A wife of a different soil books and stories free download online pdf in Gujarati

એક જુદી જ માટીની પત્નીઐશ્વર્યા : અનિકેત તું બીજા લગ્ન કરી લે..

અનિકેત : હે... શું.... કાંઈ પણ?...

ઐશ્વર્યા : આજે આપણી બીજી એનિવર્સરી છે.. અને આપણું કમિટમેન્ટ છે.. હું જે માંગુ એ તું મને આપીશ .. હે ને?
અનિકેત : હા.. ડિયર, પણ આ તું મજાક કરે છે..

ઐશ્વર્યા : અનિકેત તારા સોગંદ હું મજાક નથી કરતી..

અનિકેત : તું ... તને કાંઈ ગંભીર રોગ તો નથી લાગ્યો? તું કેટલા મહિના ની મહેમાન છે? જે હોય તે ચોખ્ખુ કહેજે..

ઐશ્વર્યા : ના મને કોઇ ગંભીર બીમારી નથી.. હું એકદમ સ્વસ્થ છું અને સંપૂર્ણ જવાબદારી પૂર્વક સ્વસ્થ મગજ થી તારી પાસે આ ઈચ્છા પૂરી કરવા નું કહું છું.

અનિકેત : તને કોઈ બીજો તો ગમવા નથી લાગ્યો? તું મને ડાઈવોર્સ આપવા માંગે છે ?

ઐશ્વર્યા : હું ડાઈવોર્સ લીધા પહેલા તને જાન થી મારી દઈશ.. આ સીધી વાત તારા મગજ માં ઉતારી લે. હું તારા વગર સ્વર્ગે પણ જવાની નથી..હું તને એટલો પ્રેમ કરું છું.

અનિકેત : ઓહ... તો નક્કી તે શ્રીદેવી ,અનિલ કપૂર અને ઉર્મિલા મતોડકર ની ફિલ્મ "જુદાઈ" જોઇ લાગે છે.. તું પોતાની જાતને શ્રીદેવી અને મને અનિલ કપૂર સમજે છે?
કઈ ઉર્મિલા એ તને લાલચ આપી છે? બોલ કેટલી મોંઘી ગિફ્ટ જોઈએ છે? બંગલો, ગાડી , મારા નામે જે પ્રોપર્ટી છે.. હમણાં જ તારા નામે કરી દઉં છું.

ઐશ્વર્યા : બસ.. અનિકેત ... મને શ્રીદેવી બનવા નો કોઈ શોખ નથી. મેં પહેલા જ કહ્યું મારુ મગજ સ્વસ્થ છે, મને કોઈ લાલચ નથી. તને ખબર તો છે મારી મહિના ની સેલેરી તારી સેલેરી કરતા ₹20000 વધારે છે.. મારા પિતા અને કાકા નું જે કઈ પણ છે એ બધું જ મારું છે.. તારે કમિટમેન્ટ પુરૂ કરવું છે કે નહીં એ બોલ...

અનિકેત : હું ના કહું તો ?

ઐશ્વર્યા : તો તારો અને મારો આજે આ પૃથ્વી પર છેલ્લો ડિનર હશે.. અને હું મારું આ કમિટમેન્ટ સો ટકા પૂરું કરીશ..

અનિકેત : આ શું તું દરેક વાતે છેલ્લો દિવસ છેલ્લો દિવસ કરે છે... પેલા દિવસે તારા કહેવાથી મેં અમેરિકા જવાનું કેન્સલ કર્યું..કેમકે તે " મારા દેશ ને જે દિવસે છોડીશ એ દિવસે મારો આ પૃથ્વી પર છેલ્લો દિવસ હશે" એવું ફરમાન જાહેર કર્યું. અને આજે માનવામાં નથી આવતું કે જે ભારતીય નારી પોતાના પતિને બીજી કન્ટ્રીમાં જવા દેવા તૈયાર નથી એ પોતાના પતિ ને બીજી સ્ત્રી સાથે પરણાવે છે.. તારે કોમેડી જ કરવી છે? મારી સેન્સ ઓફ હ્યુમર ક્યાંય નથી ગઈ ડિયર..

