રચનાઓ અદભૂત છે.. વિજ્ઞાન ભલે આગળ વધી જાય પણ કુદરતી વ્યવસ્થા એટલે સાચો કમાલ..
પીહુ : ડો. અંકલ જેમ તમે નારી ના જનન અંગો વિશે માહિતી આપી એમ નર ના જનન અંગો વિશે પણ જણાવો.

પુરુષના જનન અંગ ની સંરચના અને સંભોગ
**************************
શિશ્ન (લિંગ) (Penis)-શિશ્ન ની રચના મુખ્યત્વે બે પ્રમુખ કારણોથી થઈ છે.. એ પુરુષ ના બે પગ વચ્ચે આવેલું નલિકા આકારનું અંગ છે. તેના કાર્યો માં એક છે મૂત્ર વિસર્જન અને એક છે પ્રજનન. એક 14થી 23 વર્ષ સુધી નો યુવાન જો સેક્સ ના વિચાર માત્ર પણ કરે તો શિશ્ન ઉત્તેજના અનુભવે છે.. લાબું અને કડક થાય છે.. અલબત્ત મોટી ઉંમર ના પુરુષો શિશ્નને ધીરે ધીરે હલાવી, સ્કવિઝ કરી ઉત્તેજના પ્રાપ્ત કરે છે. શિશ્ન ઉત્તેજિત થતા તેમાં લોહી પ્રવેશે છે.. જેના કારણે એ લાબું અને કડક થાય છે.. જોકે આ સામાન્ય કડક જ હોય છે.ઉત્તેજિત શિશ્ન યોનિ માં પ્રવેશ કરે છે ત્યારે અગાઉ જોઈ ગયા તેમ યોનિમાર્ગમાં શિશ્ન ના ઘર્ષણ અને હળવા ધક્કાના કારણે પુરુષને કામસુખ પ્રાપ્ત થાય છે. શિશ્ન નો આગળનો ભાગ સંવેદનશીલ હોય છે.. એને પરાકાષ્ઠાની ક્ષણોમાં વીર્યસ્ત્રાવ થાય છે.. શિશ્ન ની લંબાઈથી કોઈ ફરક પડતો નથી.. શિશ્ન કડક થતા તેના આગળના ભાગમાંથી પણ સ્ત્રી ની યોનિ ની જેમ જ એક ચીકણું પ્રવાહી નીકળે છે.. જો પુરુષ કોઈ સ્ત્રી પ્રત્યે અતિ આકર્ષણ કે ઉત્તેજના અનુભવે તો પણ આવું પ્રવાહી નીકળે છે.

શિશ્નત્વચા(foreskin) : શિશ્ન ના આગળના ભાગ ને ઢાંકવા માટે શિશ્ન નલિકા ની ઉપર શિશ્ન ત્વચા આવેલી હોય છે. શિશ્ન ત્વચા ને પાછળની બાજુ એ સરકાવી રોજ અંદર ના ભાગ ની સફાઈ કરવી જોઈએ. હસ્તમૈથુન દરમ્યાન આ ત્વચા અને શિશ્ન ના આગળના સંવેદનશીલ ભાગ ના ઘર્ષણથી પુરુષ ઉત્તેજના અનુભવે છે. જો જોરથી હસ્તમૈથુન અથવા સંભોગ કરવામાં આવે તો આ ત્વચા માંથી લોહી નીકળી શકે છે. આવા સંજોગો માં ડોક્ટરને બતાવવું.. અને જો શિશ્ન ત્વચા ટાઈટ હોવાના કારણે પાછળ ન સરકતી હોય તો પણ ડોકટર ને બતાવવું.

વૃષણ અને વૃષણ કોથળી( Testicles & scrotum) : શિશ્ન સાથે જ નીચેના ભાગમાં વૃષણ કોથળી જોડાયેલી હોય છે.. અને એની અંદર બે અંડાકાર વૃષણ આવેલા હોય છે. વૃષણકોથળી બન્ને વૃષણના તાપમાન ને બાકી શરીર કરતા ઠંડુ રાખે છે. તેની ચામડી શરીર ના અન્યભાગ કરતા સહેજ કાળી હોય છે.વૃષણ અંડાશય ની જેમ જ બે કામ કરે છે.. એક મેલ હોર્મોન ટેસ્ટએસ્ટેરોન જે પુરુષત્વ આપે છે એનું નિર્માણ અને બીજું વીર્ય નું નિર્માણ..વૃષણ પ્રતિ મિનિટે 17000 થી 18000 શુક્રાણુઓ નિર્માણ કરે છે. શુક્રાણુ થી વીર્ય બને છે.. અને આમ વીર્ય વાપરવાથી ઘટતું નથી અને સાચવવાથી પણ કોઈ લાભ નથી..

પ્રોસ્ટેટ:પ્રોસ્ટેટ ગ્રંથી શુક્રાણુઓ માંથી વીર્ય નું નિર્માણ કરવામાં મહત્વ ની ભૂમિકા ભજવે છે. તે વીર્ય ના વહન માટે જવાબદાર છે. તે પિત્તાશય અને મૂત્રાશય ના ઉપર ના ભાગે આવેલ હોય છે.

પીહુ : ડો. અંકલ .. પુરુષ અને સ્ત્રી બન્ને ને આ જાણવું ખૂબ જ જરૂરી છે.
સોહન : સાચી વાત પીહુ

(વધુ આવતા અંકે)..