Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 1

(સોહન અને પીહુ ખૂબ ચિંતા માં ડૉ અનંત ગુપ્તા ના ક્લિનિક માં પ્રવેશે છે.. ડો. અનંત ગુપ્તા એક સેક્સોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર છે..)
પીહુ : ડોકટર અંકલ .. અમને આપની થોડીક મદદ જોઈએ છે..
ડૉ અનંત : આવ પીહુ.... બેસ... બી કમ્ફર્ટેબલ ફસ્ટ.
( સોહન બે ઘડી પીહુ સામે જોવે છે અને કચવાતા મને ખુરસી પર બેસે છે..પીહુ પણ તેની બાજુવાળી ખુરશી પર બેસે છે..)
ડૉ અનંત : નાઉ ટેલ મી.. શું વાત છે..?
પીહુ : આ સોહન છે.... માય સોલમેટ..બે મહિના પછી અમારા મેરેજ છે..
સોહન : જે હવે થશે કે કેમ ખબર નહિ..
પીહુ: જસ્ટ શટ અપ સોહન.. તને મેં પહેલા કહ્યું હતું કે તારે કાંઈ બોલવાનું નથી... હું વાત કરું છું ને?..
ડૉ અનંત: ડોન્ટ બી પેનિક.. પીહુ.. પ્લીઝ ગો અહેડ..
પીહુ: યસ ડોકટર અંકલ .. અમે બન્ને કાલે રાત્રે લોન્ગ રાઈડ પર ગયા હતા.. રોમેન્ટિક ડિનર પછી અમે ખૂબ ડાન્સ કર્યો... ઇટ વોઝ ફન .. પછી અમે મારા પપ્પા ના ફાર્મ હાઉસ પર ગયા.. મારે એની સાથે ઇન્ટિમેટ થવાની ઈચ્છા હતી.. મેં કોન્ડોમ નું પેકેટ એના હાથ માં મૂક્યું અને એને ખૂબ પ્રેમ થી કિસ કરી .. અને આ સોહન નર્વસ થઈ ગયો.. ગભરાઈ ગયો... અને મને કહે છે.."આઇ ડોન્ટ કનો હાઉ ટુ હેવ સેક્સ.."એમ કહીને બહાર જવા માંગતો હતો.. મેં હસી ને એને સપોર્ટ કરવા પહેલ કરી અને એને મને જે જાણકારી હતી તે પ્રમાણે સમજાવ્યું તો મારા પર ડાઉટ કરે છે કે મારા પહેલા કોઈ ની સાથે આડા સબંધ છે.. એટલે જ મને ખબર છે કે સેક્સ કઈ રીતે કરવું.. આ મારા પર ડાઉટ કરે છે અને ડોકટર અંકલ.. સવાર થી મને લગ્ન તોડવાની ધમકી આપે છે.. મને જ ખબર છે કે હું કેવી રીતે એને તમારી પાસે લાવી છું.. મારા મેરેજ બચાવી લો અંકલ .. હું સોહન ને ખૂબ પ્રેમ કરું છું..(આંખમાં આસું સાથે પીહુ ગળગળી થાય છે..)
સોહન : જે પ્રેમ કરે ને... એ આવી રીતે જગજાહેર ન કરે
આ મારી અને તારી પર્સનલ વાત છે... તારું જુઠ્ઠાણું બહાર આવી ગયું એટલે તું મને અહીંયા લાવી .. તું સાબિત શું કરવા માંગે છે.. હું ગવાર, અને બુધ્ધિ વગરનો છું... અને તું મોર્ડન અને શાણી છે.. એમ ને..?
પીહુ : જોયું... આ જ રીતે મને રસ્તા માં કેટલીય વાર હેરાન કરી છે એને.. ડોક્ટર અંકલ પ્લીઝ એને સમજાવો..
ડૉ અનંત : ડોન્ટ વરી પીહુ.. જો સોહન.. હું અને પીહુ ના પપ્પા શ્રવણ મેહતા ખૂબ જુના મિત્રો છીએ અને પીહુ બાણપણથી જ મને ઓળખે છે.. અમે બન્ને પણ એકબીજાના મિત્રો છીએ.. અને તું જે સમજે છે એવું કાંઈ નથી દોસ્ત... પીહુ પાસે જે કાંઈ પણ જાણકારી છે એને સેક્સ એડયુકેશન કહેવાય.. મને આજે પણ યાદ છે .. જ્યારે આ સમજદાર પીહુ 14 વરસ ની હતી ત્યારે મહિલાઓ ના માસિક વિશે એના સ્કૂલ સિલેબસમાં એક ટોપિક હતો.. એની પર વિસ્તૃત જાણકારી મેળવવા માટે મારી પાસે એના મમ્મી ને લઈને આવી હતી.. ત્યારથી જ મેં એની સાથે આ બધી જ બાબતો ને વિસ્તાર પૂર્વક સમજાવવા માટે 10 સેશનનો એક કાઉન્સેલિંગ પ્રોગ્રામ કર્યો હતો... અને મને જાણી ને સંતોષ થયો કે મારી આપેલ જાણકારી એના કામ માં આવી..
પીહુ : એ જ.. હું એને સમજાવું છું.. પણ મારી પર ગુસ્સો કરે છે..
ડોક્ટર અનંત : ના સોહન દીકરા.. પીહુ ખૂબ જ સરળ અને પ્રેમાળ છોકરી છે.. એના વિશે ડાઉટ કરવાનું છોડી દે..
સોહન : સોરી પીહુ... સોરી ડોકટર અંકલ .. મને માફ કરી દો.. મને ખબર નહતી કે પીહુ નો પરિવાર આટલો એડયુકેટેડ અને ઓપન માઇન્ડેડ છે.. મને બાળપણ માં સેક્સ એડયુકેશન બાબતે ફક્ત ટાળવા માં આવતો હતો.. મારા સવાલો ના જવાબ "ચૂપ", "તને કાંઈ ખબર ન પડે", "તું નાનો છે.. મોટો થઈશ એટલે ખબર પડી જશે" આવા જવાબ મળતા હતા.. આ બધી બાબત માં હું સાચે જ ડફોળ છું અંકલ.. તમે મને સમજાવો..
ડૉ અનંત : મને ખુબ ગમ્યું દીકરા તે ખુલ્લા મનથી આ બાબત નો સ્વીકાર કર્યો..અને એથી વિશેષ આ પીહુ કોઈ પણ પ્રકાર નું મોડું કર્યા વિના તને મારી પાસે લઈ આવી... હું પણ આવતા દસ દિવસ સુધી તમારા બન્ને સાથે આ જ બાબત પર ખુલ્લા મને વાત કરીશ.. તમે બન્ને તૈયાર છો ને?

સોહન અને પીહુ: હા અંકલ.. અમે તૈયાર છીએ..

(ડોકટર અનંત અને પીહુ/ સોહન વચ્ચે નો સંવાદ આવતા અંકે..)