ઐશ્વર્યા : આટલી મોટી વાત મજાકમાં કરું એવી સાવ બાલિશ હું નથી.. અને મારે કોમેડી કરવા માટે તારું કમિટમેન્ટ વાપરવાની જરૂર નથી... તું સમજતો કેમ નથી.. હું તને કહું છું બીજી વાર પરણીજા...

અનિકેત: સારું.. પણ તું જ મને કહે બીજી કોણ... મારુ કોઈ લફરું નથી.. તારી સાથે જે હતું એ હજી ચાલે છે... લગ્ન પછી પણ હું તને એક પ્રેમિકા ની જેમ જ ટ્રીટ કરું છું એટલે તારી આવી બધી વાત સાંભળીને પણ મેં તને એક ટપલી પણ નથી મારી.. એક તો આજનો દિવસ પણ તારો અને મારો જ છે.. અને તું આજે જ બીજી લાવે છે? તને પણ ખબર છે કે મને તારા વગર કોઈ ફાવે તેમ નથી..

ઐશ્વર્યા : "અનામિકા કિશન મજમુદાર" ... એ તારી સાથે લગ્ન કરશે.. મને કોઈ જ વાંધો નથી અને તને પણ કોઈ જ વાંધો ન હોવો જોઈએ..

અનિકેત : અના... ક્યાં છે એ.. અરે.. એ તો કોલેજ માં મારી ખાસ દોસ્ત હતી.. એ તને ક્યાં મળી? મેં તને એના વિશે કહ્યું હતું ને .. એ જીગરજાન દોસ્ત છે.. પણ દોસ્ત સિવાય કંઈ નથી.. ક્યાં છે એ.. એને એવું વિચાર્યું અને તને કહ્યું એ વાત ની મને નવાઈ લાગે છે અને તે સ્વીકારી લીધું!?..

ઐશ્વર્યા : અના એ નથી કહ્યું.. એના પિતા કિશન મજમુદારે કહ્યું... એ આપણા ઘરે આવ્યા હતા..

અનિકેત : કિ.મુ અંકલ.. , એ ક્યારે આવ્યા? તે મને કહ્યું કેમ નહિ.. અને એ આવી વાહિયાત વાત કરે જ નહીં.. અરે એમના જેવા ઉંચા દરજા ના પ્રોફેસર અને એક પ્રતિષ્ઠિત કોલેજ ના મુખ્ય ટ્રસ્ટી .. જે મારા તારા જેવા હજારો વિદ્યાર્થીઓ ના ગુરુ અને માર્ગદર્શક છે એ આવી વાત કરે?

ઐશ્વર્યા: તું જે કિ.મુ અંકલ ની વાત કરે છે એ મારા પણ ગુરુ છે.. અને ગુરુજી ને લાસ્ટ સ્ટેજ નું ખતરનાક કેન્સર છે..તને તો ખબર જ નથી અને મને પણ કાલે જ ખબર પડી .. અનામિકા કોલેજ ના સમય થી મનમાં ને મનમાં જ તને પ્રેમ કરતી હતી, અને આપણા લગ્ન થયા પછી એને પ્રણ લઈ લીધો કે એ આજીવન કોઈ બીજા સાથે લગ્ન નહિ કરે ... એ પ્રણ હવે ગુરુજી ને ડંખે છે.. એમની અંતિમ ઈચ્છા છે કે એમના જતા પહેલા એમની અના લગ્ન કરી ને સંસાર વસાવે.. એટલે..
અનિકેત: એટલે તું ઈચ્છે છે.. કે હું અના સાથે લગ્ન કરું..
આજે મને ખબર પડી કે હું તારી દરેક વાત કેમ માનું છું.. કેમ કે તું પ્રેમિકા એ જુદી માટીની છે.. અને કઈક જુદી માટીની પત્ની પણ છે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED